Page #1
--------------------------------------------------------------------------
________________
*********
Subosete
3
113 121310
Page #2
--------------------------------------------------------------------------
________________
શ્રી બીપીનભાઈ મયાભાઈ લક્ષ્મીચંદના સૌજન્યથી પ્રકાશિત
મહાસતી અષિદના (ભાગ-૧)
• પ્રવર્ત્યના
વ માનતપેાનિધિ પ. પૂ. આચાર્ય દેવશ્રી વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ
~~~~~l¢h;
દિવ્યર્દેશન ટ્રસ્ટ
દુનાવાડ - ઝાલા,
મુબઇ-૪૦૦૦૦
Page #3
--------------------------------------------------------------------------
________________
પ્રથમ આવૃત્તિ
વિ. સ. ૨૦૩૭
કચરાનું આ પહેલા જ ભાગી ૧૧૯૪, લક્ષ્મીનારાયણ પેાળ, રાજામહેતાની પોળ, અમદાવાદ-૩૮૦૦૦૧.
19
સંપાદક
પ.પૂ. મુનિરાજશ્રી પદ્મસેનવિજયજી મહારાજ
પ્રાપ્તિસ્થાન
તેનું
એ
કુમારપાળ વિ. શાહ ૬૮, ગુલાલવાડી, મુંબઈ-૪૦૦૦૦૪
ના મૃત્યુ
૮૬૮, કાળુશીની પોળ, કાળુપુર,
અમદાવાદ-૩૮૦૦૦૧.
એ ભાડાના સુકી દ ૬૮, વસંતકુંજ,
શારદામંદિર રેડ, પાલડી,
અમદાવાદ-૭.
મૂલ્ય
મુશ્કે
જગદીશચંદ્ર સી. શાહુ
પલક ટાઈપ સેટર નગરશેઠને વડા,
શ્રીકાંટારેડ,
અમદાવાદ–૧.
Page #4
--------------------------------------------------------------------------
________________
પ્રકાશકીય ઉગાર મહાસતી સાષિદત્તાનાં જીવન-કવન ઉપર પૂજ્યપાદશ્રીએ વર્ષો પૂર્વે આપેલા પ્રવચનનું દિવ્યદર્શન' સાપ્તાહિક માંથી સંચયન- સંકલન કરી વાચક મુમુક્ષુ સજજનેના કરકમલમાં ગ્રન્થરત્નરપે પ્રસ્તુત કરતાં અમારા આનંદને કઈ સીમા નથી.
પૂજ્યપાદશીએ આ સમગ્ર પ્રવચને ગ્રન્થરૂપ છપાતાં પૂર્વે આઘન્ત ઈ–તપાસી આપવા જે અનુગ્ર કર્યો છે તે બદલ અમે તેમના ત્રણ છીએ. તેઓશ્રીનાં પ્રવચનમાં પાને પાને અને વાક્ય વાક્ય આર્ય સંસ્કૃતિ અને જૈનશાસનને સારભૂત જે ઉમદા અને તાત્ત્વિક વિચારકણિકાઓ પ્રકુરિત થઈ છેએક કુશળ માનસશાસ્ત્રીની ઢબે પ્રત્યેક નાની-મોટી ઘટનાઓને આત્મલાભમાં ઢાળી દેનારી જે બહુમૂલ્ય શિક્ષાઓ શબ્દદેહે સાકાર થઈ છે તેનું મૂલ્યાંકન કરવાનું અમારું ગજુ નથી.
પ્રસ્તુત પ્રકાશનમાં અદિથી અંત સુધી પ્રફ સંશોધન વગેરે જવાબદારીભર્યા કામમાં પ. પૂ. મુનિરાજશ્રી પવનવિજયજી મહારાજે જે ઊંડો રસ દાખવ્યું છે તે બદલ અમો તેમના કઈ છીએ. વળી અમદાવાદ નિવાસી શેઠ શ્રી મયાભાઈ લક્ષ્મીચંદના સુપુત્ર શ્રી બીપિનભાઈ કે જેઓને ત્યાં તેમના અતિ આગ્રહથી પૂજ્યપાદ આચાર્યદેવશ્રી (વિ.સં. ૨૦૩૭માં) પધાર્યા ત્યારે તેઓએ પૂજ્યપાદશ્રીને કંઈક ને કંઈક સુકૃત કરવા માટેની સૂચના પ્રદાન કરવા ખૂબ જ વિજ્ઞપ્તિઓ કરી હતી,
Page #5
--------------------------------------------------------------------------
________________
તેમણે પૂજ્યપાદશ્રીની તે પધરામણીની પુનીત સ્મૃતિમાં ઉદારતાપૂર્વક પ્રસ્તુત સંપૂર્ણ ગ્રન્થરત્નના પ્રકાશન–મુદ્રણ અંગે પ્રારંભિક સહાય કરી અમારા આ કાર્યમાં સહભાગી બન્યા છે તે ખરેખર અનમેદનીય છે. આ ગ્રન્થનું મુદ્રણકાર્ય કરનાર “પલક ટાઈપ સેટરવાળા શ્રી જગદીશભાઈ માટે અમારે ખરેખર કહેવું પડશે કે તેઓએ પૂજ્યપાદશીન ચાલુ વિન્ડારે ચારચાર પાંચ-પાંચ દિવસે સ્વયં પ્રફ લઈને હાજર થઈ દિલચરપીથી ઝડપભેર આ ગ્રન્થને પૂર્ણ કરવામાં જે જહેમત ઊઠાવી છે તે ધન્યવાદ આપવા લાયક જ છે. પ્રાને આ ગ્રન્થ રત્ન “મહાસતી ઋષિદત્તા ભાગ-૧ના વાચન-મનન દ્વારા મુમુક્ષુઓ આત્મ કલ્યાણમાં પ્રગતિ સાધે એજ શુભેચ્છા.
[ ટૂંક સમયમાં તૈયાર થઈ રહેલા બીજા ભાગને વાચકોના કરકમલમાં પ્રસ્તુત કરવાની મહેચ્છા સાથે
દિવ્યદર્શન ટ્રસ્ટ વતી કુમારપાળ વિ. શાહ
Page #6
--------------------------------------------------------------------------
________________
સુવિશાલ ગચ્છાધિપતિ સિદ્ધાંત મહોદધિ આચાર્ય શ્રીમદ્ uિ૪યપ્રેમસૂરીશ્વરજી મહારા૫૪
Page #7
--------------------------------------------------------------------------
Page #8
--------------------------------------------------------------------------
________________
ક સાહિત્ય સૂત્રધાર, સચમૈકપ્રાણ, વાત્સલ્ય નિધિ વિશ્વલ્યાણકર જિનશાસન ઉદ્યોતક સિદ્ધાંત મહાદધિ દિવંગત પૂજયપાદ આચાર્ય દેવ
અર્પણ
શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ સાહેબ જેમનુ
વ્યક્તિત્વ અને કૃતિત્વ બેનમૂન હતું જેએનું ધર્મપ્રધાન અને સંયમતન્મય જીવન હજારો મુમુક્ષુ ભવ્યાત્માને માટે પવિત્ર પ્રેરણાઓનુ` પાવરહાઉસ બની ગયું
તથા
જેઓએ જૈન જગને સેંકડો સાધુમહાત્માઓના રત્નદીપાથી
ઝગમગાવી મુકયુ એવા
પરમ આરાધ્યપાદ ગુરુવર્ય શ્રીના ચરણામાં
આ પુસ્તક અર્પણ કરવા પૂર્વક અમે કાર્ટિશ: વંદન કરીએ છીએ.
લિ. આપને વિનમ્રમેવક
બિપિનકુમાર મયાભાઈ લક્ષ્મીચંદ (અમદાવાદવાળા)
Page #9
--------------------------------------------------------------------------
________________
સતીત્વનું ઝળહળતું તેજસ્ સમગ્ર આયે દેશમાં પ્રાચીનતમ કાળથી નિર્મળ શીલને અદ્ભુત મહિમા ગવાતે આવ્યા છે. મહાસતી સીતા, મહાસતી સુભદ્રા, મહાસતી મનોરમા, મહાસતી મદનરેખા, આ બધી મહાસતીઓએ શીલરક્ષા માટે જે જીવલેણ કટે અને પ્રાણઘાતક સંકટ વેઠયાં છે એના પૂર્વાષિ-મુનિઓએ મુક્ત કંઠે પ્રશંસાગુણગાન કરીને આર્યો અને જૈનેનાં જીવનની બાહ્ય-આત્યંતર ચારિત્ર્ય સંપત્તિને સમૃદ્ધ કરવામાં બહુમૂલ્ય ફાળે આવે છે. શુદ્ધ ચારિત્ર્ય એ જ માનવજીવનનું મહામૂલ્યવંત મેતી છે, આત્મ સૌદર્યનું બેનમૂન આભૂષણ છે, સામાજિક અને આધ્યાત્મિક જીવનનાં પ્રાણ છે આ બાબત ઉપર પુષ્કળ ભાર અપાવાનાં કારણે જ ભૂતકાલીન જૈને અને આર્યોનું જીવન ઘણું જ પવિત્ર બની રહ્યું હતું. પાશ્ચાત્ય ભોગવિલાસપ્રેમી પ્રજાનાં કુસંસર્ગનાં કડવા ફળ રૂપે આજે એ ચારિત્ર્યનું તેજ વ્યક્તિગત અને સામાજિક જીવનમાંથી વિલુપ્ત થઈ જતાં પ્રજા બિચારી ત્રાહિમામ પોકારી રહી છે. ભ્રષ્ટાચાર–દુરાચાર–અનાચાર–લંપટતા વગેરે મહાદૂષણ એટલી હદ સુધી વર્યા છે કે લગભગ સમગ્ર ભારતીય પ્રજા આજે ત્રાસ-સંતાપ અને બેચેનીની ચકક્કીમાં પિતાઈ રહી છે, અશાંતિની આગમાં શેકાઈ રહી છે એનાં પ્રખર તાપમાં અકળાઈ રહી છે. એનું અંતર કેઈક ઈશ્વરી દૂતની રાહ જોઈ રહ્યું છે– પ્રતીક્ષા કરી રહ્યું છે કે ક્યારે આ બધા સંતાપ ની ભઠ્ઠીમાંથી હાથ ઝાલીને બહાર કાઢનાર કેઈ દિવ્ય પુરુષને ભેટો થાય !
Page #10
--------------------------------------------------------------------------
________________
ખરેખર આવી બૂરી દશામાં જાણે કુદરતે એમને પોકાર સાંભળ્યું હોય તેમ આ “મહાસતી નષિદરા અને એક અમૃત કટરે ધારણ કરીને એક દિવ્ય વિભૂતિ આપણી સમક્ષ ઉપસ્થિત થઈ છે. એની આંખમાં જ નહીં - મેરેમમાં ભરપૂર કરુણાને વાસ છે – એની વાણમાંથી માત્ર શબ્દો નહીં સાક્ષાત્ હદયને ઠારનારી શીતળ જળની વર્ષા થઈ છે. એક હાથમાં અમૃતનો કટોરો લઈ એ દિવ્ય વિભૂતિ સંસારનાં ત્રિવિધ તાપથી અકળાઈ ઊઠેલા આત્માઓ ઉપર અમીસિંચન કરી રહી છે અને હજાર આત્માઓનું હૈયુ એનાથી કર્યું છે, કેમળ બન્યું છે અને શીલની દિવ્ય સુગંધથી સુરાસિત બન્યું છે. જીવનનાં અંધારા ખૂણાઓમાં દિવ્ય પ્રકાશ પથરાયે છે, અજ્ઞાન અને મેડનું તિમિર ઓગળી ગયું છે એ દિવ્ય વિભૂતિનાં પવિત્ર પારસ સ્પર્શથી અને કોનું લેહમય જીવન સુવર્ણમયતેજસ્વી બન્યું છે.
પ્રાતઃકાલીન પ્રતિકમણમાં બેલાતા “ભરફેસરબાહુબલી સૂત્રમાં જ મહાપુરુષો અને મહાસતીઓનાં પવિત્ર નામનું રટણ કરીએ છીએ–એમાં “રાઈમઈ રિસીદતા પદમાં આ મહાસતી નષિદત્તાને પણ ભાવભીની અંજલિ આપીએ.
ભૂતકાળમાં ડોકીયું કરીએ તે સહેજે જણાશે–આ મહાસતીનાં જીવન ચરિત્રનું અનેક ત્રાષિપંગોએ ભવ્ય અને કૃતિ. રમ્ય આલેખન કર્યું છે. પ્રાકૃત-સંસ્કૃત અને ગુજરાતી ભાષામાં ગદ્ય-પદ્ય ઉભયરૂપે પચ્ચીશથી વધુ નાની મોટી કૃતિઓ જૈન જ્ઞાનભંડારોની શેભામાં વધારો કરી રહી છે. એમાંની ઘણી તે મુદ્રિત પણ થઈ ચૂકી છે. મહાસતી ત્રષિદત્તાનું જીવન ચરિત્ર
Page #11
--------------------------------------------------------------------------
________________
એ કઈ પ્રણયકથા કે નવલકથા રૂપ સમજી લેવાની જરૂર નથી ૩ કલાકમાં પૂરી થઈ જાય એવી મનોરંજક માત્ર સીનેમાની સ્ટેરી પણ નથી કે નથી આ કેઈ માત્ર વાંચીને સમય પસાર કરવાની રમત, આ તે મહા મૂલ્યવંત શીલ વગેરે આદર્શો ને જીવંત રીતે અપનાવી લેવા માટે ભારોભાર પ્રેરણા આપતી ધર્મકથા છે. શીલની રક્ષા માટે સંકટો અને ભીષણ કો સાથેનાં જીવસટોસટનાં સંઘર્ષને ચિતાર રજૂ કરતી રોમાંચક કથા છે. ધીરજ અને હિંમતની ચરમસીમાઓનું પ્રાણવંત દર્શન કરાવનારી ઉદાત્ત કથા છે.
આ કથામાં નાયક તરીકે કનકરથ રાજકુમાર મિણું નામની રાજકન્યાને પિતાના આદેશથી પરણવા માટે પ્રયાણ કરતો સૌ પ્રથમ આપણી સમક્ષ ઉપસ્થિત થાય છે. માર્ગમાં જંગલ છે, ત્યાં એક ઉદ્યાનમાં મનહર જિનમંદિર છે, એક વૃદ્ધ તાપસ રેજ ત્યાં જિનેશ્વરદેવની પૂજા-ભક્તિ કરી રહ્યો છે. ઋષિદત્તા એ આ તાપસની કન્યા છે પણ કૂદરતે ત્રણે લેકનાં સૌંદર્યનું જાણે કે એનાં અંગે અગમાં પ્રદર્શન કર્યું છે. રાજકુમાર કનકરથ ઋષિદત્તાનાં દર્શને પણ જરાય રાગ વહુવળ થતું નથી છતાં તાપસના આગ્રહે ઋષિદત્તા સાથે એને લગ્ન જીવનમાં જોડાવું પડે છે. રુમિણને પરણવા નિકળેલ રાજકુમાર ત્રાષિદત્તાને લઈ પાછા ફરી જાય છે– આ બીના જાણવા મળતાં જ અમિણુનાં અંતરમાં સ્ત્રીસહજ ઈષ્યની આગ ભડકી ઊઠે છે, એને હેરાન-પરેશાન કરી મૂકવા માટે સુલસા નામની જોગણને આશરો લે છે. જેગણ સુલસા કનકરથનાં નગરમાં આવી જોગમાયા વડે રોજ રાતના એકેક માણસનું ખૂન કરી ઋષિદત્તાનાં મુખની આસપાસ માંસ-લોહીનું બિભત્સ દશ્ય સજે છે. વિદત્તાના હોઠ અને મોટું લેહી-માંસ ભીનું ખરડી નાંખે છે
Page #12
--------------------------------------------------------------------------
________________
રાજકુમાર ચંકી ઊઠે છે. જગાડે છે–પૂછપરછ કરે છે અને એને એની નિર્દોષતાની ખાતરી થાય છે. પરંતુ જોગણ રાજાને ત્રાષિદત્તાનું આ રેજ બરોજનું ઘર હત્યાનું કૃત્ય હોવાનું ઠસાવી દે છે.
તેથી હવે રાજા દ્વારા સુલસા જેગણ ષિદત્તાને જીવતી ડાકણુ રૂપે પ્રસિદ્ધિ આપવામાં સફળ થાય છે અને રાજા એને અવળે ગધેડે બેસાડી નગર બહાર લઈ જઈ મારી નાંખવાને હુકમ છોડે છે. વધસ્થાનમાં મૂછિત થઈ ગયેલી વિદત્તાને જોઈ જલ્લાદો મરેલી સમજીને પાછા ફરી ગયા પછી ઝંઝાવાતમય જીવનદશાને પ્રારંભ થાય છે. પ્રસ્તુત ભાગમાં આવતી ત્રાષિદત્તા કથાને આ સંક્ષિપ્ત સાર છે. કથાનો માંચક શેષાંશ ભાગબીજામાં પૂર્ણ કરવામાં આવશે.
વિ. સં. ૨૦૨૮-૨૯ ના વર્ષ દરમ્યાન અમદાવાદમાં પૂજ્ય ગુરુદેવશ્રીએ ચાતુર્માસ અને તે પછી શેષકાળમાં આ મહાસતીનાં ઉપરોકત પ્રસંગેનું પ્રવચનમાં એક પછી એક આલેખવા માંડ્યા. શ્રોતાવર્ગ તો સાંભળતાં સાંભળતાં એટલે મુગ્ધ થઈ જતે કે જાણે માનવધરતી ઉપરથી કેઈક સ્વર્ગની ધરતી પર આવીને ઊભા રહ્યાં કે શું ? કાળનું તે જાણે કે સાવ વિસ્મરણ થઈ જતું. ૦ કલાક સાંભળીને પછી ઊઠીને પાછા આવતા રહીશું એવી ગણતરીથી આવનારાઓ તે પાછા ફરવાનું શું–ઊઠવાનું પણ ભૂલી જતાં. સમય જતાં એ પ્રવચને દિવ્યદર્શન સામાહિકનાં વાંચકોને દિવ્ય આનંદની અનુભૂતિ કરાવી ગયાં. - પૂજ્યપાદશ્રીએ આ મહાસતીના પ્રસંગેનું માત્ર એક કથાની જેમ આલેખન નથી કર્યું પરંતુ એક એક પ્રસંગોની બારીકમાં બારીક હકીકતેને ધ્યાનમાં લઈ એમાંથી માનવ જીવનને ઉચ્ચતાનાં શિખર તલ્ફ દેરી જનાર અનુભવગર્ભિત આદર્શોનું નવનીત તારવી આપ્યું છે. કથાની ઝીણી ઝીણી બાબતેમાંથી ફલિત થતાં માનવતાનાં મહાન સિદ્ધાંતનું મનનીય હદયંગમ નિરૂપણ
Page #13
--------------------------------------------------------------------------
________________
માનવનાં ચંચળ મનને સ્થિરતા અને દઢતાનાં પંથે દેરી જનારું છે. પૂજ્યપાદશ્રીએ કથાપ્રસંગેનાં આલેખનને નિરસ નહીં બનવા દેતા ડગલે ને પગલે એમાં માનવની આંખ ઉઘાડી નાંખે એ જે સુંદર બોધપ્રસાદને થાળ પ્રસ્તુત કર્યો છે અને તે કઈ આસ્વાદ જ અનેરે છે. પ્રસંગેનાં આલેખન સાથે માનસિક ઉચ્ચ ભૂમિકાઓનું જે સહવર્ણન છે એનું એવી સુંદર રીતે જોડાણ કર્યું છે કે વાચકને જરાય એમ ન લાગે કે આ એક વાતમાં વળી બીજી બીજી બહારની વાત ક્યાંથી આવી ગઈ ? ! ક્ષમાનમ્રતા–વૈરાગ્ય-સમાધાનવૃત્તિ વગેરે માનવજીવનનાં ભવ્યાતિ ભવ્ય મૂલ્યોને પૂજ્યપાદશ્રીએ જે સહજ ઉઠાવ આપે છે એ પણ મનુષ્યને સભાન અવસ્થામાં લાવી દેનાર છે અને કર્તવ્યની દિશામાં મંગળ પ્રસ્થાન કરાવનાર છે. ટૂંકમાં, પૂજ્યશ્રીએ પિતાના સમગ્ર અનુમને નિચેડ અને ચિંતનનું નવનીત આ કથાપ્રસંગોનાં માધ્યમે આપણી સમક્ષ ભેટ ધર્યું છે. માત્ર કથાને જ ભાગ વાંચી લઈને પડી બંધ કરી ખૂણામાં મૂકી દેવાનું જે વાચકનું દુર્ભાગ્ય નહીં હોય તે આ પુસ્તકનું આદ્યપાન્ત વાચન-મનન અને ચિંતન એની હૃદયગુફાનાં દ્વાર ખોલી નાખશે અને આત્મસૌંદર્યનું ઝળહળતું દર્શન કરાવશે. ચિત્ત દઈને વાંચનારને માત્ર આનંદ આપી જશે એટલું નહિ પણ જીવનની ગૂઢતમ સમસ્યાઓ જે પિતાને મુંઝવી રહી હશે એનું ખૂબજ સરળ નિરાકરણ– સમાધાન તેને આમાંથી સહજ પ્રાપ્ત થઈ જશે,
જે કાંઈ છે તે બધુ હું જ છું ' એવી મિથ્યા અભિમાનની ભેખડ નીચે દબાયેલા મનુષ્યને પિતાની ક્ષુદ્રતાનું ભાન થતાં કર્મોની ભેખડે ચીરીને બહાર આવવાને અદમ્ય ઉત્સાહ જાગશે.
પ્રાન્ત, આ કથાગ્રન્થના વાંચનથી ભવ્ય જીવે મુક્તિમાર્ગમાં પ્રગતિ સાધે એજ શુભેચ્છા.
Page #14
--------------------------------------------------------------------------
________________
વિષયાનુક્રમણિકા
૧ રાજકુમાર કનકરથનું લગ્નપ્રયાણ ૨ પર–રાજ્યની હદમાં આ પદા ૩ અદશ્યબાળા કોણ? બાહ્ય રસ ખતરનાક જ બુદ્ધિને અતિશય ૫ કુમારની જિનસ્તવના ૬ મંદિરે ઋષિ અને કન્યા : મુખ્ય ઉપકાર પ્રભુને ૭ ઋષિની પૂર્વ કથા : તત્ત્વશિક્ષા [૮ પરલેકને વિચાર ૯ સમ્યગ્દર્શન અને સમાધિ ૧૦ હરિષણ રાજા આશ્રમમાં ૧ી પ્રીતિમતીનું ઝેર નિવારણ ૧૨ કર્મનું જન વિજ્ઞાન ૧૩ અમૂલ્ય ચિત્તરત્ન ૧૪ વીતરાગની સાચી સેવા ૧૫ રાજા હરિણ વિરક્ત બને છે ૧૬ રાજારાણી પિવનપ્રતિ ૧૭ ઋષિદત્તાને જન્મ ૧૮ સત્ત્વના ઉપાય ૧૮ ઋવિદત્તાનું લગ્ન ૨૦ શબ્દોને ચમકાર : મહાદાનને ઉપાય
૧૧૧
૧૧૫
૧૧૯ .
૧૨૨.
Page #15
--------------------------------------------------------------------------
________________
૧ ૩૪ ૧૪૧
૧૪૬
૧૬ ૬ ૧૭૬
૧૮૫
૨૧ ઈન્દ્રિયના અનર્થ : આપઘાન અકાર્ય ૨૨ શદ્ધાર ૨૩ ઋષિદત્તાને બાપની હિતશિક્ષા ૨૪ માનસિક રોગ ૨૫ ગણની પાપલીલા ૨૬ દુષ્ટતા અને ધર્મને ધર્મ ૨૭ ઋષિદત્તા પર કલંક ૨૮ ઋષિદત્તાને વધને આદેશ : જીવની અશરણદશા ૨૯ ધર્મ ખાતામાં દાન વિવેક ૩૦ ઋષિદત્તાને ગેબી બચાવ ૩૧ ધર્મ શું રક્ષણ આપે ૩૨ શીલ અને સંયમ
૧૯૧
૧૯૬
૨૦૫
૨૧૯
૨૩૦
Page #16
--------------------------------------------------------------------------
________________
મહાસતી ૠિષદત્તા
૧ રાજકુમાર કનકરથનું લગ્નપ્રયાણ
ભરતક્ષેત્રના મધ્યખંડમાં થમન નામનું નગર છે. ત્યાં રાજા હેમરથ રાજ્ય કરે છે. ન્યાયમાગે રાજ્ય કરતા હાવાથી પ્રજા સુખી છે. સંતુષ્ટ છે. રાજાને સુયશા નામની રાણીથી કનકરથ નામે પુત્ર થયે. એને કળાએ શિખવવામાં આવી, પરંતુ એમાં એ ઊ`ચી ગતિને જીવ, એટલે ધર્મકળામાં સારા હોંશિયાર બન્યું.
પ્રાય: હલકી ગતિથી આવેલા જીવા ધ કળામાં સારી કુશળતા પ્રાપ્ત કરી શકતા નથી;
કેમકે એમના આત્મામાં હલકી ગતિના ક્ષુદ્ર અને પાપભરી જીવનચર્યાના ઘેરા સંસ્કાર એવા ભરચક ભરાયા હાય છે કે એની અસર ધર્મ તરફ રુચિ-આણું જ ન જાગવા દે. ત્યારે જો ધર્મ તરફ રુચિ જ નહુ તો ધ કળાની કુશળતા કર્યાંથી આવે ? તે એટલું સમજી રાખે કે એક ધ કળા બીજી બધી કળાને જીતી જાય છે.
‘ધકળા’ એટલે ધર્માંની સુદર શ્રદ્ધા, ધર્મના ઉત્તમ વિવેક, અને ધર્મની તારક ક્રિયા. શ્રદ્ધા વિવેક અને ક્રિયા જેનામાં હાય તેને શ્રાવક કહેવાય. ‘શ્રાવક’ શબ્દના ત્રણ અક્ષર શ્ર-વ-ક અ સૂચવે છે. એટલે એવા શ્રાવક ધ કળાવાળા ગણાય. આ ધર્મ કળાની બલિહારી છે. જગતમાં અનેક પ્રકારની હુન્નરોની અને બીજી ત્રીજી કળા હોય છે. એ વિશેષરૂપે વિકસી હોય તેા બીજાને ચમત્કાર પણ પમાડી
Page #17
--------------------------------------------------------------------------
________________
દે એવી હોય. પર ંતુ ધર્મ કળાની આગળ એ કુછ વિસાતમાં નહિ,
કનકરથ ધર્મકળામાં વિશેષ હોંશિયાર છે. બીજી બાજુ ટોબેરીનગરમાં સુંદરપાણી નામના રાજાને વાસુલા નામની રાણી છે. ઇન્દ્રાણી જેવી એ રાણીથી રૂપાળી ફિલ્મણી નામે પુત્રી ઉત્પન્ન ધઈ છે. એ વિદ્ય-કળામાં કુશળ છે. ચોવનમાં આવતાં રાજા એના માટે વરની ચિંતામાં વૃદ્ધ મંત્રીને પૂછે છે કે આ કન્યાને કયાં દેવી ?’
6
મંત્રી કહે છે, · મહારાજા ! રથમન નગરના રાજા હેમરનેા પુત્ર કનકરથ આપણી દીકરી માટે બહુ ચેગ્ય વર છે. તા એની સાથે કન્યાને વાવાડ’
મત્રી રાજાની આંખ કહેવાય. મંત્રીએ જોયુ' તે રાજાએ જોયું. મંત્રીના જોયા પર વિશ્વાસ; તે રાજાએ તરત હેમરથ રાજા પાસે દૂત મેાકલ્યા. જઇને રાજાની આગળ ફિલ્મણીનાં રૂપ-ગુણના એવા વણ ન કર્યાં કે રાજાને મનમાં એના પ્રત્યે આકર્ષણ ઊભું થઈ ગયું, અને દૂતે પછી કહ્યુ કે અમારા રાજા આ કન્યાને આપના ગુણિયલ પુત્ર કનકરને વેરે આપવા ઇચ્છે છે. માટે કુમારસાહેબને અમારે ત્યાં કન્યા સાથે લગ્ન માટે મેલે.’
ત્યારે હેમરથરાજાએ એ સ્વીકારી લીધું, અને પેાતાના પુત્ર કનકરથને કહે છે, ‘જાએ તમે આ કન્યાને પરણવા માટે કોબેરી નગરી પહેાંચી જાઓ.’
જેનુ મહત્ત્વ આંધળિયા ય કરાવે :
કુમાર કનકને કાંઈ એટલી બધી તાલાવેલી નથી; કેમકે એને મન જડનું એવું મહત્ત્વ નથી કે એમાં આંધળિયા કરવાનું મન થાય. એ જુએ છે કે ‘ આ કન્યા
Page #18
--------------------------------------------------------------------------
________________
અંગે તે સામેને દૂત કહે છે એટલા માત્ર પર વિશ્વાસ કેમ ધરાય? બાપને પોતાની કન્યા સારા ઠેકાણે વરાવવી હોય એટલે એ તે એનું સારું જ ગાય. બાકી કન્યાનું સાચું સ્વરૂપ તે આપણા વળ દ્વારા આજુબાજુથી તપાસ કરાવીએ તે જ ખબર પડે. તો એ રીતે કન્યાના ગુણને લાયકી જાણ્યા વિના એકલા વિષયરાગમાં અંધ બની રૂપમાં આકર્ષાઈને સંબંધ બાંધવામાં શું લાભ? કદાચ આત્માને જીવનભરના સંતાપ-અસમાધિ ઊભા થાય તે ? ”
કુમારનું મન દ્વિધામાં પડ્યું. એક બાજુ પિતાની આજ્ઞા છે, તે બીજી બાજુ આંધળિયાં કરી ગમે તેવી કન્યા સાથે જીવનભરનો સંબંધ બાંધવામાં જખમ દેખાય છે. આ જોખમને વિચાર જડ કરતાં આત્માનું વધારે મહત્વ આંકવા પર આવે છે. મનને જે એકલા જડ વિષય-સુખનું જ મહત્ત્વ હોય, તે તે મનને એમ થાય કે, “લાવોને, રૂપાળી રાજકન્યા આપણે માગવા ગયા વિના આપણને ઘેરબેઠે લાવી ધરાય છે ને ? તે વધાવી લે.”
