________________
સમવાયનિરૂપણ
91
વાનH) (આશય એ છે કે આધારતા, વિષયતા વગેરેનો જેમ સ્વરૂપ સંબંધ મનાયેલો છે એમ રૂપ વગેરેને રહેવાના સંબંધ તરીકે પણ સ્વરૂપસંબંધ માની લેવો જ યોગ્ય છે. કારણ કે તેથી, “રૂપ અને ઘટ’ વગેરે વચ્ચે સંબંધનું કામ કરનાર તરીકે નવો સમવાય નામનો પદાર્થ માનવાની જરૂર ન રહેવાથી લાઘવ થાય છે.)
ઉત્તરપક્ષઃ આ રીતે અહીં સ્વરૂપસંબંધની કલ્પના કરવી યોગ્ય નથી, કારણ કે એમાં ગૌરવ છે. સ્વરૂપસંબંધ એટલે બે સંબંધીઓમાંથી જ એક સંબંધી (તેનું એક સ્વરૂપ) પોતે જ જે સંબંધનું કામ કરે તે સંબંધ, માટે રૂપવાનું ઘટ:, પટdવાનું ટ: વગેરે અનંતા સ્થળોમાં જો સ્વરૂપ સંબંધ માનીએ તો એનો અર્થ એ થાય કે તે તે અનંતા સ્થળોના જે રૂપ, ઘટ, પટ વગેરે અનંતા સંબંધીઓ...તે પોતે સંબંધનું પણ કામ કરે છે. અર્થાત્ એ સંબંધીઓમાં સંબંધિત્વ તો છે જ... પણ હવે એને “સંબંધ” રૂપ પણ માનવાના હોવાથી એમાં સંબંધિત્વ પણ માનવું પડશે. આ રીતે અનંતા સંબંધીઓમાં સંબંધત્વ માનવું એના કરતાં એક નવો સમવાય નામનો પદાર્થ માની લેવામાં લાઘવ છે.
વળી સિદ્ધ થતા આ સમવાયને સર્વત્ર એક અને નિત્ય માનીએ છીએ. તેથી અનંતા સ્થળે અનંતા માનવા પડતા નથી.
શંકા સમવાય એક જ છે એનો અર્થ એ થાય કે જે સ્પર્શનો સમવાય છે એ જ રૂપનો સમવાય છે. વળી વાયુમાં સ્પર્શ હોવાથી સ્પર્શસમવાય તો રહ્યો જ છે. તેથી વાયુમાં રૂપસમવાય પણ રહ્યો હોવાના કારણે રૂપવાનું વાયુઃ એવી રૂપવત્તાબુદ્ધિ થવી માનવી પડશે.
સમાધાનઃ ભાઈ મારા! વરરાજા અને ગોરમહારાજ હાજર થઈ જવા માત્રથી લગ્ન ન થઈ જાય. કન્યા પણ જોઈએ. વિશેષ્ય નામનો એક સંબંધી અને સંબંધ હાજર થવા માત્રથી વિશિષ્ટબુદ્ધિ નથી થતી. એ થવા માટે તો બીજો સંબંધી વિશેષણ પણ જોઈએ જ. પ્રસ્તુતમાં વાયુ નામનો એક સંબંધી ને સમવાય સંબંધ હાજર છે, પણ વિશેષણ નામનો બીજો સંબંધી રૂપ હાજર નથી, પછી વિશિષ્ટબુદ્ધિ શી રીતે થાય?
(मु.) नचैवमभावस्यापि वैशिष्ट्यं सम्बन्धान्तरं सिद्ध्येदिति वाच्यम्, "तस्य नित्यत्वे भूतले घटानयनानन्तरमपि घटाभावबुद्धिप्रसङ्गात्, 'घटाभावस्य तत्र सत्त्वात्, 'तस्य च नित्यत्वात् अन्यथा देशान्तरेऽपि घटाभावप्रतीतिर्न स्यात्, 'वैशिष्ट्यस्य च तत्र सत्त्वात् । मम तु घटे पाकरक्ततादशायांश्यामरूपस्य नष्टत्वान्न तद्वत्ताबुद्धिः । "वैशिष्ट्यस्यानित्यत्वे त्वनन्तवैशिष्ट्यकल्पने तवैव गौरवम् । “एवं च तत्तत्कालीनं तत्तद्भूतलादिकमेव तत्तदभावानां सम्बन्धः ॥ ११ ॥
(આભાવના વૈશિષ્ટ્ર સંબંધની વિચારણા) (મુ) “આ રીતે તો અભાવનો પણ વૈશિષ્ટયનામનો એક સ્વતંત્ર જુદો સંબંધ સિદ્ધ થઈ જશે” એમ ન કહેવું, કારણ કે એ જો નિત્ય હશે તો ભોંય પર ઘડોલાવ્યા પછી પણ દામાવવમૂતન એવી બુદ્ધિ થવાની આપત્તિ આવે, કારણ કે ઘટાભાવ ત્યાં હાજર જ છે. (તે પણ એટલા માટે કે) તે (8ઘટાભાવ) નિત્ય છે, અન્યથા (=વટાભાવને જો નિત્ય ન માનો તો, અહીં ઘડો લાવવાથી ઘટાભાવ નષ્ટ થઈ ગયો હોવાના કારણે) દેશાત્તરમાં પણ પદમાવઃ એવી પ્રતીતિ થઈ ન શકે (પણ એ થાય તો છે જ.) વળી વૈશિર્યો તો ત્યાં હાજર છે જ. “અમારા મતે તો, ઘડો જ્યારે પાકથી રક્તવર્ણનો થઈ ગયો હોય છે ત્યારે શ્યામરૂપ નષ્ટ થઈ ગયું હોવાના કારણે શ્યામરૂપવાન પટ: એવી તદ્વત્તાની = શ્યામરૂપવત્તાની બુદ્ધિ થવાની આપત્તિ હોતી નથી. આ વૈશિર્યા સંબંધને જો અનિત્ય માનશો તો અનંતવૈશિટ્યની કલ્પના કરવામાં તને જ ગૌરવ થશે. “આમ તત્તત્કાલીન તત્તભૂતલાદિને જ તે તે અભાવને રહેવાના સંબંધ તરીકે માનવું એ યોગ્ય છે.
(વિ.) પૂર્વપક્ષઃ “રૂપવાન્ ઘટઃ' વગેરે બુદ્ધિઓમાં ભાસતા સંબંધ તરીકે સ્વરૂપ સંબંધ લેવામાં આવે તો અનંતાસ્વરૂપમાં સંબંધત્વની કલ્પના કરવાનું ગૌરવ થતું હોવાના કારણે તમે સ્વરૂપસંબંધનો નિષેધ કર્યો અને એક