________________
સમાપ્તપુનરાત્તત્વદોષ
55
પ્રસ્તુતમાં, “ભવ’ શબ્દ ભવત્વજાતિપ્રવૃત્તિનિમિત્તક છે જ્યારે પુષ્કા (વુદ્ધિઃ) સંગાતા ચ રૂતિ પંડિતઃ’ એ પ્રમાણે લીલાતાંડવપંડિત” શબ્દ ગુણપ્રવૃત્તિનિમિત્તક છે. તેથી ‘ભવ' શબ્દ જ વિશેષ્યવાચક બની શકતો હોવાથી સમાપ્તપુનરાત્તત્વ' દોષ ઊભો જ છે.
ઉત્તરપક્ષઃ “મતિ સ્મન્ નતુ તિ ભવઃ' એ પ્રમાણે “ભવ’ શબ્દ ક્રિયાપ્રવૃત્તિનિમિત્તક છે. અર્થાત્ એ શબ્દનું પ્રવૃત્તિનિમિત્ત ભવનક્રિયા છે. માટે એ વિશેષણ બની શકતો હોવાથી ઉક્ત દોષ રહેતો નથી.
પૂર્વપક્ષ : શબ્દોના નિમિત્ત બે પ્રકાર હોય છે : વ્યુત્પત્તિનિમિત્ત અને પ્રવૃત્તિનિમિત્ત.
શબ્દની વ્યુત્પત્તિમાં જે નિમિત્ત બને તે વ્યુત્પત્તિનિમિત્ત કહેવાય છે. જેમ કે ‘ તિ તિ શૌઃ' એ પ્રમાણે “ગો’ શબ્દ બન્યો હોવાથી ગમનક્રિયા વ્યુત્પત્તિનિમિત્ત છે. જે જેમાં ગોત્વ હોય તેનો ગો’ તરીકે ઉલ્લેખ થતો હોવાથી ગોત્વજાતિ એપ્રવૃત્તિનિમિત્ત છે. ‘ઘનવાન વગેરે અમુક શબ્દો એવા હોય છે કે એનું પ્રવૃત્તિનિમિત્ત અને વ્યુત્પત્તિનિમિત્ત (ધનવગેરે) એક જ ચીજ હોય છે. જ્યારે ગો-પંકજ વગેરે શબ્દો એવા છે કે જેના એ બે નિમિત્તો જુદી - જુદી ચીજ હોય છે. જ્યારે આ બે નિમિત્તો જુદા હોય ત્યારે વ્યુત્પત્તિ નિમિત્તનો ઉપયોગ માત્ર શબ્દ બનાવવામાં હોય છે, શબ્દનો પ્રયોગ કરવામાં એ નિરર્થક હોય છે, એ માટે તો માત્ર પ્રવૃત્તિનિમિત્ત જ જોવાનું હોય છે. જેમકે ગમન ક્રિયા એ “ગો’ શબ્દનું વ્યુત્પત્તિનિમિત્ત છે. પણ કોઈપણ વસ્તુનો ગો” તરીકે ઉલ્લેખ કરવો હોય તો એમાં ગમનક્રિયા છે કે નહીં એ જોવાતું નથી, કિન્તુ ગોત્વ છે કે નહીં? એ જોવાય છે. તેથી બેસી રહેલી ગાયને પણ ‘ગો કહેવાય છે જ્યારે ગતિશીલ અશ્વને “ગો' કહેવાતો નથી. કાદવમાં ઉત્પન્ન થયેલા કીડાને “પંકજ' નથી કહેવાતા, કિન્તુ પંકજત્વજાતિયુક્ત પાણીમાં ઉત્પન્ન થયેલા પણ કમળને “પંકજ' કહેવાય છે.
આ જ કારણસર ‘યોIટૂર્વનીયત્ત્વમ્' ન્યાય અસ્તિત્વમાં આવ્યો છે. (એટલે કે યોગ = વ્યુત્પત્તિનિમિત્ત કરતાં રૂઢિ = પ્રવૃત્તિનિમિત્ત શબ્દપ્રયોગ થવામાં બળવાન = વધારે અસરકારક હોય છે.)
