________________
18
ન્યાયમૂમિકા
કારણ (દંડ) ને ચક્ર પર રહેવાનો સંબંધ એ કારણતાવચ્છેદક સંબંધ.
આમ તો દંડ પણ ચાકડામાં ભેરવવામાં આવે છે ત્યારે સંયોગ સંબંધથી રહે છે. પણ એ સંબંધથી એ ઘટોત્પત્તિની પૂર્વ ક્ષણે હાજર રહ્યો હોતો નથી. માટે એ સંબંધ અહીં લઈ નિહ શકાય. એવો સંબંધ લેવો કે જે સંબંધથી દંડ, ચક્ર પર ઘટોત્પત્તિની પૂર્વ ક્ષણે હાજર હોય. આ સંબંધ શોધવાનો છે. એ માટે વિચારણા - રહેનાર દંડ, રાખનાર ચક્ર. રહેનાર દંડ માટે રાખનાર ચક્ર શું છે ? તો કે સ્વનન્યપ્રમિવત્ છે.
તેથી દંડ, સ્વનન્યમ્રમિવત્ત્વ સંબંધથી ચક્રમાં રહ્યો છે.
તેથી સ્વનન્યપ્રમિવત્ત્વ એ કારણતાવચ્છેદક સંબંધ થયો.
એટલે ચક્રનિષ્ઠ પ્રત્યાસત્તિથી કાર્યકારણભાવ આવો થયો કે,
स्वजन्यभ्रमिवत्त्वसंबंधावच्छिन्न दंडत्वावच्छिन्नकारणता निरूपित संयोगसंबंधावच्छिन्न घटत्वावच्छिन्नकार्यता । હવે જો દંડ અને ઘડાનું અધિકરણ કપાલ લઈએ તો કપાલનિષ્ઠ પ્રત્યાસત્તિ કહેવાય. એ વખતે
ઘટ કાર્યને કપાલમાં રહેવાનો સંબંધ (કાર્યતાવચ્છેદક સંબંધ) સમવાય છે અને દંડ કારણને કપાલમાં રહેવાનો સંબંધ કયો ? તો કે,
રહેનાર દંડ, રાખનાર કપાલ.
દંડ માટે કપાલ શું છે ?
સ્વનયપ્રમિવત્ જે ચક્ર, તત્સંયુક્ત છે એટલે કે
સ્વનન્યપ્રમિવત્સયુ છે.
તેથી દંડ, કપાલમાં સ્વપ્નન્યભ્રમિવત્સંયુત્વ (સંયોગ) સંબંધથી રહ્યો છે. માટે સ્વનન્યપ્રમિવત્સયોગ એ કારણતાવચ્છેદક સંબંધ છે. તેથી કા. કા. ભાવ આવો થશે. કપાલનિષ્ઠપ્રત્યાસત્તિથી સ્વનન્યપ્રમિવત્સયોસંબંધાવચ્છિન્ન- સંઽત્વાવચ્છિન્નારળતા निरूपित समवायसंबंधावच्छिन्नघटत्वावच्छिन्नकार्यता ।
ન્યાયમતે કારણો ૩ પ્રકારે :
(૧) સમવાયિકારણ ઃ કાર્ય જેમાં સમવાય સંબંધથી હેતું છતું ઉત્પન્ન થાય તે સમવાયિકારણ. એટલે કે જેમાં કાર્ય સમવાય સંબંધથી રહેલું હોય તે સમવાયિ કારણ.
સમવાય સંબંધથી કોઈપણ ચીજને રાખનાર (અનુયોગી) પદાર્થો ૩ છે, દ્રવ્ય, ગુણ અને કર્મ. પણ એમાંથી ગુણ અને કર્મમાં તો સમવાય સંબંધથી માત્ર જાતિ રહે છે જે નિત્ય હોઈ કાર્ય રૂપ હોતી નથી. તેથી સમવાય સંબંધથી કોઈ પણ કાર્ય માત્ર દ્રવ્યમાં જ ઉત્પન્ન થાય છે.
એટલે કે, માત્ર ‘દ્રવ્ય’ જ સમવાયિકારણ બને છે. જેમકે કપાલ (માટી) એ ઘડાનું સમવાયિકારણ છે. ઘડો એ ઘટરૂપનું સમવાયિકારણ છે.
જૈન મતે, માટી એ ઘડાનું ઉપાદાનકારણ છે. આમાં માત્ર નામનો જ ફેર છે એવું નથી. કિન્તુ વસ્તુમાં પણ ફેર છે. સમવાયિકારણમાં તો તેનાથી સાવ ભિન્ન એવું કાર્ય ઉત્પન્ન થાય છે એવું નૈયાયિકો માને છે.
જ્યારે જૈનો તો એવું માને છે કે ઉપાદાનકારણ પોતે જ કાર્યરૂપે બની જાય છે.
દુનિયામાં પણ એવો જ વ્યવહાર થાય છે કે માટી ઘડા રૂપે બની ગઈ. સોનું કડા રૂપે બની ગયું. આવા જગત્પ્રસિદ્ધ વ્યવહારનો, કાર્યને કારણ કરતાં સર્વથા ભિન્ન માનવામાં અપલાપ થાય છે. માટે એને કથંચિત્ ભિન્ન માનવું યોગ્ય છે. એટલે કે કાર્ય/કારણનો ભેદાનુવિદ્ધ અભેદ છે.
(૨) અસમવાયિકારણ ઃ કાર્યનું જે કારણ હોય અને કાર્યના સમવાયિકારણમાં જે રહ્યું હોય તે અસમવાયિકારણ
કહેવાય છે.
જેમકે - જેમ કપાલ વિના ઘડો બનતો નથી તેમ કપાલસંયોગ ન થાય ત્યાં સુધી પણ ઘડો બનતો નથી.