________________
તૃષ્ણારણિમણિ ન્યાયા
તેથી અવચ્છેદક બની શકે નહીં. ' તો હવે અવચ્છેદક કોણ? એવો ધર્મ શોઘવો જોઈએ કે જે, અગ્નિની કારણતા ધરાવનાર આ તૃણ, અરણિ અને મણિ ત્રણેમાં રહ્યો હોય (તો જ એ કારણતાને ન્યૂનવૃત્તિ બનતો અટકે.)
આ ત્રણેમાં દ્રવ્યત્વ ધર્મ રહ્યો હોવાથી એ ન્યૂનવૃત્તિ નથી.
પણ દ્રવ્યત્વ તો જળ વગેરેમાં પણ છે જ્યાં અગ્નિની કારણતા નથી, એટલે કે દ્રવ્યત્વ અધિકવૃત્તિ ધર્મ છે. તેથી એ પણ અવચ્છેદક નહીં બને.
તો પ્રશ્ન ઊભો જ રહ્યો છે કે અગ્નિની કારણતાનો અવચ્છેદક કોણ? એવો ધર્મ શોધવો જોઈએ જે તૃણ-અરણિ અને મણિ એ ત્રણેમાં રહ્યો હોય ને એ ત્રણ સિવાય અન્યત્ર (જળાદિમાં) ક્યાંય ન રહ્યો હોય. આવો કોઈ ઘર્મ મળી શકતો નથી. કેમ કે તુણત્વ-અરણિત્વ વગેરે ધર્મો અરણિ-મણિ વગેરેમાં રહ્યા નથી. જ્યારે દ્રવ્યત્વ વગેરે ધર્મો જળાદિમાં પણ રહ્યા છે. એટલે કે કારણતાને અન્યૂનાતિરિક્ત વૃત્તિ ધર્મ તરીકે કોઈ ઘર્મ મળતો નથી. માટે કોઈ ઘર્મ અગ્નિની કારણતાનો અવચ્છેદક બની શકતો નથી.
પણ કોઈ ને કોઈ ધર્મ કારણતાનો અવચ્છેદક હોવો તો જોઈએ જ. (તો જ કારણતાનું નિયંત્રણ થાય... નહીંતર તો જળ વગેરે કોઈપણ ચીજ અગ્નિનું કારણ બની જવાની આપત્તિ આવે.) આ માટે તૈયાયિકોએ આવી વ્યવસ્થા કરી છે કે અગ્નિ એ જે આ બધામાં કાર્યરૂપે છે તે દરેકમાં, અગ્નિત્વ ધર્મને આગળ કરીને એ કાર્ય નથી. (એટલે કે અગ્નિત્વ ધર્મ એ કાર્યતાનો અવચ્છેદક નથી.) પણ તૃણ, અરણિ અને મણિથી પેદા થતા અગ્નિઓમાં રહેલી ત્રણ જુદી જુદી વિલક્ષણ જાતિઓ (વૈજાત્ય)ને આગળ કરીને એ કાર્ય છે. એટલે કે તૃણથી પેદા થતો અગ્નિ, મણિથી પેદા થતો અગ્નિ અને અરણિથી પેદા થતો અગ્નિ આ ત્રણે અગ્નિ, અગ્નિ રૂપે સમાન હોવા છતાં, અમુક ધર્મોની અપેક્ષાએ વિલક્ષણ-વિલક્ષણ છે. એટલે કે તૃણજન્યઅગ્નિમાં 4 નામની જાતિ છે. અરણિજન્ય અગ્નિમાં 4 નામની વિલક્ષણ જાતિ છે અને મણિજન્ય અગ્નિમાં 5 નામની વિલક્ષણ જાતિ છે. આ જાતિ તે તે અગ્નિમાં રહેલ કાર્યતાની અવચ્છેદક છે, અગ્નિત્વ નહિ. અને તેથી કારણતાના અવચ્છેદક તરીકે તૃણત્વ, અરણિત્વ, મણિત્વ ધર્મો આવી શકશે.
આ જાતિવાળા અગ્નિની કારણતા તૃણમાત્રમાં છે, અને તૃણ સિવાય અરણિ-મણિ વગેરેમાં નથી. માટે તૃણત્વ એ, એ કાર્યની કારણતાનો અવચ્છેદક બની શકે છે.
એમવ જાતિવાળા અગ્નિની કારણતા અરણિમાત્રમાં છે, અને અરણિ સિવાયતૃણ-મણિ વગેરેમાં નથી. માટે અરણિત્વ, એ, જાતિવાળાઅગ્નિસ્વરૂપ કાર્યની કારણતાનો અવચ્છેદક બની શકે છે. એમ મણિત્વ, જાતિવાળાઅગ્નિની કારણતાનો અવચ્છેદક બની શકશે.
એટલે કે ૩ સ્વતંત્ર કાર્ય-કારણભાવો નીચે મુજબ થશે. તૃણવાવચ્છિન્ન કારણતા નિરૂપિત આ જાત્યવચ્છિન્નકાર્યતા અરણિત્નાવચ્છિન્ન કારણતા નિરૂપિત વ જાત્યવચ્છિન્નકાર્યતા મણિવાવચ્છિન્નકારણતા નિરૂપિત જાન્યવચ્છિન્નકાર્યતા.
આમ, જ્યાં એક પ્રકારના કાર્યના જુદાં જુદાં સ્થળે કે જુદા જુદા કાળે બનતા જુદાં જુદાં કારણોને સાંકળી લેનાર કોઈ એક કારણતાવચ્છેદક ધર્મ મળતો ન હોય તો કાર્યમાં યથાસંભવ બે-ત્રણ વગેરે વૈજાત્યો માની લઈ (કાર્યના ૨/૩ વગેરે વિલક્ષણ ભેદો માની લઈ) એટલા જુદા જુદા કાર્યકારણભાવ માનવા એને તૃણારણિમણિન્યાય કહે છે.
(નૈયાયિક શક્તિ નામનો પદાર્થ માનવો નથી. માટે આવા અનેક કાર્ય કારણ ભાવ માનવાનું ગૌરવ વહોરી લેવું પડે છે. તેમજ અગ્નિત્વરૂપે સમાન એવા આ કાર્યોનો એક કારણતાવચ્છેદક ન માનવાની આપત્તિ વહોરવી પડે છે. અગ્નિરૂપે બધા અગ્નિ પેદા થાય છે. માટે અગ્નિત્નાવચ્છિન્ન કાર્યતા તો છે જ. તો તૈયાયિકના મત પ્રમાણે તે કાર્યતા નિરૂપિત કારણતાનો કોઈ અવચ્છેદક હોવો જ જોઈએ. પણ એ મળતો નથી. માટે તેઓ કાર્યતાને પણ અગ્નિવાવચ્છિન્ન માનતા નથી.