________________
116
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી
'
%
હતું.
(સત્વે પટસત્વ, રૂપામા પટમાવ: આવા અન્વયવ્યતિરેક મળતા નથી, પણ, દંડસક્લેપટHQરંહપામવેપટમાવ:, એવા અન્ય વ્યતિરેક મળે છે, જે દંડના અન્વયવ્યતિરેકને આધીન હોવાથી દંડરૂપ અન્યથાસિદ્ધ છે.
શંકાઃ એમ તો દંડ હોવા માત્રથી પણ ક્યાં ઘડો બની જાય છે? ચક્ર વગેરે ઇતર સમગ્રી પણ જોઈએ જ છે. એટલે કે તરત મgla વિ ઉસત્વે ઘટસત્રમ્ ને તદ્દમાવે તદ્દમાવ: છે. તેથી દંડના અન્વયવ્યતિરેક પણ પરાધીન છે. તો એ પણ અન્યથા સિદ્ધ બનશે.
સમાધાનઃ છતાં ચક્ર વગેરે ઇતરસામગ્રી પણ દંડની અપેક્ષા રાખે છે. એટલે કે ઇતરસામગ્રી હોવા છતાં, દંડ ન હોય તો ઘડો બનતો જ નથી. એટલે દંડ-ચક્ર વગેરેના પ્રત્યેકના અન્વયવ્યતિરેક સ્વતંત્ર છે ને પરસ્પરસાપેક્ષ છે. પણ દંડરૂપ માટે એવું નથી, દંડરૂપના અન્વયવ્યતિરેક દંડના અન્વયવ્યતિરેકને આધીન છે. દંડના અન્વયેવ્યતિરેક દંડરૂપના અન્વયવ્યતિરેકને નહીં. તેથી દંડરૂપ અન્યથાસિદ્ધ છે, દંડ નહીં
કાઃ પ્રથમઅન્યથાસિદ્ધ દંડત્વ અને દ્વિતીય અન્યથાસિદ્ધ દંડરૂપ આ બન્ને કારણભૂત દંડના જ ધર્મો છે, તો બે અન્યથાસિદ્ધિમાં ફરક શું છે ?
સમાધાન : Rબતાવોદ્રવં કથામાત્રથાદ્ધિઃ स्वतन्त्रान्वयव्यतिरेकशून्यकारणगुणत्वं द्वितीयान्यथासिद्धिः આવો તફાવત જાણવો.
આમાં, સંતત્રત્વવ્યક્તિત્વ' આટલું વિશેષણ ન મૂકીએ તો કપાલસંયોગ પણ “ઘટ” પ્રત્યે અન્યથાસિદ્ધ થઈ જાય, કારણ કે એ પણ કાર્ય “ઘટ’ ના કારણ “કપાલ' નો ગુણ જ છે.
કપાલસંયોગ ન હોય તો ભલે ને કપાલ હોય, ઘડો બનતો નથી.
કપાલસંયોગ હોય તો જ ઘડો બને છે. આવું દંડરૂપ માટે કહી શકાતું નથી. “દંડરૂપ ન હોય પછી ભલે ને દંડ હોય, ઘડો ન જ બને” આવું શી રીતે બોલાય ? માટે કપાલસંયોગ અન્યથાસિદ્ધ નથી. દંડરૂપ અન્યથાસિદ્ધ છે.
- (ત્રીજી અન્યથાસિદ્ધિ) (मु.) तृतीयमाह - अन्यं प्रतीति । अन्यं प्रति पूर्ववृत्तित्वं गृहीत्वैव यस्य यत्कार्यं प्रति पूर्ववृत्तित्वं गृह्यते तस्य तत्कार्यं प्रत्यन्यथासिद्धत्वम् । यथा - घटादिकं प्रत्याकाशस्य, तस्य हि घटादिकं प्रति कारणत्वमाकाशत्वेनैव स्यात् । तद्धि शब्दसमवायिकारणत्वं, एवं च तस्य शब्दं प्रति कारणत्वं गृहीत्वैव घटादिकं प्रति जनकत्वं ग्राह्यमतस्तदन्यथासिद्धम् । ननु शब्दाश्रयत्वेन तस्य कारणत्वे काऽन्यथासिद्धिरिति चेत् ? पञ्चमीति गृहाण । नन्वाकाशस्य शब्दं प्रति जनकत्वे किमवच्छेदकमिति चेत् ? कवत्त्वादिकं, विशेषपदार्थो वेति ॥१९॥
(મુ.) ત્રીજા અન્યથાસિદ્ધને જણાવે છે – અન્ય (કાર્ય) પ્રત્યે પૂર્વવૃત્તિતાનો નિર્ણય કરીને જ જેની જે કાર્ય પ્રત્યે પૂર્વવૃત્તિતાનો નિર્ણયથાય તે, તે કાર્યપ્રત્યે અન્યથાસિદ્ધ. જેમકે ઘટાદિ પ્રત્યે આકાશ. તે (આકાશ) ઘટાદિ પ્રત્યકારણ (જો બને તો) આકાશત્વેન જ બને... તે આકાશત્વ શબ્દસમવાધિકારણત્વ રૂપ છે. આમ તે શબ્દ પ્રત્યે કારણ છે એવો નિર્ણય કરીને જ ઘટાદિ પ્રત્યે કારણ છે એમ નિર્ણય કરવાનો રહે છે. માટે એ અન્યથાસિદ્ધ છે.
શંકાઃ આકાશને (શબ્દ સમવાયિકારણરૂપે ઘટ પ્રત્યે કારણ ન માનતા) શબ્દાશ્રયરૂપે કારણ માનીએ તો કઈ અન્યથાસિદ્ધિ આવશે ? (કારણ કે ત્રીજી તો નહીં આવે.)
સમાધાન : તો પાંચમી અન્યથાસિદ્ધિ આવે એમ જાણ. શંકાઃ આકાશ શબ્દ પ્રત્યે કારણ છે તો એમાં અવચ્છેદક કોણ છે? (અર્થાત્ એ કયા રૂપે કારણ છે ?) સમાધાન -કવન્દ્ર વગેરે અથવા વિશેષ પદાર્થ (અવચ્છેદક છે.)