________________
38
ન્યાયભૂમિકા
શાબ્દબોધ નહિ થાય. પણ જેને એ ખબર નથી તેને અયોગ્યત્વજ્ઞાન ન થવાથી (પછી ભલે ને યોગ્યત્વજ્ઞાન પણ નથી થયું) શાબ્દબોધ થઈ જશે.
પ્રશ્ન:- યોગ્યતાજ્ઞાન જો શાબ્દબોઘનું કારણ નથી તો શું એનો કોઈ ઉપયોગ જ નથી?
ઉત્તરઃ-એસાવનિરુપયોગી છે એવું નથી. ક્યારેક અયોગ્યત્વનો ભ્રમ પેદા થયો હોય તો એને દૂર કરવા માટેયોગ્યતાજ્ઞાન ઉપયોગી બને છે.
(૪) તાત્પર્ય વરિષ્ણા તાત્પર્યમ્
જ્યારે અનેકાર્થક શબ્દપ્રયોગ થયો હોય ત્યારે વક્તાની ઇચ્છા રૂપ તાત્પર્ય જેવું હોય એ પ્રમાણે અર્થ લેવો. દા.ત. સૈન્થવ શબ્દના અર્થ એ છે : લવણ અને અશ્વ. પ્રશ્ન :- વક્તાની ઇચ્છાને શ્રોતા શી રીતે જાણી શકે ?
ઉત્તર - પ્રકરણ પરથી, આજુબાજુના અનુસંધાન પરથી. જેમકે ભોજન કરતી વખતે શેઠનોકરને કહે કે “સૈન્હવામાન તો “સૈન્ધવ' શબ્દથી લવણ અર્થનું શેઠને તાત્પર્ય છે તે જાણી શકાય.
એમ, શેઠ તૈયાર થઈને બારણે આવીને નોકરને કહે કે “સૈન્તવમાનય’ તો અશ્વ અર્થનું તાત્પર્ય છે એ ખબર પડી શકે.
આમ શાબ્દબોધ માટે આ ૪ સાધનો પણ જરૂરી છે. એમાંથી પહેલાં બે સ્વરૂપસત સાધનો છે. એટલે કે એની હાજરીથી જ શાબ્દબોધ થાય. જ્યારે છેલ્લા બેની હાજરી હોવા માત્રથી તે થતો નથી, કિન્તુ શ્રોતાને તેનું જ્ઞાન થયું હોય તો શાબ્દબોધ થાય છે. તેથી, તે બેનું જ્ઞાન એ શાબ્દબોધનું કારણ છે.
જેનું જ્ઞાન ન હોવા છતાં, હાજરી માત્રથી કાર્ય થઈ જાય તેવા કારણને સ્વરૂપસત્ કારણ કહે છે. દા.ત. ઝેરને જાણ્યું ન હોવા છતાં એ મારવાનું સ્વકાર્ય કરે જ છે. જેની હાજરી હોવા માત્રથી કાર્ય ન થાય, કિન્તુ એનું જ્ઞાન થાય તો જ કાર્ય થાય એને જ્ઞાયમાનસત્ કારણ કહે છે. જેમ કે ધૂમાડો હોવા માત્રથી અગ્નિની અનુમિતિ થતી નથી, કિન્તુ એને જાણ્યો હોય તો જ અગ્નિની અનુમિતિ થાય છે. (નવ્યતૈયાયિકો તો ધૂમાડાના જ્ઞાનને જ કારણ માને છે.) - વૃત્તિસંબંધનાશક્તિ અને લક્ષણાએમ જે બે ભેદ કહ્યા હતા તેમાંનાશક્તિ સંબંધથી શક્તિ જ્ઞાન દ્વારા થતાશાબદબોધની વાત થઈ. હવે વૃત્તિના બીજા ભેદ લક્ષણાની વાત :
કો'ક માણસ બોલ્યો કે જયાં પોષઃ' ઘોષ = ગાયોનો વાડો, ગંગા = ગંગા નદીનો પ્રવાહ.
શ્રોતાને આ પદાર્થો ઉપસ્થિત થવાથી વિચાર આવે કે આ વાત શી રીતે ઘટી શકે? ગંગા નદીના પ્રવાહમાં ગાયોનો વાતો શી રીતે રહી શકે ? આ રીતે અસંગતિ ઊભી થતી હોવાથી પછી એ “ગંગા' શબ્દનો અર્થ ગંગા નદીનો પ્રવાહ ને કરતાં ગંગા નદીનો કિનારો એવો કરે છે.
પ્રશ્ન:- પણ જેમ “ઘટ' પદનો પટ પદાર્થ સાથે શક્તિ સંબંધ નથી.તો ‘ઘટ’ પદ સાંભળીને પટ પદાર્થની ઉપસ્થિતિ થતી નથી. તેમ ગંગા' શબ્દનો ગંગાના કિનારા સાથે શક્તિ સંબંધ નથી. તો એ શબ્દ સાંભળીને કિનારાની ઉપસ્થિતિ શી રીતે થાય ?
ઉત્તર:- કિનારા સાથે શક્તિ સંબંધ ન હોવા છતાં લક્ષણા સંબંધ રહ્યો છે. માટે એ સંબંધ દ્વારા કિનારાની ઉપસ્થિતિ થાય છે, અને શાબ્દબોધ થાય છે.
પ્રશ્ન:- આ લક્ષણા સંબંધ એ શું છે? ઉત્તર :- શાર્થસમ્બન્ધો તક્ષM I
શક્તિ સંબંધથી જે ઉપસ્થિત થાય તે શક્યાર્થ... તેની સાથે લક્ષ્યાર્થીનો સંબંધ એ લક્ષણ છે. આ લક્ષણા સંબંધથી જે અર્થની ઉપસ્થિતિ થાય છે એને લક્ષ્યાર્થ કહે છે.
‘પોષ' માં ગંગાનો શષાર્થ ગંગા પ્રવાહ (નદી)... એનો કિનારા સાથે સંબંધ છે જ. માટે કિનારામાં રહેલ આ ગંગા નદીનો સંબંધ એ જ લક્ષણા સંબંધનું કામ કરી “ગંગા' પદથી ગંગા નદીના કિનારાની ઉપસ્થિતિ કરાવી આપે છે.