Book Title: Mahasati Rushidatta
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 248
________________ ૨૩૩ ના, આપણી જાતે જ શાંત ખોઈ નાખીએ છીએ. માન લેવા ગયા ને અપમાન મળ્યું, સત્તા અજમાવવા ગયા ને સામને થયે, ત્યાં ચિત્ત અશાંતિમાં પડે છે. પરંતુ સવાલ તો આ છે કે એવું કરવા ગયા જ શું કામ? અશુભના ઉદયને પરખી લીધે હેત તે એવી માનાકાક્ષા અને સત્તાપ્રિયતા બાજુએ જ મૂકી દેત. મન સમજી લેત કે “હવે અશુભેદય ચાલુ થયો છે, શુભદય દુબળે પડયે છે, તેથી હવે એ માન મળવાના દહાડા ગયા, એવી સત્તા ચાલવાના સમય વીતી ગયા, માટે માનાકાંક્ષા અને સત્તાપ્રિયતા છેડીને શાંતિથી બેસી જીવન શાંતિથી જીવવા માટે આ બહુ મજેનું સૂત્ર છે કે આપણું શુભદયની મંદતા અને અશુભદયની પ્રબળતાને પરખીને ચાલવું.” બે ચાર પ્રસંગ પરથી આ સમજવું હોય તે સમજી જવાય. અમુક અમુક મનમાન્યું બનતું આવ્યું હોય, પણ હવે એમાં ફરક માલુમ પડતાં શુભની મંદતા અને અશુભને ઉદય વતી શકાય. એ વતીને હવે રીતરસમ ડી બદલવી પડે. મનગમતું જ થવા કે કરવાના આગ્રહ-દાવા મૂકી દેવા ઘટે. ઋષિદતાએ પોતાના અશુભદયની બળવત્તા જોઈ એટલે હવે એ એ દાવે નથી રાખતી કે “મને અમુક અમુક સગાવડ મળવી જ જોઈએ.” ના, એ તે શુભદયના દિવસ હતા ત્યાં ચાલી શકે, હવે અશુભના ઉદયમાં નહિ. આવડા મોટા કલંક અને મોતની સજા દેનારા અશુદય જાગ્યા, ત્યાં વનવાસની અગવડના નાના અશુભયનું પૂછવું જ શુ? એ તો વધાવી જ લેવાના.

Loading...

Page Navigation
1 ... 246 247 248 249 250 251 252 253 254 255 256