________________
વિશિષ્ટનો અભાવ
31
વિરુદ્ધ અને સત્મતિપક્ષિત આ બન્નેમાં પણ પક્ષમાં સાધ્યના અભાવની જ વાત છે. પણ એનું અનુમિતિકાળ અનુમાન જ કરવાનું હોય છે. એમાં પણ વિરુદ્ધમાં સામાએ આપેલા હેતુથી જ તે કરવાનું હોય છે, જ્યારે સત્પતિપક્ષમાં અન્ય હેતુથી તે કરવાનું હોય છે.
(૩) સાધ્યાસિદ્ધિમાં સાધ્ય આખી દુનિયામાં જ અપ્રસિદ્ધ હોય છે, જ્યારે બાઘાદિ ત્રણમાં તો, દુનિયામાં તે પ્રસિદ્ધ હોય છે, માત્ર પક્ષમાં અપ્રસિદ્ધ હોય છે.
(૪) હેત્વસિદ્ધિમાં હેતુ આખી દુનિયામાં અપ્રસિદ્ધ હોય છે. - સ્વરૂપાસિદ્ધિમાં હેતુ દુનિયામાં તો સિદ્ધ હોય છે. પણ પક્ષમાં અસિદ્ધ હોય છે. + વ્યાપ્યત્વાસિદ્ધિમાં હેતુ પક્ષમાં પણ સિદ્ધ હોય છે. પણ એ વ્યાપ્ય તરીકે અસિદ્ધ હોય છે.
(૫) ગ્રંથોમાં જ્યારે માત્ર અસિદ્ધિ કે અસિદ્ધ શબ્દ વપરાયો હોય ત્યારે સામાન્યથી સ્વરૂપાસિદ્ધિ (કે સ્વરૂપાસિદ્ધ) ની વાત જાણવી.
આવા દોષ વિનાનો જે હેતુ હોય છે તે સદ્ધતુ કહેવાય છે. તેનાથી પણ અનુમિતિ ક્યાં થાય ?
જ્યાં સાધ્યનો સંદેહ હોય એટલે કે સાધ્ય હશે કે નહિ? એમ થાય, ત્યાં અનુમિતિ થાય. અથવા સંદેહ ન હોવા છતાં સાધ્યનો નિર્ણય ન હોય ત્યાં થાય.
પણ જ્યાં સાધ્યનો નિર્ણય થયો હોય ત્યાં અનુમિતિ થાય નહિ. જ્યાં સાધ્ય પ્રત્યક્ષ હોય ત્યાં સાધ્ય સિદ્ધ હોય છે. પછી એની અનુમિતિ શું કરવી?
એટલે કે સદ્ધતુ-વ્યાતિજ્ઞાન વગેરે બધું હોવા છતાં અનુમિતિ રૂપ કાર્ય ત્યાં થતું નથી. સિઘળી કારણસામગ્રીઓ હાજર હોવા છતાં જો કાર્ય ન થતું હોય તો સમજવું જોઈએ કે ત્યાં કોઈ પ્રતિબંધક છે.)
જેમ કે ભડભડ બળતાં અગ્નિમાં આંગળી નાખી, છતાં જો દહ નથી થતો, તો સમજવું કે અહીં દાહકાર્યનો પ્રતિબંધક હાજર છે. તે પ્રતિબંધક મણિમંત્રૌષધિ વગેરે રૂપ સંભવે છે.
ચન્દ્રકાન્ત મણિ, કોઈ વિશિષ્ટમંત્રોચ્ચાર કે કોઈ વિશિષ્ટ જડીબુટ્ટી ઔષધિ હોય તો દાહ થતો નથી. તેથી, આ મણિ વગેરે દાહ પ્રત્યે પ્રતિબંધક કહેવાય.
આ ચન્દ્રકાન્ત મણિ હોવા છતાં, જો ભેગો સૂર્યકાન્ત મણિ પણ હોય તો પાછો દાહ થાય જ છે. માટે સૂર્યકાન્ત મણિને ઉત્તેજક કહેવાય છે. વળી એની હાજરીમાં ચન્દ્રકાન્ત મણિ દાહનો પ્રતિબંધ કરતો નથી. એથી જણાય છે કે સૂર્યકાન્ત મણિની હાજરીન હોયતો જ ચન્દ્રકાન્ત મણિ પ્રતિબંધક બને છે. એટલે કે સૂર્યકાન્તમયભાવ વિશિષ્ટ ચન્દ્રકાન્ત મણિ એજ પ્રતિબંધક છે, માત્ર ચન્દ્રકાન્તમણિ નહિ.
અગ્નિ હોવાની સાથે આવા વિશિષ્ટ ચદ્રકાન્ત મણિરૂપ પ્રતિબંધકનો અભાવ જ્યાં હોય ત્યાં દાહ કાર્ય થાય છે. આ પ્રતિબંધક જે છે, એમાં સૂર્યકાન્તમણ્યભાવ એ વિશેષણ છે, ચન્દ્રકાન્ત મણિ એ વિશેષ્ય છે અને સૂર્યકાન્તમયભાવ વિશિષ્ટ ચન્દ્રકાન્તમણિ એ વિશિષ્ટ છે. આવા વિશિષ્ટ ચન્દ્રકાન્ત મણિનો અભાવ હોય તો દાહ થાય છે.
હવે વિશિષ્ટનો અભાવ ત્રણ રીતે મળી શકે છે. જેમકે, કોઈએ પૂછ્યું - પાણીવાળો ઘડો છે? (આમાં પાણી એ વિશેષણ છે, ઘડો એ વિશેષ્ય છે અને પાણીવાળો ઘડો એ વિશિષ્ટ છે.) જવાબઃ જ્યાં (૧) પાણી નથી, ખાલી ઘડો છે, જવાબ મળશે “નથી.' એટલે કે વિશિષ્ટ' નો અભાવ છે. આ અભાવ વિશેષણ (જળ) ન હોવાના કારણે છે. માટે એને વિશેષણાભાવપ્રયુક્ત વિશિષ્ટાભાવ કહેવાય. (૨) પાણી છે (તપેલીમાં), પણ ઘડો નથી, તો પણ જવાબ મળશે-“નથી'. અહીં વિશેષ્યનો અભાવ હોવાના કારણે વિશિષ્ટનો અભાવ છે. માટે એ વિશેષ્યાભાવપ્રયુક્ત વિશિષ્ટાભાવ કહેવાય.