પ્રસ્તુતમાં ભવનક્રિયા “ભવ’ શબ્દનું વ્યુત્પત્તિનિમિત્ત છે, પણ પ્રવૃત્તિનિમિત્ત નહીં. અન્યથા જેમ ઈશ્વરઆસૃષ્મિનિમિત્તકારણ છે તેમ કાલ' વગેરે પણ નિમિત્તકારણ હોવાથી કાલવગેરેમાંથીઆ જગતું બન્યું છે એમ કહી શકાતું હોવાના કારણે કાલાદિનો પણ ‘ભવ' શબ્દથી ઉલ્લેખ થઈ શકવાની આપત્તિ આવે. ભવત્વન હોવાથી જ કાલાદિનો ‘ભવ' તરીકે ઉલ્લેખ થતો નથી. એટલે ‘ભવ' શબ્દ જાતિપ્રવૃત્તિનિમિત્તક જ હોવાના કારણે એ જ વિશેષ્ય બનવાથી સમાપ્ત દોષ ઊભો જ છે. - ઉત્તરપક્ષઃ એક વ્યક્તિમાં રહેલ ધર્મ જાતિ હોતો નથી. ઈશ્વર એક જ હોવાથી એમાં રહેલ “ભવત્વ' ને જાતિ માની ન શકાવાથી “ભવ’ શબ્દ જાતિપ્રવૃત્તિનિમિત્તક નથી.
પૂર્વપક્ષઃ ઈશ્વરાત્મા એક હોવા છતાં અવતારદે એનો ભેદ માની એમાં અમે “ભવત્વ' જાતિ માનીશું. તેથી ભવ’ શબ્દ જાતિપ્રવૃત્તિનિમિત્તક જ બનવાથી સમાપ્ત, દોષ ઊભો જ છે.
ઉત્તરપક્ષઃ અન્વયબોધથવામાટેતેતેપદની આકાંક્ષાબે પ્રકારની હોય છે, ઉસ્થિત અને ઉત્થાપ્ય. નિરાકાંક્ષપ્રતીતિ નથવાના કારણે અમુકપદની આકાંક્ષા હજુ ઊભી જ રહી હોય તો એ ઉસ્થિત આકાંક્ષા કહેવાય છે. જ્યાં નિરાકાંક્ષપ્રતીતિ થઈ ગયા પછી પુનઃ નવી આકાંક્ષા ઊભી કરવી પડતી હોય ત્યાં ઉત્થાપ્ય આકાંક્ષા કહેવાય છે. જ્યાં ઉત્થાપ્ય આકાંક્ષા હોય ત્યાં જ સમાપ્ત દોષ લાગે છે, ઉસ્થિત આકાંક્ષા સ્થળે નહીં. પ્રસ્તુતમાં, શંકરે ચંદ્રને શા માટે મુકુટ બનાવ્યો છે અને સર્પોને શા માટે વલયરૂપ બનાવ્યા છે ? આવી જિજ્ઞાસા “ભવો ભવ્યાય ભવતુ એ રીતે ક્રિયાનો અન્વયે થઈ ગયા બાદ પણ ઊભી રહે છે. એટલે અહીં ઉત્થિતઆકાંક્ષા હોવાથી સમાપ્ત દોષ નથી. “મુકુટ અને વલયરૂપ શણગાર નૃત્ય કરવા માટે કર્યા છે એ રીતે “લીલા..' વિશેષણનો અન્વય થવાથી જિજ્ઞાસા સંતોષાઈ જાય છે. અને તેથી એના અન્વય માટે વિશેષ્યવાચક “ભવ' પદનું પુનરનુસંધાન કરવું પડવા છતાં સમાપ્ત દોષ લાગતો નથી.
નાશયન્તો ઘનવ્વાન્ત તાપયન્તો વિયોનિઃ | પન્તિ શશિનઃ પદ્દા મારયન્તઃ ક્ષમતનમ્ II આમાં સમાપ્ત પુનરાત્તત્વ દોષ છે.