________________
ન્યાયભૂમિકા
બીજા અનુમાનમાં, જ્યાં જ્યાં શબ્દત્વ છે ત્યાં ત્યાં સર્વત્ર (દરેક શબ્દોમાં) અનિત્યત્વ સિદ્ધ કરવું છે. માટે એ શબ્દ–ાવચ્છેદેન અનિત્યત્વની સિદ્ધિ કહેવાય.
એટલે કે પક્ષતાવ છેવછેરેન સાધ્યસિદ્ધિ કહેવાય. અવચ્છેદક શબ્દનો અભ્યપ્રયોગ :
કેટલાક પદાર્થો એવા હોય છે કે જે પોતાના અધિકરણમાં સર્વત્ર વ્યાપીને રહ્યા હોય છે. જેમ કે રૂપ વગેરે ઘડા વગેરેમાં સર્વત્ર વ્યાપીને રહે છે. આવા પદાર્થોને વ્યાપ્યવૃત્તિ કહે છે.
કેટલાક પદાર્થો એવા હોય છે કે જેઓ સ્વ અધિકરણને વ્યાપીને રહ્યા હોતા નથી, કિન્તુ એકદેશમાં રહ્યા હોય છે. જેમ કે વૃક્ષ પર કપિસંયોગ. (તે વૃક્ષાત્મક સ્વઅધિકરણના એકદેશરૂપ શાખામાં રહ્યો છે, પણ અન્યદેશરૂપ મૂળમાં રહ્યો નથી.) આવા પદાર્થોને અવ્યાપ્યવૃત્તિ કહે છે. આવા પદાર્થો, પોતાના અધિકરણમાં પણ પોતાના અભાવની પણ સાથે રહ્યા હોય છે. એટલે કે પોતે અને પોતાનો અભાવ બન્ને સમાનાધિકરણ પણ હોય છે. જેમકે વૃક્ષમાં મૂળના ભાગની અપેક્ષાએ કપિસંયોગનો અભાવ પણ રહ્યો હોય છે.
અવ્યાપ્યવૃત્તિ પદાર્થ સ્વઅધિકરણના જે દેશમાં પોતે રહ્યો હોય તે દેશ તે પદાર્થની વૃત્તિતાનો અવચ્છેદક બને છે, જે દેશમાં તે રહ્યો ન હોય, તે દેશ તેના અભાવની વૃત્તિતાનો અવચ્છેદક બને છે.
જેમ કે, શાખા એ કપિસંયોગની વૃત્તિતાનો અવચ્છેદક છે. અને મૂળ એ કપિસંયોગાભાવની વૃત્તિતાનો અવચ્છેદક છે. આને આ રીતે પણ લખાય/બોલાય છે કે
शाखावच्छेदेन कपिसंयोगः મૂતવિછેરેન પસંયTમાવઃ અથવા शाखावच्छेदेन कपिसंयोगवान् वृक्षः,
मूलावच्छेदेन कपिसंयोगाभाववान् वृक्षः જ્ઞાન વગેરે આત્માના, અને શબ્દ એ આકાશનો અવ્યાપ્યવૃત્તિગુણ છે.
કાર્યકારણભાવઃ જે કોઈ ઉત્પન્ન થાય અને કાર્ય કહેવાય. આવા કાર્યને જે કોઈ અવ્યવડિત નિયત પૂર્વવર્તી હોય તે કારણ કહેવાય છે. એટલે કે કાર્યની સાક્ષાત્ પૂર્વેક્ષણે જે નિયત રીતે હાજર હોય છે કારણ કહેવાય.
પ્રશ્ન:- દંડ એ ઘડાનું કારણ છે. તેમ છતાં ઘડો ઉત્પન્ન થાય તેની પૂર્વેક્ષણે કાંઈ દંડ હોતો નથી. કુંભાર તો દંડાથી ચાકડો જમાવીને પછી દંડાને દૂર મૂકી દે છે અને પછી ચાકડાની સાથે ફરતાં માટીના પિંડાને આકાર આપે છે અને ક્રમશઃ ઘડો ઉત્પન્ન થાય છે. તેથી ઘડાની ઉત્પત્તિની પૂર્વ ક્ષણે તો દંડ વ્યાપૃત હોતો નથી. એટલે એ અવ્યવહિત પૂર્વવર્તી ન થયો. તો એને કારણ કેમ કહેવાય ?
ઉત્તર :- અહીં અવ્યવહિત એટલે (૧) કાં તો અત્યંત નિકટની પૂર્વ ક્ષણે રહેનાર અથવા (૨) કોઈ વ્યાપાર દ્વારા સંલગ્ન (પૂર્વવર્તી). આવા સ્થળે વ્યાપાર એ કાર્ય અને કારણ વચ્ચે સાંકળનું કામ કરે છે, અને બન્નેને જોડે છે. દંડ ચક્રભ્રમણ રૂપ વ્યાપાર પેદા કરે છે જે ઘટોત્પત્તિ સુધી હાજર રહે છે.
આ વ્યાપારને ‘દ્વાર' પણ કહે છે. એનું લક્ષણ આવું છે. तज्जन्यत्वे सति तज्जन्यजनकत्वम् ।
જેના દ્વારની વાત હોય તેને ‘દ્વારી” કે વ્યાપારી કહે છે. ઉક્ત દ્વારના લક્ષણમાં તત્ શબ્દથી દ્વારીનો ઉલ્લેખ છે. એટલે દ્વારની વ્યખ્યા આવી થઈ -
જે દ્વારીથી જન્ય હોય અને દ્વારીથી જન્ય એવા કાર્યનું જનક હોય તે ચીજ હાર કહેવાય છે.