કુપાવ બેટા ને વિષયલંપટી પણ બેટા :
પરંતુ ના, મનને મહત્વ આત્માનું વધારે લાગે છે, તેથી મન આ વિચારે છે કે, “વિષયલંપટતાના આંધળિયામાં જે કપાતર (કુપાત્ર) સાથે જીવન-સંબંધ બંધાઈ ગયા, તે આત્માને રેજના સંતાપ, રોજનાં આર્તધ્યાન, રેજની અસમાધિ ! અને સારા સહયોગથી આત્મહિત સાધવામાં જે અનુકૂળતા રહે તે લૂંટાઈ જાય. એમ ભલે ને એવું કુપાતર નહિ, પણ સેવાકારી પાત્ર મળ્યું, કિન્તુ જો એ માત્ર વિષય
Page #19
--------------------------------------------------------------------------
________________
સુખની જ લંપટ છે, તે ય એના રૂપરંગ અને હાવભાવમાં ખેંચાઈ ગયેલા જીવને એકલા વિષયાન્માદ મળે; ત્યારે પહેલેથી જો આત્માનું મહત્ત્વ આંકવાનું રાખ્યું હોય તે એવા પાત્રની ય સાથે સંબંધ ન જોડાય અને ઉન્માદના નથી મચી જવાય’
રાજકુમાર કનકરથ આમ વિમાસણમાં છે કે, · સામા પાત્રને પરખ્યા વિના, એના ગુણ-દ્વેષ જાણ્યા વિના એમ જ એની સાથે જીવન-સમય શી રીતે બધાય ?” ધર્મકળાકુશળ છે ને કુમાર ? એથી એને મન આત્માનું વિશેષ મહત્ત્વ છે, એટલે આ વિમાસણમાં પડે છે, પાતાની હૃદવ્યથા એ પિતાને જણાવે છે. પિતાનું સમાધાન :---
ત્યારે પિતા કહે છે. ‘· એવી શ’કાકુશ’કા કર ના હે. સારા ઘરની એ છોકરી છે, માટે ખાનદાન હાય. એમ તા દુનિયામાં રાજકુમારો ઘણા છે, પરંતુ એના પિતાને કાઈ સારા રાજકુમારને શેાધી કાઢવાની ચિંતા થઈ, એ સૂચવે છે કે પેાતાની પુત્રી એવી વિશિષ્ટ લાયકાતવાળી હોય ત્યારે જ એવા વિશિષ્ટ કુમારને શોધવા તરફ દૃષ્ટિ જાય. બાકી જેવી તેવીને તે ગમે ત્યાં રૂપાળા અને શ્રીમંતને વેરે નાખી મન પરથી ભાર ઉતારી નખાય; એને માટે વળી ખાસ ગુણિયલની ખેાજ શી કરવાનું બને ? માટે તું શકા ન રાખ, જા, અને એને પરણી લે.’ દક્ષિણ્યથી કુમાર ઊપડે છે :
પિતાના મેલ પર કનકરથના મનને સ ંતોષ નથી,
Page #20
--------------------------------------------------------------------------
________________
કિન્તુ દાક્ષિણ્ય ગુણના લીધે વિચારે છે કે “પિતાજીની સામે દલીલબાજીમાં ઊતરવું ઠીક નથી, તેથી કર્મ અને ભવિતવ્યતા મુજબ થવાનું થવા દો.” બસ, એમ વિચારીને પિતાએ આપેલા હાવ-લશ્કર સાથે એ ઊપડે કૌબેરી નગર પ્રત્યે. હવે મનમાં બહુ ચિન્તા રાખી નથી, ને આગળ આગળ પ્રયાણ કર્યું જાય છે. ત્યારે પૂછે,
પ્રવે-જે મનમાં વસવો હોય કે કોણ જાણે કન્યા કેવીક ગુણદોષવાળી હશે, તે શું મન નિશ્ચિત્ત રહી શકે? ચિના ન થાય ?
ઉ–પણ અહીં સમજવા જેવું છે કે, મનને આતનાનું મહત્વ લાગ્યા પછી એ ગ્ય પુરુષાથ બાદ બનતી બહારની ઘટનાએને આત્માનાં કર્મ અને ભવિતવ્યતાના અવરભાવી બનાવ તરીકે લેખે છે. પછી અવશભાવમાં ચિંતા શા સાર કરે ?
મુખ્યપણે આજાને માન્ય એટલે તે એનાં પૂર્વોપાજિત કામ અને એના પર કામ કરતી નિયત ભવિતવ્યતાને પણું માનવું જ પડે.
સંસારી જીવ સાથે એ કર્મ અને ભવિતવ્યતા તે અનાદિ કાળથી સંકળાયેલાં તત્ત્વ છે. એટલે આત્માને મહત્ત્વ આપ્યા પછી એને કેમ અવગણાય? કેમ દયાન બહાર રખાય ? આત્માને માન છે, ને એની સાથે ગાઢ સંકળાયેલ કર્મ નથી માનવા ? ભવિતવ્યતા નથી માનવી? જે એને અવગણે, એ જાણે કશું છે જ નહિ એમ માનો,
Page #21
--------------------------------------------------------------------------
________________
તો પછી આત્માને કેવા માન્યા ? શુ સદાનો શુદ્ધ ? એવુ જો હાય ને, તે તે આત્મા પર બનતી વિચિત્ર ઘટનાએ અવાસ્તવિક રે. સદા શુદ્ધને વળી વિચિત્ર ઘટનાએના ભાગ શું કામ બનવાનું હેાય ? કારણ વિના કાર્ય અને નહિ. નિશ્ચયવાદી કચાં ભલે છે ? :
માટે ભૂલા પડતા નહિ, આજના કોલકલ્પિત નિશ્ચયનયને માનનારા કે કારી ભાંવતવ્યતાની ઘટનાએ માન નારાના પલ્લે પડતા નહિ. કવશ એ નાચતા તે હાય જ છે. છતાં કમ આત્માને કશુ કરતા નથી એમ બેલે છે! કના ભેગ બનતાને અનિચ્છાએ આપત્તિગ્રસ્ત એ બનતા તા હાય જ જે, છતાં એની પાછળ આત્માનાં વિચિત્ર કમ કામ કરત! હાય છે એમ નથી માનવું! કનુ એ કાય હાવાનું નથી માનવું; કહેવાતા નિશ્ચયવાદીની આ કેવી અજ્ઞાન
મૂઢ દશા?
કના આત્મા પર કરશે. પ્રભાવ જન હાય તા.
જીવ અત્યારે સંસારી શાને ? ચાર ગતિમાં ભટકતે શાને? કાયદાની કેદમાં પૂરાવાનું શા માટે
અનેક પ્રકારનાં શાતા-અશાતા. યશ-અપયશ, માનઅપમાન વગેરે ફળ ભોગવવાનું કેમ ?
અગર કર્મીની પરાધીનતા નથી, તે આ બધુ આત્માને શા સારુ વેડવાનું અનુભવવાનુ' હોય ?
કર્માંના પ્રભાવ નથી તો કેમ ધાર્યું ઘણું સફળ નથી થતું? તે અણુધાર્યું. અઈયુ` કેમ આવી પડે છે?
Page #22
--------------------------------------------------------------------------
________________
આ સ્થિતિમાં માનવું જ પડે કે એકલા શુદ્ધ આત્માથી આ બધી વિચિત્ર ઘટનાઓ બને નહિ; એ તે જેમ આત્માને માનીએ એમ આત્મા પરના કર્મ–બંધન પણ માનવા જ પડે. આત્માની સાચી માન્યતામાં કમની માન્યતા આવી જ જાય. રાખવી જ પડે. તે જ ખરેખર આત્મતત્ત્વ સમજપૂર્વક માન્યું ગણાય. આવી રીતે આત્માને ખાસ મહત્ત્વ અપાય ત્યારે કર્મનું મહત્વ કર્મને પ્રભાવ એની અંતર્ગત રહે જ. પછી બાહ્ય જડ પદાર્થો અને જડ સંગને એવું મહત્ત્વ ન અપાયાથી તેવી તેવી પરિસ્થિતિમાં જડ વસ્તુને દોષ ન દેતા, આત્માના કર્મને કે ભવિતવ્યતાને દોષ દેવાય.
આત્માને મહત્વ આપ્યા પછી આપત્તિમાં મનને શાંતિ રખાય કે જેવા કર્મના ઉદય હોય તે જ પ્રમાણે બને. એમ જેવી ભવિતવ્યતા હોય તે પ્રમાણે જ પરિસ્થિતિ બની આવે.
રાજપુત્ર કનકરથ પિતાના આગ્રહ પર દાક્ષિણ્યવશ આ જ વિચારે છે કે “જારે એમનો આ આગ્રહ જ છે, તે ભલે રાજકુમારી રુકિમણીના ગુણદોષ બીજી રીતે જાણવા નથી મળ્યા, પણ કર્મ અને ભવિતવ્યતા હશે તેમ બનવાનું છે, માટે હવે મારે ખેંચપકડ કરવાની જરૂર નથી. આગળ તે જે બનવાનું છે તે બનશે, પણ હાલ તે મારે પિતાજીની ઈરછા પ્રમાણે એને પરણવા જવાનું; પિતાજીને નારાજ નહિ કરવાના. બહારની વાતમાં મુખ્યપણે તે કર્મ જ કામ કરતા હોય છે; પુરુષાર્થ તે ગૌણપણે કામ કરનારે છે. ત્યારે પિતાજીનું દાક્ષિણ્ય જાળવવું એ આભ્યન્તર વાત છે, ને એમાં
Page #23
--------------------------------------------------------------------------
________________
८
મારે પુરુષા મુખ્ય જવાબદાર છે; માટે આ જ કરુ’ બસ, રાજાએ લ્હાવ–લશ્કરની જે તૈયારી કરી આપી, તે લઈ ને કનકરથે કોબેરી નગરી તરફ પ્રયાણ આદર્યુ છે. રસાલા આગળ વધી રહ્યો છે; એમાં એવુ બને છે કે હવે ખીજા રાજયની હદની અંદર જંગલમાં એક વડના ઝાડ નીચે મુકામ કર્યો છે. રાજકુમાર સ’હાસન પર બેઠા છે, ત્યાં એ રાજ્યના રાજા અરિમનના દૂત આવીને કનકને આમ કહે છે,
૨ પર-રાજ્યની હદમાં આપદા
ભાગ્યવાન! અમારા મહારા‚ પૃાવે છે કે તમે અમારા રાજ્યની હદમાં કોને પૂછીને પેડ ?'
કનકરથ કહે, ‘એમાં પૂછવાનું શું? દેશાંતર જવાના રસ્તા પરથી તે કોઈ પણ પ્રવાસી પસાર થઈ શકે છે.’
દૂત કહે,-‘ એટલે શુ રાજ્યમાલિકની રજા નહિ લેવાની ?’
આ ઉત્તરમાં પૂછે છે, ‘તો શું તમારા રાજાને કાલે ઊડીને દેશાંતર જવું હોય અને વચમાં અમારા ને ખીજાના રાજ્યની હદમાંથી પસાર થવાનું હાય, તે શુ અમારી અને ખીજાની રજા માગ માગ કરશે ?
7
દ્ભુત મુ ંઝાયા કે હા કહેવી કે ના? એટલે કહે છે, • એ વખતની વાત એ વખતે. અત્યારે તે તમે વિના રજાએ અમારી હદમાં ઘુસ્યા છે તેથી ગુનેગાર છે. માટે કાં તો
Page #24
--------------------------------------------------------------------------
________________
ગુનાની માફી માગી આગળ જવા માટે રજા માગી લે, નહિતર યુદ્ધ માટે તૈયાર થઈ જાઓ.”
કુમારે જોયું કે “રાજાને મિથ્યાભિમાન છે, ને તેથી ખોટી રીતે લડવા જ ચાહે છે. આમ મારા પ્રત્યે હલકી વૃત્તિ ધરાવે છે, તે પિતાજીનું ગૌરવ સાચવવા એને જવાબ દઈ દે ” એમ વિચારીને એ દૂતને કહે છે, “તારા રાજાને ખોટી : તે લડવું જ છે તે ભલે આવી જાય લડવા.” રાજકુમારના સલાહકાર એનું પરાક્રમ જાણે છે, એની ગંભીરતા અને વિશેષજ્ઞતા જાણે છે, તેથી એની વાતને વધાવી લે છે. દૂત ઉપડ્યો પાછે, અને જઈને રાજાને વાત કરતાં રાજા લશ્કર લઈ ચડી આવ્યો.
માભિમાન માણસને કે મહેકાવે છે? કે વચાર બનાવે છે? આંગણે આવેલા આવા સારા રાજકુમારના સ્વાગન કરી એક સારા મેમાન તરીકે ઘરે પધરાવવાની અક્કલને બદલે ઉલટું ઝગડવાની અક્કલ આપે છે !
મિ.ભિનાનના ઘરની અક્કલ ટી.
રાજા અને કનકરીનાં લશ્કર સામસામે અથડાયાં. એમાં કનકર વિશેષ ગુણો આવવાથી એ આગળ જઈ લડવા તૈયાર થઈ ગયા, ત્યારે એના સુભટ માણસો એને રેકે છે, કહે છે, “કુમાર સાહેબ આપ તે અમારા નેતા રત્ન છે, આપે આગળ થવાનું ન હોય, આપ જેવા રત્નની તે અમારે રક્ષા કરવાની હોય; માટે આપ બેસે, અમે લડી લઈશું.”
Page #25
--------------------------------------------------------------------------
________________
૧૦ પરંતુ કુમારનું ખમીર ઊછળ્યું છે, એટલે એ ઝા નથી રહેતું. એ તે તલવાર સાથે લશ્કરના મેખરે આવી ગયે, અને સામા રાજાને પડકાર કરે છે કે “આગળ આવ, તું જ આગળ આવ; આજ તારે કાળ તને બેલાવી રહ્યો છે. કાળથી ગભરાઈ બાયલે થઈ પાછળ શું છૂપાઈ રહ્યો છે?”
પર રાજાની દુર્દશા -
રાજાને આ સાંભળી અપમાન લાગ્યું તે આવ્યો મોખરે અને કુમારે પલકમાં તેના પર કૂદકે મારી નીચે પટકીને પકડી લીધો. બેડીએ બંધાવ્યો. બસ, લશ્કર નાયક પકડાઈ જતાં ઢીલું ઘૂસ. બધા નમી પડ્યા. કનક રાજાનું અભિમાન બરાબર ઉતારી દેવા પાંજરામાં પૂરાવી એને કેદી તરીકે પિતાના રસાલા સાથે લીધો. કૌબેરી નગરી તરફ સવારી આગળ ચાલી રહી છે, ને રાજા કેદરૂપી એમાં સાથે છે.
લેટરી લગાવી ને? સંભવ છે જીતી જઈશું, ને જીતીશું તે બહાર ખ્યાતિ વધશે,” આ લેટરી જ છે ને ! લેટરી, અતિવિશ્વાસ, અતિભ..બધાં ખોટાં. પોતાના બલાબલને વિચાર કર્યા વિના આંધળયા સાહસ કરવામાં પસ્તાવાનો વખત આવે. અભિમાનથી રાખેલે
અતિવિશ્વાસ અને દુન્યવી ચીજને લેભ આવું વગર વિચાર્યું સાહસ કરાવે છે.
અરિમર્દન રાજાને એ જ થયું. એને પિતાની સત્તા અજમાવવાનો લાભ લાગે મનમાં અભિમાન સળવળ્યું કે હું આ રાજ્યનો મોટે રાજા, તે મારી રજા વિના પેસ
Page #26
--------------------------------------------------------------------------
________________
૧૧
નારને બતાવી દઉં કે, હું કોણ છું? એની પાસે માફી મંગાવું ” આ અભિમાન અને લેભે પિતાના બળને અતિવિશ્વાસ કરાવ્યું, ને વગર વિચાર્યું સાહસ કરાવ્યું. અહીં તે આવેલ રાજકુમારનું એક મેમાન તરીકે સ્વાગત કરવાને અવસર હતું. એને લાવીને આંગણે પધરાવી ભક્તિ કરવાની અને મિત્રતા વધારવાની તક હતી. પરંતુ એ દેખાય ક્યાં ? મદ અને લેભે અંધતા ઊભી કરી, અંદરની ચક્ષુ ખુલવા દીધી નહિ.
મૈત્રીભાવ. કરણાભાવ, અને બીજાના સારા ઉપર ઈર્ષ્યા નહે પણ પ્રમોદભાવ. એને કિંમતી અવસર અંદરનું ચ ખૂલે ત્યારે દેખાય. પણ મદ ને લેમ એ ખૂલવા દેતા નથી.
શાસ્ત્રકારો એટલા જ માટે કામ-ક્રોધ-લોભાદિ કષાયને ભયંકર અંધાપો કહે છે, ખતરનાક કહે છે. આ ઊંચા માનવ અવતારમાં તે મૈત્રી-કરુણા-અમદ-માધ્યસ્થની ભરચક સુવાસથી હૃદયને મઘમઘતું કયું રાખવાનો મહાન સોનેરી અવસર કહે છે. પરંતુ મૂર્ણ જીવને કષાયના અંધાપામાં એ અવસર દેખાતે જ નથી. તેથી જિંદગી આખી ય દિલમાં વેર-વિરોધભાવ, કઠોરતા, ઈર્ષ્યા, પરચિંતા–પરદેષ દર્શન વગેરે બદબો જ ભર્યો રાખવામાં ગુમાવાય છે.
મૂખ જીવને એ ભાન નથી કે “જે બળ–સત્તાસમૃદ્ધિ અને પરિવારાદિ પામવા પર અભિમાન અને લેભ કરે છે. જે એ કરીને આ બદબો દિલમાં ભરે છે, એ બધા તે છેવટે જીવનના અંતે તારે ર૮ બાતલ થવાના છે, તારાથી
Page #27
--------------------------------------------------------------------------
________________
૧૨
વિખૂટા પડવાના નિશ્ચિત છે; જ્યારે મદ લેાભ વગેરેના અને અને વેર વિરાધાદિના ગોઝારા સસ્કાર આત્મામાં જડાયા સાથે ચાલશે એ ભાવી ભવાને ભયંકર પાપિષ્ટ મનાવશે.’
ભાવી દુઃખદ અને પાપિš ભવાની તે શી વાત ? પરંતુ આ મદ વગેરે દેષ અને વૈર-વિરોધાદિ દુષ્કૃત્ય અહીં પણ જીવને ચિંતા–સ તાપ-ગ્લાનિ અને હાયવાય આપે છે. રાજા અમિન પામ્યા ને 'નાપનાં ! મારા રાજ્યમાં વગર રજાએ બીજા પેસે ? સંતાપ જાતે ઉભા કર્યાં. ત્યારે મદ ને મૈત્રીભાવ હાય તો શાંતિ પામે.
'
મૈત્રી આદિ ગુમાવવામાં જાતે સંતાપ ઊભા કરવાનું થાય.
ત્યારે એ વિચારે, કે મૈત્રી યાને જીવા પર સ્નડભાવ રાખીએ, દુઃખી પર કરુણા રાખીએ, બીજાના સારા પર આનંદ રાખીએ અને પચતા, સંતાપ, ને પરદોષદર્શન ન કરીએ, તે શું આપણે ગુમાવવાનું થાય ? કે સારૂં પામીએ? શુ લેાક દુશ્મન બને? મૈત્રી ભાવ આદિ રાખવામાં શી નુકસાની ?
તીથકર ભગવાનનું શાસન મળ્યુ છે. ત્યારે મદ-લાભ, કામ-ક્રોધ,વગેરે આત્માના રાગ હટાવવા મહાન સોનેરી અવસર બન્યા છે. મૈત્રીભાવ વગેરેથી દિલને સુવાસિત મઘમઘતું રાખવાની અનેરી તક મળી છે. આપણી નજર સામે ભગવાનનાં જીવનના ઉત્તમ આદેશ છે, ભગવાનની વાણીને જવલંત પ્રકાશ છે. પ્રભુના આ આદેશ અને જિનવાણીના પ્રકાશને આપણા જીવનમાં
Page #28
--------------------------------------------------------------------------
________________
૧૩
કઈ ઉપગ નહિ? તો જિન અને જિનવાણીને વળગ્યા છીએ શા માટે?
શું ઉપગ લેભાગુઓના જીવનને? ને અનાદિથી ચાલ્યા આવતા મેહ-અંધકારને ? મદ લેભ વગેરે કેમ કરીએ છીએ ? દેખા દેખીથી જ ને ? બીજાઓ એ કરે છે, માટે એ જોઈને આપણે ય ભૂલા પડીએ છીએ. મેહના અંધકારને લીધે અંદરની ચક્ષુ ખૂલતી નથી, તેથી મૈત્રીભાવ આદનાં સુંદર ફળ દેખાતા નથી, જેવા નથી. પ્રભુ જીવનનો આદર્શ અને પ્રભુપાણીને પ્રકાશ મળ્યાની કદર કરે, એનાં મહામૂલ્ય આકે. દુનિયાના મોટા ભાગને નથી મળ્યા એ તમને મળ્યા છે. એવા નહા દુર્લભ આદર્શ અને પ્રકાશ મળ્યા પર જીવનમાં એને ઉપગ કરે.
રાજા રિમર્દન મદમાં ભૂલ્ય, લડવા ગયે તો હાર્યો અને હવે કેદમાં પૂરાઈ રાજકુમાર કનકરથની સાથે કેદી તરીકે ચાલવું પડયું. કેવી નાલેશી? જે જે,
કમસત્તા જીવની આનાથી પણ ભયંકર નાલેશી કરે.
મોટા દેવ જેને પણ ઉપાડી ગર્ભની કેદમાં અને હલકી કાયાની કેટડીમાં પૂરી દે છે ! પછી કેમ? તે કે, અભિમાનના વેગે બંધાયેલા નીચ ગોત્ર અને તિર્યંચગતિનાં કમે જે ભૂંડની કાયામાં જીવને પૂર્યો, તે એ કાયાથી એકવાર દેવને જીવ હવે વિષ્કા ખાઈ આનંદ માનશે ! કર્મસત્તાના આ જુલ્મ પર પ્લાનિ થાય છે? જે સંસારમાં આવું જ
Page #29
--------------------------------------------------------------------------
________________
૧૪
ચાલ્યા કરે છે, એ સંસાર પ્રત્યે નરફત છૂટે છે ? વૈરાગ્ય આવે છે ? ના, વમાનમાં મળેલા વિષયેા પર વિશ્વાસ રાખી લંપટતા કરવી હેાય, ત્યાં સંસારની નાલેશી શાની જોવાય ?
રાજકુમાર કનકરથ ઉદાર છે. એને નથી જોઇતુ અરિમનનું રાજ્ય, કે નથી રાખવા એના પર વૈરભાવ. ત્રણ ચાર પ્રયાણ આગળ વધ્યા પછી એણે રાજાને છૂટ કર્યા, શિખામણ આપી, માનભેર એના નગરમાં રવાના કર્યો, મહાન પુરુષાનાં દિલ મહાન હોય છે. ક્ષુદ્ર નહિ. આપણે મહાન બનવું છે ? તે દિલ મહાન રાખવા જોઇશે. અભિમાની અને આપણને નીચા પાડવા મથનારને પણ પ્રેમ અને ઉદારતાથી નવરાવી નાખવા જોઈએ. અવસર પામી એવા પ્રેમના ઉદાર વર્તાવ દાખવવા જોઇએ. દિલ અને વર્તાવ મહાન બનાવ્યા વિના મહાન કેમ થવાય ?
માનવ જીવનમાં આવી જ સુવાસ કમાઈ લેવાની હાય છે કે, દુશ્મન હા, વિરોધી હૈ, કે આપણું નુકસાન કરનાર, યા આપણને દુઃખ દેનાર હા, એની ઉપર પણ મૈત્રીભાવ, સ્નેહભાવ રાખીએ, ઉદારતા દાખવીએ, આપણા વિશાળ દિલમાં એને સ્નેહી જેવુ સ્થાન આપીએ.
Page #30
--------------------------------------------------------------------------
________________
૩ અદશ્ય બાળ કેણઃ બાહ્યનો રસ ખતરનાક
રાજકુમાર કનકરથ આગળ વધતાં એક સાયંકાળે જંગલમાં પડાવ નાખે છે. પિતે સંધ્યાકાળની અર્ડ ભક્તિ કરી પ્રતિક્રમણ કરી લે છે. ત્યારે, એના માણસે આજુબાજુ ફરવા ગયેલા, તે મેડા પાછા ફરે છે.
કુમાર પૂછે -કેમ, આટલો બધે સમય ક્યાં રોકાયા? બાળ અદૃશ્ય :
પેલા કહે, “સાહેબ! અહીં એક ચમત્કાર જેવા મળે. અમે અહીંથી સહેજ આઘે ગયા ત્યાં એક દેવ-બાળા જેવી યુવતી જોવામાં આવી. હજી તે અમે વિચાર કરતા હતા કે આવા જંગલમાં આવી અપ્સરા ક્યાંથી? એટલામાં તે એ અમને જોઈ ઝાડીમાં પેસી ગઈ, અમે તરત જ એની પૂઠે ઝાડીમાં પેઠા, એ પૂછવા કે “તું કેણ છે, અને અહીં ક્યાંથી? કે અમારા મનને એમ કે જે એ કુંવારી કન્યા હોય તે આપના માટે બરાબર યેચ છે, તેથી એને આપની મુલાકાત કરાવી દઈએ. પરંતુ કુમાર સાહેબ ! અમે ઝાડીમાં એને ખૂબ શોધી, પરંતુ તે દેખાઈ જ નહિ. બાદ અત્રે આવ્યા. આમ અત્રે પાછા વળવામાં અમે મેડા પડ્યા એનું કારણ આ હતું.
માણસોએ આ ખુલાસો કર્યો. એના પર કનકરથને લાગ્યું કે “સંસારી જી કૌતુકપ્રિય છે, એટલે સ્વાભાવિક છે કે માણસે કાંઈક કૌતક જોવા મળે ત્યાં ભૂલા પડી
Page #31
--------------------------------------------------------------------------
________________
૧૬
જાય. સામાન્ય માણસોનું ગજું કેટલું? જીવન તેા ઘણુ ય ઊંચું માનવપણાનુ મળ્યુ હોયઃ પરંતુ
બહારનું વ્હેવાના રસઊંચાં જીવનનાં કૂચા કરે છે. ને ઝુનુ પાલન ભૂલાવી, આવા ને આવા તુચ્છ વિષયા પાછળ જીવને ભમાવે છે.
જીવને આમ જ અનીવાર ઊંચા માનવ અવતાર મળ્યા છતાં એ વેડફાઈ ગયા. નહિતર મનુષ્યભવે તો પેાતાના આત્માની ચિંતા મુખ્ય બનાવી ઊંંચા સત્ કબ્યાન પાલન કરતા રહેવુ જોઇએ, કેમકે એ કરવા દ્વારા તત્ત્વમાં રમતા રહેવાની અહી સુંદર તક છે; તત્વમાં રમતા રહી પોતાના આત્માને વાર વારના જન્મ-મરણની વિટંબણામાંથી મુક્ત કરવાના સોનેરી અવસર છે. સદ્ઉત્ર્યપાલન, તત્ત્વરમણતા અને જન્મ-મરણ-ઉચ્છેદના આવા સેને અવસર તે અન તીવર મળ્યા હતા, છતાં કેમ જીવ સંસારમાં હજી સુધી ભટકતા રહ્યો? કહા, ખાદ્યના રસ, કૌતુક જોવાની લગની, અને વિષયાનાં ભારે આકષ ણ કાંથી એ સૂઝવા દે? પોતાના આત્માની ચિ ંતા શાની જાગવાં જ દે? જો એ નિહ, તે પછી કર્તવ્યપાલન અને તત્ત્વમાં ઠરવાનું આવે જ શાનું? ખાદ્યના રસ અને કૌતુક જોવાની લગની આત્મચિંતાને ભૂલાવે છે.
રાજકુમાર કનકથની જીવનદૃષ્ટિ ઊંચી છે. એટલે આવી ભવ્ય ભાવના કરે છે. ખૂખી જુએ એની વિચારણામાં ક્યાંય પેલી અપ્સરા જેવી માળા અંગે કશા વિચાર નથી.
Page #32
--------------------------------------------------------------------------
________________
૧૭
નહિતર યુવાનીમાં આવેલાને તે એની વિચારણા મગજમાં ઘર કરી જાય....એ કેવી કહશે ?....' એમ જાણવાની આતુરતામાં એ જોઈ આવનારને પૂછવાનું મન થાય પછી એની જ ચર્ચા-વિચારણા ચાલે. પરંતુ અહીં કુમારને એને કશે વિચાર સ્પા નથી. ત્યારે યુવાનીના ઉન્માદ એણે કેવા સચમમાં રાખ્યા હશે. માટે તે જુએ કે એના માણસો બહાર લટાર મારવા નીકળી પડ્યા; પણ કનકરથ પોતે પ્રભુભક્તિ અને પ્રતિક્રમણમાં લાગી ગયા. હવે માણસા જોઈને આવ્યા પછી ખુલાસો કરે છે, તે પેાતાને કશે ખેદ નથી કે આવી અપ્સરા જેવી ખાળા જોવાની રહી ગઈ.' ના; કારણ કે એણે યુવાનીના ઉન્માદને કબજામાં રાખ્ય છે. એથી જ ખાદ્યની ચમત્કારિક ઘટના સાંભળવામાં આવી છતાં એના પર તાત્ત્વિક વિચારણા કરે છે.
ઃ
મનને ઊ'ચા મનુષ્ય અવતારની કિંમત હૈાય, તે (૧) આત્માની ચિંતા મુખ્ય બની જાય, (૨) જીવનમાં ઊ’ચા વ્ય સાધી લેવાની દૃષ્ટિ જાગતી રહે, ને (૩) એ દ્વારા મન તત્ત્વમાં ડરે, બાકી જીવનની કિંમત ન હેાય, તો આત્માની ચિંતા જ શાની થાય ? ચિંતા બાહ્યની, ચિંતા પુદ્ગલની ! રસ બાહ્યનાં, મન ઠરે તે એમાંજ હરે! પ્રવૃત્તિ દેડધામ અને ધાંધલ ચાલે એ ખાદ્યની પાછળ ! ત્યાં સત્ કત વ્યની પ્રવૃત્તિમાં મન લાગે જ શાનુ ? કુળ રિવાજથી કાંક દેવદર્શનાદિ કન્ય–સાધના થતી હેાય તે ય મન એમાં ઠરે નહિ.
