________________
82
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી
ઉષ્ણસ્પર્શ છે એ અસંગત બની જાય, કારણ કે અભાવમાં રૂપાદિ ગુણો હોતા નથી. વળી) અંધકારને સ્વતંત્રદ્રવ્ય માનવામાં એના અનંત અવયવો, પ્રાગભાવ, કારણો, ઉત્પત્તિ, ધ્વંસ વગેરે ઘણું કલ્પનાગૌરવ પણ થાય છે. માટે એને તેજસૂના અભાવરૂપ માનવું ઉચિત છે.
(શંકા – ભલે અંધકાર દશમું દ્રવ્ય નથી. પણ સુવર્ણ તો છે ને ?) ૪. સમાધાન - સુવર્ણનો તેજસૂદ્ધવ્યમાં સમાવેશ થાય છે એ આગળ સિદ્ધ કરી દેખાડીશું. (1.) અથ મુII રૂપ રસો અશ્વતતઃ પરમ્ | ૩ |
स्पर्शः सङ्ख्या परिमितिः पृथक्त्वं च ततः परम् । संयोगश्च विभागश्च परत्वं चाऽपरत्वकम् ॥ ४ ॥ बुद्धिः सुखं दुःखमिच्छा द्वेषो यत्न गुरुत्वकम् ।
द्रवत्वं स्नेह संस्कारावदृष्टं शब्द एव च ॥ ५ ॥ (मु.) गुणान् विभजते - अथ गुणा इति । एते गुणाश्चतुर्विंशतिसङ्ख्याकाः कणादेन कण्ठतः, 'च' शब्देन च दर्शिताः । तत्र गुणत्वजातिसिद्धिरग्रे वक्ष्यते ॥ ३-४-५ ॥
(ગુણનિરૂપણ) (કા.) હવે ગુણોનું નિરૂપણ અવશિષ્ટ ત્રીજી તથા ચોથી અને પાંચમી કારિકામાં કરે છે. રૂપ, રસ, ગંધ, સ્પર્શ, સંખ્યા, પરિમાણ, પૃથક્વ, સંયોગ, વિભાગ, પરત્વ, અપરત્વ, બુદ્ધિ, સુખ, દુઃખ, ઇચ્છા, દ્વેષ પ્રયત્ન (=કૃતિ), ગુરુત્વ, દ્રવત્વ, સ્નેહ, સંસ્કાર, અદષ્ટ (ધર્મ, અદ્યમ) અને શબ્દ. આ ૨૪ ગુણો
(મુ.) ગુણોનું વિભાજન કરે છે - આ ૨૪ સંખ્યા ધરાવનાર ગુણોમાંથી ૧૭ ગુણોને “રસ ધરૂ સંધ્યા: પરિમાનિ પૃથર્વ સંયોmવિમા ત્વાપરત્વે વૃદ્ધા મુકવુઃણેજ્જારો યત્નાશTT:' આવા વિભાગસૂત્રમાં કણાદ-ઋષિએ કંઠતઃ (સાક્ષાત્ ઉચ્ચારીને) કહ્યા છે અને બાકીના ૭ ગુણોનો ‘ચ' શબ્દ દ્વારા નિર્દેશ કર્યો છે. આ ગુણોમાં રહેલી ગુણત્વજાતિની સિદ્ધિ આગળ કહેવાશે.
(વિ.) (શંકા - સંખ્યા-એ ગુણ છે. ને ગુણમાં ગુણ રહેતા નથી. તો ગુણમાં ૨૪ સંખ્યા શી રીતે રહેશે?
સમાધાન - અહીં જે ૨૪ સંખ્યા કહી છે તે ગુણાત્મક નથી, પણ અપેક્ષાબુદ્ધિવિશેષવિષયત્વ રૂપ છે. અનેક પદાર્થોની પરસ્પર અપેક્ષાથી જે બુદ્ધિ થાય છે તે અપેક્ષા બુદ્ધિ કહેવાય છે. જેમકે “તર્જની કરતાં મધ્યમાં મોટી છે વગેરે. આવી અનેક પ્રકારની અપેક્ષા બુદ્ધિઓ હોય છે. બે ઘડા વિશે ‘ગમે?' ‘મયમે:' એવી બંનેની સાથે અપેક્ષા રાખીને જે બુદ્ધિ થાય છે એ પણ એક વિશેષ પ્રકારની અપેક્ષા બુદ્ધિ છે, એનાથી આ બે ઘડામાં દ્ધિત્વ સંખ્યા ઉત્પન્ન થાય છે. ને પછી એનું મોં તો એમ પ્રત્યક્ષ થાય છે. આ જ રીતે ૨૪ ગુણોમાં પ્રત્યેકમાં ‘ગમે?” ‘મયમે?’ એવી અપેક્ષા બુદ્ધિઓ થાય છે. પણ ગુણમાં ગુણ ઉત્પન્ન થઈ શકતા ન હોવાથી એમાં સંખ્યાગુણ ઉત્પન્ન થઈ શકતો નથી. છતાં, આ અપેક્ષાબુદ્ધિવિશેષનું વિષયત્વ તો પેદા થાય જ છે. આ વિષયત્વ જ સંખ્યારૂપે ભાસે છે.) (1.) ક્ષેપ તોડવક્ષેપમાનં તથા !
प्रसारणं च गमनं कर्माण्येतानि पञ्च च ॥ ६ ॥ भ्रमणं रेचनं स्यन्दनोज्वलनमेव च । तिर्यग्गमनमप्यत्र गमनादेव लभ्यते ॥ ७ ॥