________________
પર-અપર જાતિ
87
કે અનુયોગિતા... એક પણ સંબંધ એ બેમાં રહ્યો નથી. આ જ અસંબંધ છે. માટે એ બેમાં કોઈ જાતિ રહી નથી. શંકા -જેમ દ્રવ્ય, ગુણ અને કર્મ સમવાયના અનુયોગી બને છે, એમ એના પ્રતિયોગી પણ છે જ. તેથી, ખાલી ‘પ્રતિયોગિતા સંબંધથી સમવાયનો અભાવ' કહેવાથી જ કામ પતી જતું હતું. તો અનુયોગિતાનો સમાવેશ શા માટે કર્યો ?
સમાધાન - પરમાણુ વગેરે નિત્યદ્રવ્યો સમવાયથી ક્યાંય રહેતા ન હોવાથી સમવાયના પ્રતિયોગી બની શકતા નથી. છતાં એમાં દ્રવ્યત્વાદિ જાતિ વગેરે સમવાય સંબંધથી રહી હોવાથી એ સમવાયના અનુયોગી તો બને જ છે. તેથી એમાં પણ જાતિનો બાધ ન થઈ જાય એ માટે ‘પ્રતિયોગિતાનુયોગિતાન્યત’ એમ કહ્યું છે.
આ ૬ માંથી પ્રથમ ત્રણ આકાશત્વાદિમાં જાતિત્વના બાધક છે ને પછીના ત્રણ સામાન્યાદિમાં જાતિના બાધક છે, માટે જ એ ત્રણને પ્રથમત્રણ કરતાં થ શબ્દ ઉમેરી જુદા પાડ્યા છે. અથવા એ પણ સામાન્યત્વાદિમાં જાતિત્વના બાધક છે એમ સમજવું. (का.) परभिन्ना तु या जातिः सैवापरतयोच्यते । द्रव्यत्वादिकजातिस्तु परापरतयोच्यते ॥ ९ ॥
व्यापकत्वात्पराऽपि स्याद् व्याप्यत्वादपराऽपि च ।
(મુ.) પરત્ન-અધિવેશવૃત્તિત્વ, અપરત્ન-અપવેશવૃત્તિત્વમ્ । સતનાત્યપેક્ષયા સત્તાયા અધિવેશवृत्तित्वात्परत्वं, तदपेक्षया चान्यासां जातीनामपरत्वम् । पृथिवीत्वाद्यपेक्षया द्रव्यत्वस्याधिकदेशवृत्तित्वाद् व्यापकत्वात्परत्वं, सत्ताऽपेक्षयाऽल्पदेशवृत्तित्वाद् व्याप्यत्वादपरत्वम्* ॥ ८-९ ॥
(કા.) પરજાતિથી જે ભિન્ન જાતિ હોય તે જ અપરજાતિ તરીકે કહેવાય છે. દ્રવ્યત્વ વગેરે જાતિ તો પર અને અપર (બંને) તરીકે કહેવાય છે. વ્યાપક હોવથી ‘પર’ પણ છે અને વ્યાપ્ય હોવાથી અપર પણ છે.
=
(મુ.) પરત્વ = અધિકદેશવૃત્તિત્વ. અપરત્વ = અલ્પદેશવૃત્તિત્વ. બધી જાતિઓની અપેક્ષાએ સત્તા અધિકદેશવૃત્તિ હોવાથી ‘પર’ છે. તેની અપેક્ષાએ બીજી બધી જાતિઓ અપર છે. પૃથ્વીત્વાદિની અપેક્ષાએ દ્રવ્યત્વ અધિકદેશવૃત્તિ હોવાથી વ્યાપક હોવાના કારણે ‘પર’ છે અને સત્તાની અપેક્ષાએ અલ્પદેશવૃત્તિ હોવાથી વ્યાપ્ય હોવાના કારણે ‘અપર’ છે.
(વિ.) સામાન્યના બે પ્રકાર કહ્યા - પરજાતિ અને અપરજાતિ. જે જેની અપેક્ષાએ અધિકદેશમાં રહેલ હોય તે તેની અપેક્ષાએ પર કહેવાય. જે જેની અપેક્ષાએ અલ્પ દેશમાં રહેલ હોય તે તેની અપેક્ષાએ અપર કહેવાય. દ્રવ્યગુણ-કર્મ આ ત્રણ સિવાય અન્યત્ર ક્યાંય જાતિ રહેતી નથી. એટલે આ ત્રણમાં જે રહેલી હોય એના કરતાં અધિકદેશમાં રહેલી કોઈ જાતિ મળી શકે નહીં. તેથી એ ત્રણેમાં રહેલ સત્તા જાતિ માત્ર ‘પર’ જ છે. ને એની અપેક્ષાએ અન્ય બધી જાતિઓ અલ્પદેશવૃત્તિ જ હોવાથી ‘અપર' જ હોય છે.
આઠમી કારિકાના ઉત્તરાર્ધમાં દ્રવ્યાવિત્રિવૃત્તિ સત્તા પરતયોન્યતે જે કહ્યું છે એમાં ‘સત્તા’ નું વ્યાવિત્રિવૃત્તિ: એવું વિશેષણ હેતુતયા પ્રયુક્ત છે. જ્યાં કોઈ ઉદ્દેશ્ય-વિધેયભાવ હોય અને વિધેય સાધ્ય તરીકે હોય ત્યાં ઉદ્દેશ્યમાં જોડાયેલું વિશેષણ હેતુ તરીકે કામ કરે છે.
દા. ત. બુદ્ધિમાન્ પુરુષ ક્ષતિ ન કરે.
અહીં બુદ્ધિમાન્ પુરુષને ઉદ્દેશીને ક્ષતિકર્તૃત્વાભાવ જણાવવો છે. તો પુરુષાત્મક ઉદ્દેશ્યનું જે બુદ્ધિમત્ત્વ વિશેષણ છે એ જ એમાં રહેલ ક્ષતિકર્તૃત્વાભાવ માટે હેતુ બની જશે.
“તથા ૨ ધર્મદ્રયસમાવેશાતુમયમવિરુદ્ધમ્'' આટલો પાઠ અન્ય મુદ્રિત પુસ્તકોમાં અધિક છે. એનો અર્થઃ આમ દ્રવ્યત્યાદિ જાતિઓમાં પરત્વ-અપરત્વ એવા બન્ને ધર્મો રહ્યા છતાં, એ ભિન્ન ભિન્ન અપેક્ષાએ રહ્યા હોવાથી હૃસ્વત્વ-દીર્ઘત્વ વગેરેની જેમ અવિરુદ્ધ છે. (વૈયાયિકને પણ અનેકાન્ત માન્યા વિના છૂટકો નથી એ આનાથી સિદ્ધ થાય છે, એ જાણવું.)
*