________________
76.
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી
[શંકાઃ કાર્યાનુકૂલધર્મનું જે વિઘટન કરે એ પ્રતિબંધક કહેવાય છે. કાર્યાનુકૂલ ધર્મ તરીકે શક્તિ ન માનતાં પ્રતિબંધકાભાવ માનશો તો મણ્યાદિને પ્રતિબંધક માની શકાશે નહીં. કારણ કે મધ્યભાવ નિત્ય હોવાથી મણિ એનો નાશ કરી શકતો નથી.
સમાધાન : પ્રતિબંધકનું લક્ષણ ‘ાર્યાનુબ્રધર્મવિયત્વે પ્રતિબ્ધત્વમ્' એવું નથી, કિન્તુ વાળમૂતાભાવપ્રતિયોગિતં તિબન્ધત્વમ્' એવું છે. (અર્થાત્ જેનો અભાવ કારણ, તે વસ્તુ પ્રતિબંધક.) પ્રતિબંધક એટલે કાર્યને અટકાવનારો. એ ન હોય તો કાર્યઅટકે નહીં, એટલે કે કાર્ય થાય. અર્થાત્ એનો અભાવ એ કારણ બન્યો. તેથી “જેનો અભાવ કારણ, એ પ્રતિબંધક” એવું લક્ષણ યોગ્ય છે. ને એ તો મણિ વગેરે પ્રતિબંધકમાં સુઘટ છે જ.].
(૪) શંકાઃ ઉત્તેજક લાવવામાં આવે ત્યારે, મણિ વિદ્યમાન હોવા છતાં દાહ થાય છે તો એની સંગતિ શી રીતે કરશો? કારણ કે એ વખતે મધ્યભાવ (પ્રતિબંધકાભાવ) નામનું કારણ તો હાજર નથી. અમારા મતે તો ઉત્તેજકથી પાછી દહાનુકૂલશક્તિ ઉત્પન્ન થઈ જતી હોવાથી દહ કાર્યની સંગતિ થઈ જાય છે.
સમાધાનઃ અમે માત્ર મણિને પ્રતિબંધક નથી માન્યો, કિન્તુ ઉત્તેજકાભાવ વિશિષ્ટમણિને જ પ્રતિબંધક માન્યો છે. તેથી આવા વિશિષ્ટમણિનો અભાવ જ દાહ પ્રત્યે કારણ છે. આમાં ઉત્તેજકાભાવ એ વિશેષણ છે, મણિ એ વિશેષ્યોને ઉત્તેજકાભાવવિશિષ્ટમણિ એ વિશિષ્ટ છે. આવા વિશિષ્ટનો અભાવ એ કારણ છે. ને એ વિશેષણાભાવપ્રયુક્ત, વિશેષ્યાભાવપ્રયુક્ત કે ઉભયાભાવપ્રયુક્ત હોઈ શકે છે. તેથી ઉત્તેજક અને મણિ બન્ને હાજર હોય ત્યારે વિશેષણાભાવપ્રયુક્ત, બન્ને ગેરહાજર હોય ત્યારે વિશેષ્યાભાવપ્રયુક્ત ને ઉત્તેજક હોય-મણિ ન હોય ત્યારે ઉભયાભા પ્રયુક્ત વિશિષ્ટાભાવ હોવાથી દાહ કાર્ય થાય છે. જ્યારે ઉત્તેજક નથી, મણિ છે ત્યારે વિશેષણ-વિશેષ્ય ઉભય હાજર હોવાથી વિશિષ્ટ હાજર છે જે પ્રતિબંધક છે. તેથી એ વખતે વિશિષ્ટાભાવ ન હોવાથી દહ કાર્ય થતું નથી.
આમ દાહ થવો - ન થવો એની સંગતિ લૂપ્ત એવા પ્રતિબંધકાભાવ નામના પદાર્થથી જ થઈ જતી હોવાથી શક્તિ નામનો સ્વતંત્ર પદાર્થ માનવાની જરૂર નથી.
(मु.) सादृश्यमपि न पदार्थान्तरं, किन्तु तद्भिन्नत्वे सति तद्गतभूयोधर्मवत्त्वम् । यथा चन्द्रभिन्नत्वे सति चन्द्रगतालादकत्वादिमत्त्वं मुखे चन्द्रसादृश्यमिति ॥२॥
| (સાદશ્યવાદ - ઉત્તરપક્ષ) (મુ.) સાદૃશ્ય પણ ભિન્ન પદાર્થ નથી, પણ (સદશપદાર્થમાં) તેનાથી (જેને સાદશ્ય રહ્યું હોય તેનાથી) ભિન્નત્વ હોવા સાથે તેમાં રહેલ ભૂયઃ (=અનેક અથવા એક મહત્ત્વનો) ધર્મ હોવો એ જ સાટશ્ય છે. જેમ કે (મુખમાં) ચંદ્રનું ભિન્નત્વ હોવા સાથે ચંદ્રમાં રહેલા આફ્લાદકત્વ વગેરે ધર્મો જે રહ્યા છે તે જ મુખમાં રહેલું ચંદ્રનું સાટશ્ય છે. ll II
(વિ.) (ગ્રંથકારે શક્તિમાં તો પદાર્થત્વનું જ ખંડન કરી નાખ્યું-અર્થાત્ એનો પદાર્થ તરીકે જ સ્વીકાર ન કર્યોએટલે પછી અતિરિક્તત્વનું ખંડન કરવાનું ન રહ્યું. પણ સાદગ્ય તો પ્રતીતિસિદ્ધ હોવાથી એ પદાર્થ જ નથી એ રીતે એનું ખંડન કરી શકાતું નથી. તેથી એમાં સપ્તપદાર્થભિન્નત્વનું ખંડન કરે છે. પૂર્વપક્ષની રજુઆત વખતે શક્તિ અંગે ખાલી પદાર્થત્વની ને સાદગ્ય અંગે ખાલી અતિરિક્તત્વની સિદ્ધિ ગ્રંથસ્થ કરવા પાછળ આ કારણ પણ હોઈ શકે.) - તમન્નત્વે સત તતિમૂયોર્મવલ્વે આ સાટશ્યનું લક્ષણ છે. (લક્ષણોમાં આ રીતે સતિ શબ્દ પૂર્વે જે કહેવાયું હોય છે એ “સત્યંત' અંશ કહેવાય છે ને એ વિશેષણ હોય છે, ત્યારબાદનો છેવટનો અંશ વિશેષ્યદલ હોય છે. શી રીતે? આ રીતે - પ્રસ્તુત લક્ષણનો અર્થ આવો થાય કે તભિન્નત્વ હોવા સાથે તર્ગતભૂયોધર્મવત્ હોવું એ સાદશ્ય છે. અર્થાત્ જેમાં સાદગ્ધ હોય એમાં તભિન્નત્વને તતભૂયોધર્મવક્ત આ બન્ને ધ રહ્યા હોય છે. અર્થાત્ તભિન્નત્વ ને તદ્ગતભૂયોધર્મવઘુ સમાનાધિકરણ થયા. તેથી સામાનાધિકરણ્યસંબંધેન તભિન્નત્વવિશિષ્ટ