આજે દેખાય છે કે શ્રાવકપણાનાં રાજનાં કેટલાંય કવ્ય આચારો ભૂલાતા જાય છે ને? બે વાર પ્રતિક્રમણ,
*
Page #33
--------------------------------------------------------------------------
________________
૧૮
ત્રિકાળ જિનભક્તિ, જિનભક્તિમાં સ્વદ્રબ્યાનું સમર્પણ, સતત જિનવાણી શ્રવણ, શાસ્ત્ર-સ્વાધ્યાય, ચૌદ નિયમ.... વગેરે રાજીદી પ્રવૃત્તિ કરનારા કેટલા ? પતિથિએ વિશેષ ત્યાગ અને તપ તથા પાષધાદ્વિ ધર્મ પ્રવૃત્તિ કરનારા કેટલા ? અતિ અલ્પ. બાકી તો માટો ભાગ ખાદ્યની પ્રવૃત્તિમાં પડેલા છે. કેમ આમ ? કડા, ઊંચા જીવનની કિંમત નથી, આત્માની ચિંતા નથી, માત્ર ખાદ્યને ધરખમ રસ છે, બાહ્ય દોડધામ છે, જીવ ખાદ્યમાં ઠરે છે. એ સહજ છે કે જેની બહુ પ્રવૃત્તિ, એના રસ પાષાયા રહે, અને મન એમાં જ ઠરે, માટે આ વાત છે કે તત્ત્વના રસ જગાવવા-પોષવા હાય, મનને તત્ત્વમાં ઠરતું કરવું હોય, તો તાત્ત્વિક પ્રવૃત્તિ અર્થાત્ ધાર્મિક કબ્યાનું ખૂબ પાલન કરવુ જોઇએ. માત્ર વાતા કરવાથી અને બાહ્યની પ્રવૃત્તિ પૂર જોસમાં કર્યે જવાથી, તત્ત્વમાં ઠરવાનું ન બને; ધમાં ઠરવાનું ન બને.
પ્ર૦ – ભરત ચક્રવતી ને બાહ્યની પ્રવૃત્તિ ઘણી હતી, તો ય એ તત્ત્વમાં ઠરતા હતા ને ?
ઉ – એમના દાખલા લઈ તમારી ખાદ્યમાં દોડધામ પર સિક્કો લગાવતા નહિ, એને વિના ગભરાટ સેવતા નહિ; કેમકે ભરત ચક્રવતી તો આરિસાભવનમાં કેવળજ્ઞાન લેનારા હતા, વીતરાગ બનનારા હતા. તમારે તે દેરાસરમાં ચ સામે આરિસે આવી જાય તે ‘હું કેવા સારા શોભુ છુ.’ એમ રાગથી જાતને જોઇ લેવાનું મન થાય છે; ત્યાં ઘરમાં આરિસાભવનમાં વીતરાગ મનવું સહેલું છે ?
Page #34
--------------------------------------------------------------------------
________________
વાત આ છે બાહ્યની બહુ પ્રવૃત્તિમાં બાહ્યને રસ પોષાય છે, મન બાહ્યમાં ઠરે છે, તેથી તત્વમાં અને ધર્મમાં રસ નથી આવતું, ચિત્ત ઠરતું નથી. એમાં ઠરવું હોય તે બાહ્યની ધમાલ ઓછી કરી નાખી ધર્મપ્રવૃત્તિ વધારે. પ્રભુ આગળ એક ચૈત્યવંદન કરતાં ય જે ડાળિયાં મરાય છે તે ધર્મરસ ખત્મ! એ ચૈત્યવંદન ધર્મમાં ઠરવાનું ગૂમ. ચિત્ત જે ધર્મમાં ઠરતું હોત તો મન બહારનું જોવા કેમ જાય ? રૂપિયા ગણતાં ડાફોળિયાં મારે ખરા ? પરમીટ માટે મોટા ઓફિસર સાથે વાત કરતાં ડાફોળિયાં મારો ખરા? તે નવકારવાળી ગણતાં ચૈત્યવંદનમાં પ્રભુની સાથે વાત કરતાં ડાફોળિયાં શાના મરાય ?
બાહ્યને રસ ને બાની મફતિયા-ફગટિયા દેડધામ બંધ કરી દઈ અને જરૂરી પણ દોડધામને ઓછી કરી નાખી ધર્મ પ્રવૃત્તિ ખૂબ વધારે, પછી જુઓ કે ધર્મ– રસ કેટલે બધે વધે છે, ધર્મમાં ચિત્ત કેવુંક ઠરે છે !
૪ બુદ્ધિને અતિશય
કનકરથનું પ્રયાણ આગળ વધે છે -
કનકરથ રાજપુત્રને આ હતું એટલે માણસે બહાર ફરવા–જોવા ગયેલા એ વખતે પિતે જિનભક્તિ–પ્રતિ– કમણ આદિમાં લાગેલે; એમાં એનું ચિત્ત ઠરતું હતું તેથી જ પેલાઓએ બહાર દેવસુંદરી જેઈ આવ્યાના વર્ણન કરે
Page #35
--------------------------------------------------------------------------
________________
૨૦
છે, પણ કુમારને એમાં રસ નથી. પછી બધા સૂતા, સવારે વહેલાં ઊઠયા પછી પણ કુમાર પરમેષ્ઠિ–નમસ્કાર, આત્મચિંતા, તથા પરમાત્મભકિત કરવામાં લાગી જાય છે. જેનું જેમાં ચિત્તઠરતું હોય, એ એની પ્રવૃત્તિ સહેજે કરે હોંશથી કરે.
કુમાર દેવભકિત કર્યા પછી સેનાને આગળ પ્રયાણને આદેશ આપે છે, એટલે એના એની તૈયારીમાં પડી; અને કુમાર પિતે મિત્રો સાથે આગળ ચાલવાનું કરે છે. આગળ વધતાં એક સરોવર આવ્યું. એ જોતાં ચિત્તને પ્રસન્નતા થાય છે, એટલે કનકરથ ત્યાં સરેવરની પાળે જઈને બેસે છે. એવામાં પાસેના ઉદ્યાનમાં પેલી સુંદરી જોવામાં આવી.
જેઈને કુમારના મનને આશ્ચર્ય થયું કે “અહે! આ કેઈકે દેવલોકની દેવાંગના અહીં ક્યાંથી? સંભવ છે અહીં પારોમાં કેઈ તીર્થ હોય તે એની ભક્તિ માટે આવી હેય.” જુઓ કુમારની વિચારસરણી કઈ દિશામાં કામ કરી રહી છે? દેવાંગના જોતાં એનાં રૂપરંગ-સૌંદર્ય પર વિચાર નહિ યા એનાં આગમનનાં હેતુમાં બીજે કઈ વિચાર નહિ, પરંતુ તીર્થની કલ્પના થઈ આવે છે. પૂછો,
દુન્યવી પ્રસંગમાં પણ ધમ સંબંધી કલ્પના શી રીતે આવતી હશે? કહે, બુદ્ધિમાં શાસ્ત્રદ્વારા અતિશણ ઊભું કર્યાથી એ આવે.
આમાં મહત્ત્વની વાત બુદ્ધિમાં શાસ્ત્ર દ્વારા એક અતિશય ઊભો કરવાની આવી. આ બહુ મહત્વની વાત છે. કારણ એ છે કે જીવની બુદ્ધિ, મન, આશય, વલણ, અનાદિ અનંત
Page #36
--------------------------------------------------------------------------
________________
કાળથી શબ્દાદિ વિષયમાં રક્ત રહેનારું હોય છે. પિતાના આત્મા તરફ લેશમાત્ર પણ દષ્ટિ જ નહિ. જીવનમાં બધા હિસાબ-ખિતાબ માંડે તે વિષેની અનુકૂળતા જ લક્ષમાં રાખીને, પછી ભલેને એ મનુષ્યને અવતાર પામ્યું હોય, છતાં મનનું વલણ વિષયે તરફ. ત્યારે આ તે કાંઈ એને જ આવડે છે એવું નથી, સર્વ જીવોને એ આવડે છે. પશુ પંખી-કીડા-કડી વગેરે સૌને આવું વિષયનું વલણ, આવી બુદ્ધિ હોય છે. એટલે એ તે સર્વસામાન્ય બુદ્ધિ થઈ. માટે તે કહેવાય છે કે,
બેળિયું મન મનુષ્યનું મળ્યું પણ વિષયાંધ અને કપાયાવિષ્ટ દિલ જનાવરનું રહ્યું. ગધેડા પરના આથર બદલાયાં પણ ગધેડા એના એ જ રહ્યા.
એટલે આ કરવાની જરૂર છે કે દિલને આશય-વલણ બદલાય દિલમાંથી વિષયમૂઢતા અને કષાયના આવેશને હટાવાય તે જ પોતાના આત્મા તરફ દષ્ટિ જાય, આત્મચિંતા ઊભી થાય. આ કરવા માટે શ્રુતઆગમ-શાસ્ત્રની વાતનું વારંવાર શ્રવણ અને મનન જોઈએ, તેમજ એ કરવા દ્વારા અત્યાર સુધીની ઘબુદ્ધિસામાન્ય બુદ્ધિને વિશિષ્ટ બનાવવી જરૂરી છે. આ વિશિષ્ટતા એટલે અતિશય. બુદ્ધિ શ્રતથી અતિશયવાળી બનાવવી જોઈએ. બુદ્ધિમાં મૃત–શાસ્ત્રના ચિંતન દ્વારા એક વિશેષતા યાને અતિશય ઊભો કરે એટલે કે સ્વાત્માની દૃષ્ટિ અને ચિંતા જાગતી કરવી.
આત્મચિંતાથી કે વિવેક આવે? – સ્વાત્માની ચિંતા જાગતી થઈ જાય, પછી (૧) આત્મા
Page #37
--------------------------------------------------------------------------
________________
૨૨ અને જડને વિવેક ઊભું થાય, (૨) વિષયમાં મૂઢપણું અને કષાયોની પકડ એ કેવા અનંથકારી છે, જ્યારે (૩) એ ટાળીને સ્વામચિંતા રખાય એ કેવા અનર્થોને અટકાવી કલ્યાણને ઊભાં કરે છે, એનો વિવેક ઊભું થાય. હવે ખરેખર ત્યાજ્ય શું? અને આદરણીય શું ? એને અર્થાત્ હેય-ઉપાદેયને વિવેક જાગતે બને. આવી અતિશય અને વિવેકવાળી બુદ્ધિમાં શુભ ભાવનાઓ રમતી થઈ જાય, પછી લકત્તર પ્રશમસુખ ઊભું થવાનું સહેલું બની જાય.
- બુદ્ધિને અતિશય એ પ્રસંગ પરની કલપના પર મપાયઃ
આના પરથી આપણી જાતનું માપ કાઢી શકીએ કે આપણામાં આવે બુદ્ધિ-અતિશય અને વિવેક છે કે કેમ? પ્રસંગ–પ્રસંગ પર આપણને શું કુરે છે? આપણી બુદ્ધિને–ચિત્તને ઝોક કઈ તરફ જાય છે? કેવળ જડ વિષય અને એની લીલા તરફ? કે આત્મહિતકારી કઈ તત્વ તરફ?
દા. ત. સનેહી પ્રેમથી બેલાવતા આવ્યા તો (૧) “આ બહુ સારા સનેહી મળ્યા છે એવા હરખના ખ્યાલ પર ચડયે છું? કે (૨) “આમાં મારો પુર્યોદય અર્થાત પૂર્વ જીવનની મારી કઈ તપસ્યા-જિનભક્તિ કામ કરી રહી છે માટે સ્નેહીના નેહમાં તપસ્યા-જિનભક્તિ ન ભૂલું, આવો કોઈ ખ્યાલ આવે છે ? એવું ધન વગેરેની અનુકૂળતા થવા પર આ બે પ્રકારમાંથી કયા પ્રકારનો ખ્યાલ આવે છે? જો આત્મહિતકર તપ–જિન ભક્તિને ખ્યાલ આવતું હોય એ બુદ્ધિ અતિશયવાળી કહેવાય.
Page #38
--------------------------------------------------------------------------
________________
અથવા સગાં-સ્નેહી તરફથી અપમાનકારી કે કઠેર બોલ સાંભળવા મળ્યા, તે ત્યાં ચિત્તમાં તરત શું કું છે? શ્રેષભાવ? સ્વમાનહાનિનું દુઃખ ? “આ બેલનારા સારા નહિ” એ દુર્ભાવ ? શું આવું કાંક કુંરે છે કે એના બદલે “સારું છે આ મારી ભૂલ બતાવે છે, અથવા આપણી ભૂલ નથી તે મનને શું એવું થાય છે કે, “મારી નબળી પુણ્યાઈ પ્રમાણે આ બરાબર છે? પૂર્વે તપસ્યા કે જિનભક્તિ એવી નહિ કરેલી એ સૂચવી મને હવે તપસ્યા અને જિનભક્તિ માટે સજાગ કરે છે તે સારું છે.” આવું સ્કુરે છે? ચિત્તને ઝોક, બુદ્ધિને વળાંક, કઈ બાજુ જાય છે એ તપાસવા જેવું છે. જે સ્વાત્મસ્થિતિ તરફ, યા મહાપુરુષનાં ઉમદા ચરિત્ર તરફ, કે આશ્રવ–સંવર તત્ત્વ તરફ બુદ્ધિ-ચિત્ત-આશય દોરતો હોય તે સમજાય કે એ બુદ્ધિમાં અતિશય ઉત્પન્ન થયે છે. બુદ્ધિ સાતિશય યાને અતિશયવાળી બની છે.
સાતિશય બુદ્ધિની બલિહારી છે.
મનને એ કેટલાય ખેદ-વિખવાદથી બચાવી લે છે, મનને શાંત સ્વસ્થ રાખે છે. લાખે કોડે રૂપિયાની કે મોટા સામ્રાજ્યની સંપત્તિ પર જે શાંતિ અને મસ્તતા ન મળે એ આ બુદ્ધિના અતિશય ઉપર મળે છે.
આ બુદ્ધિને અતિશય શાસ્ત્રના જિનવાણીના ભાવ વારંવાર ચિંતવવા પર ઊભે થાય; કહે,
દિલને જિનેક્ત ભાવેને ચિંતનથી વિધવા પર બુદ્ધિને અતિશય જનમે.
Page #39
--------------------------------------------------------------------------
________________
૯૮ પુત્રોને બુદ્ધિ-અતિશય :
ભગવાન શ્રી રાષભદેવના અઠ્ઠાણું પુત્રએ શું કર્યું ? એ પ્રભુ પાસે તે ભરત પરના કૈધથી ધમધમતા આવ્યા હતા, પરંતુ પ્રભુએ શાંતિ–ઉપશમ કેળવનારી વાણી રેલાવી. એમાં પ્રભુએ જે (૧) ખરા શત્રુની ઓળખ, (૨) આન્તર શત્રુઓના જાલિમ ત્રાસ, (૩) સંપત્તિની નશ્વરતા સાથે જીવ પર સંહારલીલા, (૪) પરિવારની સ્વાર્થોધતા અને હકારિતા, (૫) મમતાની લોખંડી બેડીની અકાટ જકડામણ, વગેરે વગેરે સમજાવ્યા, એના પર અઠ્ઠાણું પુત્રે વિચારમાં પડી ગયા એના ઊંડા ચિંતને એમના દિલને એમના કલેજાને વીંધી નાખ્યું. એમની બુદ્ધિમાં એક સમર્થ અતિશય ઊભું થઈ ગયા. પછી તે કેમ? તે કે
આ અતિશયવાળી બુદ્ધિએ સ્વાત્માના વિશ્વ સાથેના અનંતકાળના વિચિત્ર સંબંધ નિહાળ્યા.
બેલે એમાં શું શું અવનવું ન દેખાય ? એ બધાની આગળ વર્તમાન જીવનપ્રસંગ કેવા કૂપમંડૂક જેવા જણાય ? કેવા વામણ દેખાય? અઠ્ઠાણુની સાતશય બુદ્ધિએ જગતને અને મળેલા તન-ધન-પરિવારને ન જ રંગ દેખાડ્યો; બુદ્ધના અતિશયે પૂર્વે જ્યાં પ્રકાશ–પ્રકાશ દેખાતો હતો, ત્યાં ઘોર અંધારા દેખાડ્યા, અને જે સાચા પ્રકાશનાં સ્થાન તદ્દન લક્ષ બહાર હતાં, તે હવે પ્રગટ કર્યા એને ઝળહળતા પ્રકાશવાળા દેખાડયાં. સાતિશય બુદ્ધિની કેવી બલિહારી ! એણે જગતના નાશવંત અને વિનાશકારી ભાવે પ્રત્યેની માનસિક ગુલામીની જંજીરે તેડી નાખનારું બળ જગાડ્યું.
Page #40
--------------------------------------------------------------------------
________________
૨૫
શાસ્ત્રોના ભારે પરિચય અને હદયવેધી ચિંતનથી બુદ્ધિમાં અતિશય –
વાત એ છે કે બુદ્ધિમાં એવો અતિશય ઊભું કરી દેવે જોઈએ; અને એ માટે શાને ભારે પરિચય રાખવે જોઈએ, એના કહેલા ભાવો પર હદયવેધી ચિંતન ચલાવ્યું રાખવા જોઈએ; તુંગિયાનગરીના શ્રાવકે માટે આ વિશેષણો આવે છે કે “લદ્ધઠ્ઠા, ગહિયા...” અર્થાત્ “શાસ્ત્ર કહેલા જીવાદિપદાર્થોને સાંભળનારા–સમજનારા-ચિંતવનારા અને પિતાના આત્માને એનાથી ભાવિત કરનારા.” એવા તો બીજા કેટલાય શ્રાવકે ભાવિત બનેલા શાસ્ત્રોમાં સાંભળવા મળે છે.
તે શું એ પૂર્વકાળને જ શ્રાવકો માટે શક્ય હતું, ને તમારા માટે આજે શક્ય નથી ? શું આજે એ ભાવેને કહેનારા શાસ્ત્રોને સમજાવનારા ગુરુ નથી મળતા મળે જ છે; ને એનું પરિશીલન કરી કરી બુદ્ધિને એનાથી ભાવિત કરવાનું અને એ દ્વારા બુદ્ધિમાં એક અતિશય ઊભું કરવાનું પણ શક્ય છે. તો કેમ એ નથી કરાતું ?
શાસ્ત્રો કોના માટે રચાયાં છે ? તમારા માટે નહિ?
તમારા માટે રચાયેલાં શાસ્ત્રોનો ઉપગ તમારે નહિ કરવાનો ?
દાદાજીએ તમારા માટે ખાસ ઘર, ખાસ કપડાં, ખાસ ફરનીચર, વગેરે કરાવ્યું હોય, તે તમે એને ઉપયોગ કર્યા વિના રહો ખરા? કે ચાહીને ખાસ મમતાથી ઉપયોગ કરે? ત્યારે મહર્ષિઓએ તમારા માટે ખાસ રચેલાં શાસ્ત્રોનો જ ઉપયોગ નહિ કરવાને? મહર્ષિઓ પર
Page #41
--------------------------------------------------------------------------
________________
મમતા હોય, આસ્થા હોય, તે ય એ મમતાની લાગણીથી પણ એમનાં શાસ્ત્રોને ઉપયોગ કરાય. “મારા કલ્યાણવાંછુ મહર્ષિઓએ મારા માટે જે ખાસ શાસ્ત્રો બનાવ્યાં છે, તે મારે એને ઉપયોગ કરવો જ જોઈએ. આવું મનને જરૂર થાય. તે પછી એમ કહો કે મષિએ પર એવી મમતા જ નથી. નહિતર એમણે તમારા માટે બનાવેલ શાસ્ત્રરત્નને કેમ ઉપગ ન થાય ?
“મારા દાદાજીને મારા પર બહુ પ્રેમ હતો અને એથી એમણે આ ઘર મારા માટે ખાસ બનાવેલું,” એવી મમતાની લાગણીથી એ ઘરને ઉપયોગ થાય છે, તે શું પૂર્વે મહર્ષિએને તમારા પર બહુ પ્રેમ નહોતે ? શું એ પ્રેમથી ખાસ ગ્રન્થ નથી બનાવી ગયા ? આ વાત છે કે - પૂર્વજોએ તમારા પરના પ્રેમથી રચેલ શાસ્ત્રોને અમૂલ્ય વારસે તમને મળે છે તે એને સુંદર ઉપયોગ કરે; નહિતર પછી ફરીથી બીજા ભવે આવો વારો મેળવવાને હક ઊડી જશે. લાય કાત નષ્ટ થઈ જશે.
ભૌતિક વાતેના રસથી શાસ્રરસ ડે છે ?
શું કામ આજની બહુ ભૌતિક વાતમાં જ મન ઘાલ્યા કરો છો? એમાં મન ઘાલી-ઘાલીને મનને ખરાબ અસ્ત અને કૂચા જેવું શા સારુ બનાવ? સમજી રાખે કે, ભૌતિક વાત ને દુન્યવી વાતો બહુ રસ રાખી એના જ બહુ વિચાર-વાણી-વર્તાવ કરવાથી શાસ્ત્રને રસ જ જાગતું નથી પછી શાસ્ત્રોના તત્વભર્યા ભાવ જાણવા-સમજવા અને મનમાં
Page #42
--------------------------------------------------------------------------
________________
ર૭
પલોટયા કરવાનું બનવાનું જ ક્યાંથી? અને આમાં ગેળને છેડી ઢેર ખાય એવા ખેળને પકડવાનું થાય છે, એ ભૂલશે નહિ.
શે, હિસાબ કાઢશે, તે દેખાશે કે ઘણો એ સમય જીવનને બિનજરૂરી એવી દુન્યવી વાત પાછળ બરબાદ થઈ રહ્યો છે. એ બધે સમય એના બદલે શાસ્ત્રની વાતે સાંભળવા-સમજવામાં ને એને મનમાં પલટવામાં વાપરી શકાય.
શાસ્ત્રની વાતે મનમાં ખૂબ ખૂબ પલટવાને આ મહાન લાભ થાય કે બુદ્ધિમાં એક અતિશય ઊભો થાય; ને એ પછી દુન્યવી જીવનમાં પણ ખૂબ ઉપયોગી થાય. જીવનમાં સામે આવતા પદાર્થો અને પ્રસંગો અંગે જુદું જ ઉમદા વલણ જગાવે, ઉમદા વિચારણા કરાવે, ને એ હૃદયને ખૂબ જ શાન્તિ આપે. | કનકરથ જિનમંદિરમાં –
રાજપુત્ર કનકરથ પેલી સુંદરીને જેવા પર, આવા અતિશયવાળી બુદ્ધિથી, નોકર–માણસો કરતાં જુદી જ વિચારણામાં ચડે છે; ચિંતવે છે કે “અહીં આટલામાં કેક તીર્થસ્થાન હોવું જોઈએ, જેને ફરસવા માટે આ કેઈ દેવકન્યા અહીં આવી હોય, તે લાવ, તીર્થની તપાસ કરું.”
એ પ્રમાણે ચિંતવને કુમાર જ્યાં એટલામાં શોધતા ફરે છે, ત્યાં એના જોવામાં એક ભવ્ય સફેદ જિનમંદિર આવે છે, જાણે એ ઍપલ કૈલાસ પર્વત જ ન હોય ! જોતાં જ કુમારનું હૃદય વિશેષ ધબકાર લે છે, દિલ ગદ્ગદ થાય છે; એમાં વળી જિનમંદિરની અંદર શ્રી કષભદેવ ભગવાનના મનેહરબિંબને નિહાળી રોમાંચ અનુભવે છે!
Page #43
--------------------------------------------------------------------------
________________
પ કુમારની જિન-સ્તવના
જિનમંદિરદશને ભવ્ય વિચારણું :- કુમારના મનને એમ થાય છે કે “અહો ! મારું કેવું સૌભાગ્ય કે મને આવા તીર્થસ્વરૂપ ભવ્ય જિનમંદિરને જુહારવાનું મળ્યું? ચાલે, પિતાજીના દાક્ષિણ્યથી પરણવા માટે નીકળવું પડયું, પરંતુ ધક્કો અહીં જ લેખે લાગી ગયે ! આ વિરાટ વિશ્વમાં ભટકતા જીવને આવું વીતરાગ પ્રભુનું મંદિર ભેટવાનું ક્યાં મળે ? મારે ધન્ય ભાગ્ય ! ધન્ય ઘડી ! ધન્ય અવતાર !!”
એવા ભાલ્લાસ ઉછળ્યા પછી તે કુમારે શું કામ દર્શનમાત્રથી ટૂંકે પતાવે ? એણે બહાર નીકળી માણસને સુંદર કુફ્લે લઈ આવવા કહ્યું, બીજી પણ પિતાની પૂજનસામગ્રી મંગાવી, અને પોતે સ્નાન કરી પૂજાને ચકખા વસ્ત્ર પહેરી લીધાં. તાજાં ફુલે સાથે બીજા પોતાનાં પૂજન-દ્રવ્ય લઈ હવે એ મંદિરમાં વિધિસર પેસે છે, અને ઠાઠથી ભગવાનની પૂજા કરે છે. પૂજન કરતાં કેઈ અને આનંદ અનુભવે છે ! એ દિવ્યાતિદિવ્ય આનંદની સામે દેવક અને દેવાંગનાઓ મળવાનો આનંદ પણ તુચ્છ બની જાય છે.
શાસ્ત્રના ભાવોના પરિશીલનથી બુદ્ધિમાં અતિશય ઊભો થયા વિના આ પ્રભુપૂજનને ય દિવ્યાતિદિવ્ય આનંદ અનુભવી ન શકાય.
અતિશયવાળી બુદ્ધિ એ વિશિષ્ટ બુદ્ધિ, અતિશય વિનાની એ સામાન્ય. એવી સામાન્ય યાને જનસાધારણ બુદ્ધિથી લૌકિક દુન્યવી વિષયસુખના પ્રસંગમાં અને
Page #44
--------------------------------------------------------------------------
________________
૨૯
આનંદ આવે, પણ પ્રભુપૂજન જેવા લેાકેાત્તર અનુષ્ઠાનમાં અનેરો આનંદ આવવા મુશ્કેલ છે. રાખેતા મુજબ પ્રભુનાં દર્શીન-પૂજન-સ્તુતિ તે થાય, પણ એ હૃદયને હચમચાવી ન શકે, દિવ્ય આનંદના હિલેારે ન ચડાવી શકે. અહીં કુમાર તો સાતિશય બુદ્ધિથી જિનમંદિર જિનદનપૂજન વગેરેને જુદી જ રીતે નવાજે છે; તેથી જૂએ હવે એ પ્રભુની સ્તવના કેવી કરે છે! એ ગાય છે,રાજકુમારની જિન-સ્તવના :निःशेषसुखसन्दोहकन्दलनाम्बुदः । નવામયગ્રામ ! નામેય ! બિનપુત્ર अद्य मे सफलं चक्षुरद्य मे सफल शिरः । अद्य मे सफलः पाणिरद्य मे सफलं वचः ॥ दृष्टोसि वन्दितोसि त्वं पूजितोसि स्तुतोसि च । सुकृतेष्वेषु संसिद्ध उपकारस्तवैव हि ।। અર્થાત્ ‘સમસ્ત સુખાના સમૂહના કન્દને ઉગાડનાર મેઘ સમાન અને અમાપ શુષ્ણેાના ભંડાર હે ઋષભ જિનપતિ ! આપ મારા દિલમાં જયવ'તા વર્તો. આજે મારી આંખ સફળ થઇ; આજ મારું મસ્તક સફળ થયું; આજ મારા હાથ સફળ થયા; આજ મારી વાણી સફળ થઈ. (કેમકે) ચક્ષુથી તારુંદન થયું. ( મસ્તકથી) તને વંદન થયું; (હાથેથી) તારી પૂજા થઇ; અને (વાણીથી) તારી સ્તુત થઇ. આ મારાં સુકૃતામાં તારાજ ઉપકાર સિદ્ધ છે, નિશ્ચિત કારણભૂત છે.’
દિલમાં પ્રભુ જયંવતા, તે કેવા લાભ ? :કુમારની બુદ્ધિના અતિશય આ શ્રદ્ધા કરી રહ્યો છે
Page #45
--------------------------------------------------------------------------
________________
૩૦
કે “સમસ્ત સુખ વીતરાગ પ્રભુના પ્રભાવે જ મળે છે. માટે દિલમાં પ્રભુ જ જયવંતા વ. પ્રભુ અમાપ અનંતા ગુણોના ભંડાર છે, તેથી પ્રભુ દિલમાં જયવંતા બને એટલે સહજ છે કે (૧) એમના એ ગુણોની ભારે અનુમોદના ચાલે; એથી અથાગ પુણ્ય ઊભાં થાય; જે સુખની રેલમછેલ કરી દે. તેમ, (૨) પ્રભુના અમાપ ક્ષમા-સમતા-ઉદાસીનતાદિ ગુણોનાં મહત્વ દિલમાં અંકિત થઈ જાય પછી દુન્યવી દુઃખ દુઃખ જ ન લાગે, સમસ્ત સંગોમાં માનસિક સુખ-શાંતિ ધારાબદ્ધ વહ્યા કરે. વળી (૩) દિલમાં પ્રભુ જયવંતા બને પછી દુન્યવી સમૃદ્ધિ તુચ્છ લાગે. બોલે, આ ત્રણ મહાન લાભ ખપે છે? તે અનંતગુણસંપન્ન પ્રભુને દિલમાં જયવંતા કરો. દિલમાં પ્રભુને જયવંતા કરે એ બુદ્ધિનો અતિશય.
કુમારની બુદ્ધિની વિશેષતા આ મનાવી રહી છે કે “આ જીવનમાં આંખ-મસ્તક-હાથ–વાણી તે મજેના મળ્યા પણ મળેલાં એ આજે જિનદર્શન–વંદન-પૂજન-સ્તુતિથી સફળ થયાં, સુંદર ફળવાળાં બન્યાં. બાકી આ સુકૃતો છોડીને દુન્યવી વિષયે અને પ્રવૃત્તિમાં એ વપરાવામાં એ આંખ વગેરેની શી સફળતા છે ?” કુમારની જેમ આપણને પ્રભુદર્શને એમ વિચાર આવે, કે
અહોભાગ્ય છે મારાં કે એ કિંમતી ગાત્રો મળ્યાને સફળ કરાવનાર આ દયાળુ પ્રભુ મળ્યા! પ્રભુનાં દર્શનાદિ મળ્યાં ! બાકી તો ગમે તેવી મારી આંખ વગેરે મળેલાં પણ ગટરકલાસ કાર્યોમાં વેડફાઈ રહ્યાં છે.
