________________
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી
યંત્ર યંત્ર સ્વેતામેવામાવ: (અર્થાત્ યન્ન સ્વેતમિત્ર) તત્ર તંત્ર ગન્ધવવામાવઃ (અર્થાત્ તન્ન ગન્ધવત્) યથા નતે... આને જ ટૂંકમાં, યશૈવ તન્નેવું, યથા નતમ્ એમ પણ કહેવાય છે.
જે નિત્ય હોવા સાથે અનેકમાં હોય તે સામાન્ય. આ લક્ષણ છે. એનું પદકૃત્ય - (૧) સંયોગગુણ દ્વિષ્ઠ હોવાથી અનેકમાં સમવેત તો હોય જ છે. એટલે એની બાદબાકી નિત્યત્વ વિશેષણથી કરવામાં આવી છે. જે કોઈ સંયોગ હોય તે ઉત્પન્ન થતા હોવાથી નિત્ય હોતા નથી. (ગ્રંથકાર વિભુદ્રયનો નિત્યસંયોગ માનતા નથી એ જાણવું.)
(૨) આકાશનું પરિમાણ વગેરે નિત્ય ગુણો છે. તેથી એમાં નિત્યત્વ પણ છે ને સમવેતત્વ પણ છે. છતાં તે ગુણો અનેકમાં સમવેત હોતા નથી, માત્ર પોતાપોતાના આધારભૂત એક-એક ગુણી દ્રવ્યમાં જ સમવેત હોય છે. તેથી અનેકસમવેતત્વ કહેવા દ્વારા ‘અનેકત્વ’ એવું વિશેષણ મૂકીને એમાં લક્ષણને જતું અટકાવવામાં આવ્યું છે.
(૩) અનેકસમવેતત્વ એટલે અનેકમાં સમવાયસંબંધથી વૃત્તિત્વ, આમાં સમવાયસંબંધથી વૃત્તિત્વ એમ કહેવાના બદલે માત્ર ‘વૃત્તિત્વ’ કહેવામાં આવે તો લાઘવ થાય, પણ તો પછી ‘જે નિત્ય હોય અને અનેકમાં વૃત્તિ હોય તે સામાન્ય' આવું જે લક્ષણ ફલિત થાય એ ઘટાભાવાદિમાં પણ રહ્યું હોવાથી અતિવ્યાપ્તિ થાય. ઘટાભાવ નિત્ય છે અને ભૂતલ-ટેબલ વગેરે અનેકમાં રહ્યો છે. ‘સમવેત’ લખવાથી આ આપત્તિ દૂર થાય છે. કારણ કે ઘટાભાવાદિ અભાવો સ્વરૂપસંબંધથી રહે છે, સમવાયસંબંધથી નહીં.
(આમાં નિત્યત્વ કહ્યું એ શું છે ? તો કે પ્રભાવાપ્રતિયોખિત્વે સતિ સાપ્રતિયોનિત્વમ્ જે ઉત્પન્ન થાય એનો ઉત્પત્તિપૂર્વે પ્રાગભાવ હોય છે ને એ પદાર્થ એનો પ્રતિયોગી હોય જેનો નાશ થાય એનો નાશ થવા પર ધ્વંસ હોય છે ને એ પદાર્થ એનો પ્રતિયોગી હોય છે. નિત્યપદાર્થ ઉત્પન્ન પણ નથી થતો કે નાશ પણ નથી પામતો. તેથી એ પ્રાગભાવ કે ધ્વંસ બેમાંથી એકેયનો પ્રતિયોગી હોતો નથી. માટે પ્રાગભાવાપ્રતિયોગિત્વવિશિષ્ટ ધ્વંસાપ્રતિયોગિત્વ એ એનું લક્ષણ છે.)
(मु.) एकव्यक्तिमात्रवृत्तिस्तु न जातिः । तथा चोक्तम्- 'व्यक्तेरभेद' स्तुल्यत्वं 'सङ्करोऽथाऽनवस्थितिः । 'रूपहानिर 'सम्बन्धो जातिबाधकसङ्ग्रहः ॥ इति । (જાતિબાધક સંગ્રહ)
(મુ.) માત્ર એક વ્યક્તિમાં રહેલ (આકાશત્વાદિ) જાતિ નથી. (દ્રવ્યકિરણાવલીમાં ઉદયનાચાર્યે) કહ્યું છે કે વ્યક્તિનો અભેદ, તુલ્યત્વ, ’શંકર, અનવસ્થા, પરૂપહાનિ અને અસંબંધ આ જાતિબાધકોનો સંગ્રહ છે. (આ છ જાતિબાધકો છે.) (વિ.) (શંકા - તમારું જાતિનું લક્ષણ આકાશમાં રહેલી આકાશત્વ જાતિમાં નહીં જાય, કારણ કે આકાશ એક જ હોવાથી અનેકસમવેતત્વ સંભવતું નથી.
84
-
સમાધાન – અનેક ઘડાઓ વિશે ‘અયં ઘટઃ’ ‘અયં ઘટઃ' આવી અનુગત આકારવાળી (સમાનાકારક)પ્રતીતિ થતી હોવાથી ઘટત્વાદિને જાતિ મનાય છે. આકાશ એક જ હોવાથી અનુગતાકારવાળી પ્રતીતિ કે વ્યવહારનો પ્રશ્ન જ ન હોવાથી આકાશત્વને જાતિ મનાતી નથી. તેથી એમાં લક્ષણ ન જાય એ તો સારું જ છે. આમ, એક વ્યક્તિમાત્રવૃત્તિ ધર્મ જાતિ હોતો નથી. જાતિનો નિષેધ કરનારા આવા જાતિબાધકો ૬ છે.
(૧) વ્યક્તેરભેદ : વ્યક્તિ એટલે આશ્રય. વ્યક્તિનો અભેદ એટલે એક જ આશ્રય હોવાપણું. અર્થાત્ એક વ્યક્તિકત્વ.
આકાશત્વમાં આવું એકવ્યક્તિકત્વ છે જે આકાશત્વમાં જાતિત્વનો બાધ કરે છે. )