________________
92
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી.
સ્વતંત્ર નવોસમવાયનામનોસંબંધમાન્યો તો એ રીતે (અહીં સુધીનો અર્થ જૈવંમાં રહેલાવંશબ્દનો જાણવો.) અભાવને રહેવાના સંબંધ તરીકે પણ એક નવો જ સંબંધ કે જેને આપણે વૈશિટ્યસંબંધ એવું નામ આપીશું, તેસિદ્ધ થશે, કારણ કે ઘટમાવવત્ પૂનમ, પદમાવવત્ ભૂતલમ્ વગેરે અનંતા સ્થળોમાં સ્વરૂપસંબંધ માનવા માટે અનંતાસંબંધીઓમાં સંબંધત્વની કલ્પના કરવાનું ગૌરવ ઊભું થાય છે. એના બદલે સમવાયની જેમ આ એક જ વૈશિર્યા સંબંધ માની લેવાથી એનામાં એકમાં જ સંબંધત્વ માનવાનું લાઘવ થશે.
ઉત્તરપક્ષઃ આવું કહેવું યોગ્ય નથી, કારણ કે એ નવો સંબંધ માનવામાં તો વ્યાપ્રતતો નદી ન્યાયે બેઉ બાજુ ફસાવાનું છે. એ સંબંધને નિત્ય માનો તો પણ આપત્તિ અને અનિત્ય માનો તો પણ. (એમાંથી ગ્રન્થકાર પ્રથમ નિત્ય માનવાના પક્ષમાં આવતી આપત્તિ સમજાવે છે.)
(૧) આ વૈશિર્ય નામનો સંબંધ જો નિત્ય હશે તો ભૂતલ પર ઘડો લાવ્યા બાદ પણ ઘટમાવવત્ ભૂતતમ્ એવી બુદ્ધિ થવાની આપત્તિ આવશે.
(શંકા પટમાવવત્ મૂતત્તમ્ એવી બુદ્ધિ થવા માટે વિશેષ્ય, વિશેષણ ને સંબંધ આ ત્રણે હાજર જોઈએ. શું આ બધું હાજર છે?
સમાધાનઃ વિશેષ્ય ભૂતલ તો ઘટાનયન પછી પણ પ્રત્યક્ષ દેખાય જ છે. વિશેષણ પણ ત્યાં હાજર છે એ જણાવવા ગ્રન્થકાર જણાવે છે કે) (૨) ઘટાભાવ પણ ત્યાં હાજર છે.
(પ્રશ્નઃ શું ઘડો લાવ્યા પછી પણ ઘટાભાવ ત્યાં હાજર છે?) (૩) ઉત્તરઃ હા, કારણ કે ઘટાભાવ' નિત્ય પદાર્થ છે (એટલે કે ઘડો લાવ્યા પછી પણ એનો નાશ થતો નથી). (શંકાઃ ઘટાભાવને નિત્ય માનવાની શી જરૂર છે?).
(૪) સમાધાન: અન્યથા = ઘટાભાવને જો નિત્ય ન માનો તો (વિવક્ષિત ભૂતલ પર ઘડો લાવવાથી એ તો નષ્ટ થઈ જશે. આખી દુનિયામાં ઘટાભાવ એક જ હતો. ને એ તો નષ્ટ થઈ ગયો. એટલે હવે) દેશાત્તરમાં પણ (ઘટાભાવ નામનું વિશેષણ હાજર રહ્યું ન હોવાથી) બત્ર ઘટામાવ આવી બુદ્ધિ થઈ શકે નહીં. (પણ એ થાય તો છે જ. એટલે જણાય છે કે ઘટાભાવનો નાશ થયો નથી. અર્થાત્ ઘટાભાવ નિત્ય છે. અને તેથી વિવક્ષિતભૂતલ પર ઘટાડયન પછી પણ એ હાજર છે જ. આમ વિશેષણ પણ હાજર છે. વળી,)
(૫) વૈશિàનામનો સંબંધ પણ ત્યાં હાજર છે કારણ કે તમે એને નિત્ય માન્યો છે.) (તેથી, ઘડો લાવ્યા બાદ પણ વિશેષ્ય, વિશેષણ અને સંબંધ ત્રણે હાજર હોવાથી ટીમવિવત્ ભૂતનમ્ એવી બુદ્ધિ થવાની આપત્તિ આવશે જ.)
(શંકા પટમાવવત્ પૂતનમ્ વગેરેમાં અમે માનેલા વૈશિશ્ય સંબંધને નિત્ય માનવામાં ઘડો લાવ્યા બાદ પણ પેટમાવવત્ પૂતનમ્ એવી બુદ્ધિ થવાની આપત્તિ આવે છે, તો કાળી માટીમાંથી બનેલા કાળા ઘડાને પાક આપતાં એ લાલ થઈ જાય છે ત્યારે શ્યામરૂપ ચાલ્યું ગયું હોવા છતાં તમારે પણ ‘સ્થાપવાનું ટઃ' એવી બુદ્ધિ થવાની આપત્તિ આવશે, કારણ કે તમે પણ સમવાયસંબંધને નિત્ય માનેલો હોવાથી એ ત્યાં હાજર છે જ.
સમાધાનઃ અમારે એવી બુદ્ધિ થવાની આપત્તિ આવતી નથી, કારણ કે એ વખતે શ્યામરૂપ નામનું વિશેષણ હાજર હોતું નથી.
શંકા અમારે ઘટાભાવ-વિશેષણ હાજર રહે છે ને તમારે શ્યામરૂપ-વિશેષણ હાજર રહેતું નથી, એવું કેમ?
સમાધાનઃ કારણ કે તમારું વિશેષણ કે જે અભાવરૂપ છે તે નિત્ય છે, જ્યારે અમારું વિશેષણ શ્યામરૂપ નિત્ય નથી. એટલે)