બીજે વિચાર આ આવે, કે “ આવું દશનપૂજન આદિ આપવામાં પ્રભુને કેવો અનન્ય ઉપકાર ! ”
Page #46
--------------------------------------------------------------------------
________________
૩૧ કુમારની અતિશયવાળી બુદ્ધિ પ્રભુદર્શને આ પણ મનાવી રહી છે કે “આ પ્રભુદર્શન વગેરે સુકૃત સાધવામાં મારી પોતાની ગુજાયશ-વડાઈ હોશિયારી નથી, કિન્તુ એમાંય પ્રભુને જ ઉપકાર સિદ્ધ છે. પ્રભુનાં ઉત્તમ આલંબને જ કરાતાં આ દર્શનાદિ સુકૃતેની કિંમત છે. બાકી તો દર્શન વગેરેના પુરુષાર્થ અને હોશિયારી તે ગમે તેટલા કરાય, પરંતુ જે એ વીતરાગ પ્રભુને બદલે જેમાં તેનાં દર્શનાદિ કરાય તે એનું કશું મહત્વ નહિ, ફળમાં હિંગડા એ કાંઈ એવા ઊંચા ફળ ન અપાવે. એ તો ભગવાન અરિહંત પરમાત્માનાં જ દર્શન–વંદન આદિ કરાય તે જ ઊંચા ફળ આવે; એ દર્શનાદિ સારી સફળતાને પામે. માટે,
દશનાદિપ્રવૃત્તિમાં પ્રભાવ પુરુષાથ–કરનારા જીવ કરતાં દશનાદિનાં આલંબનરૂપ પ્રભુને માટે; ને તે ય અતિ ભારી પ્રભાવ
પ્રભુદશનમાં પ્રભુનો ઉપકાર સાતિશય બુદ્ધિએ સમજાય -
આવું બધું સામાન્ય બુદ્ધિએ ન સમજાય, હૈયે ન ઠસે. બુદ્ધિ વિશેષતાવાળી થાય ત્યારે જ
(૧) દેવદર્શનાદિ સાધનામાં મૂળભૂત સાચે ઉપકાર મુખ્ય ઉપકાર પ્રભુને છે એ સમજાય; તેમાં
(૨) પુણ્ય મળેલ તન-મન-ધન–ઈદ્રિ-ગાત્રોની સફળતા જિનભક્તિ કરવામાં લાગે, તથા
(૩) સુખનાં સ્રોત પ્રભુમાંથી વહેતાં દેખાય.
Page #47
--------------------------------------------------------------------------
________________
બધું બુદ્ધિની વિશેષતાથી બુદ્ધિના અતિશયથી જ સમજાય એવું છે ને બુદ્ધિમાં એ અતિશય એ વિશેષતા શાસ્ત્રોનાં પરિશીલનથી જનમે છે એ ભૂલશે નહિ; જેથી શાસ્ત્રપરિચય જીવનમાં ખૂબ વધારવાનું કરાય.
કનકરથ રાજકુમારે મસ્તીથી પ્રભુની સ્તુતિ કરી, દિલ એમાં ગદ્દગદ થઈ ગયું, જીવનની આ જ ધન્ય ઘડી મનાઈ, જીવનને સાર પામવાનું આમાં જ લાગ્યું, કવિ સ્તુતિ કરતાં કહે છે
“અથિર સંસારમાં સાર તુજ સેવના. દેવના દેવ તુજ સેવ સારે....”
આ ફાની દુનિયામાં, આ અસ્થિર અને અસાર સંસારમાં, સાર કાંઈ હોય તે હે જિનેન્દ્રદેવ ! તારી સેવા જ સારભૂત છે. માટે મોટા ઈન્દ્ર પણ તારી સેવામાં તત્પર બને છે, તત્પર બની સેવા મળતાં એમાં તલ્લીન બને છે.”
અસાર સંસારમાં જિનેન્દ્રસેવા જ કેમ સારભૂત ?
વિચારજો, મેટા ઇંદ્ર જેવાને આ મેહિની ? એની પાસે અથાગ ઐશ્વર્યા છે, દિવ્ય વૈભવ છે, દેવતાઈ ગળચટાં સુખના ભંડાર છે. શી કમીના તે એ એમાં જે પ્રસન્ન નહિ એ પ્રસન્ન શ્રી જિનેન્દ્રદેવની સેવામાં ! એનું મગજ બહેર મારી ગયેલું કે સારું કામ કરતું ? મગજ મેડ, મૂઢ, કે તેજસ્વી ? બુદ્ધિને અતિશય એને આ મનાવી રહ્યો છે કે વૈભવ વિલાસ ઠઠારે વગેરે બધું અસાર; એમાંથી કશો માલ ન નીકળે, એનાથી આત્માને કશે ઉપકાર ન
Page #48
--------------------------------------------------------------------------
________________
૩૩ થાય અને અંતે એ ચાલી જઈને આત્મા માટે દુઃખદુર્દશાના સ્ત્રોત–પ્રવાહ મૂકતા જાય.
ત્યારે જિનેન્દ્રસેવા સારભૂત એટલા માટે, કે એમાંથી
(૧) પુણ્યાનુબંધી પુણ્યના ચેક ઊભા થાય છે
(૨) મનની અજબ પ્રસન્નતા અને આત્માની મહાન નિર્મળતા સધાય છે તથા
(૩) અહીં અને પરભવે સુખ–સ્વસ્થતાના સ્ત્રોત વહે છે.
કનકરથ આ સમજે છે, એટલે ભગવાનને સ્તવી રહ્યો છે કે પ્રભુ ! તું સુખના સમૂહ વર્ષાવનાર મેઘ છે, તારા દર્શનાદિમાં અમારી આંખ વગેરે સફળ થાય છે, તારે ઉપકાર અવર્ણનીય છે.”
આંખ વીતરાગ પ્રભુ પર લગાવી, મસ્તક એમને નમાવ્યું, હાથ એમના પૂજનમાં જ્યા, ને વાણી એમના ગુણગાનનાં જોડી, તે ફળમાં અથાગ પુણ્યની પુષ્ટિ અને અલોકિક વિશુદ્ધિરૂપી તુષ્ટિ થાય. ભવસાગર તર છે, તરવા માટે દર્શનાદિ સાધના કરવી છે, તો એમાં આલંબન માત્ર વીતરાગ ભગવાન બને છે. વિતરાગનાં આલંબને થતાં દર્શનાદિ સફળ થાય છે. માટે વીતરાગ પ્રભુનો અનુપમ ઉપકાર છે.
Page #49
--------------------------------------------------------------------------
________________
૬. માદરે ઋષિ અને કન્યા ઃ મુખ્ય ઉપકાર પ્રભુને
રાજકુમાર સ્તુતિ કરતાં કરતાં પ્રભુને વારંવાર નમસ્કાર કરે છે. એટલામાં ત્યાં એક વૃદ્ધ અને ખખડી ગયેલ કાયાવાળા તથા જટાઝુંડ મસ્તકવાળા એક ઋષિ આવે છે. એમની સાથે પેલી કન્યા હાથમાં ફૂલને કરડયા લઈ ને આવે છે; આવીને પ્રભુની પૂજા તથા સ્તવના કરે છે. કન્યાને કુમારનું આણુ :
પૂજા—સ્તવન કર્યા પછી કુમાર કન્યાની દૃષ્ટિમાં આવતાં કન્યાના મનને એમ થાય છે કે અહા ! આ તે કેણુ ? શું આ ઇંદ્ર છે ? ચદ્ર છે ? સૂર્ય છે ? કાઇ દેવ છે ? કે સાક્ષાત્ કામદેવ છે? અથવા આવું અદ્ભુત સૌંદ ઇંદ્રનુ કયાં છે? ઇંદ્રને તેા શરીરે હજાર આંખ કહેવાય છે એટલે એનુ શરીર તે જાણે ઢાંકયા કાણુાંએ ભર્યું કહેવાય. ત્યારે દેવમાંય આ લાવણ્ય નહિ, તો સૌંદય શું ? તે ચંદ્રમામાં ય આ સૌ કાં? કેમકે એ બિચાર કલ'કવાળા છે, ત્યારે સૂર્ય વળી એટલેા બધા તપનાર કે એને જોવાનું મન જ ન થાય, અને, જોયું તેા બન્યા સમજો. ત્યારે કામદેવ તા અનગ, માત્ર મનમાંથી જનમનારા; એને અંગ જ નહિ રૂપ જ નહિ. તે સૌંદાના ? ત્યારે આ મહાભાગ કાણુ હશે? '
કન્યા આ વિચારે છે એટલામાં તા કનકરથ કુમાર સ્તુતિ કરીને ઊઠવ્યો, પ્રભુને નમસ્કાર કરીને ત્યાં એકાએક દેખાયેલ ઋષિને આશ્ચયપૂર્વક નમસ્કાર કરે છે
Page #50
--------------------------------------------------------------------------
________________
૩૫
ઋષિ ત્યાં કુમારને પૂછે છે,–“નરરત્ન ! તું કોણ છે? અને અહીં કયાંથી ?
રાજકુમાર પોતે પિતાનું શું ગાય? પણ એની સાથેન ભાટ-ચારણ કુમારને સુંદર પરિચય આપે છે, ને અહીં સુધી આવવાનું પ્રજન કહે છે કે “કુમાર રાજકન્યા રુકિમણીને કન્યાના બાપના આગ્રહથી પરણવા જઈ રહ્યા છે.”
એટલામાં ઋષિની લટતી જટાના આંતરામાંથી પાછળ ઊભેલી પેલી કન્યા કુમારની નજરે ચડી. કુમાર ઋષિને પૂછે છે, “આપ તે એક વયેવૃદ્ધ મહર્ષિ દેખાઓ છે, તે અહીં આ કન્યા શી? આપ કોણ છે ?
જેવાની ખૂબી છે,-રાજકુમાર પ્રભુની સ્તવનામાં કે લીન હશે કે ત્યાં આવેલી કન્યાને અત્યાર સુધી જઈનહિ, તે હમણાં જ જેઈ ! વળી જોયા પછી એના દિલમાં વિકારવાસના-આકર્ષણ નથી જાગ્યા, પણ આશ્ચર્ય થયું છે કે વનવાસી કષિ પાસે કન્યા શી?”
મને જ ઉમાદ અને અસત્ પ્રવૃત્તિનું કારણુ
કુમાર યુવાવસ્થામાં આવેલ છે, યુવાની દિવાની, અને એમાં આવી કન્યાનાં દર્શનનું એ નિમિત્ત મળી જાય પછી વાસના-વિકારનાં તોફાન જાગ્યા વિના રહે? છતાં કુમારને એ નથી જાગતાં ત્યારે એને મન પર અંકુશ કેટલે હશે? આંખ પર સંયમન કેવુંક હશે? મૂળ, મન જ ઉન્માદ અને અસતુપ્રવૃત્તિ તથા કલુષિત ભાવનાનું કારણ છે. “શાંતસુધારસ શાસ્ત્રમાં કહ્યું છે કે એવા મનને પવિત્ર શાસ્ત્રના ચિંતનથી સંસ્કારિત અને અતિશયવાળું
Page #51
--------------------------------------------------------------------------
________________
૩૬
અનાવ્યું, પછી તે એ મન અપવિત્ર વિચારો કરવા માટે તૈયાર જ ન હેાય,
ત્યારે મન આવું સયમિત, પવિત્ર અને પ્રશાંત બન્યા વિના પ્રભુભક્તિમાં એવુ` એકતાન પણ કયાંથી બની શકે કે ત્યાં પછી મેાટી ઇંદ્રાણી ઊતરી પડે તે ય એના પર દૃષ્ટિ જ જાય નહિ, એને વિચાર જ ન આવે ? મન પવિત્ર બનાવે, શાણુ –સ્વસ્થ અને વિષયેાથી ધરાયેલું બનાવે, તે મન આડુંઅવળું નહિ જાય, સ્ત્રીઓનાં રૂપમાં નહિ જાય. બાકી તો આજની મર્યાદાહીન વેશવાળી સ્ત્રીઓના યુગમાં માણસનાં મેાત છે. વીતરાગનાં મદિરમાં ય એના હલ્લા ચાલુ ! એ જોઈ માણસનું મન પાગલ થાય એની એવી બેનેને કયાં પરવા છે ? કહા એ માટે જ એવા વેશ પહેરી મંદિરે આવે છે. ત્યારે ભેાળા લેાક ત્યાં ભાન વિસરી જાય છે.
પરંતુ એવા ઘેલા થતા મનને કહા, મૂખ` ! આવા અવસરે પવિત્ર મટી અપવિત્ર શાનું થવા જાય છે? કાની ખાતર બગડે? કેાની ખાતર ઘેલું અને નિર્માલ્ય થાય ? વિષ્ડાની કોથળી ઉપર નાઈલેાનનું અસ્તર જોઈ શું મેહવું હતું? એમાં જોવાલાયક વિચારવા લાયક છે જ શું? આ તે હમણાં અહીંથી ખસી જશે, પણ તારામાં એથી પેઠેલી પાગલતા વિહવળતા ાંડ ખસે, ઉલ્ટુ ઊંડી ઊતરી જશે. વિકાર ઉન્માદને એ અનંતા કાળના રાગ છે. એ રેગ આવા લપટ દેશનેથી ફાલશે-ફૂલશે. વળવાનું કાંઈ નહિ, અને મહા રાગિષ્ઠ બનવાનુ
Page #52
--------------------------------------------------------------------------
________________
૩૭
કવિ કહે છે –
નરભવ દોહિલો રે, પામી મોહવશ પડિયા, પરસ્ત્રી દેખીને રે, મુજ મન તિહાં જઈ અડિયો. કાજ ન કે સર્યા રે, પાપે પિંડ મેં ભરિયો; શુદ્ધ બુધ નવિ રહી રે, તેણે નવિ આતમ તરિ. જીવની કરુણ કથની:
કવિ પ્રભુને જાતની કરુણ કથની કહે છે, અને આપણી પાસે પણ પ્રભુને આપણું કરુણ કથની કહેવરાવે છે, કે “હે નાથ ! આ જગતમાં મનુષ્યભવ પામવે કેટલે બધે દુર્લભ છે! એ ય મને મળી ગયે, તો પછી એ મળવા પર તે, પ્રભુ ! મારે મેહની પરવશતા મૂકી આપની જ આધીનતા સ્વીકારી લેવી જોઈએ. મેહ શીખવે એમ જ કરવા માટે તે આ જગતમાં જનમ ઘણાં, ત્યારે જિનેન્દ્રદેવ ! તું શીખવે એમ જ કરવા માટે આ એક જ મનુષ્યને જ ભવ; અને આ જ કરીને ભવના ફેરા મટે.
“હે મારા નાથ ! તારે વશ થવા તારી આજ્ઞાને વશ થવા માટેની ઊંચી તક આ દુર્લભ માનવ અવતારે પામ્યા છતાં હું કંગાળ આ ઊંચી તકની કિંમત નહિ સમજતાં તારી આધીનતા મૂકી મેહની આધીનતામાં પડયો રહ્યો! અફસોસ કે હું મેહાધીન બની મોહે શીખવ્યા દુષ્કૃત્યદુરિત્ર આચરતે રહ્યો. એમાંનું એક દુશ્ચરિત્ર આ કે પરસ્ત્રી દેખીને મારું મન એનામાં જઈ લાગી ગયું. આ મારી કેટલી મેહમૂઢતા! વીતરાગ દેવ જોવા મળ્યા તે એમાં જઈને ચિત્ત ન ચિંધ્યું, ને મળમૂત્ર ભરેલું ને માત્ર રૂપાળા એક
Page #53
--------------------------------------------------------------------------
________________
૩૮
અસ્તરવાળું મેહનું પૂતળું જોવા મળતાં એમાં મન ઓતપ્રેત બની ગયું! ત્યાં હે વીતરાગ ! તારું મુખ યાદે ય ન આવ્યું.
નાથ! મને એ ભાન ન રહ્યું કે આવાં મળ ભર્યા પૂતળાં તે જનમ જનમ જેયાં, ને જનમ જનમ એમાં મન લગાડ્યાં, તે શું એથી મનને ક્યારે ય તૃપ્તિ થઈ? અહીં પણ તૃપ્તિ છે ? એ રીતે તૃપ્તિ થાય નહિ. તૃપ્તિ થાય તે વીતરાગ તારા દર્શનથી, તારામાં ચિત્ત કરવાથી થાય. એમ કરવાની અહીં મળેલી ઉત્તમ તકને ઓળખતાં આવડવું નહિ અને ભૂખારવાપણું જ પોષાયે જાય એવા પરસ્ત્રીદર્શન કર્યો ગયે, એ દર્શનથી ચિત્તને ક્ષણિક ઠારવાનું કર્થે ગયે. આ મારી કેવી વિટંબણ! કેવી મેહુવશતા !
હે મારા નાથ! ખૂબી તે પાછી એ થઈ કે એમ પરસ્ત્રીમાં આંખોને ભટકાવી અને ચિત્તને લગાડીને વળ્યું તો કાંઈ નહિ; મનની કશી ભૂખ ભાંગી નહિ કે જંપ વળે નહિ, પણ ઉપરથી મારા પિંડને મારા આત્માને ફેગટ પાપથી ભયે ગયે! મારી આ કેવી ઘેલછા ! વળ્યું કાંઈ નડિ, ને ઉલટું આંખે બળતી રહી, વલખા મારતી રહી ને ચિત્ત પરરૂપમાં ચુંટતું રહ્યું, ને સજજનતા ભૂલતું રહ્યું.”
હે નાથ! આ ઘેલછા કરવામાં કશી મને શુદ્ધ બુધ શાન-સમજ રહી નહિ, શુદ્ધ બુદ્ધિ આવી નહિ, આત્મ-ભાન રહ્યું નહિ, ને એથી જ મારે આત્મા આ ભવસાગરથી હજી સુધી તયે નહિ, સાગરમાં ભટકતો જ રહ્યો.” કવિ આગળ જઈને કહે છે–
Page #54
--------------------------------------------------------------------------
________________
(૩૯
અનંત ભવ હું ભમે રે, ભમતાં સાહિબ મળિયે. તુમ વિણ કુણ દીએ રે, બેધિ રણુ મુજ બળિયે, સંભવ! આપજે રે, ચરણ કમળની સેવા. નય એમ વિનવે રે સુણિયે દેવાધિદેવા.”
અર્થાત્ “હે વીતરાગ નાથ! આમ હવશ પડી પરસ્ત્રી અને બીજા પાપમાં મન લગાડવાથી હું અનંતા ભવ ભટક્યો. જે તારે વશ રહી તારામાં જ ચિત્ત લગાડયું હોત, તારામાં જ હું ઠર્યો હતો, તે આ હજી સુધી ભટકવાનું શાનું હોય ? ભવભ્રમણ બંધ જ થઈ ગયું હોત.” પૂછે – પ્રભુમાં ચિત્ત લગાડવાથી ભવનો અંત કેમ ?
કારણ સ્પષ્ટ છે કે માનવ-અવતારે મોહવશ પડી ઈદ્રિ દ્વારા મેહની કાળી રમત કરવાથી એના જ સંસ્કાર ઊભા થાય. પછી ભાવી અવતારે એ સંસ્કારની રમતના બને, એ સહજ છે. ત્યારે ભાવમાં ભટકવાનું એટલે શું છે? મેહના સંસ્કારોની રમતના અવતારોની પરંપરા એ જ ભવભ્રમણ છે. અહીંની મેહઘેલી પ્રવૃત્તિઓ અને મેહવશતામાંથી એવી ભાવી રમત–પરંપરાને ચલાવનારા કુસંસ્કારના જથા ઊભા થાય એમાં નવાઈ નથી.
એથી ઉલટું જે મનને જિનવશ-જિનાજ્ઞાવશ બનાવી દેવાય, તે મેહની કુટિલ ઘેલી રમત બંધ પડી જાય, ચિત્ત એમાં જાય નહિ, તેથી કુસંસ્કારો ન વધતાં, હાય એમાંથી ઘસારે પડતા જાય. એમ કરતાં કરતાં કુસંસ્કારે નષ્ટ, પછી એવા સંસ્કારોથી ચાલતી મોહરમતનાં જીવન
Page #55
--------------------------------------------------------------------------
________________
૪૦
જ ખ'ધ; અને પ્રભુમાં ચિત્તને ઠરવાનુ ગાઢ બની જાય એટલે એ વીતરાગ પ્રભુમાં ચિત્તની તદ્ન એકએકતા થતાં ભવના અત આવી લાગે.
' આ
કવિ કહે છે, સમજ જે ધિરત્નથી મળે, એવું મહાકિંમતી બધિરત્ન, હે પ્રભુ ! તમારા સિવાય કેણુ આપી શકે એમ છે? કેઈ જ નહિ. માટે હું સંભવનાથ પ્રભુ! મને એવા બધિરત્નને પમાડનારા તમારા ચરણુકમળની સેવા આપે; જેથી મારું મન તમારા ચરણમાં જ તમારા જીવન અને તમારી આજ્ઞામાં જ ચાંટયુ રહે, લાગ્યું રહે, ચિત્ત એમાં જ ઠરે, ડૅ'ડક-ટાઢક નિરાંત એમાં જ અનુભવે.’
ભગવાનનાં ચરણમાં ચિત્ત કરી બેસવાથી બધિરત્ન મળે? હા, એનુ કારણ ભગવાનનાં ચરણમાં ચિત્ત સ્થાપવાથી ભગવાનનું જીવન અને સ્વરૂપ તથા ભગવાનની આજ્ઞા જ નજર સામે આવે, મનને એમ થાય કે
:
અહા ! ભગવાનને સંસારના સુખ વૈભવ કેવા ઊંચા મળેલા ! છતાં પ્રભુને એ ગમતા નહેતા; એના પ્રત્યે પ્રભુને વિરક્તભાવ હતા. એટલે જ અવસર આવી લાગતાં એ બધું પગે વળગેલા કચરાની જેમ ખંખેરી નાખ્યું, છેડી દીધું ! ઉપરથી કાયાની ય માયા એવી છેાડી કે કઠાર તપસ્યા અને ખડા ખડા ધ્યાનમાં તથા ઘેાર પરીસહા અને ઉપસર્ગામાં પેાતાની કાયા પર કાળા કેર વર્તાવ્યેા. કાયાને ગમે તેવા ત્રાસ મળ્યા કે સન્માન મળ્યા, પ્રભુએ કયાંય રાગ દ્વેષ કર્યો નહિ.’ પ્રભુના ચરણમાં મન લગાડીએ એટલે આ બધુ નજર સામે તરવરી આવે તેથી મનને થાય કે જો પ્રભુએ
Page #56
--------------------------------------------------------------------------
________________
2. પિત.
કાયા–માયાની આસક્તિ છેડી, તે તે એ મારે પણ છેડવા જ જેવી.” આ સમજ એ બધિરત્ન.
પરંતુ જે જે હો, પ્રભુ વીતરાગ બન્યા છે, એ પૂર્વે વીતરાગ બનવાની દિશામાં હતા તે એમનું આવું બધું કઠોર સાધનામય જીવન બનેલું હતું. એવું વીતરાગનું જીવન આપણી નજર સામે આવે એટલે આપણને એ સાધનાઓની ભારોભાર અનુમોદના થાય, “હે ? ભગવાન જેવા પણ આ સાધનાઓ કરે છે ? ત્યારે એ સાધનામાર્ગ કેટલો બધે કલ્યાણકર ! અને કેવો મારા જેવાને માટે તે ખાસ કર્તવ્ય.” આમ, મેક્ષ માર્ગ પ્રત્યે રુચિ-આકર્ષણ-શ્રદ્ધા જાગે. ત્યાં બોધિરત્ન અર્થાત્ સમ્યગ્દર્શન સુલભ થાય. તે કહે, કેણ પમાડે એ ? વીતરાગ પ્રભુનાં ચરણની સેવા કેઈ સરાગીની સેવા એ પમાડી શકે નહિ. વીતરાગમાં જ મન લગાડયાથી સાચી માર્ગ સમજ આવે, બોધિરત્ન આવે. એટલે જ જયવિમળ કવિએ ગાયું ને કે હે વીતરાગ પ્રભુ સંભવનાથસ્વામી ! તારા વિના મને જોરદાર બધિરત્ન કોણ આપનાર છે? માટે હું વિનવું છું કે મને તમારા ચરણકમળની સેવા આપજે. હે દેવાધિદેવ ! આ મારી અરજી સુણે,”
વાત એ હતી કે આવા પરમાત્માનું આલંબન મળવા છતાં એ જ મોહની રમત? ઉત્તમ મનુષ્યભવે એ આલંબને તે જગતના વિષય પર મીઠી દૃષ્ટિ ઉઠાવી લેવા જેવી હતી; પરંતુ મૂઢ જીવ મોહની ગુલામીમાં પડી પરસ્ત્રીદર્શન જેવા કેટલાંય અવિવેકી કૂ કામ કરે છે! રાજકુમાર કનકરથ રાજશાહી
Page #57
--------------------------------------------------------------------------
________________
વૈભવમાં ઊછરેલે છતાં વિવેકસંપન્ન છે. માનવભવનાં મૂલ્યાંકન કરનારે છે, એટલે જિનમંદિરમાં પૂજાસ્તવનમાં લીન બનેલા એને ત્યાં આવેલા રાષિની સાથેની પેલી અપ્સરા જેવી કન્યા પર દૃષ્ટિ નથી. ચિત્તને પ્રભુમાં કેવું લયલીન બનાવ્યું હશે ? ચિત્ત પ્રભુમાં કેવું ઠરી બેઠું હશે ?
ચિત્ત પ્રભુમાં કરતું ન હોય ત્યારે જ એને બહારમાં ઠારવા માટે ડાફોળિયાં મારવાનું મન થાય.
બહારનું જોતાં જોતાં અનંતા સારા કાળ પડી ગયા, અને આ ભવમાં ય વર્ષો પડી ગયા, છતાં જે તૃપ્તિ થઈ નથી, તે શું હવે એ બહારનું જોઈને તૃપ્તિ થઈ જશે?
જે બહારનું જોવાનું ચિત્તને ભુખારવું જ રાખે એમાં ચિત્ત કરવાનું શું ?
ચિત્તને ઠરવા દેવું તે ત્યાં, કે જ્યાં પછી એ ભૂખારવું ન રહે, એમાં ઉકળાટ–ખણજે–અધીરાઈ ઉઠવાની ન રહે. માટે જ પરમાત્મા, શાસ્ત્રો, તીર્થો, સદ્ગુરુ અને ધર્મક્રિયાઓ વગેરે એવાં આલંબન છે કે એમાં ચિત્તને ઠરતું કરી દેવામાં આવે, તે બહારની કઈ ખણ–ઉકળાટ અધીરાઈ ઊભી ન થાય. બહાર માટે તૃપ્તિ થઈ જાય. મન કહે “બહારમાં જોવાનું છે જ શું? ઠરવાનું છે જ શું ? કે ત્યાં જઈને ઠરું ? ” એટલે જ કનકરથ રાજકુમારને દેરાસરમાં પ્રભુભક્તિમાં ઠરેલા ચિત્તને લીધે પેલી કન્યા પર આંખ જતી નથી. હવે જ્યાં પિતાની જિનભક્તિ-ગુણગાન
Page #58
--------------------------------------------------------------------------
________________
પૂરા થયાં, ત્યાં આવેલ ષિને એ પ્રણામ કરે છે, ઋષિ એને પૂછે છે, “આપ કેણ? ક્યાંથી પધાર્યા ?”
રાજકુમારની સાથે બારોટ કુમારની ભવ્ય ઓળખ આપે છે. પછી કુમાર ત્રાષિને પૂછે છે “આપ અહીં શી રીતે? આ ભવ્ય તીર્થ સમું જિનમંદિર કેણે બંધાવ્યું હશે? ” ત્યાં વળી ત્રાષિની પાછળ ઊભેલી કન્યા કષિની લટકતી લાંબી જટામાંથી દેખાઈ, તેથી એ પણ પૂછે છે કે, અહીં આ બાળા કોણ છે ? ”
૭ ઋષિની પૂર્વકથા : તત્વશિક્ષા
ત્રષિ કહે છે, “આ મેટી કથા છે. માટે પૂજાનું કાર્ય પત્યા પછી બહાર આવું છું ત્યાં આપણે વાત કરીએ.”
કન્યાના હાથમાં ફૂલને કરંડિયો હિતે, એ ફૂલેથી પૂજા વગેરે પતાવી દ્રષિ બહાર આવે છે, અને ત્યાં રાજકુમારને હવે પિતાની ઝુંપડીમાં લઈ જઈ ભેજનાદિ આપી, પછી માંડીને પિતાની વાત કરે છે.
કષિ કોણ? અશિક્ષિત મન–ડે વિકના જંગલમાં –
રાજકુમારને ઋષિ કહે છે, અમરાવતી જેવી એક નગરી છે, એનું નામ મિત્રાવતી. ત્યાં રાજા હરિષણ રાજ્ય કરે છે. એને પટ્ટરાણ પ્રિયદર્શનાથી અજિતસેન નામે એક
Page #59
--------------------------------------------------------------------------
________________
૪૪
પુત્ર થયા. એકવાર એવુ બન્યું કે એક ઘેાડા પર સવારી કરીને રાજા નગર બહાર નીકળ્યે ત્યાં એ ઘેાડા અશિક્ષિત નીકળ્યા, તે એકાએક જંગલના માગે દોડચો. રાજાના માણસા જોતા રહી ગયા, અરે ઘેાડો તે રાજાને ઉપાડી કાંને કયાંય દોડયો જાય છે. રાજા ઘણાય એને રોકવા જાય છે, પણ અશિક્ષિત તે રોકાય શાને ?
માણસનું મન પણ આવું જ છે. જો એ તત્ત્વથી સારી રીતે સુશિક્ષિત નથી, તો અનિચ્છનીય વિકલ્પોના જંગલી જેવા માગે દોડયું જાય છે. નવકારવાળી ગણતાં કે ધ ક્રયા કરતાં આ અનુભવ છે ને ? મનને ઘણુંય જાપના પઢમાં કે ક્રિયાના સૂત્રમાં રોકવા જાએ, પણ ક્ષણવારમાં મન કેવુ છૂ થઈ જાય છે? કેવા કેવા અટસટ આચડકુચડ વિચારોમાં કેવુ' ઢાડયું જાય છે ? એક વસ્તુના વિચારમાંથી મીજી વસ્તુનાં વિચારમાં ને બીજીમાંથી વળી ત્રીજીના વિચારમાં......... આનુ કારણ શું? આજ કે મનને તત્ત્વની શિક્ષા આપી નથી.
