________________
60
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી
આસ્તિક તમારા આ બીજા અનુમાનનો “ફળવિશેષાભાવકૂટ' એવો હેતુ પણ મંગલમાં સિદ્ધ ન હોવાથી સ્વરૂપાસિદ્ધ છે. - નાસ્તિકઃ અમે હવે એ પણ સિદ્ધ કરી આપીશું. મંગળના ફળ તરીકે તમને વિનવ્વસ કે સમાપ્તિ અભિપ્રેત છે, એટલે કે એ સિવાયના પુત્ર વગેરે જે ફળવિશેષો છે એનો અભાવતો તમે પણ માનો જ છો. એટલે ફળવિશેષાભાવકૂટની સિદ્ધિ માટે અમારે વિદનāસ અને સમાપ્તિ આ બે ફળવિશેષોના અભાવને સિદ્ધ કરવાનો જ બાકી રહે છે. અર્થાત્ વિનāસ કે સમાપ્તિ મંગળનું ફળ (=કાય) નથી એ કે મંગલ આ બેમાંથી કોઈનું કારણ નથી એ સિદ્ધ કરવાનું રહ્યું. (આ બાબતની સિદ્ધિ માટે નનું મંગલ... ઇત્યાદિ પૂર્વપક્ષગ્રંથ મુક્તાવલીમાં રજૂ થયો છે.)
કેટલીક વખત વાક્ય ‘ન ચ' થી શરૂ થતું હોય છે પણ એના અંતે ‘વાચ્ય વગેરે જેવો કોઈ શબ્દ હોતો નથી. આવા પ્રયોગમાં, ‘ન ચ'નો અન્વય ક્યાં અભિપ્રેત છે એ શોધી કાઢી એના પછી ‘વાટ્યમ્' શબ્દનો અધ્યાહાર કરી ઉપર મુજબ અર્થ કરી શકાય છે.
જેમ કે, ૧૧મી કારિકાની વૃત્તિમાં, ‘સમવાયચૈત્વે વાયોઃ રૂપવત્તા વૃદ્ધિપ્રસં:, તત્ર સમવાયત્વેડપિ NTખાવત્ અહીં ન” નો અન્વય “પ્રસંગ માં છે. એટલે “પ્રસંગ' શબ્દ પછી ‘ઇતિ વાચ્યમ્' શબ્દનો અધ્યાહાર કરી આ રીતે અર્થ કરી શકાય: “જો સમવાયને એક જ માનશો તો વાયુમાં રૂપવત્તાની બુદ્ધિ થવાની આપત્તિ આવશે” એવું ન કહેવું, કારણ કે વાયુમાં રૂપનો સમવાય હોવા છતાં પણ રૂપ હોતું નથી.
(૩) ક્યારેક પૂર્વપક્ષનો પ્રારંભ “એતેન’ શબ્દથી થતો હોય છે અને એનો અંત ‘નિરસ્તમ્', ‘અપાસ્તમ્', “નિરાકૃતમ્' વગેરે શબ્દથી હોય છે. “એતેન’ અને ‘નિરસ્તમ્” શબ્દોની વચમાં પૂર્વપક્ષની રજુઆત હોય છે અને ‘એતેન - નિરસ્ત” શબ્દો દ્વારા ઉત્તરપક્ષકાર જણાવતો હોય છે કે “આ વાતથી આવા પૂર્વપક્ષનું નિરાકરણ થઈ ગયેલું જાણવું.' આમાં ‘એતેન=આ વાતથી' એવું ઉત્તરપક્ષકાર જે કહે છે તેનો અર્થ “આ “એતેન’ શબ્દ પૂર્વે જે દલીલ આપી હોય તેનાથી અને નિરસ્તમ્ શબ્દ પછી જે યુક્તિ અપાશે એનાથી (આ પૂર્વપક્ષ નિરાત જાણવો)” એવો હોય છે. એટલે કે, પહેલાં, કોઈ એક પૂર્વપક્ષના નિરાકરણ માટે કે સ્વપક્ષના સમર્થન માટે જે વાત કહી હોય એનાથી જ જો કોઈ અન્ય પૂર્વપક્ષનું પણ નિરાકરણ થઈ જતું હોય તો ગ્રંથકાર એ પૂર્વ વાત કહ્યા બાદ “એતેન’ શબ્દપ્રયોગ કરીને પછી આ અન્યપૂર્વપક્ષને જણાવી નિરસ્તમ્' કહેવા દ્વારા એનું નિરાકરણ જણાવે છે. વળી આ જ અન્યપૂર્વપક્ષના નિરાકરણ માટે અન્ય પણ કોઈ દલીલ હોય તો ‘નિરસ્તમ્ વગેરે શબ્દ પ્રયોગ બાદ એનો ઉલ્લેખ કરવામાં આવે છે.
