________________
અભાવની સ્વતંત્ર પદાર્થતા
પ્રાચીન - તો પછી અમે મધ્યઅવસ્થામાં થતી શ્યામો નાસ્તિ બુદ્ધિનો વિષય ઉત્તરશ્યામપ્રાગભાવ માનીશું. ઉત્તરઅવસ્થામાં ઉત્તરશ્યામ ઉત્પન્ન થઈ ગયો હોવાથી એ પ્રાગભાવ રહ્યો ન હોવાના કારણે શ્યામો નાસ્તિ બુદ્ધિ થવાની આપત્તિ આવતી નથી.
97
=
નવ્ય - તો પછી પૂર્વશ્યામકાળે શ્યામો નાસ્તિ બુદ્ધિ થવાની આપત્તિ આવશે. કારણ કે એ વખતે પણ એના વિષયભૂત ઉત્તરશ્યામપ્રાગભાવ વિદ્યમાન તો છે જ.
એટલે આવી કોઈ આપત્તિ ન આવે એ માટે મધ્ય અવસ્થામાં જે શ્યામો નાસ્તિ બુદ્ધિ થાય છે એનો વિષય શ્યામાત્યંતાભાવ જ માનવો જોઈએ જે પૂર્વ કે ઉત્તર અવસ્થામાં ન હોવાથી એવી બુદ્ધિ એ બે અવસ્થામાં થતી નથી. તેથી મધ્ય અવસ્થામાં શ્યામાત્યંતાભાવ પણ રહ્યો છે ને સાથે સાથે પૂર્વશ્યામનો ધ્વંસ તથા ઉત્તરશ્યામનો પ્રાગભાવ પણ રહ્યો છે. તેથી જણાય છે કે ધ્વંસાદિકાલાવચ્છેદેન પણ=જે કાળે ધ્વંસાદિ રહ્યા હોય તે કાળે પણ તે અધિકરણમાં અત્યંતાભાવ રહે છે. એમાં કોઈ વિરોધ છે નહીં.
(मु.) नन्वस्त्वभावानामधिकरणात्मकत्वं, लाघवादिति चेत् ? न, 'अनन्ताधिकरणात्मकत्वकल्पनापेक्षयाऽतिरिक्तत्वकल्पनाया एव लघीयस्त्वात् । `एवं चाधाराधेयभावोऽप्युपपद्यते, एवं च तत्तच्छब्दरसगन्धाद्यभावानां प्रत्यक्षत्वमप्युपपद्यते । अन्यथा तत्तदधिकरणानां तत्तदिन्द्रियाग्राह्यत्वात्प्रत्यक्षत्वं न स्यात् । एतेन ज्ञानविशेषाद्यात्मकत्वमत्यन्ताभावस्येति प्रत्युक्तम्, अप्रत्यक्षत्वापत्तेः ॥
(અભાવ અધિકરણાત્મક નથી)
(મુ.) 'શંકા - અભાવને અધિકરણાત્મક માની લ્યો, કારણ કે એમાં લાઘવ છે.
સમાધાન - ના. અભાવને અનંત અધિકરણાત્મક માનવાની કલ્પનાની અપેક્ષાએ સ્વતંત્ર માનવાની કલ્પનામાં લાઘવ ૭. વળી એ રીતે સ્વતંત્ર પદાર્થ માનવાથી આધાર-આધેયભાવ પણ સંગત થાય છે. řતથા તે તે શબ્દરસ- ગંધ વગેરેના અભાવનું પ્રત્યક્ષ પણ સંગત થાય છે. અન્યથા તે તે અધિકરણ તે તે ઇન્દ્રિયથી અગ્રાહ્ય હોવાના કારણે તે તે અભાવનું પ્રત્યક્ષ ન થઈ શકે. પએટલે જ અત્યંતાભાવને જ્ઞાનવિશેષ કે કાળવિશેષરૂપ માનવાની વાત પણ નિરસ્ત થઈ જાય છે, કારણ કે એમાં પણ શબ્દાભાવ વગેરે અપ્રત્યક્ષ થવાની આપત્તિ આવે છે.
(વિ.) (૧) મીમાંસક - અભાવને એક નવો સાતમો પદાર્થ માનવો એના કરતાં અધિકરણસ્વરૂપ જ માની લેવો યોગ્ય છે, જેથી નવો પદાર્થ ન માનવાનું લાઘવ થાય, આમે ય ઘટામાવવત્ ભૂતત્વમ્ ઇત્યાદિ પ્રતીતિ વખતે ત્યાં માત્ર અધિકરણ - ભૂતલ જ દેખાતી હોય છે ને.
(૨) નૈયાયિક - લાઘવ કોને કહેવાય એ જરા સમજો. ઘટાભાવ કાંઈ માત્ર ભૂતલ પર જ રહે છે એવું નથી. એ તો પટ પર પણ રહે ને કટ પર પણ રહે... એકના એક ઘટાભાવના અધિકરણ તો અનંતા છે. તો એને અનંતા અધિકરણ સ્વરૂપ માનવો એના કરતાં એક સ્વતંત્ર પદાર્થ માનવામાં જ લાઘવ થાય ને ? અનંતા અધિકરણોમાં ઘટાભાવત્વ ધર્મ રહેલો માનવા કરતાં એક અલગ પદાર્થમાં ઘટાભાવત્વ માની લેવામાં લાઘવ સ્પષ્ટ છે.
(મીમાંસક - ભૂતલમાં જેમ ઘટાભાવ છે એમ જ પટાભાવ-કટાભાવ વગેરે અનંતા અભાવો છે. એ બધા પણ અમારા મતે ભૂતલ સ્વરૂપ બની જશે. એટલે અમારે ભલે એક એક અભાવને અનંત અધિકરણ સ્વરૂપ માનવો પડે છે, પણ એક અધિકરણમાં રહેલા અનંતા અભાવને અલગ-અલગ માનવા પડતા નથી. તમારે અનંત અધિકરણમાં રહેલ ઘટાભાવ એક જ, પણ એવા એક અધિકરણમાં રહેલા ઘટાભાવ, પટાભાવ વગેરે અનંત. એટલે ગૌરવ-લાઘવ બન્નેને સમાન થયું.)