________________
ત્રિવિધ કારણતા
111
શંકા ઃ અહીં કારણના ૩ પ્રકાર ન કહેતા કારણતાના ૩ પ્રકાર કેમ કહ્યાં?
સમાધાનઃ એકનું એક કારણ, કોઈ કાર્ય પ્રત્યે સમવાધિકારણ બનતું હોય તો કોઈ કાર્ય પ્રત્યે નિમિત્તકારણ... એટલે કારણોનો આ રીતે વિભાગ શક્ય ન હોવાથી કારણતાનો વિભાગ કરવામાં આવ્યો છે. (ા.) સમવાયાRUવં ફેયમથાથમવાધિદેતુત્વમ્ |
एवं न्यायनयज्ञैस्तृतीयमुक्तं निमित्तहेतुत्वम् ॥१७॥ यत्समवेतं कार्यं भवति ज्ञेयं तु समवायिजनकं तत् ।
तत्रासन्नं जनकं द्वितीयमाभ्यां परं तृतीयं स्यात् ॥१८॥ (मु.) तत्रेति । समवायिकारणे आसन्नं = प्रत्यासन्नं कारणं द्वितीयं असमवायिकारणमित्यर्थः । अत्र यद्यपि तुरीतन्तुसंयोगे पटासमवायिकारणत्वंस्यात्, 'वेगादीनामभिघाताद्यसमवायिकारणत्वं स्यात् । एवं ज्ञानादीनामपीच्छाद्य.समवायिकारणत्वंस्यात्, तथापि पटासमवायिकारणलक्षणे तुरीतन्तुसंयोगभिन्नत्वं देयम् । 'तुरीतन्तुसंयोगस्तुतुरीपटसंयोगं प्रत्यसमवायिकारणं भवत्येव । 'एवं वेगादिकमपि वेगस्पन्दाद्यसमवायिकारणं भवत्येव । इति तत्तत्कार्यासमवायिकारणलक्षणे तत्तभिन्नत्वं देयम् । आत्मविशेषगुणानां तु कुत्राप्यसमवायिकारणत्वं नास्ति, तेन तद्भिन्नत्वंसामान्यलक्षणे હેયમેવ |
(ક.) (કારણત્વના ત્રણ પ્રકાર) સમવાધિકારણત્વ અને અસમવાયિકારણત્વ (પ્રકાર તરીકે જાણવા.) એમ ન્યાયદર્શનના જાણકારોએ ત્રીજું નિમિત્તકારણત્વ કહ્યું છે. કાર્ય જેમાં સમવાયસંબંધથી ઉત્પન્ન થાય છે એને સમવાયિકારણ કહેવાય છે. તેમાં રહેલું કારણ બીજું (=અસમાયિકારણ કહેવાય છે.) એ બેથી જે જુદું હોય તે ત્રીજું ( નિમિત્તકારણ) જાણવું.
(અસમાયિકારણનિરૂપણ) (મુ.) કાર્યના સમવાયિકારણમાં પ્રત્યાસન્ન = સંબદ્ધ કારણ એ બીજું = અસમાયિકારણ છે એમ અર્થ જાણવો. અહીં = અસમાયિકારણનું આવું લક્ષણ માનવામાં, તુરીતનુસંયોગમાં પટની અસમવાધિકારણતા આવશે, ‘વેગ વગેરેમાં અભિઘાત વગેરેની અસમવાધિકારણતા આવશે, એમ જ્ઞાન વગેરેમાં ઇચ્છા વગેરેની અસમવાધિકારણતા આવશે. *તો પણ પટના અસમવાયિકારણના લક્ષણમાં તુરતંતુસંયોગભિન્નત્વ એવું વિશેષણ લગાડવું (તેથી અતિવ્યાપ્તિ દોષ નહીં રહે.) “તુરીતંતુસંયોગ તુરીપટસંયોગ પ્રત્યે અસમવાયિકારણ બને જ છે. એમ વેગાદિ પણ વેગસ્પન્દાદિનું અસમવાયિકારણ બને જ છે. ઇતિeતેથી તે તેના અસમાયિકારણના લક્ષણમાં તત્તભિન્નત્વ એવું વિશેષણ મૂકવું. આત્મવિશેષગુણો તો ક્યાંય પણ=કોઈપણ કાર્ય પ્રત્યે અસમ કારણ બનતા નથી. તેથી તભિન્નત્વ (અસમવાયિકારણના) સામાન્યલક્ષણમાં વિશેષણ તરીકે મૂકી જ દેવું.
(વિ.) કોઈને પણ અસમવાયિકારણ બનવા માટે બે શરતો જોઈએ(૧) એ વિવક્ષિતકાર્યનું કારણ હોવું જોઈએ. તથા, (૨) એ વિવક્ષિત કાર્યના સમવાયિકારણમાં રહ્યું હોવું જોઈએ.
કપાલસંયોગ થાય તો જ ઘડો બને છે, માટે કપાલસંયોગ ઘડાનું કારણ તો છે જ. વળીએ, ઘડાના સમવાયિકારણ કપાલમાં રહેલ છે. તેથી કપાલસંયોગ ઘડાનું અસમવાધિકારણ છે. સર્વત્ર અવયવસંયોગ અવયવીનું અસમવાધિકારણ હોય છે.
એમ કપાલરૂપ ઘટરૂપનું અસમવાધિકારણ છે.