જાણેા છે. તત્ત્વની શિક્ષા એટલે? માત્ર કરું તત્ત્વચિંતન નહિ, કિન્તુ જીવ–અજીવ આદિ પદાર્થોનું તત્ત્વનું ક્રમસર રસમય ચિંતન એ તત્ત્વ શિક્ષા, ‘રસમય’ એટલે એવા રસભયુ` કે વચમાં બીજા ત્રીજા કોઈ વિચાર ન આવે. બીજા ત્રીજાના એવા રસ જ નહિ કે એ વચમાં વિચારમાં ઉતરી પડે. એવું રસમય તત્ત્વચિંતન પણ ક્રમબદ્ધ ચાલે, એટલે કે તત્ત્વ-ચિંતનની ગાડી ક્રમસર આગળ આગળ તત્ત્વના પદાર્થ પર ચાલતી જ જાય. એમ તત્ત્વની જેમ કોઈ મહાપુરૂષના જીવનપ્રસંગોને ક્રમસર
Page #60
--------------------------------------------------------------------------
________________
૪૫
વિચારતા જવાય, તે એથી પણ મન સુશિક્ષિત થતું જાય. મુખ્યતાએ આમાં કમ અને રસ ભૂલવાના નહિ, તે જ મન પર સારા સંસ્કાર પડે, મન સંસ્કારી બંને, ઘડાય, સુશિક્ષિત થાય. પછી એ મનને નવકારવાળીમાં રેકે કે સ્વાધ્યાયમાં યા વ્યાખ્યાન શ્રવણમાં પણ કામ અને રસથી રેકે, ત્યાં એ આડાઅવળા વિકલ્પમાં નહિ દેડે. વાત આ કે મનને શિક્ષિત કરે, તત્ત્વથી કેળવે.
ઘણાઓની આ ફરિયાદ છે કે સાધનામાં અમારું મન કેમ સ્થિર રહેતું નથી ? પણ શી રીતે વણકેળવ્યું અશિક્ષિત એ સ્થિર રહે? એને કેળવ્યું હોય તે સ્થિર રહે ને? કેળવવાનું આ કે મનને તમાં-ચરિત્રોમાં ભાવનાઓમાં રસભર્યું બનાવીને અને કમસર ચલાવ્યા કરે. અરે ! આ કાંઈ ન આવડે તો ય જીવનમાં જે થૈ જિનમંદિરે સ્પેશ્ય હોય, એને ય કમસર અને રસભરી રીતે યાદ કરતા ચાલે, એમાંય સાથે એકેક ભગવાનને ધ્યાનમાં લાવી માનસિક વંદના—ખમાસમણું દેતા જાઓ અને આગળ વધે, યા ચોવીસ ભગવાનને કે સુધર્મા ગણધરથી માંડીને પાટપરંપરાએ થયેલ આચાર્ય મહારાજાને કમસર તથા રસભરી રીતે યાદ કરતા ચાલે અને માનસિક વંદના-ખમાસમણ દેતા ચાલે, આવું વારંવાર કરે, તો પણ મન સ્થિરતામાં સુશિક્ષિત થતું જાય મૂળ વાત આ છે કે મનને એવા રસભર્યા અને કમબદ્ધ પદાથ ચિંતનમાં લગાડયે રાખવાની જરૂર છે. તે એ સ્થિરતાને અભ્યાસ પામે. એમાં કેળવાયેલું શિક્ષિત બનતું જાય.
Page #61
--------------------------------------------------------------------------
________________
બાકી અશિક્ષિત મન તે જિંદગીના છેવાડા સુધી આડાઅવળા વિચાર-વિકલ્પરૂપી જંગલમાં દેડ્યા કરવાનું. રાજા હરિષણને લઈ અશિક્ષિત ઘેડ જંગલમાં કથાનો કયાંય દેડયે જાય છે. રાજાએ જોયું કે આ રેકે રકાતે નથી, તે પછી હવે કયાંય એવું પકડવાનું મળે તો એને વળગી જવું.” બસ, એમ વિચારીને જ્યાં એક વડનું ઝાડ આવ્યું કે રાજા એની ડાળીને વળગી પડે. ઘેડો તે આગળ ઊપડે પણ રાજા હવે ઝાડ પરથી નીચે ઊતરે છે. ઝાડનાં આલંબને આગળ ભટકતે બએ. એમ વીતરાગનાં આલંબને કુવિચારોમાં આગળ વધતાં બચાય.
૮, પરલેકને વિચાર
રાજા ચારે કોર જુએ છે તે જંગલ છે. એટલે મનને થાય છે કે કયાં જવું? મહેલમાં બેઠે કે શહેરમાં રહ્યો હોય ત્યાં સુધી કોઈ ચિંતા ન હોય કે જંગલમાં મુકાવું તે શું થાય ? પણ જંગલમાં મૂકાવાનું આવ્યું ત્યારે ચિંતા થઈ
આવશે ત્યારે જેવાશે શું જોઈશ? :
સંસારમાં આવું જ છે. જ્યાં સુધી જીવન ચાલુ છે, પરલેકપ્રયાણ નથી આવ્યું, પરલેકનાં દુઃખ વેઠવાનાં નથી આવ્યાં, ત્યાં સુધી મન એ તરફ ચિંતા વિનાનું રહે છે
Page #62
--------------------------------------------------------------------------
________________
૪૭ કઈ યાદ કરાવે, ધ્યાન ખેંચે; તે ય મનને એમ થાય છે કે “અત્યારે શું છે? એ આવશે ત્યારે જોવાશે, પરંતુ એ વિચાર નથી કે “પરલેકગમન અને દુઃખ આવીને ઊભા રહેશે એ વખતે શું જોઈશ? એક અત્યારે જ પત્ની કે પુત્ર થોડા આઘા જાય તે મન મુંઝાય છે, એમાં વળી મહિને થયે કશે કાગળ ન આવે તે આકુળવ્યાકુળ થાય છે, તે પછી જ્યાં પરલેક જતાં કાયમના અને વિના– કાગળ-ખબરઅંતરના વિયેગ પડશે ત્યારે કેટલી મુંઝવણ થશે? એમ અત્યારે કે શારીરિક વેદના કે બીજું દુઃખ ઊભું થાય તે સહન નથી થતું, હાય ને ય થાય છે, તે પલેકમાં એવા કેઈ જાલિમ ત્રાસ ઊભા થયે શું જઈશ ? શાન્તિ રહેશે ?”
પરલોક–ગમન અને એના ત્રાસ-દુઃખ-વેદનાને આ તુલનાત્મક વિચાર નથી એટલે બોલાય છે કે “આવશે ત્યારે જેવાશે.” પણ પછી શું જઈશ ? આવવાનું નક્કી છે, માટે અત્યારે જ જે અત્યારે જ વિચાર કર કે “એ કેમ ન આવે? કેમ મુંઝવણ ન થાય ?”
(૧) શું પરલોકગમન અટકે? – પ્ર-તો શું વિચારણા કરવાથી પરલેકગમન અટકે?
ઉ૦-અટકે નહિ, પણ એ આવે ત્યારે મુંઝવણ ન થાય એવું કરાય. ત્યારે એ જુએ કે માણસને મરતાં ને પરલોક જતાં મુંઝવણ કેમ થાય છે ? કારણું આ છે કે અહીં મળેલા કાયા-માયાના મનગમતા સંગ પર ભારે
Page #63
--------------------------------------------------------------------------
________________
૪૮
મમત્વ છે, તેથી એ છૂટી જવાના અવસરે મન આકુળવ્યાકુળ થાય એ સહજ છે. એટલે જ જો અહીં જીવતાં જ એ મમત્વ ન રાખ્યા હાય, મમત્વ ઉતારનારી હાર્દિક સચાટ ભાવના કેળવ્યા કરી હોય તે દુ:ખ ન થાય.
મમત્વ ઉતારનારી ભાવના આ. કે
“ આ પૈસા-પરિવાર વગેરેના સંચાગ નાશવંત છે, એક દિ' જવાના છે, મારુ એમાંનું કશું રહેવાનું નથી, માટે એમાં ‘ મારું મારું' શું કરું ? કશું જ મારું નથી એટલે હું તે અત્યારથી જ માનું કે જાણે આ બધા ઊપડી ગયા, અને હુ એકલેા જ છુ. અને હું એકલે પડવા છતાં ફિકર નથી, ભાગ્ય મારી પાસે છે તેમ મારા દિલમાં પ્રભુ અને એમના ધમ મારી સાથે છે. મારે શી ફિકર ? અને જગતમાં અઢળક જીવા એકલાઅટુલા કયાં નથી દેખાતા ? કેાના પર એ મમત્વ કરે? ત્યારે શું મારી પાસે આજે સંચાગે છે એટલે જ મમત્વ કરુ છું ને ? સયેગા ન હાય તા શાના પર મમત્વ કરવાનું ? સંચાગેાના પાપે મમત્વ થાય છે, માટે એવા પાપસ યાગેને આળખી રાખું, એ નિશ્ચિત જવાના એ રીતે એને અત્યારથી જ પર માની રાખુ, પરાયા લેભુ, જાઓ, તમે મારા છે જ નહિ, એ આ ઘડીથી ખરાખર સમજી રાખુ.”
આમ વારંવાર ભાવના કરતા રહેવાથી જીવમાં એકત્ત્વની લાગણી ઊભી થાય, મમત્ત્વ મેળુ પડે, બાહ્ય મમત્ત્વ રહેતું હાય, પણ અંદરખાને બરાબર સમજી મૂકાય કે
Page #64
--------------------------------------------------------------------------
________________
૪૯ આ બહારનું કશું મારું નહિ, એક દિ' બધું જ ઊડી જવાનું.” જીવનના અંતકાળ સુધી આ લાગણી કેળવ્યા કરી હોય, પછી પરલોકગમન આવીને ઊભું રહે ત્યારે એ છૂટતાં મુંઝવણ ન થાય. મનને એમ થાય કે મેં તે પહેલેથી જ સમજી રાખેલું છે કે આ કશું મારું નહિ આ તે અત્યારસુધી મારા થઈને રહ્યા એ કાકતાલીમ સંગ; બાકી આ જનમ પૂર્વે આ ક્યાં મારા હતા જ? કયાં હું જનમતાં પૂર્વથી બધું સાથે લઈને આવ્યું હતું ? આ તો બધા આયારામ-ગયારામ છે, મારા કશા જ નહિ.” ત્યારે હવે પૂછે,
(૨) પરલેક દુઃખ અટકે ? :
પ્ર - ઠીક છે, મમત્વ અટકાવ્યાથી પરેલેકગમનને નિશ્ચિત્ત યાને ચિંતારહિત બનાવી શકાય, પરંતુ પરલેકમાં દુ:ખ અટકે ?
ઉ– હા, પરલોકનાં દુ:ખ બે રીતે અટકાવી શકાય,
(૧) એક તો, અહીં ધર્મ કરતા રહી પાપી વિચારવાણી-વર્તાવ અટકાવવાથી, અને
(૨) બીજુ બંધાઈ ચૂકેલા પાપના ઉદય જાગે ત્યાં ચિત્તને સમાધિ રહે એવું કરવાથી અર્થાત અહીંથી સમાધિના સંસ્કાર લઈ જવાથી ત્યાં સમાધિ રહે, તે મનને દુ:ખ ન લાગે,
આ બંને વસ્તુ અહીં સાધ્ય છે, અહીં ઊભી કરવાની.
(૧) ધર્મમાં લાગ્યા રહીએ, તે પણ એવા કે ધર્મસાધના સિવાયના કાળમાં ય, દા. ત. ખાનપાનાદિ કે
Page #65
--------------------------------------------------------------------------
________________
૫૦
ધનપ્રવૃત્તિ વખતે ય અંતરમાં ધમ પિરણિત ચાલુ હોય; મન એમ વિચારે કે,
‘આ તા . કાયામાયાના તર્પણ એટલે કે મુનિમનાં પોષણ છે; એમાં રાગ-દ્વેષ કરીને માલિક આત્માનું ન લુંટાઇ જાય એ ધ્યાન રાખજે, તેમ આ દેહ મુનિમને પાધ્યા પછી એની પાસેથી આત્માનું કામ લેજે.”
આવી આવી જાગૃતિ રાખવાથી ધર્મ પારેણિત ચેવીસ કલાક કાયમ રહે. તેથી પલાકે મહાદુઃખ લાવનારાં પાપકમ ન ઊભાં થાય. પાપ અટકાવવા માટે કરવાનું આ, કે
(1) હૃદયમાં સતત્ ધર્માંના પરિણામ જાગતા રહે એવી ભિન્ન ભિન્ન પ્રકારની સારી ભાવના-લાગણી-ગણતરી શીખી લેવી જોઇએ કે ‘કયા અવસરે કેવી કેવી સારી વિચારણા કેવા કેવા શુભ ભાવ અને ગણતરી રાખવાની’ તેમ (૨) શકય સંયમ કેળવવુ જોઇએ, તથા
(૩) એને પેાષનારી શય ધસાધનાઓમાં રમતા રહેવાનું. એથી દુઃખ લાવનાર પાપ અટકે.
(૨) પરલેાકે દુઃખ વખતે ચિત્તને સમાધિ હોય તે એ દુઃખ દુઃખ ન લાગે. એ સમાધિને અહીથી ઊભી કરવી પડે.
શી રીતે એ ઊભી કરાય ? સમ્યગ્દર્શનથી, હૈયેાપાદેય આશ્રવ–સંવરના વિવેક અને એને અનુરૂપ વલથી,
Page #66
--------------------------------------------------------------------------
________________
-
સ્થાપના અને નવા
૯. સમ્યગ્દર્શન અને સમાધિ સમ્યગ્દર્શન શી રીતે આવે એ સમજો છો ને? ભગવાન જિનેશ્વરદેવ ઉપર અથાગ અનન્ય રાગે, અને એમણે કહેલાં જીવ–અછવાદિ તત્તવ તથા મેક્ષમાર્ગ પર સંપૂર્ણ શ્રદ્ધાએ સમ્યગ્દર્શન આવે. આ જીવનમાં આ સમ્યગ્દર્શનાનો ખૂબ અભ્યાસ કેળવવાથી ચિરની સુંદર સમાધિ–સ્વસ્થતા જાળવી શકાય અને એ સમ્યગ્દર્શન તથા સમાધિના અભ્યાસે એવા સુસંસ્કારને જ ઊભું થાય કે પરલોકમાં એના બળ પર એ બંને સુલભ બને.
સમ્યગ્દશનની તાકાત મામુલી સમજતા નહિ. સમ્યગ્દર્શનની એટલી બધી જમ્બર તાકાત છે કે કે મોટી સંપત્તિના ઢગલા મળ્યાં હોય તે ય ચિત્તને એ અડે નહિ, ચિત્તને મહેકાવે નહિ, ઉન્માદી ન થવા દે, તેમ પૂર્વના અશુભના ઉદયે આપત્તિઓ ઘેરી વળી હોય, છતાં ચિત્ત સમતોલ રહે, સાવધાન રહે, દીન-દુખિયારું ન બને;
આ તાકાત સમ્યગ્દર્શનની છે; વીતરાગ પ્રભુ પરના અથાગ રાગની અને જિનેક્ત જીવ–અજીવ–આશ્રવ–સંવર વગેરે તત્ત્વ પરની અથાગ શ્રદ્ધાની આ તાકાત છે.
ભરત ચકવતી પાસે છ ખંડનું એશ્વર્ય, ચૌદ રતન અને નવ નિધાન, આ સંપત્તિના ઢગલા હતા. છતાં ભરતજી મનહી મેં વૈરાગી; ચિત્તને રાગની અસમાધિમાં એ ડુખ્યું રાખનારા નહિ, પૂર્વ ભવે ચારિત્રધર્મના સુંદર પાલન દ્વારા મહાન સમ્યગ્દર્શન અને સમાધિની સાધના
Page #67
--------------------------------------------------------------------------
________________
પર
કરીને આવેલા; એટલે એના સુસંસ્કારોના બળે અહી છ ખંડના સામ્રાજ્ય વખતે ય સમ્યગ્દર્શન અને સમાધિ સુ ંદર અનુભવી શકતા. વિચારજો દિન-પ્રતિદિન એને વેગ કેવા વધતા રાખ્યા હશે કે એ અંતે આરિસાભવનમાં એ ઠે વીતરાગના અને કેવળજ્ઞાન સુધી પહોંચી ગયા.
શ્રેણિક અને કૃષ્ણ મહારાજા અત્યારે નરકમાં છે, નરકમાં કેટલા કારમા દુઃખા ? પણ શાસ્ત્ર કહે છે કે નરકમાં સકિતી આત્માએ કારમા દુ:ખોની વચ્ચે ય બીજા મથ્યાદૃષ્ટિ જીવોની માફક બીજાને મારું કાપી નાખું, એવી દુષ્ટ બુદ્ધિ ધરતા નથી ! ત્યાં પણ પોતાનાં પાપકર્માંના ઉદય વિચારી ચિત્તને ઘાર દ્વેષની અસમાધિથી બચાવી લે છે. ખીજાના ઘા એ સહી લે, પણ ખીજાએનાં કાપણ–કુટણ કરવાની એને દુષ્ટતા નહિ. ઘેર દુઃખમાં ચિત્તની આ સમાધિ સામાન્ય નથી. તત્ત્વની સમજના પ્રભાવે ત્યાં પોતાના અશુભ કર્મના અને એ ઊભા કરનારા પૂર્વ દુષ્કૃત્યાના ખ્યાલ કરે છે, પશ્ચાત્તાપ કરે છે. નરકનાં કારમા દુઃખને દુ:ખ માનવા કરતાં પેાતાનાં પૂર્વદુષ્કૃત્યોનું ભારે દુઃખ ધરે છે.
ચિત્તમાં મારું દુ:ખનું દુઃખ લાગવા કરતાં એ બાહ્ય દુઃખની પાછળના પાતાના દુષ્કૃત્યાનું દુ:ખ લાગે એ મહાન સમાધિ છે, ચિત્તસ્વસ્થતા છે. ચિત્તાગૃતિ છે. જાગતું ચિત્ત છે.
શ્રેણિક અને કૃષ્ણ મહારાજાને અહીં સમ્યગ્દર્શનના સારા અભ્યાસ હતા; એના સસ્કારી લઈને નરકમાં સમાધિ સુલભ કરે છે; જેથી બહારના નિઃસીમ રૌરવ દુ:ખમાં
Page #68
--------------------------------------------------------------------------
________________
૫૩
ય મનને એવી અસમાધિનું દુઃખ નથી. એ કાંઈ વીતરાગ નથી, એટલે બહારનું દુઃખ મનને દુઃખ તો લગાડે, પણ દુઃખ દેનારા પ્રત્યેના ભારે દ્વેષ-તિરસ્કારવાળું દુઃખ નહિ.
સીતાને રામે ગર્ભિણી અવસ્થામાં જંગલમાં ત્યજાવી મૂક્યા, તે ત્યાં શું સીતાના મનને દુઃખ ન થયું ? દુઃખ તે થાય, પણ રામચંદ્રજી પ્રત્યે દ્વેષ તિરસ્કાર નહિ. દ્વેષ પિતાના પાપકર્મ અને એને ઊભા કરનારા પિતાના પૂર્વ જન્મનાં દુકૃત્ય પ્રત્યે. દુઃખ રામનું નહિ કે “આ કે દુષ્ટ નાલાયક પતિ મળે કે વગર વાંકે આવી ઘર સજા કરે છે ? ” ના; આ દુઃખ નહિ પણ દુઃખ જાતનું કે એવો કે મારે દુષ્ટ-નાલાયક આત્મા કે એણે એવાં પૂર્વજન્મમાં દુકૃત્ય આદર્યા ?”
બાહ્ય દુ:ખમાં મનને બીજાની પ્રત્યે દ્વેષ તિરસ્કારભર્યું દુખ લાગે એ ભારે અસમાધિ; અને મનને જાતની દુષ્ટતા લાગી જાતનાં દૂષ્કૃત્યનું દુઃખ લાગે એ સમાધિ.
સમ્યગ્દર્શન આ સમાધિ આપે છે. ભારે સંપત્તિ અને ઘેર આપત્તિ પર સમાધિ કેમ રહે એ માટે ભરતજી અને સીતાજી તથા શ્રેણિક-કૃષ્ણનાં દષ્ટાન્ત નજર સામે તરવરતાં રાખવા જેવી છે. એથી એમની અપેક્ષાએ આપણને મળતી સાવ મામુલી સંપત્તિ-વિપત્તિ ને તુચ્છ સુખ-દુઃખ વખતે સમાધિ જાળવી શકાય, ચિત્તને સ્વસ્થ રાખી શકાય.
સુખ વખતે મનને એમ થાય કે “મને તે એવા કયા ચારે બાજુનાં સુખના ઢગલા મળ્યા છે કે વિઠાના કીડા કરમિયાની જેમ એને ચાટતો બેસી રહી એમાં મસ્ત
Page #69
--------------------------------------------------------------------------
________________
૫૪
,
ખનું ? કયાં એ ભરત ચક્રી અને શાલિભદ્રનાં સુખ ? ને કયાં મારાં ? ' એમ દુઃખ આવ્યાં હોય તો ય મનને એમ થાય કે ‘મને તે શા એવાં દુ:ખનાં પેાટલાં વરસ્યાં છે કે એમાં દીન-દુખિયારે ખનું ? કયાં એ જંગલમાં તરોડવાનાં સીતાને દુ:ખ ? કયાં એ શ્રેણિક-કૃષ્ણને નરકનાં કારમા દુઃખ ?’ આ વિચાર સમ્યકત્વના બળે આવે.
સમ્યગ્દર્શનને આ પ્રભાવ છે કે બહારનાં સુખ વખતે અંતરાં ભાવી અનને નાંતરનારા રાગાદિ પાયાનુ ભારે દુ:ખ લાગે.
સુખમાં રાગ, વિષયમૂહતા, અને હાંજા અભિમાનાદિ કાચા તથા આરભ-સાર ભાદિ પાપા કેવા મહાલવા માંડે છે ? ત્યારે તેા જ્ઞાનીએ સંસારનાં સુખાને અસાર તુચ્છ અને દુઃખરૂપ કહે છે. સુખી સમકિતીને અંતરમાં આ રાગાદિ પાપાનુ ભારે દુઃખ હાય છે. એટલે તા કહેવાય છે કે,
સમકિતી મહારથી સુખી, પણ અંતરથી દુ:ખી; ત્યારે સાધુ માહ્યથી દુ:ખી, કિન્તુ અંતરથી સુખી.
સાધુને બહારના કષ્ટોભયુ જીવન પણ અંતરમાં નિષ્પાપતા–સ યમ-શાસ્ત્રસ્વાધ્યાય તથા વીતરાગ દેવ અને એમનું શાસન મળ્યાના અપર પાર આનંદ.
પ્ર॰ તે શું સમકિતીને આ દેવ-ગુરુ-શાસન મળ્યાના આનંદ નથી ? તો પછી કેમ એ અંતરથી દુઃખી ?
ઉ-કહા, આ શાસન અને પેાતાનામાં ભરચક ભરેલા રાગ-વિષય ગુલામી-વરતિ-હિંસામય આર્ભ સમારંભ આર્દિ પાપાની ભયાનકતા દેખાય છે, ભાવી રાગાઢિ પાપમય
Page #70
--------------------------------------------------------------------------
________________
૫૫
ભવાની પરંપરા અને દેખાય છે, તેથી એનુ એને અંતરમાં ભારે દુઃખ છે. ત્યારે મુનિએ તે આ પાપાને દેશવટા દીધા છે, એટલે મનને એનુ દુઃખ નથી, પણ અનંત કલ્યાણસાધક સંયમાદિ સન્યાનું અપરંપાર સુખ છે.
આ સચાઢિ મળ્યાનું મનને અપ પાર સુખ એ સમાધિ છે; એમ પૂર્વ ભવનાં કે અહીંનાં રાગાદિ દુષ્કૃત્યાનું મનને ભારે દુ:ખ એ સમાધિ છે,
વમાનમાં તમે સુખી છે? પણ એ ખાદ્ય સુખના આનદને બદલે જો તમને વીતરાગ પ્રભુ અને એમનું શાસન મળ્યાના આનંદ છે, અને ખાદ્ય સુખથી થતા રાગ-મદલાભ અને આરભસમાર ભાદ્વિ પાપેાતા ભારે કલ્પાંત છે, તે એ ચિત્તની સમાધિ છે. ત્યારે વર્તમાતમાં તમે દુ:ખી છે ? પણ જો મનને એના રોદણાને બદલે એ દુઃખેા પાછળના પૂર્વ જન્મના દુષ્કૃત્યેનું દુ:ખ છે, રુદન છે, તેમજ વર્તમાન દુ:ખોની વચ્ચે . વીતરાગ પરમાત્મા અને શાસન પામ્યાને ભારે આનંઢ છે, તેા તમારું ચિત્ત સમધિમાં ગણાય. પૂછજો.
પ્ર–શુ' દુષ્કૃત્યાને કલ્પાંત એ સમાધિ કહેવાય ?
૩૦-હા, એ તો એવી મહાન સમાધિ છે કે એમાં આગળ વધતાં આવડે તો એ ગોઝારા રાગાઢ દુષ્કૃત્ય પ્રત્યે એવી જબરદસ્ત નફરત છૂટે કે પછી માત્ર પૂર્વ જનમના રાગા કે ખેાટા એમ નહિ, કિન્તુ અહીંના ય રાગાદિ મહા ખાટા લાગે, એવા ખોટા લાગે કે પછી અહીં મળેલ પૈસા પરિવાર અને યાવત્ પેાતાની કાયા તથા અર્હત્વ વગેરે પરના રાગ કૃપાચ, આસક્તિ કપાય, અને અનાસક્તભાવ જાગે. ત્યારે
Page #71
--------------------------------------------------------------------------
________________
પ૬
અનાસક્ત ભાવને શું સમજે છે ? એ જીવને વીતરાગભાવ પર પહોંચાડે. વીતરાગભાવ પ્રગટ થાય એટલે તરતમાં જ કેવળજ્ઞાન પ્રગટ થઈ જાય.
તે બોલે, વીતરાગભાવ અને કેવળજ્ઞાન સુધી કેણ પહોંચાડે ? સમાધિ કે અસમાધિ ? ચિત્તની સ્વસ્થતા કે આકુળવ્યાકુળતા ? કહેવું જ પડે કે સમાધિ ચાને ચિત્તની સ્વસ્થતા જ ઠેઠ વીતરાગભાવ સુધી લઈ જાય. ત્યારે મહાન આત્માઓ જે મનને દુષ્કનાં ભારે દુઃખ લગાડવા પર વીતરાગ બની કેવળજ્ઞાન પામ્યા છે, તે એ મનને થતું દુષ્કત્યનું ભારે દુખ એ સમાધિ જ છે.
સાવી મૃગાવતીજીને ગુરણ ચંદનબાળાએ ઠપકો આપે કે “તમારા જેવા કુલીન આત્માએ સમવસરણમાંથી આમ મોડા આવવું એ ઠીક નહિ ” બસ ગુર વચન પર મૃગાવતીજીને આ પિતાનું મેડું આવવાનું એ પિતાનો પ્રસાદ લાગે, દુકૃત્ય લાગ્યું, પણ બચાવ ન કર્યો કે “અમે ક્યાં ભટકવા ગયા હતા? ગયા હતા તે પ્રભુની પાસે ને? ત્યાંથી સીધા સીધા બીજે કયાંય ગયા વિના અહીં ચાલી આવ્યા. જરા મેડા પડ્યા, તે બહુ અનુચિત કરી નાખ્યું ? ના, આવો કોઈ જ બચાવ નહિ, પણ એ ખરેખર અનુચિત જ સમજ્યા, દુકૃત્ય જ માન્યું, અને તરત ગુરુના પગમાં માથું મૂકી કકળતા દિલે કહે છે “ભગવતી ! ક્ષમા કરો, આ મારી ભૂલ થઈ મિચ્છા મિ દુકકડ. ફરીથી આવી ભૂલ નહિ કરવા ધ્યાન રાખીશ.” કેવો ધન્ય આમા !
ગુરુણી તે પછી સંથારો કરી ગયા, પરંતુ મૃગાવતી
Page #72
--------------------------------------------------------------------------
________________
પ૭
જીના મનમાં આ દુષ્કૃત્યના ખેદનું તાંડવ ચાલ્યું. “હાય ! આ મારી કેવી ગફલત ? પ્રભુના સહવાસના અંધ રાગમાં પ્રભુની સંયમને સમય ઓળખવાની આજ્ઞા જ ભૂલી? પ્રભુ ફરમાવે છે કે સંયમના પેગોને યથાસમય બરાબર આરાધે બરાબર આરાધો એટલે એક સંયમપેગ બીજા સંયમયોગને બાધક ન બને એ રીતે આરાધે. અર્થાત્ એક યોગમાં એવે સમય ન ખરચાય કે બીજા ને સમય ઘવાય. કાલે કાલ સમાયરે, તે તે કાળે તેને તેને મેગ્ય આચારનું પાલન કરવું. આ શાસ્ત્રાજ્ઞા છે. પ્રભુની આજ્ઞાના પાલનમાં જ પ્રભુની સાચી ઉપાસના છે,
ત્યારે મનમાની ઉપાસનાએ મને કેવી ભૂલાવી? અંધારું થતા પહેલાં સમયસર મુકામે આવી જવું આ જિનાજ્ઞાને હું ભૂલી, અહો ! આ મારું કેવું દુષ્કૃત્ય! મારો કે ખોટો મોડ! એની પાછળ કેવા મારા પૂર્વભવના રાગાદિ ! અને કેવી અહીંની આપમતિ અને જાતનું અભિમાન !..”
બસ, દુકૃત્યોના સંતાપને અને દુષ્કૃત્યોના મૂળમાં કામ કરતા આપમતિ, સ્વાભિમાન, તથા રાગના પશ્ચાત્તાપનો દાવાનળ સળગે ! એ દાવાનળે સમસ્ત રાગ આસતિ વગેરે દોષને સળગાવી મૂક્યા. દુષ્કૃત્યોને ખેદ-પશ્ચાતાપ–દુઃખ એ સમાધિ ? કે અસમાધિ? અસમાધિ રાગાદિને બાળી ન મૂકે; એ તે રાગાદિને મજબૂત કરે. ત્યારે અહીં તે રાગાદિને બાળી મૂકયા. એ બાળી ભસ્મીભૂત કરનારા દુષ્કૃત્યપશ્ચાત્તાપ તથા કલ્પતને અસમાધિ ન કહેવાય. એ તે ભારે સમાધિ
Page #73
--------------------------------------------------------------------------
________________
૫૮
કહેવાય, કે જેમાંથી અપૂર્વ મહાસમાધિ પ્રગટી ! અને એ વીતરાગ કેવળજ્ઞાની બની બેઠા !
