________________
શાબ્દબોધની પ્રક્રિયા
35
ઉત્તર :- એવો નિયમ છે કે : સંબંધિજ્ઞાનHપસંબંધમારમ્
સામાન્યથી કોઈપણ સંબંધના સંબંધીઓ બે હોય છે. તેમાંથી એક સંબંધીનું જ્ઞાન થાય તો બીજા સંબંધીનું સ્મરણ થઈ જાય છે. આમ એક સંબંધીનું જ્ઞાન બીજા સંબંધીનું સ્મારક બને છે.
જેમ કે બે ભાઈઓ રોજ સાથે ઉપાશ્રયમાં વંદન કરવા આવતા હોય. પછી એક દિવસ બેમાંથી એક આવ્યો હોય તો આપણને તરત બીજો ભાઈ યાદ આવી જાય છે અને પૂછીએ છીએ કે આજે એ કેમ નથી આવ્યો? બીજા ભાઈની કોઈ વાતચીત નીકળી ન હોવા છતાં આ પહેલા ભાઈને જોવા માત્રથી બીજો ભાઈ કેમ યાદ આવી જાય છે?
તો કે આપણને બન્નેનો ભ્રાતૃત્વ સંબંધ ખબર છે અને તે સંબંધના એક સંબંધી રૂપ આ ભાઈને જોયો. તેથી એ સંબંધ દ્વારા બીજો ભાઈ યાદ આવી જાય છે. • - અહીં પ્રશ્ન થાય કે આ જે ભાઈને જોઈએ છીએ તેના સંબંધીઓ તો માતા-પિતા વગેરે ઘણા છે, તેમ છતાં એ કોઈ યાદ ન આવતાં ભાઈ જ કેમ યાદ આવ્યો ?
તો એનો ઉત્તર એ છે કે આપણને માત્ર ભાઈના અને એના સંબંધની ખબર છે, એના માતાપિતા વગેરે કોણ છે એ સંબંધની આપણને ખબર નથી, માટે એ સંબંધીઓ ઉપસ્થિત થતા નથી.
વળી જો, એ સંબંધીઓ પણ ખબર છે, અને તેમ છતાં ભાઈ જ કેમ યાદ આવ્યો? એવો પ્રશ્ન ઊભો થાય તો એનો ઉત્તર એ જાણવો કે અહીં ભેગા વંદન કરવા આવવાનું પ્રકરણ છે માટે. આજુબાજુમાં જે પ્રકરણ હોય એ મુજબ સંબંધ દ્વારા અન્ય સંબંધી યાદ આવે છે.
હવે પ્રસ્તુત માં વિચારીએ - “ઘટ’ શબ્દ એ “શક્તિ' નો એક સંબંધી છે, અને ઘટ પદાર્થ એ બીજો સંબંધી છે. તેથી જ્યારે “ઘટ’ શબ્દ રૂપ એક સંબંધીનું જ્ઞાન થાય છે. ત્યારે શક્તિ સંબંધ દ્વારા ઘટ પદાર્થ રૂપ બીજા સંબંધીનું સ્મરણ થઈ જાય છે. આમ પદાર્થની મગજમાં જે ઉપસ્થિતિ થઈ જાય છે એને પદજન્ય પદાર્થોપસ્થિતિ કહે છે.
પદ અને પદાર્થ વચ્ચે શક્તિ એ સાંકળનું કામ કરે છે. પદાર્થ - વાચ્ય-અભિધેય પદ - વાચક - અભિધાયક તેથી, યુદ: ટપકવાચઃ પટપટું પટવાવમ્ માટે, ઘરે ઘટપવાચતા ઘટપદ્ર પટવાવતા. આ વીન્યતા એ જ શક્તિ છે. આ વાચકતા એ શક્તિ છે. એટલે કે, ‘ટ’ પર્વશક્ટિ: ટે તેથી, ઘટશ: ઘટક્કે આમ શક્તિના બે સંબંધી છે. તેથી એ સાંકળનું કામ કરે છે. પદને શi પર્વ કહેવાય છે અને પદાર્થને શાર્થ કહેવાય છે. શક્તિ = પદ - પદાર્થ વચ્ચેનો વાચ્ય-વાચકભાવ સંબંધ.
અહીં એ ખ્યાલ રાખવો કે “ઘટ' પદની શક્તિ ઘટપદાર્થમાં છે. માટે માત્ર “ઘટ’ શબ્દ વપરાયો હોય તો એ ઘડાને જ જણાવી શકે. “ઘટ’ એવા શબ્દને નહિ.
તેથી ‘ઘટ’ શબ્દનો જો ઉલ્લેખ કરવો હોય તો “ઘટપદ' “ઘટશબ્દ એવા શબ્દનો પ્રયોગ કરવો જોઈએ. માત્ર “ઘટ’ શબ્દનો નહિ.
પ્રશ્ન :- ‘ઘટ’ શબ્દ સાંભળીને ઘડાનું જે જ્ઞાન થાય છે એ તો “સંબંધ જ્ઞાન...” એ ન્યાયે થયેલા સ્મરણરૂપ છે. તો શાબ્દબોધ એ શું ચીજ છે?
ઉત્તરઃ- તમારી વાત સાચી છે, માત્ર “ઘટ’ બોલવાથી તો ઘડાનું સ્મરણ થાય છે. પણ જ્યારે “ઘટમાનય' ઇત્યાદિ વાક્યપ્રયોગ થાય છે. ત્યારે તે વાક્યમાં રહેલા તે તે પદથી પોતપોતાના વાચ્યાર્થ પદાર્થો ઉપસ્થિત થાય છે. આ ઉપસ્થિત થયેલા પદાર્થોનો પરસ્પર જે સંબંધ (અન્વય) ભાસે છે તેના માટે તો કોઈ પૃથક પદ વપરાયું હોતું નથી. માટે એ સ્મૃતિરૂપ