________________
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી
આમ દરેક ઇન્દ્રિય માટે કા.કા. ભાવ સ્વતંત્ર થવાના, તેથી શબ્દના શ્રોત્રપ્રત્યક્ષનો કા.કા.ભાવ પણ સ્વતંત્ર જ માનવાનો રહેશે. પણ, આકાશના તો કોઇ પરમાણુ છે નહીં. તેથી આકાશીય પરમાણુમાં રહેલા ગુણ વગેરેનું શ્રોત્રન્દ્રિય દ્વારા પ્રત્યક્ષ થઈ જવાની આપત્તિ આવવાનો પ્રશ્ન જ ન હોવાથી એના કા કા ભાવમાં મહત્ત્વને પ્રવિષ્ટ કરવાનું કોઈ પ્રયોજન ન અેવાથી એનો પ્રવેશ કરવો એ નિરર્થક ગૌરવ બની જાય છે.
110
તેથી, લાઘવથી, શબ્દપ્રત્યક્ષ પ્રત્યે ‘શ્રોત્રાવચ્છિન્નસમવાય' આટલો જ સન્નિકર્ષ કારણ છે. આમ શબ્દના પ્રત્યક્ષ માટે તો મહત્પરિમાણ હેતુ નથી (ને આકાશનું પોતાનું તો પ્રત્યક્ષ થતું નથી.) માટે આકાશનું પરમમહત્પરિમાણ કોઈનું કારણ ન બનવાથી અહીં પરમમહત્પરિમાણને જે અકારણ તરીકે જણાવ્યું તે માટે, આકાશદેર્બોધ્યમ્ એમજણાવ્યું છે. (આકાશનું પરિમાણ પરમમહત્ છે. એટલે એનાથી ઉત્કૃષ્ટ પરિમાણ કોઈ ન હોવાથી એ કોઈ પરિમાણનું પણ કારણ નથી એ જાણવું.)
શંકા : પણ આગળ, ‘મહત્ત્વ ષવિઘે હેતુઃ' એમ કહીને છએ પ્રકારના લૌકિક પ્રત્યક્ષમાં મહત્ત્વને કારણ તરીકે જણાવ્યું છે. એટલે શબ્દના શ્રોત્રેન્દ્રિયજન્ય પ્રત્યક્ષમાં આકાશના પરમમહત્પરિમાણને કારણ માનવું જ પડવાથી એ અકારણ ક્યાં રહ્યું?
સમાધાન : તો પછી અહીં ‘આકાશાદેઃ’ એમ જે જણાવ્યું છે તેમાં અતદ્ગુણસંવિજ્ઞાન બહુવ્રીહિ સમાસ કરવો. એટલે કે, આકાશ છે આદિમાં જે બે (દિક્-કાળ) ના તે ‘આકાશાદિ’. તેથી, આકાશાદિ શબ્દથી દિવ્ય, અને કાળ દ્રવ્ય પકડાશે. ને અર્થ આવો થશે કે અહીં જે પરમમપરિમાણને અકારણ તરીકે જણાવ્યું છે તે પરમમહત્પરિમાણ માત્ર દિક્ અને કાળનું સમજવું (કોક પુસ્તકોમાં તો કાલાદેઃ એવો જ પાઠ મળે છે.)
(का.) अन्यथासिद्धिशून्यस्य नियता पूर्ववर्तिता ।
कारणत्वं भवेत्तस्य त्रैविध्यं परिकीर्तितम् ॥ १६ ॥
(મુ.) નનુ ાળત્વ વિમ્ ? ગત આઠ - અન્યથાસિદ્ધીતિ। તસ્ય = ારળત્વક્ષ્ય ॥૬॥
(કારણતાનિરૂપણ)
(કા.) અન્યથાસિદ્ધિશૂન્ય પદાર્થમાં જે નિયત પૂર્વવર્તિતા હોય છે એ જ ‘કારણત્વ’ છે. તેના ત્રણ પ્રકારો
કહેવાયા છે.
(મુ.) પારિમાંડલ્ય વગેરેથી ભિન્ન પદાર્થોનું ‘કારણત્વ' એ સાધર્મ્ડ કહ્યું. એમાં કારણત્વ શું છે ? એ હવે સપ્રસંગ કહે છે. તેના= કારણતાના (ત્રણ પ્રકારો કહેવાયા છે.)
(વિ.) અન્યથાસિદ્ધિન્ય પદાર્થમાં નિયતા (=કાર્યવ્યાપિકા) જે પૂર્વવર્તિતા હોય છે તે જ તે પદાર્થમાં રહેલી કારણતા છે. અહીં અધ્યાહારથી ‘અવ્યવહિત’ શબ્દ જાણી લેવો. એટલે કે અવ્યવહિતપૂર્વવર્તિતા જાણવી.
જ્યાં જ્યાં ઘટ ઉત્પન્ન થાય છે ત્યાં ત્યાં તેની અવ્યવહિતપૂર્વમાં દંડ અવશ્ય હોય છે, એટલે કે દંડ પૂર્વવર્તી હોય છે, દંડનિષ્ઠપૂર્વવર્તિતા હોય છે. ઘડો ઉત્પન્ન થાય અને છતાં ત્યાં દંડ ન હોય-અર્થાત્ દંડનિષ્ઠ પૂર્વવર્તિતા ન હોય આવું બનતું નથી.
તેથી દંડનિષ્ઠપૂર્વવર્તિતા કાર્ય ઘટની વ્યાપિકા છે, માટે ‘નિયતા’ છે. વળી દંડ અન્યથાસિદ્ધિશૂન્ય=અનન્યથાસિદ્ધ તો છે જ. એટલે દંડમાં અન્યથાસિદ્ધિશૂન્યત્વ વિશિષ્ટ નિયત પૂર્વવર્તિતા જે છે, એ જ એમાં રહેલી કારણતા છે. દંડત્વાદિમાં પણ નિયતપૂર્વવર્તિતા છે, તેથી એમાં અતિવ્યાપ્તિના વારણ માટે ‘અન્યથાસિદ્ધિશૂન્યત્વ’ પદ મૂક્યું
છે.
ક્યાક ઘટોત્પત્તિ પૂર્વે રાસભ હાજર હોય છે. એમાં અતિવ્યાપ્તિના વારણ માટે ‘નિયતા’ કહ્યું છે. આવી કારણતા ૩ પ્રકારની છે-સમવાયિકારણતા, અસમવાયિકારણતા અને નિમિત્તકારણતા.