________________
સાધÁનિરૂપણ
દ્રવ્ય, ગુણ, કર્મ અને સામાન્ય આ ૪નું સાધ ગ્રન્થકારે જણાવ્યું નથી, પણ એ આવું જાણવું. સમવેતસમવેતત્વમ્=સમવાયસંબંધથી રહેલ પદાર્થમાં સમવાય સંબંધથી રહેવાપણું.
(1) કપાલાદિ સ્વઅવયવ કપાલિકામાં સમવેત છે ને ઘટાદિ દ્રવ્યો કપાલાદિમાં સમવેત છે. માટે ઘટાદિ દ્રવ્યમાં સમવેતસમવેતત્વ આવી ગયું (2) કપાલમાં સમવેત ઘટ, એમાં સમવેત રૂપાદિગુણ, પતનાદિ ક્રિયા, ઘટત્વાદિ સામાન્ય... એટલે ગુણાદિમાં પણ સમવેતસમવેતત્વ આવી ગયું (3) વિશેષ પરમાણુમાં સમવેત છે, પણ પરમાણુ ક્યાંય સમવેત નથી, તેથી વિશેષમાં સમવેતત્વ હોવા છતાં, સમવેતસમવેતત્વ ન હોવાથી અતિવ્યાપ્તિ નથી. (4) સમવાય-અભાવ તો સમવેત જ નથી, માટે અતિવ્યાપ્તિ નથી છતાં, પરમાણુ વગેરે નિત્યદ્રવ્ય ‘દ્રવ્ય’ હોવાથી લક્ષ્ય છે, પણ તેઓ સમવેત ન હોવાથી, ને પરમાણુગત રૂપાદિગુણ (પરમાણુમાં સમવેત હોવા છતાં, પરમાણુ સ્વયં સમવેત ન હોવાથી) સમવેતસમવેત ન હોવાથી સમવેતસમવેતત્વ લક્ષણ અવ્યાસ થાય છે. પરિષ્કાર કરવો - સમવેતસમવેતવૃત્તિપાર્થविभाजकोपाधिमत्त्वम् ।
103
તેથી, સમવેત એવા કપાલમાં સમવેત ઘટમાં રહેલ પદાર્થ વિભાજકોપાધિ દ્રવ્યત્વ, તત્ત્વ પરમાણુમાં હોવાથી અવ્યાપ્તિ નહીં. એમ, સમવેત એવા ઘટમાં સમવેત રૂપાદિ ગુણ... એમાં રહેલ પદાર્થવિભાજકોપાધિ ગુણત્વ... એ પરમાણુના રૂપાદિમાં પણ હોવાથી અવ્યાપ્તિ નહીં.
(का.) सत्तावन्तस्त्रयस्त्वाद्या गुणादिर्निर्गुणक्रियः ॥ १४ ॥
(मु.) सत्तावन्त इति । 'द्रव्यगुणकर्मणां सत्तावत्त्वमित्यर्थः । गुणादिरिति । यद्यपि गुणक्रियाशून्यत्वमाद्यक्षणे घटादावतिव्याप्तं, क्रियाशून्यत्वं च गगनादावतिव्याप्तम्, तथाऽपि गुणवदवृत्तिधर्मवत्त्वं कर्मवदवृत्तिपदार्थविभाजकोपाधिकमत्त्वञ्च तदर्थः । न हि घटत्वादिकं द्रव्यत्वादिकं वा गुणवदवृत्ति, कर्मवदवृत्ति वा, किन्तु गुणत्वादिकं तथा, आकाशत्वादिकन्तु न पदार्थविभाजकोपाधिः ॥१४॥
(કા.) આદ્ય ત્રણ પદાર્થો (દ્રવ્ય, ગુણ અને કર્મ) સત્તાવાળા છે. (દ્રવ્ય સિવાયના) ગુણાદિ ૬ પદાર્થો નિર્ગુણ-નિષ્ક્રિય છે.
(મુ.) દ્રવ્ય-ગુણ-કર્મનું સત્તાવત્ત્વ એ સાધર્મ્સ છે એવો અર્થ જાણવો. ગુણાદિ... રજો કે ગુણશૂન્યત્વ અને ક્રિયાશૂન્યત્વ આદ્યક્ષણે ઘટાદિમાં (આદ્યક્ષણીય ઘટાદિ નિર્ગુણ-નિષ્ક્રિય હોવાથી) અતિવ્યાપ્ત છે અને ક્રિયાશૂન્યત્વ ગગનાદિમાં (વિભુદ્રવ્યોમાં ક્રિયા ન હોવાથી) અતિવ્યાપ્ત છે. તો પણ ગુણવામાં નહીં રહેલ ધર્મવત્ત્વ અને કર્મવામાં નહીં રહેલ પદાર્થ વિભાજક ઉપાધિમત્ત્વ એવો તેનો (નિર્ગુણત્વ ને નિષ્ક્રિયત્વનો) અર્થ અભિપ્રેત છે. (તેથી કોઈ દોષ નથી, કારણ કે) ઘટત્વાદિ કે દ્રવ્યત્વાદિ ગુણવામાં અવૃત્તિ નથી કે કર્મવામાં અવૃત્તિ નથી. ગુણત્વાદિ જ એમાં અવૃત્તિ છે. આકાશત્વ (કર્મવામાં અવૃત્તિ છે, પણ એ) પદાર્થવિભાજક ઉપાધિ નથી (માટે દોષ નથી.)
(વિ.) (૧) દ્રવ્યાદિ ત્રણનું સાધર્મ્સ-સત્તાવત્ત્વમ્
સમવાયસંબંધથી સત્તા દ્રવ્યાદિ ત્રણમાં જ રહી છે અને દ્રવ્યાદિ ત્રણ માત્રમાં રહી છે... તેથી અતિવ્યાસિ કે અવ્યાપ્તિ-દોષ નથી. નિત્યાનિત્યભાવવૃત્તિપદાર્થવિભાજકોપશ્ચિમત્ત્વ કે નિત્યસમવેતપદાર્થવિભાજકોપાધિમö એ દ્રવ્ય-ગુણનું સાધર્મ્સ છે.
(ગુણાદિ ૬નું સાધર્મ્સ) દ્રવ્યસિવાયના ગુણાદિ ૬ પદાર્થોનું સાધર્મ્સ-(1) નિર્ગુણત્વ... (2) નિષ્ક્રિયત્વ