ત્યારે એ ભુલશે નહિ કે
આ રાગાદિ દુષ્કૃત્યના ભારે આંતર ખેતની સમાધિમાં મૂળ પ્રભાવ કોને ? પ્રભુને, પ્રભુના સમ્યગ્દર્શનના સમ્યગ્દર્શનમાં મનને શુ થાય?
એ સમ્યગ્દર્શને વસ્તુસ્વરૂપનું સમ્યગ્ દર્શન કરાવ્યું, તત્વદર્શન કરાવ્યું. મોટું ચારિત્ર પાળે, મેટી ધર્માં સાધનાએ કરા, મેટી તપસ્યાએ કરે, કે જિનભક્તિ કરા, એ બધું આ તત્ત્વદર્શીનને, વસ્તુસ્વરૂપના દર્શનને, સમ્યગ્દર્શનને વધુ ને વધુ વિકસિત કરવા માટે કરવાનુ છે. પ્રભુએ ભાખેલાં તત્ત્વાના હાડોહાડ રંગ લાગી જાય, સમ્યગ્દન અંતરમાં ઉછાળા મારવા લાગે, દૃષ્ટિ સીધાં તત્ત્વને જ પકડતી થઈ જાય, એવું બધી સાધનામાંથી ઊભું કરવાનું છે. અંતરની દૃષ્ટિમાં તત્ત્વની એટલી બધી ખેતપ્રાતતા થઈ જાય કે પછી જડ-ચેતનના ભેદ સાફ સાફ દેખાય, કાય! માયાથી આત્માનુ તદ્ન નિરાળાપણું સાફ સાફ દેખાય, રાગાદિની લાગણીઓએ આત્માના મહા રેગ મા વિકાર જેવી લાગી અંતરને કરડયા કરે.
મ
તીય કર ભગવાને ભાખેલા જીવાજીવાદિતત્ત્વની શ્રદ્ધાની બલિહારી છે. જીવનમાં એવી કશી ત્યાગ–સંયમ-તપની સખળ સાધના નથી બની શકતી, તે ય કમમાં કમ આ તત્ત્વશ્રદ્ધાને આ સમ્યગ્દર્શનને અંતરમાં ઉછાળા મારતું કરી શકાય.
Page #74
--------------------------------------------------------------------------
________________
પટ
તવ મળ્યાની મનને કદર જોઈએ કે
અહો ! આ વિરાટ વિશ્વમાં ભટક્તા જીવને આ તની ઓળખ કયાં મળે? જગત બિચારું આંધળું છે, એને આ તોની કશી ગમ નથી. એ તો મને અહીં આ દુર્લભ ભવે વીતરાગ સર્વજ્ઞ ભગવાન મળ્યા તે એમનાં તની ઓળખ મળી. કેવાં મારાં અહોભાગ્ય ! આ મળવાનો મહાન ભાગ્યેય મળ્યા પછી પણ હું આ તત્તને દિલમાં રમાડતે ન બનું? તે હું કે હૈયાફૂટે? હૈયામાં જગતનું બીજું ત્રીજું રાખ જેવું મમરાવીને શું મળવાનું ને શું વળવાનું હતું? હવે તે હૈયે મમરાવું તે મારા તારણહાર પ્રભુનાં તોને આવા નિર્ધાર કરાય તો સમ્યગ્દર્શનની રઢ લાગે,લગન લાગે રાત ને દિવસ હૈયામાં એને વધુને વધુ ઉછાળા મારતું, રગરેશમાં પ્રસરતું અને અંતરમાં અધિકાધિક ઓતપ્રેત થતું કરાય.
rટ,
નાકમાન્ડ પાન-
૧૦. હરિ રાજા આશ્રમમાં
પેલા રાજા હરિપેણને મહેલમાં બેડા ચિંતા નહોતી પણ હવે આશિક્ષિત ઘડાથી જંગલમાં મૂકાયે ચિંતા થઈ કે “હવે ક્યાં જવાનું ને શું કરવાનું ? ” એ દોડતા ઘડા પછી ઝાડને વળગી નીચે ઊયે, અને ત્યાં આમ તેમ જુએ છે તે એક સરોવર જોયું, સરોવર પાસે જઈ હાથપગ–મેં ધોયા, પછી બાજુમાં જોતાં એક આશ્રમ નજરે પ. રાજા ત્યાં પહોંચે, તે આશ્રમમાં તાપસને જુએ
Page #75
--------------------------------------------------------------------------
________________
૬૦
છે. તાપસાએ એને આવકાર્યો અને પેાતાના વિશ્વભૂતિ નામના કુલપતિ પાસે એને લઈ ગયા.
કુલપતિને રાજાએ પ્રણામ કર્યાં, અને પાસે બેઠો. ઋષિ એના લક્ષણાદિ પરથી કલ્પે છે કે આ કાઇક રાજા હાવા જોઈએ. એ પહેલાં તે આશીર્વાદ દે છે, કે
• હે રાજન! જે ઋષભદેવ પ્રભુના મસ્તકેથી એ કાન પાસે લટકતી ભ્રમર જેવી કેશની લટ કુંભ પર ચડાવેલ કમળમાળાની શોભાને ધારણ કરે છે એવા એ ત્રણ જગતને માટે પૂર્ણાંકુ ભ જેવા ભગવાન તમારા મંગળે!ની પુષ્ટિ કરો.’
એમ આશીષ આપીને વિશ્વભૂતિ ઋષિ રાજાને પૂછે છે,-‘તમારે અહી” કચાંથી આવવાનું થયું ? એકલા કેમ ?'
રાજા જવાબમાં કહે છે, ‘ભગવન્ ! સંસારમાં જીવ એક સ્થાનેથી બીજે સ્થાને કેવા ધારણા બહાર ભ્રષ્ટ થઇ જાય છે એ આજે અનુભવવા મળ્યું. મિત્રાવતી નગરોના હું રાજા હરિષેણ ઘોડેસ્વારીએ નીકળેલ, તે શી ખબર ઘાડો અશિક્ષિત હશે, તે એણે રસ્તે દોડયે જ રાખ્યુ’, કેમે ય એ ઊભા જ ન રહે, અંતે અહીં નજીકમાં ઝાડની ડાળીને હું વળગી પડ્યો. આપનાં દર્શન મળવાનું સૌભાગ્ય હશે ત ઝડેથી ઊતરી અહીં આવ્યા. આ આશ્રમ કેાના સ્થાપેલ છે ?
કુલપતિ રાજાને કહે છે. ‘ ભગવાન ઋષભદેવ સ્વામી
નામના
ના વખતમાં પ્રભુના ભક્ત કચ્છ અને મહાકચ્છ બે મોટા તાપસે થઈ ગયા, એમને સ્થાપેલે આ આશ્રમ ચાલ્યા આવે છે. અહીં સંસારથી થાકેલા અને મનુષ્ય જીવનનાં
Page #76
--------------------------------------------------------------------------
________________
૬૧
સાર પામવાના ઈચ્છુક ભવ્યાત્માએ આવીને તપસ્યામાં લાગે છે.’ એમ કહી નિવૃત્તિમય જીવનની મઝાનાં વન કરે છે. રાજાને આ સાંભળતાં મનને થયું કે અહા ! કેવા · ! ધન્ય આત્માએ કે સસારતી તાપમય જળેાજથાથી છૂટી અહીં તામય જીવન ગાળે છે! કયારે મારે એવા ધન્ય દિવસ આવશે કે હુ' પણ વિટંબણા અને સંતાપભર્યો સંસારથી છૂટી આવા તામય જીવનમાં લાગી જઈશ ?
શું આ માનવદેહ જીવનના અંતકાળ સુધી સંસારની જળાજથાથી વિડ’બાવા માટે જ છે ? વિષયાથી ઉકળતા જ રહેવા માટે છે ??
જીવની એ મૂઢ દશા છે કે જે સંસારની જળેાજથામાં આનંદ મનાવે છે, પછી ભલે એમાં ડગલે ને પગલે એક યા બીજા પ્રકારની ચિંતા-ભય-સ ́તાપ ઊઠયા કરતા હાય. જીવને એક જાતનું અભિમાન પાષાતુ રહે પછી આ ચિંતા વગેરે ભમરીએ ભલે કાટતી-ડ'ખતી રહે અને અને કંટાળા નથી. કેવી મેહ, મૂઢતા ? એમ વિષયાથી ઇન્દ્રિયાને ઠારવાનુ માને છે, પણ એ ઇન્દ્રિયા જુગારની જેમ એથી ખાટી ટેવાયેલી વધુ ને વધુ ખણજોવાળી બને છે, ને તેથી જુગારની જેમ નવા નવા વિષય સપર્ક માટે આતુર બની રહે છે. એટલે દેહને એના સદાનેા ઉકળાટ. વિષયામાં ક્ષણુલર ડરવાનુ દેખાય, પર’તુ વિષય ઝંખનાના ઉચાટ રાત ને દિવસ ચાલુ. એટલે આ વિષયેામાં કાયમી ઠરવાનુ માનવું એ કેવી ભ્રમણા ? આશ્રમવાસીઓને ભય કેમ નહિ ?
રાજા વિશ્વભૂતિ ઋષિની પાસે વાતચીત કરતા બેઠા
Page #77
--------------------------------------------------------------------------
________________
૬૨
છે અને શુભ ભાવના કરી રહ્યો છે, એટલામાં જંગલમાં મેટો કોલાહલ ઊડયો. આશ્રમવાસીઓને એ સાંભળીને કો ભય નથી કે ‘ હાય ! લૂંટાઈ જઈશું ?' કેમકે પાસે છે શુ' તે એ લૂટાવાને ભય લાગે ? ભય તે જેણે કશે! પારગ્રહ રાખ્યા છે અને એ લૂંટાઈ જવાના હૈાય. આ તા . ત્યાગી તાપસે છે એમને શુ' લૂટાવાનુ' ? તેમ એ પણ ભય નથી કે ‘હાય ! કાઈ મારશે ’ કેમકે કાયા પર પણ એવું મમત્વ રાખ્યુ નથી, તેથી તો તપસ્યા કરી કરી કાયાને સૂકવી રહ્યા છે.
આમ તાપસાને ભય તા કશે નાહ, પણ જિજ્ઞાસા થાય છે કે આ શાળા કેટલાહલ હશે ? તે પરસ્પરના મેઢા સામે જુએ છે ત્યાં રાજા હરિષણને ખ્યાલ આવે છે કે પેાતાનું સૈન્ય આવ્યુ હાય તેથી કુલપતિને કહે છે ‘ મહારાજ ! મને લાગે છે કે આ મને શોધવા નીકળેલ મારી સેનાને અવાજ હાય. તેથી હું જરાક એને દર્શન આપી વુ', જેથી એને શાંતિ થાય.
’
એમ કહી રાજા ઊડયેા. ઋષિને પ્રણામ કરીને આશ્રમની બહાર ગયા. ત્યાં જુએ છે તે પોતાની સેના જ હતી; એટલે સેનાને દશ ન આપી આનદત કરી દે છે. સેનામાં રાજાના જયજયકાર ગાજી રહે છે. મધા ખુશી ખુશી માને છે કે ચાલેા રાજાસાહેબ મળી ગયા, સારું થયું.
(
ܕ
*
હવે સેનાપતિ કહે ‘ પધારો મહારાજા ! નગર તરફ.’ રાજા કહે છે, ‘ના, હમણાં અહી થાભેા. અહી મહર્ષિના આશ્રમ છે, આત્માને ઘણી ઠં'ડક આપનારો. તેથી એમના સત્સંગને લાભ લઇએ. શહેરમાં ગયા પછી વળી
Page #78
--------------------------------------------------------------------------
________________
આ મહાકિંમતી સત્સંગ કયાં મળે? અહીં જ્યારે અણધાર્યું આવવાનું બન્યું છે, તે એ સારા માટે. હાલ અહીં મહિને માસ સત્સંગ અને શાન્તિ માટે રહેવું છે. તેથી તમે બધા અહીં જ પડાવ નાખે.”
બસ, રાજાનો આદેશ થયો એટલી જ વાર. સેનાએ ત્યાં છાવણી જમાવી દીધી. રાજા રહે છે અને મોટો ભાગ વિભૂતિ ષિની ઉપાસના કરે છે. એમની પાસે બેસી તત્ત્વની ગેડી કરે છે. દિનપ્રતિદિન રાજાની શુભ ભાવના વધતી ચાલે છે.
સત્સંગ અને સત શ્રવણનો આ પ્રતાપ છે કે માણસનાં દિલને ફેરવી નાખે; અસદ્ વિકલપો અને વિચારથી બચાવી દિલમાં શુભ ભાવનાઓ ફુરાયમાન કરી દે.
દેરાસર–નિમણ
કનકરથ રાજપુત્રને વૃદ્ધ તાપસ કહે છે કે પેલો હરિપેણ રાજા વેવભૂતિ તાપસના આશ્રમ પાસે, પોતાના લશ્કરની છાવણ નખાવીને રહ્યો છે, અને એક મહિને કુલપતિ તાપસની ઉપાસના કરે છે; સારું શ્રવણ કરી કરીને પોતાના દિલને એનાથી ભાવિત કરતું જાય છે, ત્યાં એણે સારી દષ્ટિ ઊભી કરી; એને પરમાત્મા પ્રત્યે ભારે રાગ ઊભો થયે; ને તેથી એણે આ દેરાસર બંધાવ્યું.
ગુરુ પરમગુરૂને મેળવી આપે.
તાપસે પરમગુરુ પરમાત્માના કેવા ગુણ ગાયા હશે અને રાજાએ એ કેવા ઝીલ્યા હશે કે એણે ખૂબ ભાવથી જિનમંદિર બંધાવ્યું ! રાજાએ એક માસ ઉપાસના કર્યા પછી હવે કુલપતિ પાસે જવાની રજા માગે છે. એ કહે
Page #79
--------------------------------------------------------------------------
________________
છે, “ભગવદ્ ! અહીં આપની છાયામાં એ નિર્મળ આનંદ આવે છે કે અહીંથી જવાનું મન ન થાય. પરંતુ રાજ્યના કારભાર સંભાળવા રહે છે, તેથી હવે હું જવાની રજા માગું છું.'
વિશ્વભૂતિ કુલપતિ પણ સમજે છે કે કારભાર સંભાળ્યા વિના વ્યવસ્થા બરાબર ચાલે નહિ, તેમજ સંસારી જીવે એટલે પિતાની રુચિથી સત્સંગ કરે એટલી વાહવાહ, બાકી એમના પર કાંઈ સત્સંગને બલાત્કાર થાય નહિ, એટલે એ રાજાને કહે છે, “જુઓ અહીં તમે સત્સમાગમને અને તત્ત્વશ્રવણને સારે લાભ લીધે, તે હવે એને બરાબર દિલમાં રાખજે, રાજ્યના કામકાજમાં એને ભૂલી જતા નહિ.” એમ કહી કુલપતિએ રાજાને વિષાપહાર-મંત્ર, ઝેર ઉતારવાનો મંત્ર આપે.
૧૧. પ્રીતિમતીનું ઝેર-નિવારણ રાજાને નિવૃત્તિજીવનના આનંદે સંસારપ્રવૃત્તિને રસ ઉરાડ –
રાજા હરિષણ કુલપતિને પૂછી સેના સાથે પોતાની નગરીમાં પાછો આવ્યે રાજ્ય-કારભારમાં પડે છે, પરંતુ એના દિલમાં તાપસના આશ્રમમાંના એક માસના વસવાટે નાખેલા સંસ્કાર દષ્ટિ બદલી નાખી છે, તેથી રાજ્યસત્તા-સંપત્તિ વગેરેમાં એને હવે પૂર્વના જે આનંદ નથી. એના મનને અવરનવર યાદ આવતાં એમ થાય છે કે અહ? ક્યાં એ તપોવનના નિવૃત્ત
Page #80
--------------------------------------------------------------------------
________________
૬૫
જીવનને આનંદ ? અને કયાં આ પ્રવૃત્તિ-જીવનની ખટપટ ?’ આમ લાગવા છતાં પ્રવૃત્તિ-જીવન ઊભુ` તેા રહ્યું, પણ પેલા નિવૃ ત્ત–જીવનના આન ંદે આમાંથી રસ ઉરાડી મૂકયા. રાજપુત્રી પ્રીતિમતીને સ ંદેશ :
એક વારના પ્રસંગ છે. રાજા હરિષેણ સભા ભરીને બેઠે છે. ત્યાં બહારથી એક માણસ આવીને ખબર આપે છે કે,• મહારાજા ! મોંગલાથી ભરેલી મોંગલાવતી નામની નગરીમાં પ્રિયદર્શીન નામે રાજા છે, અને વિદ્યુત્પ્રભા નામે રાણી છે. આ રાણીએ પુત્રીને જન્મ આપ્યા, અને એનુ નામ પ્રી.તમતી રાખવામાં આવ્યુ. એ મેટી થતાં એક વાર એને દુષ્ટ સાપ ડસ્યા. એનું ઝેર ચડી જતાં એ મરવા જેવી થઈને પડી. રાજાએ ગારુડિકાને ખેલાવ્યા, ખીજા ઉપચારના જાણકારોને ખેલાવ્યાં, મ`ત્ર-જડીબુટ્ટ વગેરે ઉપચારો કરવામાં આવ્યા, પરંતુ કશુ' જ ફળ આવ્યું નહિ.
રાજા-રાણીને કલ્પાંતને પાર નથી. બીજાએ પણ દુ:ખ કરી રહ્યા છે, કે ‘હું ? શું આ બિચારી છેકરી મરશે ?? જાણવા મળ્યું છે કે આપની પાસે વિષાપહાર મંત્ર છે, એથી ઝેર દૂર થાય છે. તે! શું આપ એ દ્વારા આ રાજકુમારીને જીવતદાન ન બક્ષી શકા??
રાજા હરિષેણને આ સાંભળી લાગણી ઉભરાઈ આવી, પરંતુ જુએ છે કે એ રાજ્ય અને એ નગર અહીથી દૂર છે. તેથી એટલે છેટે જલ્દી કેમ પહોંચાય ? અને જલ્દી ન પહોંચાય, તેા કુમારી કેટલું જીવતી રહે ? ખેર ! પ્રયત્ન તા કરુ.’
Page #81
--------------------------------------------------------------------------
________________
૬૬
આમ વિચારીને રાજાએ તરત સાંઢણીએ મંગાવી અને પાતે તથા પેાતાના માણસો એના પર સવારી કરીને ઊપડયા; પહોંચી ગયા એ નગરમાં. રાજા જઈને જુએ છે તેા રાજકુમારી મર્યા જેવી થઈને નિશ્ચેષ્ટ પડી છે, અને એના મા બાપ વગેરે ભારે ગમગીન થઈ બેઠા છે. સાજી સારી રાજકુમારી ઝેરથી બેભાન, અને કુટુ બીએને રાતાં જોઇ રાજા હરિષેણુનુ દિલ દ્રવિત થઈ ગયું. સાથે ને એટલે આનદ થયા કે કુમારીના દેહમાં હજી પ્રાણ છે, ને પાતે અહીં ઠીક પહોંચી ગયા. કુમારીના પિતાએ એના આવકાર કર્યો.
રાજા હરિષેણુ તાપસેાના કુલપતિ પાસે તત્વજ્ઞાન પામેલા છે એથી અહી એને સંસારી જીવના માથેની કર્મની પરાધીનતા પર વિચાર આવે છે કે, આગળ જીવ રાંકઃ
કે
અહા ? માણસ ગમે તેવા સત્તા અને સમૃદ્ધિથી સંપન્ન હોય અને જાતને મહાસુખી માનતા હોય; પરંતુ ક'ના એકાએક ઊઠતા ઉપદ્રવ આગળ કેટલા બધા રાંક અને પામર છે ! આવા ઉપદ્રવ વખતે એની સુખની કલ્પના કેવી ઊડી જાય છે ? અને અર્હત્વ કેવુ... ઓગળી જાય છે ! અગર ક આ સોંસારમાં એક જ ઉપદ્રવ ઊભા કરીને ય જીવી છતી સત્તા—સમૃદ્ધિ તથા બધા જ સુખની કલ્પના ઉરાડી શકે છે, તે આવા સ'સારની કેવી અસારતા ! તેમજ કની કેવી શિરોરી ? ’
સસાર કેમ અસાર ?
બેલેા, તમને શું નથી દેખાતું કે માણસને ઘણી
Page #82
--------------------------------------------------------------------------
________________
વાતે સુખ લાગતું છતાં એવા કેક એકાદ ઉપદ્રવે જાણે બધું સુખ નષ્ટ થઈ દુઃખની એ પિક મૂકતે હોય? જે સંસાર આ ખેલ કરે છે એ સંસાર સારભૂત? કે તદ્દન અસાર? સંસારમાં ભરપૂર સુખ-સાધન મોજુદ છતાં જો એકાદ એવા કેઈ અનિષ્ટ પ્રસંગથી જીવને સુખને અનુભવ તદ્દન ડુલ થઈ જતો હોય, તે તો માનેલા સુખનાં સાધન ખરેખર તો બેકાર, નાકામિયાબ અને પિકળ જ નીવડ્યા ગણાય ને? પેલા રાજાને રાજ્યપાટ-રાણીઓ–ખજાના અને રાજશાહી સુખસાધનો તો ઊભા જ છે, છતાં એક પુત્રી આ રીતે મરવા પડી છે, એમાં એવું ભારે દુ:ખ શા માટે લાગે છે કે જેથી જાણે પિતાને સુખ કશું જ નથી ?
આવા અવસરે એને કઈ પૂછે કે “કેમ મહારાજા સાહેબ ! મહારાણી સાહેબ ! રાજ્યપાટ વગેરેથી સુખી છે ને ??? તે રાજા–રાણે શું કહે ? આ જ ને કે “શું કપાળ સુખી ? આવી વિનયી સુશીલ અને પ્રાણથી અમને અધિક મારી દીકરી મરવા પડી છે, તે એના આવા દુઃખે અમે દુઃખી મુઆ હોઈએ ત્યાં આ રાજ્યપાટ વગેરેમાં શા સુખ? બળ્યા એ રાજય ને પાટ. ખાવા ધાય છે એ” આવું જ કહે ને? એટલે જ જરા ઠરીને વિચારવા જેવું છે કે સંસારના વૈભવ વિલાસ અને પરિવાર વગેરેનાં સુખ જો માત્ર એક દુઃખની બાબતથી રદ બાતલ થતાં હોય, તે એ સુખ અને સાધન સારભૂત ગણાય ? કે અસાર તુચ્છ ? કહો,
સંસારના એક દુ:ખે બધા મેજુદ પણ સુખ ડૂલ થયા લાગે છે માટે સંસાર અસાર છે,
Page #83
--------------------------------------------------------------------------
________________
એવાં પણ અસાર સુખ અને સાધન પાછળ જીવોની કાળી ભાવના ને કાળા પાપાચરણ એ સરાસર મૂઢતા છે.
એમ તે હરિષેણ રાજાની આ તાત્વિક વિચારણું આગળ ચાલે એવી છે. પ્રસ્તુત પ્રસંગ જોઈ મન ઊંડા તત્ત્વચિંતનમાં ગરકાવ થઈ જાય એવું છે. પરંતુ અત્યારે રાજકુમારીની સ્થિતિ જોતાં એને બચાવી લેવામાં હવે વિલંબ કામને નથી એમ લાગે છે. તેથી એ કાર્ય કરવા પૂર્વ કુંવરીના રોતા માતા પિતાને કહે છે,
‘ભાગ્યવાન! જરાય ચિંતા ન કરશે. હવે આ કુમારી સજીવન થઈ ગઈ સમજો.” આમ કહીને તરત જ રાજાએ વિષાપહાર મંત્રને ઉપયોગ કર્યો, અને મંત્રના પ્રભાવે કુમારીનું ઝેર તદ્દન નષ્ટ થઈ ગયું, એ ભાનમાં આવીને બેઠી થઈ ગઈ ! એથી બધાને હર્ષને પાર ન રહ્યો. અહીં એક વસ્તુ સમજવા જેવી છે. પ્રશ્ન થાય -
પ્રવે-જે આ મંત્ર-પ્રયોગને વેગ ન મળે હતા તે તે રાજકુમારી મરત જ ને? પણ મંત્રથી જીવી ગઈ એમાં કર્મોનાં ફળ અકાટય હેવાનું કહેવાય છે એ કયાં રહ્યું ?
૧૨, કમનું જૈન વિજ્ઞાન શું મંત્ર કમ પર અસર કરે ?
ઉo_જૈનધર્મનું તત્વજ્ઞાન આનું સુંદર સમાધાન આપે છે. જીવને જે પીડા–વેદના ચાલે છે એ એકજ કર્મ
Page #84
--------------------------------------------------------------------------
________________
સ્કન્ધની અસર નથી, પરંતુ પ્રતિ સમય ચાલતી પીડાવેદના ઉપજાવનાર અલગ અલગ કમસ્કન્ધની અસર છે, તે તે સમયે પાકનાર કર્મ સ્કન્ધ પાકે એટલે ત્યાં જ વેદના ઉપજાવે છે, એની પછીના સમયે પાકનારો કર્મને સ્કન્યા પાકતાં જ એજ સમયમાં વેદના આપે છે, એમ માને કે સળંગ પીવેદના ચાલી, તે આ હિસાબે એટલા કાળની વેદનાનો કોઈ એક કમક નહિ કિન્તુ અનેક કર્મ સ્ક જવાબદાર હોય છે.
એટલે હવે સમજાશે કે જે સમય વેદના બંધ પડી એ સમયે એ કઈ જોરદાર કર્મ સ્કન્ધ પાકનારો હતે જ ન, યા હતા તે એના પર કોઈ એ પ્રભાવ પડે કે જેથી એ ફળ દેખાડ્યા વિના એમજ રવાના થયે. પ્રશ્ન થાય,
પ્ર–તો બધું કાકતાલીય ન્યાયથી બને છે ?
ઉ૦-ના, અહીં કાતાલીય ન્યાયથી જેમ તાડ પડવાનું હતું, એજ વખતે કાગડો એના પર બેઠો. એમ “રની પીડાનાં કર્મદળિયાં પૂરા થવાનાં હતાં એજ વખતે મંત્રપ્રયેળ થયે, ને મંત્રપ્રયાગે એને સાજી કરી” એવું ન માનીએ, પરંતુ હવે પાકનાર કર્મ પર મંત્રપ્રાગની એવી અસર પડી કે કર્મની ફળ દેખાડવાની શક્તિ મંત્રપ્રયાગથી કુંઠિત થઈ ગઈ, તેથી જે કે કર્મ પાકવાના હિસાબે ઉદયમાં આવ્યાં ખરાં, પણ પીડા ન આપી શક્યાં, અને આરોગ્યનાં કર્મ વિપાક-ઉદયમાં આવી, એણે આરોગ્ય દેખાડયું, એમ બની શકે છે.
Page #85
--------------------------------------------------------------------------
________________
૭૦ પ્રદેશદ-વિપાકેદય :
નિમિત્ત પામી વિપાક દેખાડનાર કર્મ માટે આવું બને છે કે તેવાં નિમિત્તના હિસાબે તેવાં કર્મ વિપાકમાં જે મારી જાય, અને બીજા કર્મ પાકેલાં પણ માત્ર પ્રદેશથી ભગવાઈ જાય. રવિપાક ન દેખાડી શકે, પણ પૂર્વે પણ જુઓ પાપનું ઝેર ચડ્યું ત્યારે તે પૂર્વે આરોગ્ય આપી રહેલ કમદળિયાં રેગ્ય આયે જતા હતાં, તે સર્પદંશ પછી આરોગ્ય કેમ અટકયું ? કહે, સર્પદંશનું નિમિત્ત પામી અશાતા વેદનીય કર્મને વિપાકેદય જોર મારી ગ, તેથી પેલા ચાલુ આખ્યદાયી કર્મને રવિપાક સ્થગિત થઈ ગયે, એટલે એ બિચારાં સ્થિતિ પાક ઉદય પામવા છતાં ખાલી પ્રદેશોથ રવિપાક દેખાડયા વિના જ ભગવાઈ રવાના થતા ગયાં ને અશાતાકર્મના વિપાક પ્રબળ બનવાથી પીડા શરૂ થઈ. બસ, એથી ઉલટું હવે આ ઝેર–નિવારક મંત્ર-પ્રાગથી બન્યું. હવે અહીં આરોગ્ય શાતાદાયી કર્મજોર મારી જાય છે. કમ પર દ્રવ્ય-ક્ષેત્રની અસર :
આ બતાવે છે કે કર્મના ઉદય પર તેવા તેવાં દ્રવ્યક્ષેત્ર-કાળ-ભાવ અસર કરે છે. કર્મ તે બંધાયા પછી એને અમુક અબાધા-કાળ અર્થાત એને અબાધિત રહેવાને કાળ પૂરો થયા બાદ, સમયે સમયે ઉદય પાકયે જાય છે. એમાં શાતા–અશાતા જેવા પરસ્પર વિરોધી કર્મ પણ પિતાના કાળ પાયે ઉદય પામતા જાય. પરંતુ જેવાં દ્રવ્ય ત્રાકાળ-ભાવની પ્રબળતા, એ પ્રમાણે શાતા કે અશાતા બે
Page #86
--------------------------------------------------------------------------
________________
૭
જાતના કર્મમાં એકની ફળ-પ્રદાન–શક્તિ કુતિ થઈ જાય, અને બીજાની શક્તિ અબાધિત કામ કરે. અહીં એક પ્રશ્ન થાય,–
કમ માનવાની જરૂર જ શી ? :
પ્રવર્તે તે પછી દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને જ ફળ આપનાર તરીકે માને ને ? વચમાં મફતિયાં કર્મ માનવાનું શું કામ છે ?
