________________
નથી
નથી
થશે.
છે
નથી
જ
ન્યાયભૂમિકા (૩) પાણી પણ નથી, ઘડો પણ નથી. ત્યાં જવાબ મળશે... “નથી.' અહીં વિશેષણ અને વિશેષ્ય બન્ને નથી. તેથી આ ઉભયાભાવ પ્રયુક્ત વિશિષ્ટાભાવ છે.
(૪) પાણી પણ છે (ઘડામાં), ઘડો પણ છે. તો જવાબ મળશે કે પાણીવાળો ઘડો છે'.
આમ વિશેષણ અને વિશેષ્ય ઉભય હાજર હોય તો વિશિષ્ટ હાજર કહેવાય, અન્યથા નહીં. અન્યથા વિશિષ્ટનો અભાવ જ હોય. હવે દાહ અંગે વિચારીએ. સૂર્યકાન્ત મણિ વિશેષણ = વિશેષ્ય = વિશિષ્ટ દહકાર્ય
સૂ. નો અભાવ ચન્દ્ર. મણિ નથી
થશે. નથી
નથી નથી નથી
થશે. નથી
નહીં થાય. આમ સૂર્યકાન્ત મણિ ન હોય અને માત્ર ચન્દ્રકાંત મણિ હોય ત્યાં જ દાહકાર્ય અટકે છે, એટલે કે ત્યાં જ પ્રતિબંધક હાજર હોય છે.
હવે પ્રસ્તુતમાં અનુમિતિ અંગે વિચારીએ.
ધૂમાડાનું (હેતુનું) જ્ઞાન છે, વ્યાતિજ્ઞાન છે, પરામર્શ છે. તેમ છતાં વદ્ધિમાનું ધૂમ એવી અનુમિતિ થતી નથી (જો અગ્નિ પ્રત્યક્ષથી દેખાતો હોય તો.)
શિષ સઘળી કારણસામગ્રી હાજર હોવા છતાં, જે ચીજની હાજરીના કારણે કાર્ય ન થાય તે ચીજ પ્રતિબંધક હોય છે. પ્રસ્તુતમાં હેતુજ્ઞાન વગેરે બધું હાજર હોવા છતાં સાધ્યની સિદ્ધિ (નિર્ણય) હાજર હોવાથી અનુમિતિ થતી નથી. માટે સાધ્યની સિદ્ધિ એ પ્રતિબંધક છે. આને સિદ્ધસાધન દોષ પણ કહે છે.
નૈયાયિકોએ પ્રતિબંધકાભાવને પણ કાર્યના એક કારણ તરીકે સ્વીકાર્યો છે. તેથી જ્યાં પ્રતિબંધક હાજર હોય છે ત્યાં આ પ્રતિબંધકાભાવરૂપ કારણ જ હાજર ન હોવાથી સંપૂર્ણ કારણસામગ્રી જ હાજર હોતી નથી, તેથી કાર્ય શી રીતે થાય?
समग्रस्य समग्राणां वा भावः सामग्री
એટલે હવે, અનુમિતિની કારણસામગ્રીના જેમ હેતુજ્ઞાન, વ્યાપ્તિજ્ઞાન અને પરામર્શ એ ઘટકો છે તેમ પ્રતિબંધકાભાવ પણ એક ઘટક છે. જ્યાં સાધ્યનિર્ણય થઈ ગયો છે. ત્યાં પ્રથમ ત્રણ ઘટકો હાજર હોવા છતાં અંત્ય ઘટક હાજર ન હોવાથી અનુમિતિરૂપ કાર્ય થતું નથી. કારણકે સાધ્યસિદ્ધિરૂપ પ્રતિબંધક હાજર છે.
જેનો અભાવ કાર્યનું કારણ હોય તે પ્રતિબંધક
પણ જ, સાધ્યસિદ્ધિ હોવા છતાં, બીજી બધી કારણસામગ્રી હાજર હોવાના કારણે કોઈને અનુમાન કરવાની ઇચ્છા (અનુમિત્સા) જ થાય તો કોઈ એને રોકી શક્યું નથી.
પ્રશ્ન :- પ્રતિબંધક હોવા છતાં કેમ અનુનિતિ થાય છે ?
ઉત્તર - જેમ ચન્દ્રકાન્ત મણિ હોય તો અગ્નિથી દાહ થતો નથી, પણ સૂર્યકાન્ત મણિ પણ જો ભેગો હાજર હોય તો દાહ થાય જ છે. અને તેથી સૂર્યકાન્ત મણિ ઉત્તેજક કહેવાય છે. તેમ પ્રસ્તુતમાં પણ અનુમિત્સા એ ઉત્તેજક છે. તેથી એની હાજરીમાં સાધ્યસિદ્ધિ હોવા છતાં અનુમિતિ થાય છે. એટલે કે એની હાજરીમાં સાધ્યસિદ્ધિ અનુમિતિરૂપ કાર્યનો પ્રતિબંધ કરી શકતી નથી. એટલે કે અનુમિત્સાના અભાવવિશિષ્ટ સાધ્યસિદ્ધિ જ પ્રતિબંધક છે, માત્ર સાધ્યસિદ્ધિ નહિ.
માટે કાર્ય પ્રત્યે ઉત્તેજકાભાવવિશિષ્ટપ્રતિબંધકનો જે અભાવ એ કારણ છે. + શુદ્ધ સાધ્યસિદ્ધિ (કે મણિ) એ પ્રતિબંધક નથી પણ વિશિષ્ટ સાધ્યસિદ્ધિ (કે મણિ) એ પ્રતિબંધક છે.