________________
સામાન્યનું લક્ષણ
83
(मु.) कर्माणि विभजते - उत्क्षेपणमिति । कर्मत्वजातिस्तु प्रत्यक्षसिद्धा । एवमुत्क्षेपणत्वादिकमपि ॥६॥ ननु भ्रमणादिकमपि पृथक्कर्म अधिकतया कुतो नोक्तमत आह - भ्रमणमिति ॥ ७ ॥ | (કા.) ઉલ્લેષણ, અપક્ષેપણ, આકુંચન, પ્રસારણ અને ગમન આ પાંચ કર્મ છે. ભ્રમણ, રેચન, ચંદન, ઊદર્વિક્વલન અને તિર્યગ્નમન... આ બધા પણ ગમનમાં જ આવી ગયેલા જાણવા.
(મુ.) છઠ્ઠી કારિકામાં ત્રીજા કર્ય પદાર્થનું વિભાજન કર્યું છે. આ પાંચે કર્મમાં રહેલી કર્મ–જાતિ પ્રત્યક્ષસિદ્ધ છે. એ જ રીતે (ઉલૅપણ વગેરેમાં રહેલી) ઉલ્લેપણત્વ વગેરે (કર્મત્વની પેટાજાતિઓ) પણ (પ્રત્યક્ષસિદ્ધ જાણવી.) ૬
શંકા - ભ્રમણ વગેરે પ્રથક કર્મને વધારામાં કેમ નથી કહ્યા ? આવી શંકાના સમાધાન માટે ૭મી ભ્રમણ...વગેરે કારિકા કહી છે. ભ્રમણ વગેરે બધી ક્રિયાઓ ગમનમાં અંતર્ભત જાણવી.
(વિ.) (શંકા - ઉલ્લેપણ વગેરે પણ ગમનક્રિયાના જ વિશેષ પ્રકારૂપ હોવાથી ગમનમાં જ ભ્રમણાદિની જેમ સમાવિષ્ટ થઈ શકે છે. તો પછી એને કેમ જુદાં કહ્યાં?
સમાધાન - મુનિઓને નિયોગ - પર્યનુયોગ ન થઈ શકે. અર્થાત્ આમ કેમ ન કર્યું ? કે આમ કેમ કર્યું? એવા પશ્નો પૂછી ન શકાય, કેમ કે તેઓ સ્વતંત્રેચ્છ હોય છે. જ્યારે જે રીતે શિષ્યની બુદ્ધિનું વૈશદ્ય થાય એ રીતે તેઓ નિરૂપણ કરી શકે છે.) (ા.) સામાન્ય દ્રિવિણં પ્રો પર ચાપરમેવ ચ |
द्रव्यादित्रिकवृत्तिस्तु सत्ता परतयोच्यते ॥ ८ ॥ (मु.) सामान्यं निरूपयति - सामान्यमिति । तल्लक्षणं तु नित्यत्वे सत्यनेकसमवेतत्वम् । 'अनेकसमवेतत्वं संयोगादीनामप्यस्तीत्यत उक्तं-नित्यत्वेसतीति । नित्यत्वेसति समवेतत्वंगगनपरिमाणादीनामप्यस्तीत्यत उक्तमनेकेति। नित्यत्वे सत्यनेकवृत्तित्वमत्यन्ताभावस्याप्यस्ति अतो वृत्तित्वसामान्यं विहाय समवेतेत्युक्तम् ।
[સામાન્ય (જાતિ) નિરૂપણ (ક.) સામાન્ય બે પ્રકારે કહેવાયું છે.પર અને અપર. દ્રવ્યાદિ ત્રણમાં રહેલી સત્તા જાતિ “પર” જાતિ તરીકે કહેવાય છે.
(મુ.) આઠમીકારિકામાં સામાન્યનું નિરૂપણ કરે છે. સામાન્યનું લક્ષણ તો નિત્યત્વેસતિઅનેકસમવેતત્વછે. અનેક સમવેતત્વ સંયોગાદિમાં પણ રહ્યું છે. તેથી (એમાં થતી અતિવ્યાપ્તિના વારણ માટે) નિયત્વે સતિ એમ (વિશેષણ) કહ્યું છે. નિત્યત્વે સતિ સમવેતત્વ ગગનપરિમાણાદિમાં પણ રહ્યું છે. તેથી (અતિવ્યાપ્તિ દોષ ન આવે એ માટે) અનેક એવું (વિશેષણ) કહ્યું છે. નિત્યત્વે સતિ અનેકવૃત્તિત્વ અત્યંતાભાવમાં પણ રહ્યું છે, તેથી વૃત્તિત્વસામાન્યને છોડીને ‘સમવેત' (સમવાયસંબંધથી વૃત્તિત્વ) એ પ્રમાણે કહ્યું છે.
(વિ.) લક્ષણનું પ્રયોજન ઇતરભેદ અને વ્યવહારની સિદ્ધિ છે. અર્થાત્ લક્ષ્યમાં રહેલા લક્ષ્યતરના ભેદનો નિર્ણય લક્ષણથી થઈ શકે છે તેમ જ અનુગત વ્યવહાર લક્ષણથી થઈ શકે છે. જેમ કે ગંધવત્ એ પૃથ્વીનું લક્ષણ છે, તો આવા બે અનુમાન થઈ શકે.
(1) પૃથિવી, વેતર(=સ્તાવિ)મિત્રા, અશ્વવર્તીત (2) પૃથિવી, પૃથિવી'- 'પૃથિવીત્યનુતવ્યવહારવિષયા, વાત્...
આ બન્ને અનુમાનમાં, જ્યાં જ્યાં ગંધવત્વ પ્રસિદ્ધ છે તે બધી વસ્તુઓ પક્ષાંતર્ગત હોવાથી અન્વય દૃષ્ટાંત મળતું નથી. માટે વ્યતિરેક દૃષ્ટાંત આપવામાં આવે છે.