ઉ૦- ના, આમાથી તદ્દન નિરાળા બાહ્ય દ્રવ્ય-ક્ષેત્ર કાળ-ભાવ આમા પર અસર ન કરી શકે. એ તો આત્મા સાથે એકમેક ચૅટેલાં કર્મ પર જ તેવી તેવી અસર બતાવી શકે. નહિતર દા. ત. જુઓ કે શહેરમાં પ્લેગની હવા ચાલુ થઈ ગઈ તો શહેરના બધા જ માણસોને એ હવા દ્રવ્ય લાગુ થયું છતાં એથી બધા જ માણસ માંદા પડે છે, આવું કેમ બને છે? કહે, જેને એવા પ્રબળ અશાતા વેદનીય કર્મ હતાં એના પર આ હવા દ્રવ્ય અસર કરી એણે શાતા વેદનીય કર્મના ફળની શક્તિ કુંઠિત કરી, એથી શાતાફળ શેકાયું, અને પેલા અશાતા કર્મ ફળ બતાવવામાં જોર મારી ગયા. જેના શતાવેદનીય કમ જોરદાર હતાં, એના પર આ હવાએ અસર ન કરી, તેથી એની શાતા ચાલુ રહી, ને અશાતા–બિમારી ન આવી. સમાન નિમિત્ત છતાં જુદા ફળની પાછળ કારણ તરીકે જુદાં કર્મ માનવા જ પડે.
આમ, આમા પર અસર એના પર સંલગ્ન કમ જ બતાવી શકે.
બહારનાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ એ કર્મ પર અસર કરે યા ન પણ કરે. કર્મની જેવી જેવી દુર્બળતા યા સબળતા,
Page #87
--------------------------------------------------------------------------
________________
૭૨
એ પ્રમાણે અસર થાય યા ન થાય. કેટલાંક કર્મ નિર્મામત્તાધીન; એટલે તેવા તેવા દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવનું નિમિત્ત પામી ઉદય પામનારા, વિપાક દેખાડનારા હોય, એ ક તેવાં દ્રવ્યાદિની અસર લે; માટે દુમળાં, પર ંતુ સબળ કર્મ દ્રવ્યક્ષેત્ર-કા—ભાવની અસર નથી લેતાં, અને પેાતાના પ્રભાવ દેખાડે છે.
સનિમિત્તક અનિમિત્તક કર્માંય :
,
એટલા માટે · શ્રીપન્નવણા ' સૂત્રમાં કહ્યું કે ક એ જાતનાં, (૧) સોનમિત્તક ઉદયવાળા અને (૨) નિનિમિત્તક ઉદયવાળાં. આમાં નિમિત્તકમાં આવાં ક આવે કે જે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવમાંનુ કોઈ નિમિત્ત પામીને વિપાક-ઉદયમાં આવે. દા. ત. અહીં રાજકુમારીને મંત્રપ્રયાગનુ નિ મત્ત મળ્યું અને આરોગ્યનુ કર્મ ઉદયમાં આવ્યું. બિમાર માણસ હવા ખાવાના સ્થળે જાય, અને ત્યાં રહેતાં સાજે થાય, એ ક્ષેત્રનું નિમત્ત પામીને શાતાવેદનીય ક ઉદયમાં આવ્યુ ગણાય. એમ ઋતુ બદલાય અને શરદી વગેરે મટી આરોગ્ય મળે, એ કાળ–નિમિત્તક કર્માંના ઉદય થયા ગણાય. બહુ ચિંતા-શંકા-ભય વગેરે ભાવનું નિમિત્ત પામીને ય રોગ અશાતા ઊભી થાય, એ ભાવ-નિમિત્તક અશાતા વેદનીય કમ ના ઉદય કહેવાય. આમ સનિમિત્તક કર્માં ઉદયનું નિમિત્ત મળતાં કામ કરે. પણ આવાં કોઇ નિમિત્તને ગણકાર્યા વિના એમ જ દા. ત. ટી. ખી. કેન્સર લકવા વગેરે રોગ ઊભા થઇ જાય ત્યાં પ્રબળ નિનિમિત્તક કર્મ ને ઉદય ગણાય.
એમ, ગેાખવાની ઘણી મહેનત કરવા છતાં જ્ઞાન ન
Page #88
--------------------------------------------------------------------------
________________
૭૩
ચડે એ એવાં પ્રમળ જ્ઞાનાવરણ કર્મના ઉદય કહેવાય. પરંતુ ગાખેલુ ભણેલું ફરી ફરી યાદ ન કરાય, પુનરાવર્તન ન કરાય, અને દિવસે જતાં ભૂલી જવાય, ત્યાં જ્ઞાનાવરણ ના સિનેમન્તક ઉદ્દય થયા કહેવાય.
ક
એવું માહનીય કર્મીમાં ઘણું ઘણું છે. હાસ્યના નિમિત્તમાં ઊભા રહે અને હસવું આવે એ હાસ્યમેહનીય ક ના સનિમિત્તક ઉદય થયા ગણાય. સ્ત્રી સામે વારંવાર જોયા કરે, અશ્લીલ ચિત્ર કે સિનેમા જુએ યા વિલાસી વાંચન કરે અને વાસના–વિકાર જાગે, એ કામમેહનીય કા સનિમિત્તક ઉદય ગણાય. દુશ્મને આપેલા ત્રાસ વિચારે કે દુશ્મનની હલકાઈ વિચારે, અને મનમાં ગુસ્સા-રાષ સ્ફુરી આવે, એ ક્રોધમેાડનીય કર્મીને સામિત્તક ઉદય થયા કહેવાય. એને મનના ભાવનું નિમિત્ત મળી ગયું, અને કર્મીને ઉન્નય ભભુકી ઊડયેા. કોઈના માલ મકાન-મેટર વગેરે પર ષ્ટિ જતાં રાગ સ્ફુરી આવે એ લાભમેાહનીય કર્મોના નિમિત્તક ઉય થયો કહેવાય.
આમ જોશે તે દેખાશે કે હાસ્ય-શેક, હ –ખેદ-ભય, કામ-ક્રોધ-લાલ, માન-મદ-મત્સર, વગેરેના કેટલાંય મેહનીય ક એવાં છે કે એને નિમિત્ત આપે। તો ઉય પામી એ હાસ્ય વગેરેની લાગણી ઊભી કરે છે. પૂછે
પ્રશ્ન-તે શુ નિમિત્ત ન આપીએ તો એ કમ બેઠાં રહે છે? ઉ−ના, કર્મનેા સ્થિતિકાળ પાકે અટલે ઉદય તે પામે જ, પરંતુ એવા કર્મો નિમિત્ત ન મળતાં ખીજાના
Page #89
--------------------------------------------------------------------------
________________
ભેગા ભળી ઉદય પામે, તેથી એનું પિતાનું ફળ દેખાડયા વિના માત્ર એનાં દળિયાં પ્રદેશ ઉદય પામે. આને પ્રદેશદય કહેવાય. ત્યારે ફળ દેખાડે એ વિપાકોદય કહેવાય. બંને પ્રકારના ઉદયમાં પછીથી કર્મ ખપી જાય, અર્થાત્ આત્માની સાથેના સંબંધથી અલગ થઈ જાય. વાત આ, કે ઘણાં એવાં મેહનીય કર્મ છે કે જેને નિમિત્ત આપે તે જ વિપાકેદયમાં આવી એનું ફળ દેખાડે. માટે નિમિત્તથી આઘા રહેતાં ઘણે બચાવ મળે.
આ પરથી સમજાશે કે જે એવાં નિમિત્તે ન સેવીએ એનાથી દૂર રહીએ, તો કેટલાંય મેહનીય કર્મના વિપાકેદયથી બચીએ અર્થાત્ તેવી તેવી મેહની લાગણીઓથી બચી જઈએ.
પશુ કરતાં માનવને અવતાર પામ્યાની આ વિશેષતા છે કે,
(૧) આપણને “હર્ષ–ખેદ કામ-ક્રોધ વગેરે એ મેન્ડની લાગણીઓ છે” એની ખબર પડે છે,
(૨) એને જન્માવનાર નિમિત્તોની સમજ પડે છે.
(૩) એ નિમિત્તોથી દૂર રહી, એ લાગણીઓથી બચી શકાય છે.
(૫) અને એમ અનેક પ્રસંગમાં બચવાથી એના સંસ્કાર દઢ ન કરવાનું, તેમજ શુભ ભાવનાથી જૂના સંસ્કારોને નષ્ટ કરતા જવાનું કરી શકીએ છીએ. તેમજ
(૬) એ રીતે અશુભ કર્મબંધનથી ય બચી શકીએ છીએ. માનવભવની આ મહાન વિશેષતાઓને ધ્યાન પર
Page #90
--------------------------------------------------------------------------
________________
૭૫
લઈએ તે એ માટેના પ્રયત્નમાં શી ખામી રહે ? જીવન લઈને બેઠા એટલે જીવન નિભાવવા માટે ખાનપાનાદિ જરૂરી ઘણું ય કરતા રહીએ છતાં એ કશું જે મુખ્ય કર્તવ્ય ન લાગે એવું મુખ્ય કર્તવ્ય આ મેહની લાગણીઓથી બચતા રહેવાનું લાગે.
કુમારને ઝેર ઉતાર્યા પછી –
હરિપેણ રાજાએ પ્રિયદર્શન રાજાની પુત્રી પ્રીતિમતીને કરડેલા સાપનું ઝેર ઉતારી નાખતાં પછી શું થયું ? કુમારી ક્ષેમકુશળ બેઠી થઈ એટલે એના માતાપિતા વગેરેને પારાવાર આનંદ થયે. રાજા પ્રિયદર્શનને લાગ્યું કે હરિષણ રાજાએ આ જબરદસ્ત ઉપકાર કર્યો, તે મારે હવે એને બદલે વાળવા શું કરવું ?”
અજ્ઞાન મૂઢ કરતાં સુજ્ઞા માણસની આ વિશેષતા કે ઉપકારીના ઉપકારને લેનાર સુજ્ઞ માણસને એ ઉપકારનો ભાર માથે ચડયો લાગે છે,
નઘરોળને જ એ કશે ભાર ચડયાનું ન લાગે, તેથી એને એને કિંચિત્ પણ બદલે વાળવાની વૃત્તિ જ નથી થતી. વિચારવા જેવું છે કે દેવ-ગુરુ-ધર્મને આ ઉચ્ચ માનવભવ વગેરે આપવાના ઉપકારને બદલે વાળવા કેટલી તમન્ના? સુજ્ઞ છે કે અજ્ઞ?
માતાપિતાને મહાન ઉપકાર ભૂલવાનું આજના જે છોકરીઓમાં દેખાય છે, એ કઈ કક્ષાના માનવી ગણાય ? થોડા દિવસ રોજ રોટલાનો ટૂકડે પામનાર કૂતરાની જાત પણ એ ઉપકારને ભૂલતી નથી, ને તેથી એ ટૂકડો દેનારના ઘરની
Page #91
--------------------------------------------------------------------------
________________
૭૬
ચાકી કરે છે, ત્યારે ઠેઠ જનમથી માંડીને વરસેા સુધી રેજ માત્ર ખાનપાન જ નહિ, કિન્તુ સર્વ પ્રકારના ઊછેરને પામનાર છેકરા માતાપિતાના ઉપકારને ભૂલે, એના યહિ ચત અદલેા વાળવાની વાત તે દૂર, પણ ઉપરથી માતાપિતાના ચિત્તને કલેશ પમાડવાનું કરે, એ કૂતરાની જાતથી ય ગયા ને ?
એવા કૂતરાના જીવનથી ય બદતર જીવનને જીવતાં કૃતવ્ર માણસજાતને કશા વિચાર ખરો ?
કૂતરા શાળામાં શિક્ષણુ નથી પામ્યા, ત્યારે મનુષ્ય આજે શાળામાં શિક્ષણ પામે છે, શિક્ષિત બન્યા કહેવાય છે. એવા શિક્ષણમાં ઉપકારીના ઉપકારને સમજવાનું યાદ રાખવાનુ` અને એના યથાશક્તિ બદલા વાળવાનુ કશુ શીખવાનું નહિ ? ઉલ્ટુ શિક્ષણની પદ્ધતિ જ એવી કે એ શિક્ષણુ પામીને તૈયાર થનાર ોકરાઓના મેટા ભાગ એવા સ્વાર્થ રસિક અને વિષયાંધ અનેલા દેખાય કે એ સ્વાર્થ રસ અને વિષયાસક્તિમાં માતાપિતાને દ્રોહ દેનાર, અને એમનાં હૈયાને હંમેશાની બળતરા કરાવનારો દેખાય છે ! ત્યારે સહેજે વિચાર આવે કે, ‘ આજના જમાના કેવા ? ’
સ્વાર્થી ધતા અને વિષયાસક્તિ જાલિમ વધારી કૃતજ્ઞતા ભૂલાવનાર જમાના પર ઓવારી જવાતું કરાય ? કે જમાનાને ઝેરી સમજી સાવધાન મનવાનું કરાય?
X
Page #92
--------------------------------------------------------------------------
________________
૧૩. અમૂલ્ય ચિત્તરત્ન જમાનાને ચેપ ભૂંડે છે. એનું ઝેર ચોમેર પ્રસરી ગયું છે. ઉપકારની કૃતજ્ઞતા ભૂલી કૃતઘન બનાવનારા જમાનાના પાપે આજે કેના કેના મનને ખેદ નથી? સંતાપ નથી ? માબાપોને છોકરા તરફથી, શિક્ષકોને વિદ્યાર્થીઓ તરફથી, શેઠને નેકરો તરફથી, અવસરે ધન વગેરેની સહાય કરનાર સજજનોને સહાય લેનારા તરફથી, યાવત્ ધર્મઉપકાર કરનાર ગુરુઓને ભક્તો કે શિષ્ય તરફથી, સંતાપ રહેતા હોય એવા માબાપ-શિક્ષક–સહાયક-ગુરુઓની સંખ્યા જોવા નીકળે, તે કેટલા મળી આવે ? ઉપકારીને ઉપકૃત તરફથી શાંતિ મળવાની વાત તે દૂર, પણ ઉપરથી સંતાપ મળે એ જમાનાનું ઝેર નહિ તો બીજું શું છે?
તમે માબાપ હે, શિક્ષક હો, કેઈના સહાયક બન્યા હિ, ગુરુ બન્યા છે, ત્યાં આવા ઝેરને જોઈ, અર્થાત્ તમારાથી ઉપકાર પામેલા તરફથી તમને સંતાપ મળતો જોઈ દુઃખ થતું હશે પરંતુ સાથે સાથે તમારા જીવનને તપાસજો કે તમે વળી તમારા ઉપકારીને સંતાપ પમાડનાર બન્યા કે બનતા તે નથી ને ? માણસને બીજાના માથે દેશની પાઘડી પહેરાવવાની અને પોતાના માથે ગુણની પાઘડી પહેરવાની ખરાબ આદત હોય છે પણ આ આદતમાં ફસાવા જેવું નથી. સંતાપ કેમ ટળે? શતિ કેમ મળે?
જો તમને તમારા ઉપકારને પામેલા તરફથી સંતાપ મળતું હોય ત્યાં તે એવા જ માટે દ્વેષ ન કરતાં દયા
Page #93
--------------------------------------------------------------------------
________________
ચિંતવજે. અને તમારા પિતાના એવા અશુભ કર્મોને જ પ્રભાવ માનજે, જેથી તમારું દિલ તમારું કિંમતી ચિત્ત રન બગડે નહિ. વાતે ય સાચી; બીજાને વાંકે આપણું કિંમતી ચિત્તરત્ન શા માટે કલુષિત મલિન કરવું ? એટલે ત્યાં તે નીતરતી ભાવદયા વિચારવી કે મને તે મારા પૂર્વ કૃત કર્મ મુજબ જ સારું-નરસું મળે છે; એમાં આ જીવને કોઈ દોષ નથી, એ તે બિચારા નિમિત્ત માત્ર છે, પરંતુ આ બિચારા નું આ કૃતનતાથી શું થશે? એમને સદ્બુદ્ધિ મળે, અને એ પલકના મહાન અનર્થોથી બચે.
પોતાના દુઃખ અંગે પોતાના પૂર્વકૃત કર્મ જ જવાબદાર છે એમ સ્વકર્મ પર નજર નાખવા ઉપરાંત વિશેષ તો વળી આ જોવાનું છે કે પિતાને પોતાનાથી ઉપકાર પામેલા તરફથી સંતાપ મળતું લાગે છે ત્યાં,
સંતાપ ખરેખર એવી પરિસ્થિતિને લીધે છે કે પિતાના મનની સંકુચિત મુદ્ર-તુચ્છ સ્થિતિના હિસાબે છે? અહીં દા. ત. તમે મા-બાપ હો તે પૂછશે -
પ્ર-છોકરા આડા ફાટે ને અમને સંતાપ થાય એમાં અમારા મનની સંકુચિતતા શી? ક્ષુદ્રતા શી?
ઉo–પણ આ વસ્તુ જરા અંતરમાં ઊતરીને વિચારશે તે સમજાય એવી છે. અંતરમાં ઊતરીને જોવાનું આ છે કે “પુત્ર આડે ફાટે, એમાં મને સંતાપ કેમ લાગે છે? મને પુત્ર તરફથી બાહ્ય સુખ-સગવડ-સન્માન મળે એવી આશા-અપેક્ષા રહે છે માટે ને? જે આવી આશા અપેક્ષા જ ન હોય, તે સંતાપ કરવાનું કારણ છે?”
Page #94
--------------------------------------------------------------------------
________________
૭૯
પ્ર-પણ દીકરા તરફથી આશા તે રહે ને કે એ આપણું લીલું વાળે? આપણું માન રાખે ?
ઉ૦–ત્યારે વાત જ આ છે કે આવી આશા રાખી પછી એ આડિયા પુત્ર તરફથી ફળતી નથી સંતાપ થાય છે. એટલે સંતાપ દીકરાના કારણે નહિ, એની આડાઈના કારણે નહિ, પણ આપણી આશા-અપેક્ષાના લીધે થાય છે. આપણને આ આશા રહે છે એ સ્વાર્થ છે. સ્વાર્થની આશા છે એ ન પૂરના પુત્ર આપણા મનને સહન થતો નથી. મનમાં એના પર દ્વેષ થાય છે. શ્રેષના કારણે સંતાપ થાય છે.
તે હવે બોલે, સ્વાર્થ લાલસા-દ્વેષ-અસૂયાવાળું મન એ સાંકડું ? કે વિશાળ? વિશાળ આવા મનને ન કહેવાય,
વિશાળ મન તો નિ:સ્વાર્થ, પરગજુ, સહિષ્ણુ, ક્ષમાશીલ દયાભર્યું ઉદારતાભર્યું હોય એવા મનને કહેવાય.
એવું વિશાળ મન હોય તે કોઈ સંતાપ નહિ. એનાં બદલે મન સ્વાર્થવશ સાંકડું હોય તો કેઈ સંતાપ જિંદગીભર ચાલ્યા કરે છે. વિચારીશું તે દેખાશે કે જીવનમાં ઠેઠ અંત સુધી કોઈને કોઈ સંતાપ ચાલ્યા કરતું હોય, તો એની પાછળ કારણભૂત આપણું સાંકડું -સંકુચિત મન છે. બાહ્ય દુઃખ તે નિમિત્તમાત્ર છે પણ મૂળભૂત કારણ નહિ; કેમકે દેખાય છે, વિશાળ દિલવાળા ભાગ્યવાનને દુઃખ છતાં સંતાપ નથી થતા. શ્રી મહાવીર પ્રભુ પર સંગમ દેવતા શૂલપાણીયક્ષ, ગેવાળિયા, ચંડકૌશિક વગેરે તરફથી દુઃખની ઝડી વરસી, છતાં પ્રભુના મનને લેશ સંતાપ નહેાતે; કેમકે મન વિશાળ હતું. સંતાપ સાંકડા મનને લીધે થાય છે, પણ
Page #95
--------------------------------------------------------------------------
________________
જ્યાં મન વિશાળ હોય ત્યાં પછી શું કામ સંતાપ થાય ?
રાજા શ્રેણિકને પુત્ર કેણિકે રાજ્યભ્રષ્ટ કરી જેલમાં નખાવ્યા, છતાં શ્રેણિકને પુત્રના કારણે સંતાપ નહોતે થતા. નહિતર તે મનને એમ ખેદ થાત કે “આ અભયકુમારે કયાં દીક્ષા લઈને મને આ નાલાયક પુત્રને પનારે નાખે? પણ ના, અભયકુમારની દીક્ષા પર ખેદ નથી થયે, ઉલટું અનમેદના જ કરી છે કે ધન્ય છે અભયકુમાર, મેઘકુમાર, નંદીષેણ વગેરેને કે જેમણે ચારિત્ર લઈ જનમ સફળ કર્યો, કમભાગી હું કે રાજય અને વિયેની મમતામાં બેસી રહ્યો, ચારિત્ર લીધું નહિ, ને જનમ એળે જઈ રહ્યો છે! તેમજ આ જેલનાં દુઃખ સહવાનું અકામનિર્જરામાં તણાઈ રહ્યું છે ! ચારિત્ર હોત તે એ ઉપસર્ગ માની આનદથી વધાવીને સકામનિર્જરા કમાવવાની થાત.”
શું ? રાજા શ્રેણિકના વિશાળ મનની આ ઉદાર વિચારધારા અને સકામનિર્જરા–અકામનિર્જરાનો ભેદ જેવા જેવા છે. દુઃખ તે તમને ય આવે, ને જરૂર પડ્યે સાધુને ય આવે. તમારે ય પાળેલે–પોષેલે ને સારો તૈયાર કરેલ દીકરો આડે ફાટે ને દુઃખ આપે, તેમ સાધુને ય સારી મહેનત લઈ વિરાગી બનાવેલે દીક્ષિત કરેલે ને શાસ્ત્રો ભણાવી-ગણાવી તૈયાર કરેલે શિષ્ય કદાચ માનપાનાદિમાં પડી આડે ફાટે, ને સાધુને દુઃખ આપે. પરંતુ તમારે અજ્ઞાનતાથી હાય કરી એ સહન કરવામાં અકામનિર્જર થાય, ત્યારે સાધુ આને એક ઉપસર્ગ સહવાને આવ્યા માની વિશાળ મનથી સહર્ષ સહન કરી લે એમાં એને
Page #96
--------------------------------------------------------------------------
________________
સકામનિર્જરા કમાવાની મળે. કારણ આ, કે સાધુ સ્વાર્થરસ ન રાખતાં વિશાળ દિલ રાખે છે પછી શિષ્ય સેવા ન કરે એનું એને દુઃખ નથી, પણ એ અવિનય-કૃતજનતાગુરુદ્રોહ વગેરે ઘેર પાપમાં પડે એના પર એને દયા આવે છે. પિતાના માટે તો આવા પ્રસંગમાં એ સમજે છે કે,
કમ ખપાવાનો અવસર એહવે,
ફરી નહિ મળશે પ્રાણી ! રે.” માનવ-મન આત્મામાં અખૂટ સંપત્તિ અને પરમશાંતિ વહેતી કરવાનો પાતાળ કૂવો છે.
માનવ-મનમાંથી આ અખંડપણે વહ્યા કરે, પરંતુ જે એને શુદ્ર-તુચ્છ-સંકુચિત રાખે તે નહિ, કિન્તુ ઉદારઉમદા વિશાળ બનાવો તે જ ભૂલશો નહિ -રૂપિયાના ઠેર અને સત્તા–ઠકુરાઈમાંથી મહાસંપત્તિઓ અને પરમશાંતિ નથી વહેતી. એમાંથી તે ભિખારીપણું અને ચિંતા–સંતાપ અશાંતિ જ વહ્યા કરે છે. આજ જુઓ છો ને કે મેટા ધનવાનને ધનની મેટી તૃણા છે, મોટી ભૂખ છે, બજાર-દુનિયા સંસાર પાસે મોટી ભીખ માગવાનું છે, “બજાર! દુનિયા! સંસાર! તું મને મેટી દોલત આપ.” આવા મોટા ભિખારીને અખૂટ–અવિનાશી સંપત્તિ શી? નીતરતા
સ્વાથ અને મોટી તૃષ્ણથી મન મુદ્ર-તુચ્છસાંકડું બને છે. એવાં સાંકડા મનને શાંતિ હેય નહિ ભવ મહાન માનવને; છતાં મન મુદ્ર-સાંકડું! કેવી કમનસીબી?
Page #97
--------------------------------------------------------------------------
________________
જે ભવ મહાન, તેવું મન મહાન બનાવાય. તે આંતર સંપત્તિ અને નિર્ભેળ શાંતિની રેલમછેલ.
મહાવીર પ્રભુના મહાન મનમાં અને રાજા શ્રેણિકના મહાન મનમાં દુઃખ દેનારા પર દ્વેષ નથી વરસતે, દુઃખને સંતાપ નથી થતું. એમ તમને તમારે ઉપકાર પામેલા પુત્રાદિ તરફથી દુઃખ હોય એમ બને, છતાં એને સંતાપ નહિ, એમના પર દ્વેષ નહિ, એવું મન મહાન બનાવે. તેમ તમે તમારા ઉપકારીના ઉપકારને ન ભૂલે એમને સંતાપ કરનાર ન થાઓ, પણ સેવા–શાંતિ આપનારા થાઓ એવું મન મહાન બનાવે.
જે મન મહાન બને તો પછી બીજા પર આપણે બહુ ઉપકાર કર્યામાં પણ કશું કર્યું ન લાગે, ને બીજાએ આપણું પર છેડે પણ ઉપકાર ક્યમાં એણે ઘણું કર્યું દેખાય. સાંકડા શુદ્ર મનમાં આથી ઉલટું હોય. એને પિતે મામુલી કરીને ઘણું ઘણું કર્યું લાગે! ને બીજએ પિતાના પર ઘણું બધું કરવા છતાં કશું કર્યું લાગે નહિ !
ત્યારે આ એક વાત વિચારો કે મેં તમારા પર ઉપકાર કેટલે કર્યો છે? પૂર્વ જનમના ધર્મે અહીં તમને અમૂલ્ય માનવ-અવતાર અને રુડા માનવદેડથી માંડીને કેટકેટલું આપ્યું છે? તે ધર્મના આ અથાગ ઉપકાર વારેવારે યાદ આવે છે ને? યાદ લાવીને એ ઉપકારના ધંધની સામે ધર્મ પ્રત્યે શે બદલે વાળવાનું કરતા રહેવા માટે મન થયા કરે છે ?
મન મુદ્ર સાંકડું નહિ, પણ મહાન હોય તો એમાં ધર્મના અથાગ ઉપકાર યાદ આવ્યા કરે, ને બદલામાં ધર્મનું ઘણું ઘણું કરવાની ઈચ્છા રહ્યા કરે, તેમજ એવા
Page #98
--------------------------------------------------------------------------
________________
૮૩
મનથી ખૂબ ખૂબ ધસેવા કરી કૃતજ્ઞતા મજાવ્યાનેા સતેાષ રહે. મન ક્ષુદ્ર હોય તેા ધમે` કશુ કર્યું" ન લાગે. ધર્મે ઘણું કર્યું લાગે પછી તે કેમ ? તે કે સવાર પડી જાગ્યા કે તરત કૃતજ્ઞભાવે ધમ ને ધ દાતા દેવ-ગુરુ યાદ આવે, પરમેષ્ઠીમંત્ર યાદ કરાય તે કૃતજ્ઞભાવે, કે અહે ! આ પરમેષ્ઠી-નમસ્કારે અને પરમેષ્ઠીએએ મારા પર કેટલે બધા ઉપકાર કરી મને આટલે બધે ઊંચે માનવ અવતારે અને સળમાં ચડાવ્યેા છે !' આમ નવકાર ગણવાના, દેવદન કરવાના, પૂજા કરવાની, એ બધુ ધર્મ પ્રત્યેની કૃતજ્ઞતા ખજાવવા. ધર્મે મને ઘણું દીધુ છે તે હું એમાંથી ઘી-દૂધ-સુખડ-કેશર-વરખ વગેરે ધર્મના એટલે કે પ્રભુના ચરણે ધરવા લઇ જાઉં,’-આવું રાજ ને રોજ થાય.
એવું સાધુ–સેવા, સાધર્મિક-સેવા, અનુક પાદાન, વગેરેમાં ખરચતા રહી ધર્મ પ્રત્યે માત્ર કૃતજ્ઞતા બજાવ્યાને સંતા રહે, પણ ધ` મ`દિર વગેરે પર પાતે કોઈ ઉપકાર કર્યા એવી વિશેષતા ન લાગે. તપાસો મંદિર-ઉપાશ્રય-ધર્મ ખાતામાં ખરચીને તમે ઉપકાર કર્યો એવું નથી લાગતું ને ? એવું ન લાગતું હોય તે બેડ પર ચડાવવાનું, નામ કાતરાવવાનું કે તકતી મરાવવાનું મન ન થાય. જો એનુ મન થાય છે તેા એના અતા એ છે કે ઉપકાર પેાતાને મનાવવા છે કે મેં ધર્મનું આટલું ભલું કર્યું. મેં પૂજા ભણાવી, આંગી રચાવી, પ્રભુને ગાદીએ બેસાડયા, પ્રભુનુ આટલું કર્યું, પ્રભુ ઉપર ધર્મ ઉપર ઉપકાર કર્યો !' કેવી
(
ઉલ્ટી ગંગા !
Page #99
--------------------------------------------------------------------------
________________
ગંગા હિમાલયમાંથી સમુદ્રમાં જાય છે? કે સમુદ્રમાંથી હિમાલયમાં? એમ દેવ-ગુરુ-ધર્મ તરફથી આપણા પર ઉપકાર આવે ? કે ઉપકાર આપણા તરફથી દેવ-ગુરુધર્મની ઉપર જાય?
ધર્મનું કશું ન કરવું, દેવ-ગુરુ-ધર્મની કશી સેવા ન કરવી, એ જેમ એક કૃતજ્ઞતા ભૂલવાનું ગણાય, એમ એમની સેવા કરવા છતાં કૃતજ્ઞતા અદા કર્યાનું ન માનતાં એમના પર ઉપકાર કર્યાનું માનવામાં પણ કૃતજ્ઞતાને ભૂલ્યા ગણાય. કૃતજ્ઞતા ભૂલે એ નઘરોળ, કૂતરાની જાતથી ગ ગણાય.
- રાજા પ્રિયદર્શન પિતાની પુત્રીનું સર્પઝેર ઊતારી એને સચેતન કરનાર રાજા હરિફેણને બહુ ઉપકાર માને છે, અને બદલામાં કૃતજ્ઞતા બજાવવા હરિષણને કહે છે કે “આ મારી પુત્રીને સ્વીકારી લે, આપની સેવાકારિણી પત્ની બનાવી લે; તે એ બિચારી પોતાના પર વસેલા આ નવા માનવ-અવતાર રૂપી અનુપમ ઉપકારને યત્કિંચિત બદલે વાળી શકે.” પ્રિયદર્શને ખૂબ આગ્રહ કર્યો એટલે આમ તે હરિષણને સેવાને કશે બદલે જોઈ ન હતું, છતા બહુ આગ્રહવશ સ્વીકાર કરે પડે, ને ત્યાં રાજકુમારી પ્રીતિમતી સાથે એનાં લગ્ન થયાં. એને લઈને પિતાની નગરીમાં આવી ગયે.
