________________
46
ન્યાયભૂમિકા
પ્રશ્ન : “ભેદ' પોતે પણ એક જાતનો અભાવ જ છે. તેથી તમે અભાવનું આ જે લક્ષણ આપ્યું તેમાં તો “ભેદ' નો ઉલ્લેખ હોવાથી સ્વાશ્રયદોષ આવે છે.
સ્વના લક્ષણમાં સ્વનો જ ઉલ્લેખ થયો હોય તો સ્વાશ્રયદોષ લાગે. જેમ કે, મગનભાઈ ક્યાં રહે છે ? મગનભાઈના ઘરમાં... બે અજ્ઞાત વસ્તઓના પરિચય વાક્યોમાં એકબીજાનો ઉલ્લેખ થયો હોય તો અન્યોન્યાશ્રય દોષ આવે. દા. ત. મગનભાઈ ક્યાં રહે છે ? છગનભાઈની બાજુમાં છગનભાઈ ક્યાં રહે છે? મગનભાઈની બાજુમાં. બે કરતાં વધુ ચીજોનો પરસ્પર ઉલ્લેખ થયો હોય તો ચક્રક દોષ લાગે. જેમ કે : મગનભાઈ ક્યાં રહે છે? છગનભાઈની બાજુમાં, છગનભાઈ ક્યાં રહે છે? નથુભાઈની બાજુમાં, નથુભાઈ ક્યાં રહે છે ? મગનભાઈની બાજુમાં,
પ્રસ્તુતમાં, પણ અભાવના લક્ષણમાં ભેદનો (અન્યોન્યાભાવનો - એક જાતના અભાવનો) ઉલ્લેખ થયો છે માટે સ્વાશ્રયદોષ (આત્માશ્રય) છે.
ઉત્તરઃ ભાવવિષયક બુદ્ધિને નગ લગાડવાથી જે બુદ્ધિ થાય તેનો જે વિષય તે અભાવ. પટો મતિ' બુદ્ધિને નમ્' લગાડવાથી ‘ઘટો નાતિ’ બુદ્ધિ થાય. તેનો જે વિષય એ અભાવ છે. અથવા, જેનું જ્ઞાન પ્રતિયોગીના જ્ઞાન પર આધારિત હોય તે અભાવ. प्रतियोगिज्ञानाधीनज्ञानविषयत्वमभावत्वम्
જે આદમી ઘડાને જાણતો નથી તે ઘડાના અભાવને પણ જાણી શકતો નથી. માટે ઘડાના અભાવનું જ્ઞાન તેના પ્રતિયોગી ઘડાના જ્ઞાનને આધીન છે.
+- - - - - - - આ અભાવ દ્વિઘા (૧) અન્યોન્યાભાવ (૨) સંસર્ગાભાવ. (१) अन्योन्याभाव - अन्योन्यस्मिन् तादात्म्येन अभवनम् अन्योन्याभावः એકબીજામાં અભેદભાવૅન રહેવું - ન થવું એ અન્યોન્યાભાવ છે. તાદામ્ય = અભેદભાવ.
પ્રથમાન્ત પદથી ઉપસ્થિત થયેલા પદાર્થોમાં અભેદ ભાવ હોય છે. દા. ત. નીલો ઘટઃ... જે નીલ છે એ જ ઘડો છે, જે ઘડો છે એ જ નીલ છે. આ રીતે અભેદભાવ રૂપ જે સંબંધ છે તે જે તાદામ્ય સંબંધ કહેવાય.
‘ટો ઘટ.” એમ પ્રથમાન્ત વિભક્તિથી બોલીએ એટલે જણાય છે કે ઘડો તાદામ્ય સંબંધથી ઘડામાં રહેલો છે. પણ આ રીતે ઘટો ઘટ' બોલી શકાતું નથી, કારણ ઘડો તાદાભ્યસંબંધથી પટમાં રહી શક્તો નથી.
આ રીતે તાદાભ્યસંબંધથી એકબીજામાં ન આવવું એ જ અન્યોન્યાભાવ છે. ‘ટો પટ:” નથી બોલી શકાતું, પણ - “ટો ન ટ!” બોલી શકાય છે. બે પ્રથમાન્તપદો વચ્ચે ‘વ’ આવવાથી જેનો ઉલ્લેખ થાય છે એ જ અન્યોન્યાભાવ છે. આ “ન' ઘટ, પટના અભેદનો નિષેધ કરે છે. એટલે કે પટના ભેદને જણાવે છે.
તેથી, ઘડામાં જે અભાવ રહ્યો તેનો પ્રતિયોગી પદ બન્યો. એટલે કે પટમાં પ્રતિયોગિતા આવી. આ આવેલા ધર્મના બે અવચ્છેદક છે - એક ધર્મ અને એક સંબંધ. પ્રતિયોગીમાં રહેલો ધર્મએ પ્રતિયોગિતાવચ્છેદક ધર્મ અને પ્રતિયોગીને રહેવાનો સંબંધ એ પ્રતિયોગિતાવચ્છેદક સંબંધ.