________________
106
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી
(પારિમાંડલ્ય) (ક.) પારિમાંડલ્ય સિવાયના પદાર્થોનું સાઘમ્ય કારણત્વ કહેવાયું છે.
(મુ.) પારિમાંડલ્ય એટલે અણુ પરિમાણ. કારણત્વએતેનાથી ભિન્ન પદાર્થોનું સાધર્મ છે એમ અર્થ જાણવો. "અણુપરિમાણ તો કોઈનું કારણ નથી. કારણ કે (એ જો કારણ બને તો) સ્વાશ્રયારબ્ધ દ્રવ્યના પરિમાણનું આરંભક બને. પણ એ સંભવતું નથી. કારણ કે પરિમાણ સ્વમાનજાતીય ઉત્કૃષ્ટ પરિમાણનું જ જનક બને એવો નિયમ હોવાના કારણે મહત્પરિમાણજન્યમાં જેમ મહત્તત્વ હોય તેમ અણુપરિમાણજન્ય પરિમાણમાં અણતરત્વ આવવાની આપત્તિ આવે. (પારિમાંડલ્યની જેમ) પરમમહત્પરિમાણ, અતીન્દ્રિય સામાન્ય અને વિશેષ પણ કોઈનું કારણ બનતા નથી એ જાણવું.
(વિ.) પારિમાંડલ્ય એટલે અણુ પરિમાણ. અહીં પારિમાંડલ્ય શબ્દથી પરમાણુનું પરિમાણ અને વ્યણુકનું પરિમાણ એ બન્ને સમજવાના છે. એટલે આ બે, (તેમજ આગળ કહેવાનારા) પરમમહત્પરિમાણ અતીન્દ્રિય સામાન્ય અને વિશેષો... આટલા પદાર્થોને છોડી શેષ બધા પદાર્થોનું “કારણત્વ” એ સાધર્મ છે. એટલે કે શેષ સઘળા પદાર્થો કો'ક ને કો'ક કાર્યના સમવાય, અસમવાય કે નિમિત્તકારણ બને જ છે.
(૧) પારિમાંડલ્ય કોઈનું કારણ બનતું નથી. છિદ્રમાંથી પ્રવેશતા સૂર્યકિરણોમાં જે ઝીણી રજકણો ઊડતી દેખાય છે એને નૈયાયિકો ત્રસરેણુકચણુક માને છે. એનું પ્રત્યક્ષ થાય છે. વ્યણુક અને પરમાણુ એના કરતાં પણ નાના હોય છે. આલોક સંયોગ વગેરે હોવા છતાં એનું પ્રત્યક્ષ થતું નથી. એટલે દ્રવ્યના લૌકિક પ્રત્યક્ષ પ્રત્યે મહત્પરિમાણને કારણ માનવામાં આવ્યું છે. પરમાણુ અને વ્યણુકનું પરિમાણ અણુ હોવાથી એ સ્વાશ્રયભૂત પરમાણુ અને વ્યકના પ્રત્યક્ષનું કારણ બની શક્તા નથી. ચૅણુક વગેરેનું પરિમાણ મહત્ હોવાથી ચણક વગેરેના લૌકિક પ્રત્યક્ષમાં કારણ બને છે.
એમ ચણુક વગેરેનું મહત્પરિમાણ ચતુરણુક વગેરેના મહત્પરિમાણનું કારણ બને છે. તંતુ જેટલા મોટા એટલો પટમોટો બને છે એનાથી જણાય છે કે અવયવનું પરિમાણ અવયવીના પરિમાણનું કારણ છે. પણ આ રીતે, પરમાણુનું પરિમાણ વ્યણુકના પરિમાણનું અને વ્યણુકનું પરિમાણ વ્યણુકના પરિમાણનું કારણ બની શકતું નથી.
(૨) ૫ ફૂટની લાકડી સાથે બીજી ૫ ફૂટની લાકડી જોડવામાં આવે તો એની લંબાઈ ૧૦ ફૂટની થાય છે, પણ જાડાઈવધતી નથી. આનાથીએક નિયમ નિશ્ચિત થાય છે કે એક (=અવયવનું) પરિમાણ જો બીજા (=અવયવીના) પરિમાણને ઉત્પન્ન કરતું હોય તો સ્વસજાતીય ઉત્કૃષ્ટ પરિમાણને જ ઉત્પન્ન કરે છે. પરમાણુનું પરિમાણ કોઈપરિમાણને ઉત્પન્ન કરતું હોય તો વ્યણુકના પરિમાણને જ ઉત્પન્ન કરે. કારણકે પરિમાણ પોતાના આશ્રયભૂત દ્રવ્યથી ઉત્પન્ન થનાર દ્રવ્યના પરિમાણને જ ઉત્પન્ન કરી શકે છે. જેમ કે કપાલનું પરિમાણ ઘટના પરિમાણને ઉત્પન્ન કરે છે. એટલે પરમાણુનું પરિમાણ વ્યણુકના પરિમાણનું જ જનક બની શકે. પણ એ શક્ય નથી. કારણ કે પરમાણુનું પરિમાણ અણુ હોવાથી અને એ સ્વસજાતીય ઉત્કૃષ્ટ પરિમાણને જ પેદા કરી શક્યું હોવાથી એનાથી ઉત્પન્ન થનાર પરિમાણને “અણુતર માનવું પડે. એટલે વ્યણુકનું પરિમાણ વધારે નાનું હોય છે એમ માનવું પડે. જે યોગ્ય નથી. તેથી પરમાણુનું પરિમાણ, વ્યણુકના પરિમાણનું જનક નથી. માટે એ કોઈનું કારણ નથી.
એમ વ્યણુકનું પરિમાણ જો કોઈ પરિમાણને ઉત્પન્ન કરતું હોય તો ચણકના પરિમાણને જ ઉત્પન્ન કરે. પણ એ શક્ય નથી. કારણ કે વ્યણુકનું પરિમાણ “અણુ છે જ્યારે ચણકનું પરિમાણ “મહત્ હોવાથી વિજાતીય છે. (વળી પરમાણુ અને વ્યણુકના પરિમાણનું લૌકિક પ્રત્યક્ષ પણ થતું નથી. તેથી એ વિષયવિધયા પણ કારણ બનતું નથી.) માટે વ્યકનું પરિમાણ પણ કોઈનું કારણ બનતું નથી. (જો કે, વ્યણુકનું પરિમાણ અનિત્ય હોવાથી એનો ધ્વંસ થાય છે, અને ધ્વંસપ્રત્યે પ્રતિયોગી કારણ હોય છે. તેથી એ રીતે = પ્રતિયોગિવિધયા વ્યકનું પરિમાણ