________________
૩૩ થાય અને અંતે એ ચાલી જઈને આત્મા માટે દુઃખદુર્દશાના સ્ત્રોત–પ્રવાહ મૂકતા જાય.
ત્યારે જિનેન્દ્રસેવા સારભૂત એટલા માટે, કે એમાંથી
(૧) પુણ્યાનુબંધી પુણ્યના ચેક ઊભા થાય છે
(૨) મનની અજબ પ્રસન્નતા અને આત્માની મહાન નિર્મળતા સધાય છે તથા
(૩) અહીં અને પરભવે સુખ–સ્વસ્થતાના સ્ત્રોત વહે છે.
કનકરથ આ સમજે છે, એટલે ભગવાનને સ્તવી રહ્યો છે કે પ્રભુ ! તું સુખના સમૂહ વર્ષાવનાર મેઘ છે, તારા દર્શનાદિમાં અમારી આંખ વગેરે સફળ થાય છે, તારે ઉપકાર અવર્ણનીય છે.”
આંખ વીતરાગ પ્રભુ પર લગાવી, મસ્તક એમને નમાવ્યું, હાથ એમના પૂજનમાં જ્યા, ને વાણી એમના ગુણગાનનાં જોડી, તે ફળમાં અથાગ પુણ્યની પુષ્ટિ અને અલોકિક વિશુદ્ધિરૂપી તુષ્ટિ થાય. ભવસાગર તર છે, તરવા માટે દર્શનાદિ સાધના કરવી છે, તો એમાં આલંબન માત્ર વીતરાગ ભગવાન બને છે. વિતરાગનાં આલંબને થતાં દર્શનાદિ સફળ થાય છે. માટે વીતરાગ પ્રભુનો અનુપમ ઉપકાર છે.