________________
દ્રવ્યત્વજાતિસિદ્ધિ
આમ દ્રવ્ય, ગુણ, કર્મ સ્વરૂપ કોઈ પણ કાર્યને અહીં કાર્ય તરીકે જ લેવાનું છે, ઘટ-સંયોગ વગેરે સ્વરૂપે કે દ્રવ્ય ગુણ વગેરે સ્વરૂપે નહીં. એટલે કે “કાર્ય' એ કાર્ય છે, કાર્યવ એ કાર્યતાવચ્છેદક છે.
‘દ્રવ્ય' એ કારણ છે ને દ્રવ્યત્વ એ કારણતાવચ્છેદક છે (પણ એ સિદ્ધ કરવાનો છે.)
વળી દ્રવ્યનિષ્ઠ પ્રયાસત્તિથી જ વિચારીએ તો, એમાં કાર્ય સમવાય સંબંધથી રહ્યું છે જ્યારે કારણ (દ્રવ્ય પોતે) તાદાભ્યસંબંધથી રહ્યું છે. એટલે કે કાર્યતાવચ્છેદક સંબંધ સમવાય છે અને કારણતાવચ્છેદક સંબંધ તાદાભ્ય છે. આનો અર્થ એ થાય કે યત્ર સમવાયેન કાર્ય તત્ર તાલાચ્ચેન રમ્
જે જે કારણતા હોય છે તે તે વિધિવછિન્ની હોય છે. જેમ કે કપાલનિષ્ઠકારણતા. તેથી દ્રવ્યનિષ્ઠકારણતા પણ કિંચિધર્માવચ્છિન્ન છે. અનુમાન પ્રયોગ આવો થશે - સમવાયસંવંધાવચ્છિન્નવાર્યત્નાવચ્છિન્નकार्यतानिरूपिततादात्म्यसंबंधावच्छिन्नकारणता किञ्चिद्धर्मावच्छिन्ना, कारणतात्वात् कपालनिष्ठकारणतावत्
આ કિંચિદ્ધર્મ તરીકે આ કારણતા જ્યાં જ્યાં રહી છે (પૃથ્વી વગેરે ૯ માં) ત્યાં સર્વત્ર રહેલો ને તે સિવાય અન્યત્ર ક્યાંય નહીં રહેલો (ઉક્ત કારણતાને અનતિરિક્તવૃત્તિ) ધર્મ સિદ્ધ થશે જે દ્રવ્યત્વ છે.
(શંકા- તમારા અનુમાનના પક્ષમાં સમવાયવંધાવચ્છિન્નાર્યત્નાવચ્છિન્નાર્યતા આવો જ અંશ છે એ અસંગત છે, કારણ કે એનો અર્થ એ થાય કે જે કોઈ કાર્ય હોય તે બધું સમવાય સંબંધથી ક્યાંક રહ્યું હોય છે. પણ એવું છે નહીં, કારણ કે હૂંસાત્મક કાર્ય સમવાય સંબંધથી ક્યાંય રહેતું નથી.)
(૩) સમાધાન - તો પછી કાર્ય–નરૂપણ કોઈ પણ કાર્યની સમવાયિકારણતાના બદલે હવે કોઈક કાર્યવિશેષની સમવાયિકારણતાનો વિચાર કરવો જોઈએ. આ કાર્યવિશેષ તરીકે કોઈ દ્રવ્યાત્મક (ઘટાદ) કાર્ય લઈએ તો એના સમવાયિકારણ તરીકે નવે દ્રવ્યો મળી શકે નહીં. કારણ કે એવું કાર્ય પોતાના અવયવ સિવાય અન્ય કોઈ દ્રવ્યમાં ઉત્પન્ન થતું નથી. જ્યારે એ અન્ય દ્રવ્યમાં પણ દ્રવ્યત્વ તો રહ્યું જ છે. તેથી દ્રવ્યત્વ અતિરિક્ત વૃત્તિ થવાથી એવા કાર્યની કારણતાના અવચ્છેદક તરીકે સિદ્ધ થઈ શકે નહીં. ગુણત્વરૂપે ગુણસામાન્યને પણ કાર્યવિશેષ તરીકે લઈ શકાય નહીં, કારણ કે એનો અર્થ થાય ગુણવાવચ્છિન્નકાર્યતા... જે અસંગત છે. તે પણ એટલા માટે કે ગુણત્વ તો
જ્યાં કાર્યતા રહી નથી એવા નિત્યગણમાં પણ રહ્યું હોવાથી અતિરિક્તવૃત્તિ છે. હવે કાર્યતરીકે ગુણવિશેષોનો વિચાર કરીએ, એમાં સૌ પ્રથમ રૂપ છે. રૂપસામાન્ય કાર્ય તરીકે લઈએ તો રૂપ–કાર્યતાવચ્છેદક બને જે શક્ય નથી. કારણ કે રૂપ– પણ જલીયપરમાણુના નિત્યરૂપમાં રહેલ છે જ્યાં કાર્યતા ન હોવાથી એ અતિરિક્ત વૃત્તિ બની જાય છે. તેથી રૂપવિશેષ (શ્યામરૂપ) ને કાર્ય તરીકે લઈએ તો એ વખતે શ્યામત્વકાર્યતાવચ્છેદક બને એમાં કોઈ વાંધો નથી, કારણ કે જે કોઈ શ્યામરૂપ છે એ બધા ઉત્પન્ન થયા હોવાથી કાર્યરૂપ છે જ, પણ આવા શ્યામરૂપની કારણતા માત્ર પૃથ્વીદ્રવ્યમાં જ છે, જલાદિમાં નથી. તેથી દ્રવ્યત્વ અતિરિક્તવૃત્તિ થવાથી એની કારણતાના અવચ્છેદક તરીકે સિદ્ધ થઈ શકે નહીં.
આ જ રીતે રસસામાન્ય કે રસવિશેષ... એમ ગંધસામાન્ય કે ગંધવિશેષ વગેરેને કાર્ય તરીકે લઈ શકાતા નથી. દ્રવ્યત્વની સિદ્ધિ કરવા માટે તો એવો ગુણ લેવો જોઈએ જે (૧) માત્ર કાર્યરૂપ જ હોય (અર્થાત્ એ ગુણ રૂપ વગેરેની જેમ નિત્ય અને અનિત્ય એમ બે પ્રકારે ન હોય) જેથી એમાં રહેલો ધર્મ કાર્યતાને અતિરિક્તવૃત્તિ ન થવાથી અવચ્છેદક બની શકે અને (૨) જે દ્રવ્યમાત્રમાં ઉત્પન્ન થતો હોય. (તેથી એની કારણતા દ્રવ્યમાત્રમાં રહી હોવાથીદ્રવ્યત્વ એની કારણતાના અવચ્છેદક તરીકે સિદ્ધ થઈ શકે.) ગુણનિરૂપણમાં ગુણોનો જે ક્રમ છે એને અનુસરીને વિચારીએ તો આવા ગુણ તરીક સૌ પ્રથમ ગુણ આવશે સંયોગ.
અપ્રાણી પ્રાપ્તિ સંયોગઃ ન્યાયે જે કોઈ સંયોગ છે તે બધા કાર્યરૂપ છે. વળી નવે દ્રવ્યોમાં સંયોગ ઉત્પન્ન થાય છે. આકાશાદિ વિભુદ્રવ્યમાં પણ ઘટાદિ સંયોગ ઉત્પન્ન થાય છે.