________________
14
ન્યાયભૂમિકા
આની સામે જૈનો એમ કહે છે કે તૃણ, અરણિ, મણિમાં વહ્નિજનક શક્તિ નામનો એક સમાન ધર્મ રહ્યો છે અને એ વહિત્નાવચ્છિન્નકાર્યતા નિરૂપિત કારણતાનો અવચ્છેદક છે. માટે અનેક કાર્ય કારણભાવ માનવા પડતા નથી કે ઉપરોક્ત દોષ પણ આવતો નથી.)
હવે પ્રસ્તુતમાં અવચ્છેદનની વિચારણા આગળ ચલાવીએ.
અગ્નિથી ધૂમ પેદા થાય છે. तेथी अग्नित्वावच्छिन्नकारणता निरूपित धूमत्वावच्छिन्नकार्यता કારણ કે અગ્નિ એ અગ્નિરૂપે કારણ છે અને ધૂમ એ ઘૂમરૂપે કાર્ય છે, પણ દ્રવ્યત્વાદિરૂપે નહિ.
એક ઠેકાણે ભૂતલ પર કાંઈ પડ્યું નથી. આવી ભૂતલને નૈયાયિકો મુંડભૂતલ કહે છે.) આનો બોધ, કોઈ ઘટાભાવરૂપે અને કોઈ દ્રવ્યાભાવ રૂપે કરે છે. ઘડો આ બન્ને અભાવનો પ્રતિયોગી છે. (આ બે અભાવ જુદા એટલા માટે છે કે જ્યાં
ડ્યો છે. ત્યાં પણ ઘટાભાવ છે, દ્રવ્યાભાવ નથી.) માટે ઘડામાં બન્ને અભાવોની પ્રતિયોગિતા છે. પણ પ્રથમ અભાવમાં ઘડો, એ ઘડારૂપે પ્રતિયોગી છે. જ્યારે બીજા અભાવમાં ઘડો એ દ્રવ્યરૂપે પ્રતિયોગી છે..
એટલે કે એ, પ્રથમ અભાવનો ઘટત્વ ધર્મને આગળ કરીને પ્રતિયોગી છે. અને બીજા અભાવનો દ્રવ્યત્વ ધર્મને આગળ કરીને પ્રતિયોગી છે. માટે ઘડામાં રહેલી પ્રથમ અભાવની પ્રતિયોગિતા ઘટવાવચ્છિન્ન છે.
અને દ્વિતીય અભાવની પ્રતિયોગિતા દ્રવ્યત્વાવચ્છિન્ન છે. સામે રહેલ વ્યક્તિમાં સાધુતા છે, પણ એ, એણે સાધુવેશ પહેર્યો છે માટે નહિ, કિંતુ પાંચ મહાવતો ધાર્યા છે માટે. તેથી સાધુતાનો અવચ્છેદક સાધુવેશધારિત્વ નથી પણ, પંચમહાવ્રતધારિત્વ છે. આ રીતે સર્વત્ર જાણવું. પ્રશ્ન :- ઘટાભાવમાં ઘટત્વને જે અવચ્છેદક કહો છો તે પ્રતિયોગિતાનો જ કેમ કહો છો, પ્રતિયોગીનો કેમ નહીં?
ઉત્તર :- અવચ્છેદક જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં તેની પાછળ જે જાય છે તેનાથી નિયંત્રિત=અવચ્છિન્ન હોય છે, અને અવચ્છેદક તેનો અવચ્છેદક (નિયંત્રક) હોય છે. ઘટત્વ જ્યાં જ્યાં જુદા જુદા ઘડામાં) છે ત્યાં ત્યાં પ્રતિયોગિતા જાય છે, પ્રતિયોગી (ઘડો) નહિ. માટે ઘટવ એ પ્રતિયોગિતાનો અવચ્છેદક છે.
આ રીતે નવા આવેલા ઘર્મના અવચ્છેદક ધર્મની વિચારણા કરી. પણ આવો અવચ્છેદક ઘર્મ એલો, નવા આવેલા ઘર્મને નિયંત્રિત કરી શકતો નથી.
જેમકે, ઘટાભાવ અને પટાભાવ જુદા છે, તો તેબની પ્રતિયોગિતાઓ પણ ઘટત્વઅને પટત્વરૂપ જુદાજુદાઅવચ્છેદકોથી નિયંત્રિત હોઈ જુદી જુદી છે.
એટલે કે ઘટાભાવની ઘડામાં રહેલી પ્રતિયોગિતા ઘટત્વાવચ્છિન્ન છે જ્યારે પટાભાવની પટમાં રહેલી પ્રતિયોગિતા પટવાવચ્છિન્ન છે. એમ ઘડામાં જ રહેલી એવી પણ ઘટાભાવીય અને દ્રવ્યાભાવીય પ્રતિયોગિતા અનુક્રમે ઘટવાવચ્છિન્ન અને દ્રવ્યવાવચ્છિન્ન હોઈ જુદી જુદી છે.
પણ હવે, એ વિચારણા કરીએ કે, | મૂતત પર ઘડો રહ્યો છે, પટ પર ઘડો રહ્યો નથી. મૂતન પર ઘડો સંયોગથી રહ્યો છે, સમવાયથી રહ્યો નથી.
સમવાયથી કપાલમાં રહ્યો છે. એટલે ખબર પડે છે કે સંયોગસંબંધથી ઘડાનો જે અભાવ હોય અને સમવાયસંબંધથી ઘડાનો જે અભાવ હોય તે બે અભાવો જુદા છે. એ અભાવો જુદા જુદા છે તેથી તે અભાવથી નિરૂપિત પ્રતિયોગિતા પણ જુદી જુદી છે.
ઘડામાં રહેલી આ બન્ને પ્રતિયોગિતાઓનો અવચ્છેદક ધર્મ ઘટત્વ છે. એટલે કે બન્ને પ્રતિયોગિતાઓ ઘટવાવચ્છિન્ન