________________
હેત્વાભાસ
27
હેતુની આવી વૃત્તિતા એ વ્યભિચાર નામનો દોષ છે.
એટલે કે જ્યાં સાધ્ય ન રહ્યો હોય ત્યાં પણ હેતુનું રહી જવાપણું એ વ્યભિચાર દોષ છે. દા. ત. પર્વતો વદ્ધિમાન દ્રવ્યત્વાતું | આ અનુમિતિમાં વ્યાતિજ્ઞાન - વિદ્વિવ્યાપ્ય દ્રવ્યત્વ એટલે કે યત્ર યત્ર દ્રવ્યત્વમ્ તત્ર તત્ર વદ્ધિઃ
આવું વ્યાતિજ્ઞાન ઉક્ત અનુમિતિ માટે આવશ્યક છે. પણ તેની સામે, દ્રવ્યત્વે નવદ્વિવ્યાબં, ક્રિતુ વહૂમિવાર’ એવું જ્ઞાન આપણને થાય છે?
અગર થાય છે, તો એ પેલી વ્યાપ્તિને અટકાવી દે છે. દ્રવ્યત્વ એ વહ્નિ વ્યભિચારી એટલા માટે છે કે તે જેમ વદ્વિમાનમાં (રસોડા વગેરેમાં) રહે છે તેમ વહ્નિના અભાવવામાં (સરોવર વગેરેમાં) પણ રહે છે. એટલે કે વહ્નિને છોડીને પણ રહે છે. (વહ્નિશૂન્યમાં પણ રહે છે.)
પતિ ન હોય એવા સ્થળમાં પણ ભટકનારી સ્ત્રી વ્યભિચારી કહેવાય છે.
સાધ્ય (વ્યપક) ને છોડીને ન રહેનાર એ વ્યાપ્ય છે. ‘દ્રવ્યત્વ’ તો વહ્નિને છોડીને પણ રહી જાય છે. તેથી સાધ્યદ્રોહી છે. માટે એ વ્યભિચારી છે.
બીજી મહત્ત્વની એક બાબત એ છે કે, “પર્વતો વદ્વિમાન” આવી અનુમિતિ કરવી છે. એમાં પ્રથમ દ્રવ્યત્વ હેતુનો પ્રયોગ થયો. એના માટે જ્ઞાન થયું કે દ્રવ્યત્વે વહિવ્યમવાર’ આ જ્ઞાન થઈ જવા છતાં, જો પછી દ્રવ્યત્વ હેતુના બદલે ધૂમ એવો સ હેતુ વાપરવામાં આવે તો પછી પર્વતો વહ્નિમા” એવી અનુમિતિ થઈ જાય છે.
એટલે કે દ્રવ્યત્વે વદ્વિવ્યમવાર’ એવું જ્ઞાન પર્વતો વદ્ધિમાન' એવી અનુમિતિને અટકાવી શકતું નથી. એ તો માત્ર વ્યત્વે વદ્વિવ્યાર્થ’ એવા વ્યાતિજ્ઞાનને જ અટકાવે છે. - તેથી ત્વાભાસની વ્યાખ્યામાં અનુમિતિકે તત્કરણવ્યાતિજ્ઞાનને અટકાવે એમ લખ્યું છે, માત્ર ‘અનુમિતિને અટકાવે એટલું જ નહિ
આ વ્યભિચાર દોષથી દુષ્ટ હેતુને વ્યભિચારી (અનૈકાન્તિક) કહેવામાં આવે છે. એનું લક્ષણ : साध्याभावववृत्तिहेतुः व्यभिचारी ।। (૨) વિરોઘઃ દેતોઃ સાપ્યામાવવ્યાખ્યત્વે વિરોધઃ | હેતુ સાધ્યાભાવને વ્યાપ્ય હોવો એ વિરોધ નામનો દોષ છે.
હેતુ સાધ્યને વ્યાપ્ય હોવાથી સાધ્યની સિદ્ધિ કરી આપે છે. ક્યારેક વાદીની ભૂલ થઈ જાય છે, અને તે એવા હેતુનો પ્રયોગ કરી બેસે છે કે જે, તે વાદીને જે સાધ્ય સિદ્ધ કરવું ઇષ્ટ હોય છે (એટલે કે તે હેતુ જે સાધ્યની સિદ્ધિ કરવા ઉચ્ચારાયો હોય છે) તે સાધ્યના અભાવને વ્યાપ્ય હોય છે.
વળી, નિયમ તો એટલો જ છે કે હેતુ જેને વ્યાપ્ય હોય તેની સિદ્ધિ કરી આપે. માટે આવો હેતુ પક્ષમાં સાધ્યની નહિ પણ સાધ્યાભાવની સિદ્ધિ કરી બેસે છે, અને તેથી વાદીનો પરાભવ થાય છે.
આમ, જ્યાં જ્યાં હેતુ ત્યાં ત્યાં સાધ્ય એવો અન્વય હોવાને બદલે જ્યાં જ્યાં હતું ત્યાં ત્યાં સાધ્યાભાવ એવો અન્વય અને જ્યાં જ્યાં સાધ્યાભાવનો અભાવ (સાધ્ય) ત્યાં ત્યાં હેત્વભાવ એવો વ્યતિરેક હોય છે. તેથી નિશ્ચય થઈ જાય છે કે મધ્યમવ્યાપ્યો હેત દા. ત. (૧) પર્વતો વદ્વિમાન, નતાત્ | (૨) તે જીવે છે, કારણ કે તેના શ્વાસોશ્વાસ બંધ છે. વિરોધ દોષવાળા હેતુને વિરુદ્ધ કહેવાય છે. તેનું લક્ષણ સાથ્થામાવવ્યાપ્યો દેતુઃ વિરુદ્ધઃ |