જેમ કે, કારિકાવલીની બાર-તેરમી ગાથાની વૃત્તિમાં અભાવ પદાર્થના નિરૂપણમાં આવો અધિકાર છે: “અન્યથા તત્તવાનાં तत्तदिन्द्रियाणामग्राह्यत्वादप्रत्यक्षत्वं स्यात् । एतेन - ज्ञानविशेषकालविशेषाद्यात्मकत्वमत्यन्ताभावस्येति - प्रत्युक्तम्, अप्रत्यक्षत्वापत्तेः ।"
અહીં, અભાવને અધિકારણાત્મકમાનવાના પૂર્વપક્ષનું ગ્રંથકારે અન્યથા...' વગેરે કહીને નિરાકરણ કર્યું છે કે અન્યથા= જો અભાવને સ્વતંત્રપદાર્થ નહીં માનો (અને અધિકરણાત્મક માનશો) તો, કેરીમાં રહેલો મધુરત્વાભાવ કેરી સ્વરૂપ બનવાથી અને કેરી રસનેન્દ્રિયનો અવિષય હોવાથી, જીભ દ્વારા “આ કેરીમાં મીઠાશ નથી” એ રીતે મધુરતાભાવનું જે પ્રત્યક્ષ થાય છે તે નહીં થવાની આપત્તિ આવશે. એતેન = મધુરવાભાવ વગેરેનું જીભ વગેરે ઇન્દ્રિય દ્વારા અપ્રત્યક્ષ થવાની જે આપત્તિ દર્શાવી એનાથી જ, “અભાવ-ઘટાભાવવત્ ભૂતલમ્ - વગેરે જે જ્ઞાન થાય છે તે જ્ઞાનવિશેષ સ્વરૂપ જ છે, અથવા જે કાલમાં તેનું જ્ઞાન થઈ શકે તેવા કાલવિશેષસ્વરૂપ જ છે, પણ સ્વતંત્ર પદાર્થ નથી” એવાપૂર્વપક્ષનો પણ પ્રતિકાર થઈ ગયેલો જાણવો, કારણકે જ્ઞાનકે કાલબાલ્વેન્દ્રિયગ્રાહ્ય ન હોવાથી મધુરરસાભાવવગેરેના અપ્રત્યક્ષત્વની આપત્તિ આવે છે.
અહીં, ‘પ્રયુક્તમ્' પછી નવી દલીલ આપવામાં નથી આવી, કિન્તુ અન્યત્ર હોય પણ છે, જેમકે મુક્તાવલીમાં આત્મવાદમાં, “આત્મા નિત્યવિજ્ઞાનાત્મક છે એવું માનનારા વેદાંતીનું, આત્મા “જ્ઞાનાત્મક નહીં કિન્તુ “જ્ઞાનવાનું છે એ પ્રમાણે સિદ્ધ કરવા દ્વારા નિરાકરણ કરીને પછી “એએન-પ્રકૃતિઃ કર્કી..ઇતિ મતમપાસ્તમ, કૃત્યદષ્ટભોગાનામિવ ચૈતન્યસ્થાપિ સામાનાધિકરણ્યપ્રતીતેઃ” આ પ્રમાણે અધિકાર છે.
આમાં, ‘એતેન’ થી ‘અપાસ્તની વચમાં કંઈક વિસ્તારથી સાંખ્યમત દર્શાવેલો છે. “બુદ્ધિ એ પ્રકૃતિનો પરિણામ છે, પુરષ (આત્મા) નો નહીં. પુરુષ કર્તા નથી, પુષ્કરપલાશવત્ નિર્લેપ છે, પ્રકૃતિ જ કર્ણી છે...' ઇત્યાદિ સાંખ્યમત છે. આ મત અપાસ્ત જાણવો એમ તૈયાયિક