________________
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી
विभज्यतावच्छेदकसाक्षाद्व्याप्यमिथोविरुद्धयावद्धर्मपुरस्कारेण प्रतिपादनं विभजनम्
વિંભજ્યતાવચ્છેદકને જે (1) સાક્ષા વ્યાપ્ય હોય અને (2) પરસ્પર વિરુદ્ધ હોય એવા (3) જેટલા ધર્મો હોય એ બધા ધર્મોને નજરમાં લઈ પ્રતિપાદન કરવું એ વિભાજન છે.
આમાં પદકૃત્ય - (1) “સાક્ષા વ્યાપ્ય ન લખે તો દ્રવ્યોનું વિભાજન કરવાના પ્રસંગે ગુણત્વ-કર્મત્વ વગેરે ઘર્મો પણ પરસ્પર વિરુદ્ધ હોવાથી ગુણ, કર્મ વગેરેને પણ દ્રવ્યના વિભાગ તરીકે કહેવા પડે. “સાક્ષાવ્યાપ્ય લખવાથી આ આપત્તિનું નિવારણ થાય છે, કારણ કે એ વખતે વિભાજ્યતાવચ્છેદક જે દ્રવ્યત્વ છે એને ગુણત્વ વગેરે ધર્મો વ્યાપ્ય નથી. આમાં પણ સાક્ષાત્ શબ્દ ન લખે તો, ઘટત્વ-પટત્વ વગેરે ધર્મો પણ દ્રવ્યત્વને વ્યાપ્ય હોવાથી ઘટ, પટ વગેરેનો પણ દ્રવ્યના વિભાગ તરીકે ઉલ્લેખ કરવો પડે. દ્રવ્યત્વવ્યાપ્યપૃથ્વીત્વ, ને પૃથ્વીત્વવ્યાપ્યઘટત્વ... આમ ઘટત્યાદિ ઘર્મો દ્રવ્યત્વને સાક્ષાત્ વ્યાપ્ય ન હોવાથી આ આપત્તિ આવશે નહીં.
(2) મિથોવિરુદ્ધ એવું વિશેષણ ન લખવામાં દોષ એ આવે કે ભૂત, મૂર્ત વગેરેને પણ દ્રવ્યના વિભાગરૂપે જણાવવા પડે, કારણ કે ભૂતત્વાદિ પણ દ્રવ્યત્વને સાક્ષાત્રાપ્ય તો છે જ. પણ ભૂતત્વ અને મૂર્તત્વ ઘટાદિમાં રહ્યા હોવાથી પરસ્પરવિરુદ્ધ ન હોવાના કારણે આ આપત્તિ રહેશે નહીં.
(3) દ્રવ્યોનું વિભાજન કરું છું એમ પ્રતિજ્ઞા કરીને કોઈ ખાલી પૃથ્વી, જળ, તેજ..એમ બે-ત્રણ દ્રવ્યોની જ વાત કરે તો એ યોગ્ય નથી. તેથી અહીં થાવ એવું પણ વિશેષણ વપરાયું છે. આવા જેટલા ધર્મો હોય એ બધાને પુરસ્કૃત કરીને કરેલું પ્રતિપાદન ‘વિભાજન' કહેવાય.
પ્રસ્તુતમાં પદાર્થત્વને વ્યાપ્ય-મિથોવિરુદ્ધ દ્રવ્યત્વ-ગુણત્વ વગેરે ૭ ધર્મો છે, તેથી પદાર્થના દ્રવ્ય-ગુણ વગેરે ૭ વિભાગો દર્શાવ્યા છે. જો કે ભાવત્વ ને અભાવત્વ એ બે જ સાક્ષાત્ વ્યાપ્ય ધર્મો હોવાથી ભાવ અને અભાવ એમ બે જ વિભાગ દર્શાવવા જોઈએ, છતાં શિષ્ય બુદ્ધિ વૈશદ્યાર્થ (શિષ્યની બુદ્ધિનો વિકાસ થાય એ માટે) ૭ વિભાગ દર્શાવવામાં આવ્યા છે.
(૨) “છતાં ભાવત્વેન “ભાવ'નો ઉલ્લેખતો કરવો જોઈએને આવી સંભવિત શંકાનાવારણ માટે અત્રસમસ્ય... ઇત્યાદિ કહ્યું છે.
(૩) “ન્યાયસૂત્રમાં તો પ્રમાણપ્રમેયસંશયપ્રયોગનવૃત્તસિદ્ધાન્તીવયવતનિયવાહાત્પવિતાત્કામાછત્તનાતિનિગ્રહસ્થાનનાં તત્ત્વજ્ઞાનાન્નિશ્રેયસfધામઃ (૧-૨-) એમ ૧૬ પદાર્થો જણાવ્યા છે તો તમે કેમ ૭ પદાર્થો જ કહો છો ?” આવી શંકાના સમાધાન માટે કહ્યું કે વૈશેષિક દર્શનમાં આ ૭ પદાર્થો પ્રસિદ્ધ છે.
(૪) “તો તમે વૈશેષિક દર્શનનો ગ્રંથ રચવા બેઠા છો કે કે ન્યાયદર્શનનો?” આવા સંભવિત પ્રશ્નનો ઉત્તર આપવા ગ્રંથકાર કહે છે કે નૈયાયિકોને પણ આ ૭ પદાર્થો માન્ય છે, એમાં કોઈ વિરોધ નથી.
(૫) “આ તો તમે ભૂલમાં ૧૬ ના બદલે ૭ પદાર્થો કહી દીધા. ને પછી બચાવ કરવા માટે તૈયાયિકોને પણ અવિરુદ્ધ છે' ઇત્યાદિ કહો છો.” એવા સંભવિત આરોપને સ્થાન ન રહે એ માટે ગ્રંથકારે “પ્રશસ્તપાદભાષ્યમાં પણ આ જ રીતે પ્રતિપાદન છે” ઈત્યાદિ કહ્યું છે. દ્રવ્યર્મસામાવિશેષસમવાયામાવાઃ સૌવ પાથ, પોડશાનામત્રેવાન્તવાન્ આમ ભાષ્યમાં જણાવ્યું છે.
(૬) “ભાષ્ય તો ઋષિપ્રણીત છે. તાર્કિકોને ઋષિના ચીલે ચાલવું યોગ્ય ન કહેવાય' આવી કોઈની સૂફિયાણી સલાહને તોડી નાખતા ગ્રંથકાર કહે છે કે પ્રકાંડ તાર્કિક ગંગેશોપાધ્યાયે પણ તત્ત્વચિન્તામણિના ઉપમાનખંડમાં પદાર્થો સાત હોવાનું સૂચન કર્યું છે. જો એમને ૭ પદાર્થો માન્ય ન હોત તો “શક્તિ-સાદશ્ય વગેરે ૭ પદાર્થથી ભિન્ન છે' એ રીતે પૂર્વપક્ષ ન ઊઠાવતાં “શક્તિ-સારશ્ય ૧૬ પદાર્થથી ભિન્ન છે' એ રીતે જ પૂર્વપક્ષ ઊઠાવ્યો હોત.