________________
સમવાય-અભાવ
(૧૫) પરત્વ (૧૬) અપરત્વે આ બન્ને બે રીતે - દૂર હોય તે ‘પર’ નજીક હોય તે ‘અપર’
(૧) દૈશિક -
(૨) કાલિક
જૂનું હોય તે ‘પર’
નવું હોય તે ‘અપર’
(ડ) ૯ આત્મગુણો - જ્ઞાન, ઇચ્છા, કૃતિ, દ્વેષ, સંસ્કાર (ભાવના નામનો), શુભાટષ્ટ (પુણ્ય), અશુભાદષ્ટ (પાપ),
-
સુખ, દુઃખ.
‘ભાવના’ નામનો ગુણ સંસ્કાર તરીકે આવી ગયો છે, માટે પૃથક્ ન ગણીએ તો ૨૪ ગુણો... પૃથક્ ગણીએ તો ૨૫ ગુણો થાય.
(૩) કર્મ (ક્રિયા) પાંચ ભેદ
(૧)ઉત્સેપણ
(૨) અપક્ષેપણ
(૩) ગમન
(૪) આચન (૫) પ્રસારણ
=
45
=
ઊર્ધ્વગમન ક્રિયા અદ્યોગમન ક્રિયા
ચાલુ ગતિ ક્રિયા સંકોચાવાની ક્રિયા પ્રસરવાની ક્રિયા
(૪) સામાન્ય ઃ સમાન પદાર્થોમાં રહેનાર જાતિને ‘સામાન્ય’ કહે છે.
‘આ ઘડો છે’ ‘આ ઘડો છે' એવી અનેક જુદા જુદા ઘડા અંગે પણ જે સમાન (=અનુગત) આકારવાળી બુદ્ધિ થાય છે તેનું જે કારણ છે તે સામાન્ય છે.
(૫) વિશેષ : યોગીઓને પરમાણુ પણ પ્રત્યક્ષ છે. તેઓને જ્ઞાનમાં દેખાય છે કે ‘આ પરમાણુ કરતાં આ પરમાણુ જુદો છે.’ આવો પરમાણુઓનો ભેદ પાડનાર (વ્યાવૃત્તિ કરનાર વ્યાવર્તક) કોઈ હોય તો એ વિશેષ છે. વધારે વિચારણા માટે મુક્તાવલીમાં જુઓ પૃ. ૮૮.
(૬) સમવાય : ‘રૂપવાનું ઘટ:' કૃતિ વિશિષ્ટત્રુદ્ધિઃ વિશેષળવિશેષ્યસંબંધવિષયિળી, વિશિષ્ટવુદ્ધિત્વાત, ‘નન્તવાનું ઘટ:’ इति बुद्धिवत् ।
(વિશિષ્ટ = વાળો) આ અનુમાનથી સિદ્ધ થાય છે કે રૂપ અને ઘડા વચ્ચે કોઈને કોઈ સંબંધ તો છે જ. એ સંબંધ સંયોગ તો નથી જ, કેમ કે સંયોગ તો દ્રવ્ય-દ્રવ્યનો હોય છે, જ્યારે અહીં તો ગુણ અને દ્રવ્ય છે. તાદાત્મ્ય પણ નથી જ, કેમ કે એ તો સ્વનો સ્વમાં હોય છે.
માટે રૂપ અને ઘડાનો સંબંધ અમે ‘સમવાય’ નામનો માનીએ છીએ. વળી, અનુમાનથી સિદ્ધ થતો ધર્મ (સંબંધ) જો એક અને નિત્ય હોય તો લાઘવ છે એવા લાઘવતર્કથી આ સંબંધ એક અને નિત્ય હોવો સિદ્ધ થાય છે.
એટલે કે રૂપ અને ઘડા વચ્ચે જે સમવાય સંબંધ છે તે જ સ્પર્શ અને વાયુ વચ્ચે છે., તે જ પતનક્રિયા અને ફળ વચ્ચે છે... ઇત્યાદિ.
(૭) અભાવ : દ્રવ્યાદિ ૬ ભાવપદાર્થો છે. તેનાથી જુદો પદાર્થ એ અભાવ છે.
એટલે કે વ્યાવિષપ્રતિયોળિમેવત્ત્વમ્ અમાવત્વમ્... ‘પદ્’ નો અન્વય પ્રતિયોનિમેતમાં કરવો, દ્રવ્યાદિમાં નહિ, અથવા દેહલી દીપક ન્યાયે બન્નેમાં કરવો... એટલે કે દ્રવ્યાદિ ૬ના જે દ્રવ્યભેદ, ગુણભેદ વગેરે રૂપ ૬ ભેદો, એ જેમાં રહ્યા હોય તે પદાર્થ ‘અભાવ' હોય.... એટલે કે જેમાં દ્રવ્ય ન, ગુણો ન, કર્મ ન... વગેરે છએ ભેદ મળે તે અભાવ. દ્રવ્યમાં ‘ગુણો ન’ વગેરે ગુણભેદ - કર્મભેદ વગેરે પાંચ ભેદો રહ્યા છે, પણ ‘દ્રવ્ય ન’ એવો દ્રવ્યભેદ નથી. માટે છએ ભેદો ન હોવાથી એ અભાવરૂપ નથી.