________________
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી
(મંગલમાં વ્યભિચારપરિડાર) (મુ.) "આ રીતે (મંગલ સમાપિફલક છે એ સિદ્ધ થયે) જ્યાં ( નાસ્તિકાદિના ગ્રંથમાં) મંગલ જોવા નથી મળતું (અને છતાં સમાપ્તિ થઈ છે) ત્યાં પણ જન્માન્તરીય તત્ (=મંગલ) કર્યું હોવાની કલ્પના કરાય છે. અને જ્યાં (કાદંબરી વગેરેમાં) મંગલ કર્યું હોવા છતાં સમાપ્તિ જોવા નથી મળતી ત્યાં મોટું વિઘ્ન કે ઘણાં વિઘ્નો હોવા જાણવા. પ્રચુર મંગલ જ આવા બળવત્તર-વિપ્નનું નિવારણ થવામાં કારણ બને છે (એટલે કે નિવારણ કરી શકે છે.) *વિજ્ઞધ્વંસ તો મંગલનું દ્વાર છે એમ પ્રાચીનતૈયાયિકો કહે છે.
(વિ.) (નાસ્તિકે મંગલ સમાપ્તિનું કારણ નથી એમ શંકા કરેલી, ને ગ્રંથકારે અવિગીતશિષ્ટાચારવિષયત્વેન મંગલમાં સફળતાની સિદ્ધિ કરી તથા પારિશેષન્યાયથી એના ફળ તરીકે સમાપ્તિની વાત કરી. એટલે કે ગ્રંથકારે મંગલ સમાપ્તિનું કારણ છે આ વાત સિદ્ધ કરી. આટલો ગ્રંથાધિકાર આવી ગયો. અને હવે જે ગ્રંથોમાં વગર મંગલે સમાપ્તિ જોવા મળે છે તે ગ્રંથોમાં પણ જન્માન્તરીય મંગલ હોવાની કલ્પના કરવાનો ગ્રંથાધિકાર આવી રહ્યો છે. આવી ગયેલા અને આવી રહેલા આ બંને ગ્રંથાધિકાર વચ્ચે કોઈક કડી જોડવી જોઈએ કે મંગલ સમાપ્તિનું કારણ છે એ સિદ્ધ થઈ ગયા પછી ગ્રંથકાર આ વાત શા માટે કરી રહ્યા છે? મનમાં આ જિજ્ઞાસા ઊભી કરીએ ને યોગ્ય વિચારધારા ચાલે તો જવાબ મળી રહે કે - નાસ્તિકે વ્યતિરેક વ્યભિચાર જણાવીને મંગલની કારણતાનો નિષેધ કરેલો. એટલે જ્યાં સુધી આ વ્યભિચારનું વારણ કરવામાં ન આવે ત્યાં સુધી કારણતાનો વાસ્તવિક નિર્ણય થઈ શકે નહીં. એટલે એ વ્યતિરેક વ્યભિચાર નિવારવા ગ્રંથકારે આ વાત રજૂ કરી છે એમ જાણવું.)
(૧) વગર મંગળ સમાપ્તિ થયેલી માનીએ તો વ્યભિચાર આવે છે. એટલે એવા ગ્રંથોમાં પણ મંગળ માની લઈએ તો વ્યભિચારનું વારણ થઈ જાય. વળી આ જન્મમાં તો મંગળ કર્યું જણાતું નથી. તેથી પૂર્વજન્મમાં મંગલ કર્યું હશે એમ કલ્પના કરાય છે. એટલે મંગલ પણ થયું હોવાથી વ્યતિરેક વ્યભિચાર નથી. (આટલા ગ્રંથાધિકાર પછી હવે, છતે મંગળે જ્યાં સમાપ્તિ નથી થઈ, એટલે કે અન્વયવ્યભિચાર આવે છે એનું વારણ કરવાની વાત ગ્રંથકારે કરી છે. એટલે અહીં પણ, વ્યતિરેક વ્યભિચારનું વારણ કરવાના અધિકાર પછી ગ્રંથકારે આ વાત કેમ કરી? એવો પ્રશ્ન ઊઠાવી એનો જવાબ શોધવાનો પ્રયાસ કરવો જોઈએ. એટલે જવાબ મળી રહે કે જેમ વ્યતિરેક વ વારણ ન કરવામાં આવે તો કાર્યકારણભાવ નિશ્ચિત થઈ શકતો નથી એમ અન્વય-વ્યભિચારનું વારણ કરવામાં ન આવે તો પણ એ નિશ્ચિત થઈ શકતો નથી. એટલે નાસ્તિકે શબ્દશઃ એની શંકા કરી ન હોવા છતાં ગ્રંથકાર એનું નિવારણ કરી દેવા આ વાત કરી રહ્યા છે.
આ વાતને આ રીતે કહી શકાય. વ્યતિરેક વ્યભિચારનું વારણ કરવા પર કોઈ શંકા કરે છે કે “વ્યતિરેક વ્યભિચારનું ભલે વારણ થયું, પણ છતાં મંગળને સમાપ્તિનું કારણ માની શકાય નહીં, કારણ કે છતે મંગળ કાદમ્બરી વગેરેમાં સમાપ્તિ થઈ ન હોવાથી અન્વયવ્યભિચાર ઊભો છે.” આવી શંકાનું સમાધાન આપવા ગ્રંથકારે યત્ર ૨ સંત્ય વગેરે અધિકાર કહ્યો છે. - આ રીતે આગળ સર્વત્ર તે તે અધિકાર પછી ક્યો અધિકાર આવ્યો છે એ જોઈ એ બે વચ્ચેનો સંબંધ ખોળી કાઢવો જોઈએ કે પૂર્વ અધિકાર કહ્યા પછી ગ્રંથકારના મનમાં શું શંકા-વિચાર વગેરે આવ્યા કે જેથી એના સમાધાનરૂપે આ ઉત્તર અધિકાર આવ્યો છે...વગેરે.)
(૨) જે કાદંબરી વગેરે ગ્રંથમાં છતે મંગળસમાપ્તિ નથી થઈ ત્યાં બળવત્તર વિપ્ન (એક મોટું વિન) કે વિપ્રાચર્ય (નાનાં નાનાં અનેક વિનો) હોવાના કારણે સમાપ્તિ નથી થઈ એમ જાણવું. (૩) બળવત્તર વિદનનો (ક ઉપલક્ષણથી પ્રચુરવિદ્ગોનો) નાશ કરવા માટે (બળવત્તર કે) પ્રચુરમંગલ જ કારણ છે. એટલે કાદમ્બરી વગેરે ગ્રંથોમાં જેવું વિદન હતું એવું મંગલ ન થયું હોવાના કારણે વિધ્વધ્વંસ થયો નહીં.
(શંકાઃ વિનāસ ભલે ન થયો, પણ મંગલ જો સમાપ્તિનું કારણ છે તો સમાપ્તિ થવી જ જોઈએ, નહીંતર