________________
કાર્ય-કારણભાવ
17
જેમ કે ચક્રભ્રમણ એ દંડનું દ્વાર છે. (તેથી તત્ = દ્વારી = દંડ) ચક્રભ્રમણ, દંડથી જન્ય પણ છે અને દંડજન્ય જે ઘટ તેનું જનક પણ છે.
એમ, પુણ્ય એ દાનનું દ્વાર છે. (તેથી, તત્ = દાન) પુણ્યમાં દાનજન્યત્વ પણ છે, અને દાનજન્ય જે સ્વર્ગ ત ત્વ પણ છે.
સામાન્યથી, અમુક ચીજ અમુક કાર્યનું કારણ છે કે નહિ એ જાણવા માટે અન્વય-વ્યતિરેક જોવામાં આવે છે. અન્વયવ્યતિરેક જો મળતાં હોય તો એ કારણ હોય અને નહિતર એ કારણ ન હોય. આમાં, સર્વે પર સર્વ કન્વય:
एकासत्त्वे अपरासत्त्वं व्यतिरेका एकसत्त्वे अपरासत्त्वं अन्वयव्यभिचारः
एकासत्त्वे अपरसत्त्वं व्यतिरेकव्यभिचारः દંડ હોય તો ઘડો બને છે આ અન્વય છે. દંડ ન હોય તો ઘડો બનતો નથી. આ વ્યતિરેક છે. ગધેડો હોય તો પણ ઘડો બનતો નથી.. આ અન્વયવ્યભિચાર છે. ગઘેડો ન હોય તો પણ ઘડો બને છે. આ વ્યતિરેકવ્યભિચાર છે.
દંડ અને ઘડાનો અન્વયવ્યતિરેક છે, માટે દંડ એ ઘડાનું કારણ છે. રાસભ અને ઘડાનો અન્વયવ્યતિરેક નથી, માટે રાસભ એ ઘડાનું કારણ નથી.
પણ કેટલીકવાર અન્વયવ્યતિરેક મળતાં હોવા છતાં કારણ મનાતું નથી. આવી ચીજોને અન્યથાસિદ્ધ કહે છે. દા.ત. દંડ હોય ત્યાં ઘટ બને. દંડ ન હોય ત્યાં ઘટ ન બને. આવા જેમ અન્વયવ્યતિરેક મળે છે તેમ, દંડત્વ હોય ત્યાં ઘટ બને અને દંડત્વ ન હોય ત્યાં ઘટ ન બને એવા અન્વયવ્યતિરેક પણ મળે છે. તેમ છતાં દંડત્વને ઘડાનું કારણ મનાતું નથી. માટે દંડત્વ એ અન્યથાસિદ્ધ છે. કાર્ય પ્રત્યે જે અવશ્યલૂપ્ત હોય તેનાથી ભિન્ન જે કોઈ હોય તે બધું અન્યથાસિદ્ધ. ઘડા પ્રત્યે મૃતિકા-દંડ-કુલાલ-ચીવરાદિ અવશ્યલૂત છે. એટલે કે આખી દુનિયામાં ઘટકાર્ય માટે અતિ આવશ્યકમનાયાછે. ઉત્પાદરૂપે આવા અતિ આવશ્યકમનાયેલા હોય તે અવશ્યજ્યુસ. ઘટકાર્યમાટે દંડત્વ, દંરૂપ, આકાશ,કુલાલપિતા, ગધેડોવગેરે અવશ્યક્યુમ નથી. માટે એ બધા અન્યથાસિદ્ધ છે, કારણ કહેવાતા નથી. દંડ અવશ્યશ્લેમ હોવાથી કારણ છે.
પ્રશ્ન :- દંડ અને ઘડાનો કાર્યકારણભાવ કહો.
ઉત્તરઃ- ટૂંકમાં કહેવું હોય તો એમ કહેવાય છે કે દંડનિષ્ઠ કારણતા નિરૂપિત ઘટનિષ્ઠકાર્યતા.... પણ આને વધુ ચોક્કસ રીતે જણાવવા માટે અવચ્છેદક ધર્મ અને અવચ્છેદક સંબંધનો પ્રવેશ કરીને કાર્યકારણ ભાવ કહેવા જોઈએ. માટે એ અવચ્છેદકો જોઈએ.
દંડ દંડત્વરૂપે કારણ છે અને ઘટ ઘટવરૂપે કાર્ય છે. તેથી, દંડત્વ એ કારણતાવચ્છેદક ધર્મ છે અને
ઘટત્વ એ કાર્યતાવચ્છેદક ધર્મ છે. નૈયાયિકોની માન્યતા છે કે કાર્ય/કારણ સમાનાધિકરણ જ હોય. માટે કાર્ય અને કારણ બન્ને કયા એક અધિકરણમાં કયા કયા સંબંધથી રહ્યા છે તે શોધવું જોઈએ. આ જે સંબંધો આવશે તે કાર્યતા અને કારણતાના અવચ્છેદક સંબંધો બનશે. વળી કાર્ય અને કારણનું આ જે અધિકરણ લીધું હોય છે, તન્નિષ્ઠપ્રત્યાસત્તિ કહેવાય છે.
દંડ અને ઘડા અંગે વિચારીએ :
બન્નેનું સમાનાધિકરણ તરીકે ચક્ર લઈએ તો, કાર્ય (ઘડા) ને ચક્રમાં રહેવાનો સંબંધ એ કાર્યતાવચ્છેદક સંબંધ. ઘડો સંયોગ સંબંધથી ચક્ર પર રહે છે. માટે સંયોગ એ કાર્યતાવચ્છેદક સંબંધ થયો.