________________
70
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલ
કેમ દર્શાવ્યો? આવો પ્રશ્ન ઊઠાવવાથી જવાબ મળશે કે – બીજ વૃક્ષનું ઉપાદાનકારણ છે. એટલે શ્રીકૃષ્ણને પણ કોઈ સંસારવૃક્ષનું ઉપાદાનકારણ ન સમજી બેસે એ માટે ગ્રંથકારે સ્પષ્ટતા કરી લીધી કે “બીજ' શબ્દનો અર્થ અહીં નિમિત્તકારણ જાણવો.
(૩) ઈશ્વરની સિદ્ધિ માટે ગ્રંથકારે અનુમાન પ્રમાણ આપ્યું છે. અનુમાન પ્રયોગ આ પ્રમાણે જાણવો - क्षित्यङ्करादिक कर्तृजन्य, कार्यत्वात्, घटवद् यत्र यत्र कार्यत्वं, तत्र तत्र कर्तृजन्यत्वं, यथा घटे यत्र यत्र कर्तजन्यत्वाभावः, तत्र तत्र कार्यत्वाभावोऽपि, यथाऽऽकाशे...
(૪) આ રીતે ક્ષિતિ-અંકુરા વગેરેનો કોઈ કર્તા હોવો જોઈએ એ સિદ્ધ થવા પર પારિશેષન્યાયથી ઈશ્વરાત્માની સિદ્ધિ કરવામાં આવે છે.
ક્ષિતિવગેરેનોકૌંઆપણોજીવાત્માન બની શકે એમાં બેકારણો છેઃ (1) વિનિગમનાવિરહ-વનિયિમાં યુઃિ નિકામના, તા: વિર:, વિનિયમનાવિઃ | અનેક પક્ષ પોતપોતાનો દાવો માંડતા હોય ત્યારે કોનો દાવો ઉચિત છે એવો નિર્ણય કરાવી આપનાર યુક્તિ એ વિનિગમના કહેવાય છે. પણ આવી કોઈ સબળ યુક્તિ ન મળતી હોય તો એને વિનિગમના વિરહ કહેવાય છે. એવે વખતે ક્યાં તો બધાનો દાવો મંજૂર કરવો પડે છે ને ક્યાં તો બધાનો દાવો ફોક કરવો પડે છે. પ્રસ્તુતમાં જો ક્ષિતિ વગેરેના કર્તા તરીકે જીવાત્માને માનીએ તો અનંતા જીવાત્માઓ છે, એમાંથી ક્યો જીવ કર્તા છે? એનો નિર્ણય કરાવી આપનાર કોઈ યુક્તિ નથી. તેથી વિનિગમનાવિરહ છે. (આને વિનિગમકાભાવ' પણ કહે છે.) એટલે ક્યાં તો બધા જીવાત્માને કર્તા માનવા પડે. પણ એવું માનવામાં અનંતા કર્તા માનવા પડવાથી મહાગૌરવ થાય છે. તેથી બધા જીવાત્માઓનો દાવો ફોક કરી કોઈ જ જીવાત્માને એનો કર્તા મનાતો નથી.
(2) જે કર્તા હોય એને ઉપાદાનકારણનું પ્રત્યક્ષ હોવું જોઈએ. કુંભારને ઘડાના ઉપાદાનકારણ માટીનું પ્રત્યક્ષ છે. માટે એમાં પ્રયત્ન કરી ઘડો બનાવે છે. ક્ષિતિ વગેરેના ઉપાદાનભૂત પરમાણુનું આપણા જેવા જીવાત્માને પ્રત્યક્ષ નથી. કારણ કે પરમાણુમાં મહત્ત્વ (મહત્પરિમાણ) નથી.
તેથી ફિત્યાદિનાં કર્તા તરીકે આપણા બધાથી વિલક્ષણ એવો ઈશ્વરાત્મા સિદ્ધ થાય છે. આ ઈશ્વર આત્મા છે, એક છે, નિત્ય છે વગેરે વાત ભૂમિકામાંથી (પૃ. ૨૫) જોઈ લેવી.
(સપ્રતિપક્ષ - તત્પાિર) (૫) ઈશ્વરને જગત્કર્તા ન માનનાર મતાનુયાયીઓ ઈશ્વરસાધક અનુમાનની સામે અનુમાન આપી સત્પતિપક્ષ દોષ દર્શાવે છે.
fસત્યડુરવિવં સવર્તુ, વાર્યત્વતિ ઘટવ આની સામે - क्षित्यङ्कुरादिकं अकर्तृकं, शरीराजन्यत्वात्, आकाशवत् यत्र यत्र शरीराजन्यत्वं तत्र तत्र अकर्तृकत्वं, यथाऽऽकाशे...
નૈયાયિક એની સામે જવાબ આપે છે કે તમારું અકર્તકત્વ સાધક અનુમાન અપ્રયોજક છે. એટલે કે અસ્તુ શરીર બન્યત્વે, મલ્લુ મસ્તૃત્વ, શે રોષઃ ? આવી અન્વયવ્યભિચારની શંકાને નિર્મૂળ કરનાર કોઈ અનુકૂલતર્કનું તમારા શરીરાજખ્યત્વ હેતુને પીઠબળ નથી.
(૬) અહીં પૂર્વપક્ષી નૈયાયિકની સામે પણ એ જ અપ્રયોજકત્વનું હથિયાર ઉગામવાનો પ્રયાસ કરે કે તમારો “કાર્યત્વ' હેતુ પણ અપ્રયોજક છે, તો એના પ્રયાસને નિષ્ફળ કરવા માટે ગ્રંથકારે મમતુ ઇત્યાદિ કહ્યું છે.