________________
૧૪
ચાલ્યા કરે છે, એ સંસાર પ્રત્યે નરફત છૂટે છે ? વૈરાગ્ય આવે છે ? ના, વમાનમાં મળેલા વિષયેા પર વિશ્વાસ રાખી લંપટતા કરવી હેાય, ત્યાં સંસારની નાલેશી શાની જોવાય ?
રાજકુમાર કનકરથ ઉદાર છે. એને નથી જોઇતુ અરિમનનું રાજ્ય, કે નથી રાખવા એના પર વૈરભાવ. ત્રણ ચાર પ્રયાણ આગળ વધ્યા પછી એણે રાજાને છૂટ કર્યા, શિખામણ આપી, માનભેર એના નગરમાં રવાના કર્યો, મહાન પુરુષાનાં દિલ મહાન હોય છે. ક્ષુદ્ર નહિ. આપણે મહાન બનવું છે ? તે દિલ મહાન રાખવા જોઇશે. અભિમાની અને આપણને નીચા પાડવા મથનારને પણ પ્રેમ અને ઉદારતાથી નવરાવી નાખવા જોઈએ. અવસર પામી એવા પ્રેમના ઉદાર વર્તાવ દાખવવા જોઇએ. દિલ અને વર્તાવ મહાન બનાવ્યા વિના મહાન કેમ થવાય ?
માનવ જીવનમાં આવી જ સુવાસ કમાઈ લેવાની હાય છે કે, દુશ્મન હા, વિરોધી હૈ, કે આપણું નુકસાન કરનાર, યા આપણને દુઃખ દેનાર હા, એની ઉપર પણ મૈત્રીભાવ, સ્નેહભાવ રાખીએ, ઉદારતા દાખવીએ, આપણા વિશાળ દિલમાં એને સ્નેહી જેવુ સ્થાન આપીએ.