________________
અનુકૂલતર્ક
એટલે કે અનુમિત્લામાવવિશિષ્ટસાધ્યસિદ્ધિ એ પ્રતિબંધક છે અને એનો અભાવ એ અનુમિતિ રૂપ કાર્યનું કારણ છે. વળી તૈયાયિકોની એક માન્યતા આ પણ છે કે હેતુ અને સાધ્ય બન્ને એક પક્ષમાં રહ્યા હોય (સમાનાધિકરણ હોય) તો જ અનુમિતિ થાય. જ્યાં સીધે સીધા બન્ને એક ઠેકાણે રહ્યા ન હોય ત્યાં પણ એવો પક્ષ શોધી બન્નેને તેમાં (યોગ્ય સંબંધથી) રાખી પછી જ અનુમિતિ થઈ શકે.
તેથી ઘનગર્જનથી મેઘનું અનુમાન કરવું હોય તો અનુમાન પ્રયોગ કેવો જોઈએ ? આવો :
आकाशं मेघवत्, घनगर्जनवत्त्वात् ।
આ તૈયાયિકનો મત કહ્યો. પણ વાસ્તવિકતા આ નથી. ઘનગર્જન કર્ણશષ્કુલ્યવચ્છિન્ન આકાશપ્રદેશમાં સંભળાય છે, અને ત્યાં તો મેઘ છે નહિ. મેઘ તો પક્ષના અન્ય સ્થળે છે. તેમજ કેટલીકવાર પક્ષમાં હેતુ અને સાધ્યનું સામાનાધિકરણ્ય સીધેસીધું નથી હોતું કે નથી જોવાતું. એવી મહેનત નથી કરાતી કે હેતુને પક્ષમાં લાવ્યા પછી સાધ્યને પણ પક્ષમાં લાવવો. દા. ત. ગઈકાલે સોમવાર હતો, કારણ કે આજે મંગળવાર છે, જેમ કે ગયા અઠવાડિયામાં. આમાં સોમવાર ગઈકાલે હતો જ્યારે મંગલવાર આજે છે, માટે બન્નેના અધિકરણ જુદા છે. નૈયાયિકના મતે આ અનુમાન સિદ્ધ કરવું હોય તો નીચેની પ્રક્રિયા કરવી પડે.
મંગળવાર, અતીત દિવસીય સોમવારપૂર્વક હોય છે, કેમ કે એ મંગળવાર છે.
જ્યાં જ્યાં મંગલવારત્વ ત્યાં ત્યાં સોમવારપૂર્વકત્વ હોય છે. જેમ કે ગયા અઠવાડિયાના મંગળવારમાં. તેથી મંગળવારત્વ સોમવારપૂર્વકત્વવ્યાપ્ય છે.
33
તેથી, મંગળવાર સોમવારપૂર્વકત્વવ્યાપ્ય મંગળવારત્વવાળો છે.
તેથી, મંગળવાર સોમવારપૂર્વક હોય છે.
હવે બીજું અનુમાન કરવું પડે કે, અતીત દિવસ સોમવાર હતો, કેમ કે સોમવાર પૂર્વક એવા મંગળવારની પૂર્વમાં હતો. જેમ કે ગયા અઠવાડિયાનો મંગળવારની આગળનો દિવસ.
જૈનમત : બધે ઠેકાણે હેતુ અને સાધ્યને એક પક્ષમાં લાવવાની ગોઠવણ કે લમણાઝીંક થતી નથી. કિંતુ કેટલેક ઠેકાણે હેતુને જોઈને જ સાધ્યનું અનુમાન થઈ જાય છે. આજે મંગળવાર છે એમ ખબર પડે એટલે સીધું જ ગઈકાલે સોમવાર હતો એવું અનુમાન થઈ જાય છે એ દરેકને અનુભવસિદ્ધ હકીકત છે. એમાં પ્રથમ, મંગળવાર સોમવાર પૂર્વક હોય છે ઇત્યાદિ અનુમાન થાય છે એવો કોઈને અનુભવ નથી.
વળી અનુમાન બે પ્રકારે :
(૧) સ્વાર્થાનુમાન ઃ પોતાને જ્ઞાન કરવા માટેનું અનુમાન....આમાં પંચાવયવ વાક્ય ગોઠવાતું નથી. પણ માત્ર હેતુદર્શન અને વ્યાપ્તિ સ્મરણથી અનુમાન થઈ જાય છે.
(૨) પરાર્થાનુમાન : બીજાને અનુમિતિ કરાવવી તે. આમાં પંચાવયવ વાક્યો ગોઠવાય છે.
પર્વતો હિમાન્ ધૂમાત્ આવા પ્રસિદ્ધ અનુમાનમાં પણ કોઈ શંકા કરે છે કે,
ભાઈ ! તમે આખી દુનિયામાં જોવા ગયા છો કે જ્યાં જ્યાં ધૂમાડો હોય ત્યાં ત્યાં અગ્નિ હોય જ ? દુનિયા વિચિત્રતાઓથી ભરેલી છે. ક્યાંક ધૂમાડો હોય અને અગ્નિ ન પણ રહ્યો હોય એવું ન બને ? ક્યાંક એવું બને એમ માની લઈએ તો શું વાંધો છે ?
આવી શંકાને અન્વયવ્યભિચારની શંકા કહે છે. એટલે કે, અસ્તુ ઘૂમો માન્તુ વહિઃ જો રોષઃ ?
ધૂમાડો હોય અને અગ્નિ ન હોય તો શું વાંધો ? દરેક અનુમાનમાં આવી અન્વયવ્યભિચારની શંકા શક્ય હોય છે. જો આ શંકાનું વિઘટન કરવામાં ન આવે તો અનુમાન થઈ શકે નહિ (કેમકે વ્યાપ્તિ જ નિશ્ચિત થતી નથી.) માટે આવી શંકાનું વિઘટન કરવું આવશ્યક બની જાય છે. આવી શંકાનું વિઘટન કરવા માટે જે તર્ક આપવામાં આવે છે એને અનુકૂળતર્ક કહેવાય