________________
અનુભવના ૪ પ્રકાર
21
તેમાં અભાવ પુસ્તકાભાવ વગેરે મળે... પણ અગ્નિનો અભાવ નહિ. તેથી, હનુમન્નિષ્ઠાભાવના પ્રતિયોગી પુસ્તક વગેરે બને, વહ્નિ નહિ. માટે, વહ્નિ એ હેતુમન્નિષ્ઠાભાવનો અપ્રતિયોગી છે. આવા વહ્નિને ધૂમાડો મહાન સાદિમાં સમાનાધિકરણ તો છે જ. તેથી, ધૂમાડામાં, ધૂમવત્રિષ્ટાભાવાપ્રતિયોગિવદ્વિસામાનાધિકરણ્ય રૂપ વ્યાપ્તિ આવી ગઈ.
- - - - - - - - ન્યાયમતે આત્મા વિભુ છે. એટલે કે સમગ્ર બ્રહ્માંડને વ્યાપીને રહ્યો છે. તેઓ આવું કેમ માને છે ? નીચેના કારણો એ ..
૪ મુંબઈમાં રહેલ અમુક વ્યક્તિ માટે દુનિયાના જુદા જુદા સ્થળે જુદી જુદી વસ્તુઓ બને છે. આ વસ્તુઓ તેને ભોગવનાર તે વ્યક્તિના અદષ્ટને અનુસરીને સારી નરસી બને છે. માટે તે તે વસ્તુ બનવામાં તે માણસનું અદષ્ટ પણ કારણ છે. (કારણ કે એ ભાગ ભજવે છે.)
૪ નૈયાયિક મતે કાર્ય અને કારણ સમાનાધિકરણ જ જોઈએ માટે, અદષ્ટ પણ દુનિયાના તે તે સ્થળે રહ્યું છે. ૪ અદષ્ટ (ભાગ્ય) એ આત્માનો ગુણ છે. ૪ ગુણ ગુણવાનમાં રહે છે.
તેથી આત્મા પણ તે તે દરેક સ્થળે રહ્યો છે. માટે એ વિભુ છે. (નૈયાયિકની આ માન્યતામાં ભૂલ એ છે કે મોટા ભાગના કારણો કાર્યસમાનાધિકરણ જ રહી કાર્ય કરતાં હોવા છતાં કોક કો'ક કારણ એવા પણ હોય છે કે દૂર રહીને પણ કાર્ય કરે છે. જેમ કે લોહચુંબક, એ દૂર રહીને પણ લોખંડને ખેંચવાનું કામ કરે છે. એમ અદષ્ટ પણ શરીરસ્થ આત્મામાં રહીને દૂર દૂરના દેશોમાં સ્વકાર્ય કરે છે.)
પ્રશ્ન :- આત્મા જો વિભુ છે તો સળગતી સગડી પર પણ છે જ, તો પછી દહ કેમ થતો નથી?
ઉત્તરઃ- આત્મા વ્યાપક હોવા છતાં, સુખદુઃખ વગેરે અવ્યાપ્યવૃત્તિ ગુણો છે. એ બધા માત્ર શરીરવચ્છેદેન જ ઉત્પન્ન થાય છે. એટલે કે વિભુ આત્માના જે ભાગમાં શરીર હોય તદ્ દેશાવચ્છેદન ઉત્પન્ન થાય છે. સગડી પર શરીર નથી, માટે દાહનું દુઃખ થતું નથી.
જ્ઞાન પણ આત્માનો અવ્યાપ્યવૃત્તિ ગુણ છે, શરીરવચ્છેદન ઉત્પન્ન થાય છે. જ્ઞાનના બે ભેદ છે. (૧) અનુભવ અને (૨) સ્મૃતિ.
(૧) અનુભવના પ્રકાર છે. (સ્મૃતિએઅનુભવજન્ય છે.) પ્રત્યક્ષ, અનુમિતિ, ઉપમિતિ અને શાબ્દબોધ. સામાન્યથી કોઈ પણ યથાર્થ જ્ઞાનને પ્રમા કહે છે, અને અયથાર્થ જ્ઞાનને ભ્રમ કહે છે.
આ પ્રમા જ્ઞાનનું જે કરણ હોય છે તે પ્રમાણ કહેવાય છે. प्रमाकरणं प्रमाणं, अथवा प्रमीयतेऽनेनेति प्रमाणम् । કરણ કોને કહેવાય? કાર્યના કારણો ઘણાં હોય, પણ એમાંથી જે સાધકતમ કારણ હોય છે તે કરણ કહેવાય છે. કયું કારણ સાધકતમ કહેવાય? જે કારણ વ્યાપારયુક્ત હોય તે સાધકતમ કારણ કહેવાય છે, માટે તે કરણ છે. પ્રમાથી જે જણાય છે (એટલે કે પ્રમાનો જે વિષય છે) તે પ્રમેય કહેવાય છે. આમ ત્રણ ચીજો છે, પ્રમા = જ્ઞાન, પ્રમાણ = કરણ અને પ્રમેય = વિષય