________________
56
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી
(મુ.)
પ્રશાશીલ પુરુષો સ્વગ્રંથની અધ્યયન-અધ્યાપનપ્રવૃત્તિ આદરે એ માટે ગ્રંથનો વિષય દર્શાવે છે ઃ सद्रव्या गुणगुम्फिता सुकृतिनां सत्कर्मणां ज्ञापिका, सत्सामान्यविशेषनित्यमिलिताभावप्रकर्षोज्जवला । विष्णोर्वक्षसि विश्वनाथकृतिना सिद्धान्तमुक्तावली, विन्यस्ता मनसो मुदं वितनुतां सद्युक्तिरेषा चिरम् ॥३॥
(મુક્તાવલીની ઉપમા)
(મુ.) પંડિત વિશ્વનાથ પંચાનન દ્વારા વિષ્ણુના વક્ષઃસ્થળમાં સમર્પિત કરાયેલી, સુંદર યુક્તિઓથી યુક્ત આ સિદ્ધાન્તમુક્તાવલી પંડિતોના મનમાં ચિરકાળ સુધી આનંદ-પ્રમોદને ફેલાવો, કે જેમાં દ્રવ્યોનું પ્રતિપાદન છે, ગુણો ગુંથાયેલા છે, કર્મનું જ્ઞાપન છે તથા જે સામાન્ય, વિશેષ અને નિત્યસંબંધ = સમવાયવાળી છે. તેમજ અભાવના પ્રકર્ષથી ઉજ્જવળ છે.
(વિ.) આ શ્લોકમાં શ્લેષ દ્વારા ગ્રંથકારે ગ્રંથને મોતીની માળાની ઉપમા આપી છે.
સદ્રવ્યા=મોતીની માળા દ્રવ્ય (ધન) થી સાધ્ય હોવાથી સદ્રવ્યા છે, ગ્રંથ પ્રતિપાદકત્વ સંબંધથી દ્રવ્યવાન્ હોવાથી સદ્રવ્ય છે; ગુણગુમ્ફિતા=માળા પક્ષે સૂતરથી ગૂંથાયેલી, ગ્રંથપક્ષે ૨૪ ગુણોથી યુક્ત; સુસ્કૃતિનાં=માળા પક્ષ-પુણ્યશાળીઓના (પૂર્વકૃત સત્કર્મોની જ્ઞાપિકા છે) ગ્રંથપક્ષે – પંડિતોના (મનમાં આનંદને ફેલાવો.) સત્કર્મણાં= માળા પક્ષે - પૂર્વનાં સત્યો, ગ્રંથપક્ષે – ઉત્કૃપણ વગેરે પાંચ કર્યો; સત્સામાન્યવિશેષનિત્યમિલિતા=માળા પક્ષેપ્રશસ્ત એવા સામાન્ય અને વિશેષ (વધુ મોટા અને નિર્મળ) મોતીઓથી નિત્ય=સંપૂર્ણ ગૂંથાયેલી, ગ્રંથપક્ષે – જાતિરૂપ સામાન્ય, વિશેષ અને નિત્યમિલિત=સમવાય સંબંધ છે જેમાં; અભાવપ્રકર્ષોવલા=માળાપક્ષે-અંધકારમાં પ્રકર્ષપૂર્વક ચમકતી, ગ્રંથપક્ષે – અભાવના પ્રકર્ષ (=ભેદ-પ્રભેદોથી) ઉજ્જવળ; સંધુક્તિઃ=માળાપક્ષે-સુંદર ગૂંથનવાળી, ગ્રંથપક્ષે= સુંદર છે યુક્તિઓ જેમાં...
આમ મુક્તાવલીની ઉપમા દ્વારા ‘મોતીઓની માળાની જેમ આ ગ્રંથ પણ નિર્દોષ છે’’ એવું જણાવવાનો ગ્રંથકારનો આશય છે.
અહીં સિદ્ધાન્તમુક્તાવલી ગ્રંથને સદ્રવ્ય=દ્રવ્યવાળો કહ્યો છે. એટલે કે રહેનાર દ્રવ્ય છે, અને રાખનાર ગ્રંથ છે. દ્રવ્ય માટે ગ્રંથ શું છે ? પ્રતિપાદક છે. તેથી, પ્રતિપાદકતા સંબંધથી પૃથ્વી વગેરે દ્રવ્યો ગ્રંથમાં રહ્યા છે એમ કહેવાય. એટલે કે પ્રતિપાદકત્વ સંબંધથી ગ્રંથ દ્રવ્યવાન્ છે.
यत्करोषि यदश्नासि यज्जुहोषि ददासि यत् । यत्तपस्यसि कौन्तेय ! तत्कुरुष्व मदर्पणम् ॥
એ વચનને અનુસારે ગ્રંથકારે સ્વકીયગ્રંથ શ્રી વિષ્ણુને સમર્પિત કરવા વિઘ્નોર્વક્ષત્તિ વિન્યસ્તા... કહ્યું છે. (मु.) विघ्नविघाताय कृतं मङ्गलं शिष्यशिक्षायै ग्रन्थतो निबध्नाति ।
(મુ.) વિઘ્નોનો નાશ કરવા માટે કરેલા મંગલને, ‘અમારે પણ ગ્રંથારંભે મંગલ કરવું જોઈએ.' એવો શિષ્યોને બોધ મળે એ માટે ગ્રંથમાં જોડે છે.
(‘વિઘાત’પદની વિશેષતા)
(વિવેચન) શંકા : ‘વિઘાત’ પદથી જે ‘સ’ ને જણાવવો છે તે તો માત્ર ‘ઘાત’ પદથી પણ જણાવી શકાય છે. માટે ‘વિ’ પદ નિરર્થક છે.
સમાધાન : ‘વિશિષ્ટવાવાનાં પાનાં પતિ પૃથવિશેષળવાનવવસમવધાને વિશેષ્યમાત્રપરત્વ’ આવો એક ન્યાય છે. એનો અર્થ ઃ (વિશેષણ યુક્ત વિશેષ્ય=) વિશિષ્ટ પદાર્થને જણાવનારાં પદો, જ્યારે વિશેષણને જણાવનાર પદનો સ્વતંત્ર