Book Title: Mahasati Rushidatta
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 218
________________ ૨૦૩ ઊભા છે. થોડા વખત પહેલાં એ કેવા વિશ્વાસમાં બેઠી હતી, કેવી નિરાંત વાળીને રડી હતી, કે “મારે સમર્થ અને રૂપાળે -ગુણિયલ–પ્રેમાળ પતિ કનકરથ રાજકુમાર મળે છે. પાછે એ પિતાને વડાલ લાડકે પુત્ર છે, મારે તે મનમાન્યું બની આવ્યું છે, હવે ચિંતા શી?' એવો વિશ્વાસ અને નિરાંત ઘરીને બેઠેલી નષિદત્તાને અત્યારે એકલી અટુલી સ્થિતિમાં ચંડાળે મારી નાખવા ઊભા છે. પતિ ઉપરથી એના પિતાનું વહાલ ઊઠયું, અને પિતાને પરવશ પતિની રક્ષકતા ઊડી ! નગરવાસીઓની દાઝ સહાનુભૂતિ ય નિષ્ક્રિય ! કઈ જ રક્ષક, કઈ જ શરણ, કેઈ જ આધાર અહીં મસાણમાં ચડાળેથી ઘેરાયેલી એકલી અટુલી ષિદત્તાને દેખાતો નથી. અહીં તો મારી નાખનારા ચંડાળ ઊભા છે. તમને વિચાર આવે છે ખરો કે “આપણને પણ કોઈ મહાગ, મહાવિટંબણા, મહા અકસ્માત્ કે છેવટે મહામૃત્યું આવું આવીને ઊભું રહેવાનું છે ? ત્યારે કોઈ રક્ષણહાર નહિ મળે ? અહીં જેની બહુ મમતા કરી એવી એક પણ ચીજ કે સગે સ્નેહી શરણ નડિ આપે ? કે એને આપણી તરીકે ટકાવી રાખ. નાર કોઈ નહિ મળે?” આ વિચાર આવે ખરે? જે આવને હોય તે પછી શા સારુ એ ચીજની એ સગાની એવી મમતા? ને શા સારુ એની પાછળ કાળાં કૃત્ય, કાળી લેશ્યા? શા સારુ દુર્ગાન-વિકલ-ચિંતા-સંતાપ ? શું એ ચિંતા-સંતાપ દુર્બાન અને દુષ્કૃત્યો વિના નથી જીવી શકાતું ? પ્રતિપળ મૃત્યુ વખતની અશરણ-નિરાધાર–નિર્બળ દશા લક્ષમાં રાખવા જેવી છે.

Loading...

Page Navigation
1 ... 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256