Page #100
--------------------------------------------------------------------------
________________
-
-
-
૧૪. વીતરાગની સાચી સેવા પ્રીતિમતી તે હવે મહારાણી બની, એને રાજાની સેવા શી બજાવવાની હય? સેવા તે દાસી કરે કે મહારાણું? પરંતુ જરા સમજી લેજે કે,
સામાના તનની સેવા કરતાં એના મનની સેવા મોટી છે.
સામાના મનને શાંતિ આપવી, શાતા ઉપજાવવી, પ્રકલ્લિતતા-પ્રસન્નતા રહેવામાં સહાયક થવું એ મેટી સેવા છે.
માબાપના, ઉપકારીના કે ગુરુના મનની આ સેવા કરવાનું ધ્યાનમાં રહે તે જીવન અનેરું જીવવું પડે. હરપળે આ યાન રહે કે રખે ને મારાથી એવો એક પણ શબ્દ પણ ન બોલાય જેથી સામાના દિલને અશાંતિ થાય ! મારું મુખ જરાય એવું કટાણું કે ઉદાસીન ન દેખાડાય કે જેથી એમને અશાતા ઉપજે ! એ સહેજ પણ માત્ર આંખના રેષ જે ય એક પણ વર્તાવ ન થાય કે જેથી એમનું મન ગમગીન બને ! ઉપરથી એ ઉપકારી બીજી રીતે ગમગીન બનેલા હોય તે એમને પ્રકુલ્લિત કરવા માટે મારે સ્વાર્થ ભૂલી જે કઈ ભોગ આપવું જરૂરી હોય એ આપ જોઈએ.”
વીતરાગની સેવા શી? –
સેવાધર્મ પરમગહને...કેમ? એની પાછળ આ રહસ્ય છે કે સેવ્ય ઉપકારીના મનને સહેજ પણ અશાતા ન થાય એવી આપણે સતત જાગૃતિ રાખી વર્તવું પડે, એટલું જ નહિ કિતુ જે એ સેવ્ય સ્વામી પોતે વીતરાગ જેવા હોઈ કે સ્થિતપ્રજ્ઞ હોઈ એમને કશી માનસિક અશાતા
Page #101
--------------------------------------------------------------------------
________________
ન હોય, તે ત્યાં પણ એમની સેવા શી? આ જ કે એમની નજરમાં આપણી લેશ પણ અયોગ્યતા કે નરસાપણું ન ભાસે એવી તકેદારીભર્યા આપણા વિચાર–વાણી-વર્તાવ જોઈએ.
સમજાય છે આ ? જુએ શ્રી મહાવીર પ્રભુ મિક્ષમાં જઈ બેઠા, યા શ્રી સીમંધરસ્વામી ભગવાન હજી ધરતી પર હયાત છતાં કરોડો માઈલ દૂર બેઠા છે, તે એમની સેવા શી કરવાની ? સેવા શી રીતે કરવાની? આ જ સેવા, ને આ જ રીતે, કે એમના જ્ઞાનમાં આપણે અગ્ય-નરસા ન ભાસીએ, અનુચિત વર્તનારા ન લાગીએ. એ શી રીતે બને ? એમની આજ્ઞાને સંપૂર્ણ વળગ્યા રહીએ; એમના આદર્શને, ને આપણે આદર્શ, એમનાં સિદ્ધાન્તને આપણે સિદ્ધાન્ત, અને એમની દષ્ટિને આપણી દષ્ટિ બનાવીએ તે આપણે એમના જ્ઞાનમાં અગ્ય ન ભાસીએ, નરસા ન દેખાઈએ.
દા. ત. આપણું કેઈએ મોટું નુકશાન કરી નાખ્યું, હવે એના પર જે આપણે રેષ ધમધમાવીએ, તે સર્વસની દષ્ટિમાં કેવા ભાસીએ? અથવા રેષ-કોધ થઈ જાય છે કિન્તુ એ રોષની કશી અફસેસી નથી થતી, તે જ્ઞાનીની દષ્ટિમાં કેવા લાગીએ? અમેગ્ય, નરસા જ ને ? બસ, ત્યાં જ આપણે એમની સેવા ગુમાવી. અલબત એ વીતરાગને પિતાને શાતા-અશાતાવાળું મન જ નથી, તેથી આપણા કે કેઈના ય તરફથી એમને કશી માનસિક અશાતા નથી પહોંચવાની. પરંતુ એમને પ્રતિસમય વિશ્વનું પલટાતું સ્વરૂપ પ્રત્યક્ષ દેખાય છે, એમાં આપણે સારા મટી અગ્ય બનીએ, તે એ પણ ઝટ દેખાવાનું ને આ જ આપણે
Page #102
--------------------------------------------------------------------------
________________
એમની સેવા ગુમાવી. તે હવે પુછે –
પ્રવે-જ્ઞાનીની નજરમાં આપણું અગ્યતા નરસા પણું શી રીતે આવે ?
ઉ. આ જ રીતે કે આપણે એમનાં વચનથી આડા ચાલીએ, એમના સિદ્ધાન્ત–આદર્શ—દષ્ટિથી વિરુદ્ધ વતીએ, તે સ્વભાવિક છે કે આપણે એમના જ્ઞાનમાં અગ્ય દેખાઈએ, નરસા જણાઈએ. વીતરાગ સર્વજ્ઞની સેવા કરવી છે? એમના સાચા સેવક બન્યા રહેવું છે? તે આ જ લક્ષ રાખ્યા કરવું પડે કે એમની આજ્ઞાના વિરાધક યા ઉપેક્ષક ન બનીએ, એમની જીવનદકિટ-જીવનસિદ્ધાન્ત-જીવનઆદર્શથી વિરુદ્ધદષ્ટિ, વિરુદ્ધ સિદ્ધાન્ત, વિરુદ્ધ આદર્શ ધરનારા ન બનીએ.
પૂજા કરતાં આજ્ઞાપાલન મહત્ત્વનું –
જે જે હે, આમ એમની લાખ રૂપિયાથી પૂજા કરવી સહેલી છે, પણ આ એમનાં વચન-સિદ્ધાન્ત–દષ્ટિ–આદર્શ પાળવા કઠિન છે. આના વિના તે એકલી પેલી કિંમતી પૂજાની કશી કિંમત નથી. માટે તે કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્ર સૂરિજી મહારાજે કહ્યું કે
“વતરાજ ! સાતસ્તવજ્ઞાનં પૂરમ !'
“હે વીતરાગ ! તારી પૂજા કરતાં તારી આજ્ઞાનું પાલન વિશેષ મહત્ત્વનું છે. આનું કારણ પછી આગળ બતાવ્યું કે “આજ્ઞાની આરાધનાથી મોક્ષ થાય, ને વિરાધનાથી સંસાર થાય.” પૂજા તે શક્તિ ન હોય તે ન ય બને, એછી ય બને,
Page #103
--------------------------------------------------------------------------
________________
પણ એટલામાત્રથી મિક્ષ નહિ અટકે, કિન્તુ આજ્ઞાસ્વીકાર એ છે ન ચાલે, ને એથી તે મોક્ષ જરૂર અટકી જાય.
વ્યવહારમાં જુઓ શું છે? બાપની કે શેઠની ભક્તિ બહુ કરે, પરંતુ એમની આજ્ઞાની પરવા ન રાખે, ખુશમિશાલ આજ્ઞા વિરુદ્ધ વર્તે, તે એ કાંઈ બાપને લાયક દીકરે કે શેઠને લાયક નોકર નહિ ગણાય. બાપ કે શેઠ એને સારો ન માને, પછી ભલે એ સેવાભક્તિ સારી કરતે હેાય. એવું જ વીતરાગ પરમાત્મા અંગે છે. એમની આજ્ઞા પાળવાનું એમના આદર્શ એમનાં સિદ્ધાન્ત અને એમની દષ્ટિ ધરવાનું જ મેટું મહત્ત્વ છે. વીતરાગ સર્વજ્ઞની આજ્ઞાનું વિશેષ મહત્વ કેમ?
એટલા જ માટે કે જે રસ્તે એમણે ચાલીને નિજનાં આત્મકલ્યાણ સાધ્યાં, ને જે એ જ રસ્તે એમણે જગતને બતાવ્યું, એ જ આપણા માટે પણ કલ્યાણ માર્ગ હોય ને ? અર્થાત્ એમનાં વચનના આધારે જ કલ્યાણમાર્ગ ને? કે વચનથી આડા ચાલવામાં કલ્યાણ થાય ? સર્વજ્ઞનાં વચન પ્રમાણે પ્રવૃત્તિ-અમલ-આચરણ હજી ઓછું બને, કિન્તુ કમમાં કમ એમનાં સર્વ વચનને સંપૂર્ણ સ્વીકાર તે જોઈએ જ. એ હોય તે પછી પ્રવૃત્તિની ઓછાશમાં અફસી થાય. એ અફસોસી પ્રવૃત્તિમાં આગળ વધારનારી બનવાની તે ઠેઠ વીતરાગ બનવા સુધી પહોંચાડશે. મૂળ પાયામાં સંપૂર્ણ આજ્ઞા–સ્વીકાર સલામત જોઈએ.
Page #104
--------------------------------------------------------------------------
________________
૮૯
કારીગર બાપના વચન પર પૂર્ણ આદરે પુત્ર આગળ વધે.
જુએ નિષ્ણાત કારીગર બાપના દીકરા જે ખાપની આજ્ઞાને સંપૂર્ણ માથે ધરનારા હાય, પછી બાપ એને કારીગરી શિખવાડે એમાં દીકરાને એકદમ જ બધું નહિ આવડે, કારીગરીને એ અભ્યાસ કરશે એમાં ભૂલે। ત્રુટિ વગેરે આવવાની, ને બાપ એ એને બતાવ્યે જવાના. ત્યાં દીકરાને જો બાપના વચન પર સંપૂર્ણ આદર હશે, તે એ પેાતાની ભુલ ખામી સમજવાને; અને એના પર એને અક્સાસ થવાની; ને એ અસાસીથી આગળ વધુ મહેનત કરવાને. એમ કરતાં કરતાં એ ઠેઠ પરાકાષ્ઠાએ પહોંચી કારીગરીમાં સંપૂર્ણ નિષ્ણાત બનવાના.
પરંતુ આ આગળ વધવાનું ત્યાં સુધી જ કે એ ખાપનાં વચન પર સ`પૂર્ણ આદરવાળા બન્યા રહેશે. જે ઘડી વચન પર આદર સહેજ પણ ગુમાવ્યે તે ઘડી બાપે બતાવેલી ભૂલ સહન નિહ કરી શકે, અર્થાત્ એ ભૂલને ભૂલરૂપે નહિ માને, એટલે પછી પોતે અને સુધારવા તરફ લક્ષ જ નહિ ઢે. ત્યાં શી રીતે હવે આગળ વધે ?
જયારે વ્યવહારમાં આવું છે કે વડિલના વચન પર સ’પૂર્ણ આદર હોય, તે જ એમણે ભૂલ બતાવ્યાથી પેાતાની ખામી દેખાય છે, એના પર પેાતાને અસાસ થાય છે, અને એને સુધારીને આગળ વધવાનુ કરાય છે. તે પછી સમજી રાખેા કે આત્માનું સુધારવા માટે પણ આ જ રસ્તા હોય કે જ્ઞાનીનાં સ` વચન પર સંપૂર્ણ આદર હેાય, તે પ્રવૃત્તિમાં એ વચને
Page #105
--------------------------------------------------------------------------
________________
૯૦
અતાવેલી ખામી મનમાં ઊતરે, એના પર અસેસી થાય અને એને સુધારીને આગળ વધવાનુ` કરાય. એટલે
આગળ વધવાના આ બે ઉપાય,—(૧) સવજ્ઞવચનના આદર્ સાથે સપૂર્ણ સ્વીકાર, અને (ર) વચનાનુસારી પ્રવૃત્તિમાં પોતાને રહેતી ખામી પર ભારે અસાસી.
શ્રાવક જિનવચનેાક્ત સપૂર્ણ અહિંસાને તથા સવ થા અપરિગ્રહને ઉપાદેય-કવ્ય તરીકે સ્વીકારી લે છે, પરંતુ એનું પાલન નથી કરી શકતા; એટલે જે સ્થાવર જીવાની અહિંસા પાળી નથી શકતા એની એને ભારે અાસી રહે છે. આ અક્સાસી એને શકય એટલી સ્થાવરકાય જીવોની દયા-અહિંસામાં પ્રેરે છે, એમાં આગળ વધારે છે, અને એમ કરતાં એક દિવસ એવા આવે છે કે જ્યારે એ સ્થાવર જીવાની પણ સપૂર્ણ હિંસાને ત્યાગ કરે છે, અને સ થા અહિંસાનું પાલન કરે છે.
ખૂબી આ છે કે જિનવચન પર સર્વેસર્વા શ્રદ્ધા-આદર હાવાથી, પેાતાને ગૃહસ્થજીવનમાં અનિવાય એવી પણ લેશમાત્રે ય સ્થાવર હિંસાને કળ્યું નથી માનતા; કિન્તુ એને પાપરૂપ જ અને ત્યાજ્ય જ માને છે. માટે જ એ અંગે. એને રાજની અક્સાસી રહે છે કે, અરે ! આ મારી કેવી મેાહની ફસામણી કે એના લીધે આ અસંખ્ય સ્થાવરકાય જીવોની હિંસા કરવી પડે છે ! નહિતર એ વેાએ મારુ શું બગાડયું છે ?
પરંતુ જે ઘરવાસમાં નિરપરાધી એવા એમને મારા સ્વાર્થ હણવા પડે છે, એ આ ઘાસને ધિક્કાર છે !
Page #106
--------------------------------------------------------------------------
________________
એમ, રાતા પૈસાને પરિગ્રહ એ પાપ છે, ત્યાજ્ય છે, છતાં પરિગ્રહ પાપને ઘરવાસ અંગે જ સેવવું પડે છે, એવા ય આ ઘરવાસને ધિક્કાર છે! ઘરવાસના મારા મેહને અને હિંસા–પરિગ્રહાદિ પાપોને ધિક્કાર છે !”
બેલે, માત્ર પેટ ભરવા પૂરતા પૈસા વિના ઘર ચાલે ? એટલા પૂરતા આરંભ-સમારંભ વિના પણ ચાલે ? ના. છતાં જિનવચન જે એ પરિગ્રહ–આરંભને પાપરૂપ અને ત્યાજ્ય કહે છે, તો એ જિનવચનપરના સર્વેસર્વા આદર-શ્રદ્ધા એ પાપની અફસેસી જ કરાવે છે. તો જ એ અફસોસીમાંથી એક દિવસ સંપૂર્ણ ત્યાગનું જેમ પ્રગટે છે.
પાપની સતત અફસોસીમાંથી જ પાપનો ત્યાગ પ્રગટે, અને જિનવચનના સર્વસ્વીકારમાંથી જ નાને પણ પાપની અફસોસી જન્મ,
આમ, જિનેશ્વર ભગવાનની મહાન સેવા એમનાં વચનનો પૂર્ણ સ્વીકાર છે. એ સ્વીકાર કરીએ એટલે એમના જ્ઞાનમાં એટલા એગ્ય એટલા સારા તરીકે દેખાઈએ. જે એ સ્વીકાર ન હોય અને એમની લાખ રૂપિયાથી પૂજા-ભક્તિ કરીએ તો ય તેથી એમના જ્ઞાનમાં સારા લાયક ન દેખાઈએ.
પ્રભુના જ્ઞાનમાં સારા દેખાવું એ એમની સાચી સેવા.
એમ સ્વામીન કે ઉપકારી માતાપિતાના મનને શાતા ઉપજાવવી પ્રસન્ન રાખવું એ એમની મેટ સેવા છે. તન કરતાં મનની આ સેવા મોટી, પ્રીતિમતી રાણી રાજા હરિષણના મનને સદા પ્રસન્ન રાખીને રાજાની આ મહાન સેવા બજાવી રહી છે.
Page #107
--------------------------------------------------------------------------
________________
૧૫. રાજા હરિષણ વિરક્ત બને છે
વખત જતાં રાણી પ્રીતિમતીને પુત્રને જન્મ થાય છે, અને એનું “ધાર” એવું નામ પાડવામાં આવે છે. એ પુત્ર ઊછેરતાં હજી બાળ છે એ વખતે જુઓ કે રાજાના મનની શી સ્થિતિ બને છે. આપણે જોયું છે કે રાજા હરિષેણ તપોવનમાં મહિને રહી આવે ત્યારે પવિત્ર તાપસના સત્સંગ અને કુલપતિના તપદેશથી ભાવિત થયેલે છે, ને ત્યારથી તત્ત્વનું મનોમંથન ચાલુ જ છે. એ તત્ત્વચિંતનમાં પહેલા નંબરમાં સંસારના પદાર્થો યાવત્ પિતાની કાયા અનિત્ય યાને નાશવંત જઈ એવા સંસાર પ્રત્યે એને વૈરાગ્યભાવ જાગે છે. ત્યારે પૂછતા નહિ કે,
પ્રવર્તે પછી એ પ્રીતિમતિને પરણ્ય કેમ? અને પછી પણ એની સાથે સંસાર માંડે કેમ?
ઉ૦આવું પૂછતા પહેલાં એ સમજી રાખો કે વૈરાગ્યભાવ અને ત્યાગની વચમાં આંતરું છે. વૈરાગ્ય-ભાવ આવ્યો એટલે તરત ત્યાગ થઈ જ જાય એવો નિયમ નથી. હા, વૈરાગ્ય થયે ત્યાગની તમન્ના ખડી થાય. બાકી
સંસારની અનિત્યતા, સંસારની દુ:ખદ ઘટનાઓ અને સંસારમાં જીવની કર્મજન્ય ડગલે ને પગલે પરાધીનતા ઉપરાંત પાપોની અનિવાર્યતા.. વગેરે એવું વિષમ છે કે એ જે મન પર વસી જાય તે જીવને વૈરાગ્ય થઈ જાય એવું છે.
આ તમને જે વૈરાગ્ય મેઘે લાગતું હોય તે એનું કારણ આ છે કે આ સંસારની અનિત્યતા, દુઃખદ ઘટનાઓ, અને જીવની કર્મ–પરાધીનતા વગેરે પર મને બરાબર જતું
Page #108
--------------------------------------------------------------------------
________________
૯૩
નથી, વિચારતું નથી. નહિતર સંસારના સુખ ભલે ને મીઠા લાગી ગમતા હોય, છતાં જીવન જીવતાં આવતા કષ્ટો, પાપા, વસ્તુ-વસ્તુની પરાધીનતા, ધારણા બહાર ઇષ્ટ વિયેાગ–અનિષ્ટ સયેાગ, અને અંતે મેાત,....વગેરે ખાખતા એવી છે કે સંસાર પરથી આસ્થા ઉઠાડી મૂકે, અંદરખાને એના પર અરુચિ નફરત મુઝવણ થાય. આનું જ નામ વૈરાગ્ય.
એટલે વરાગ્યભાવ તે આવી જાય, પરંતુ હવે એવા સંસારને એકદમ ત્યાગ કરી દેવા એ એટલું સહેલુ કામ નથી. એ માટે તે વિશિષ્ટ વીચેટલ્લાસ જોઇએ. સુખ– સગવડમાં પેાતાની ગાળયા જેવી સ્થિતિ ફગાવી દઈ, કષ્ટપ્રતિકૂળતાભરી ત્યાગી જીવનની ચર્યાએ આદરવાનુ સત્ત્વ જોઈ એ. એ કાંઇ વૈરાગ્ય જાગતાંની સાથે ઊભું થઇ જ જાય એવા નિયમ નથી. બહુ સુખશીલિયાને ય સંસારનું નગુણું સ્વરૂપ જોઈ અંતરમાં એના પ્રત્યે નફરત તે છૂટે, પણ એના ત્યાગની હાંશ ન હેાય, એવું અને. એ તે વૈરાગ્યભાવ જાગ્યા પછી મને મંથન ચાલ્યા કરે, ચાલ્યા કરે, અને અંતરમાં જોમ વિકસાવતાં વિકસાવતાં એક દિવસ એવે આવી જાય કે સંસારને ફગાવી ઊઠીને ચાલતા થઈ જાય.
રાજા હરિષણની પહેલાં વૈરાગ્યની સ્થિતિ ઊભી થયેલ, પરંતુ ત્યાગનું જેમ નહિ. એટલે વૈરાગ્યભર્યા દિલથી સંસાર નભાવ્યે જતા હતા. એમાં હવે વૈરાગ્ય વધી ગયેા, જામ વિસ્વર થઇ ઊઠયું, પુત્ર ધાર હજી ખાળ અવસ્થામાં છે, કિન્તુ વૈરાગ્ય અને ત્યાગને વીચલ્લાસ
Page #109
--------------------------------------------------------------------------
________________
પ્રગટી ઊઠ્યા પછી, પુત્રમેહ શું, કે પત્નીહયા રાજ્યમેહ શું, બધાય બાજુએ બેસી જાય. ત્યારે, જગતમાં પાર વિનાના નિમિત્તો એવા છે કે જે એક પણ ધ્યાન પર આવતાં જીવના વૈરાગ્યને વધારી દે, અને અંદરનું જેમ ઊછળી પડતાં જીવ બધા ય મમત્વને ફગાવી દઈ ત્યાગ તરફ ને ત્યાગી જીવન તરફ દોટ મૂકે.
રાજા હરિફેણ પહેલાં રાણી પ્રીતિમતિને કહે છે, “જુઓ આ જીવન મારું, જીવનને અમૂલ્ય સમય દુઃખદ રંગરાગ અને ભેગમાં વેડફાઈ જઈ રહ્યો છે, માનવજીવનનું મહાન ફળ તપ અને ત્યાગ એ ચૂકાઈ રહ્યા છે. આમ તે જીવનને ભરોસો પણ શું છે કે જ્યારે ધબ કરતું બંધ પડી જાય ? અને એમ થતાં પહેલેક-કમાણી કરવાની તદ્દન જ રહી જાય. માટે હું હવે આ બધી માયા છોડીને તપોવનમાં જઈ તપ તપવા ઈચ્છું છું. કાયાને ય શો વિશ્વાસ છે કે એ કયારે તદ્દન જ શિથિલ ન પડી જાય ? કે કોઈ મહાગથી ક્યારે ન ઘેરાઈ જાય ત્યાં પછી શી તપસ્યા થઈ શકે ? માટે આજે શકિત છે, તે સારી તપસ્યા સાધી લેવી.”
રાણી કહે, “હજી આપણે સંબંધ તે હમણાં થયે છે, ને એકદમ જ ત્યાગના પંથે જવું છે?”
રાજા ઉત્તર કરે છે, “દેવી ! આમાં એકદમ જેવું શું છે? જીવનને ભરોસો નથી, એ તમે તમારા જીવનમાં બરાબર અનુભવ્યું છે. જુઓને સર્પદંશ એકાએક જ થયેલે ને તમે મૃત્યુ જેવી સ્થિતિ પર એકાએક જ આવી ગયેલા! કાળને કૂર પંજો જીવ પર કયારે પડે એનું શું કહી
Page #110
--------------------------------------------------------------------------
________________
૯પ
શકાય ? વર્તમાન ક્ષણે એ કાળ પંજે નથી પડે એને શું એ અર્થ છે કે એ બીજી ક્ષણે નહિ પડે ? આવા માથે લટકતી તલવાર જેવા જીવનમાં ત્યાગમાર્ગને તે વહેલામાં વહેલી તકે વધાવી લેવું હિતાવહ છે. આગળ મરીને ય ત્યાગ જ કરવો પડે છે, તે જીવન જ ત્યાગમય કાન બનાવવું?
ભગવતી ! તમારા એ પ્રસંગથી તો મારા મનને સચોટ લાગી ગયું છે કે | મારા પર આવો કોઈ કાળ પંજે નથી પડે અને હું જીવતો રહ્યો છું તે શા માટે ? ક્ષણ વિનાશી ભેગસુખમાં અજ્ઞાન પશુની જેમ મહાલવા માટે ? કે અવિનાશી ત્યાગ અને મોક્ષની સમૃદ્ધિ સાધી લેવા માટે ?
ભૂલશે નહિ, મળેલા બાહ્ય સંગો નાશવંત છે, અર્થાત્ જીવન નાશવંત છે, કાયાની શક્તિ સૌંદર્ય બધું જ નાશવંત છે. આત્મા અવિનાશી છે; એ અવિનાશીનાં હિત આ નાશવંત જીવન અને કાયામાંથી કાઢી લેવા એમાં જ બુદ્ધિમત્તા છે. બાકી નાશવંતની પાછળ અવિનાશીને ખુવાર થઈ જવા દે એ તે અજ્ઞાન નાના કીડા-મંકડા પણ કરે છે.”
રાજાની ચેટ અંગે અને જીવન તથા કાયાની નાશવંતતા પર છે. આ બધું ય નાશવંત; તેથી હવે એ નાશવંતતા નજર સામે તરવરતી થઈ ગયા પછી જીવન અને કાયામાંથી સાર ખેંચી લેવા સજજ થઈ ગયું છે.
હરિણુ રાણીને જગાડે છે -
હરિષેણ રાજાને આ ભાન છે કે દુન્યવી પદાર્થો પરિવાર અને વિષયે અનિત્ય છે, વિયેગ પામનારા છે, પછી મન
Page #111
--------------------------------------------------------------------------
________________
૯૬
પર એની હકુમત લઈ એની ગુલામી ચલાવ્યે રાખવી એ ભૂખ`તા છે; કેમકે એ અંતે તેા જવાના. જીવના હાથમાં એમાંનુ કશું જ નહિ, અને એની ગુલામીમાં રાગાદિ ધને ઊભા કર્યાં એ માથે રહેવાનાં. એથી ભવભ્રમણ ઊભું રહે. આ ઉચ્ચ માનવ અવતારે જ્યારે તપસ્યાની ઉત્તમ તક છે કે જેનાથી ભવમાં ભટકયા કરવાના અંત આવે છે; તે પછી આ અનિત્ય રાજ્યપાટ અને પરિવારના સમાગમમાં શું બેસી રહેવું ? હવે તો આને ઠાડીને જાઉં તપાવનમાં અને તપ તપુ.”
રાજાએ પેાતાના આ વિચાર રાણીને જણાવ્યા ત્યારે રાણી કહે ‘ તે પછી મારે પણ આ સયાગામાં શા માટે બેસી રહેવું? હું પણ તપેાવનમાં આવી તપ તપીશ.' અને જીવન સફળ કરીશ.'
રાજા પુણ્યશાળી; કેવી સહુચરીના યાગ મળ્યા છે! ત્યાગની કપરી પણ વાત વધાવી લેનારી ! ૐપડિયા મકાનની મમતા ન છૂટે, તેા મેાટા રાજ્યપાટની મમતા છૂટવી સહેલી છે? રાજિદા સાદાં ભાજન-વસ્ત્ર વગેરેની લહેર ન છૂટે, તે રાજશાહી સુખ–વિલાસેાની લહેરને ડવી સરળ કહેવાય ? પરંતુ એ બધાની અનિત્યતાનું સાચું ભાન થાય, એની ગુલામીમાં આત્માને ભૂલવાનું ને આત્મહિત ગુમાવવાનુ મહા નુકસાન દેખાય, અને એ દિલને ભારે ખટકે, તે એને ત્યાગ કરવા કઠિન નથી.
રાજા હરિષેણે મ`ત્રીઓને ખેલાવી પેાતાના વિચાર જણાવી દીધા. મંત્રીઓએ કહ્યુ’, ‘મહારાજા ! હજી રાજકુમાર
Page #112
--------------------------------------------------------------------------
________________
૯૭
માત્ર બે જ વરસની ઉંમરના છે, માટે અમારી વિનતી છે કે એમને મેટા થઈ જવા ઢા, પછી આપ ત્યાગ અને તપને માગ સ્વીકારે એ ઠીક છે. ’
રાજા કહે, ‘જુએ મંત્રીશ્વરે ! આયુષ્યના ભરોસા નથી કે એ કત્યારે તૂટે ? એટલે એના વિશ્વાસે બેસી રહેવામાં એ કદાચ વહેલું જ પૂરું થયું તે આ ઊંચા અવતારે મળેલી સાધનાની અમૂલ્ય તક એમજ એળે જાય! જીવને દુન્યવી આવા સમાગમા તા જનમે જનમે મળ્યા જ કરે છે.
જનમ-જનમના તે તે સંચાગને જ જો સંભાળતા રહેવાનુ હાય તે પછી પેાતાના આત્માને કચારે સંભાળવાના ને આત્માનું હિત કચારે સાધવાનુ’?
માટે હવે તે અમારા નિર્ધાર છે કે તપાવનમાં જવાના એટલે લાવા બાળકના રાજ્યાભિષેક કરી લઈએ. પછી તમા બધું સંભાળી લેજો. તમારા પર વિશ્વાસ છે કે તમે એને મેટ કરી સુયેાગ્ય શાસક રાજા બનાવી દેશે. ’
મંત્રીઓ કહે ‘ પરંતુ રાણી સાહેબે તપાવનમાં જોડાવવાની ઉતાવળ શા માટે કરવી જોઈ એ ? ’
રાજા કહે, ‘ તમે જાણા છે ને કે એમને ભારે સદૅશ થયેલે ને મરવા જેવા થઈ ગયેલા ? એ તે એ વખતે ગયા ત તે કશું સારું સાધ્યા વિના જ ગયા હાત. ત્યારે જો ભાગ્યયેાગે એ જીવી ગયા તે, શુ હવે હાથમાં રહેલું જીવન મેાડુ-મમતાને પેાષવા માટે ? એટલે હવે એમના માટે પણ તમારો આગ્રહ નકામેા છે. એમને પણ એમનુ આત્મહિત સાધી લેવા દે, ’
Page #113
--------------------------------------------------------------------------
________________
૯૮
છેવટે મત્રીઓને વાત માનવી પડી, ખાળ રાજ– કુમારના રાજ્યાભિષેક કરવામાં આવ્યા, મંત્રીઓએ રાજ્ય કારભારનાં સુકાન સંભાળી લીધાં, અને રિષણ તથા રાણી પ્રીતિમતી રાજ્યના ત્યાગ કરીને તપાવનમાં ચાલી નીકળ્યા.
૧૬ રાજા રાણી તપાવન પ્રતિ
રાજા–રાણી ત્યાગ કરી તાપસને ચેાગ્ય વેશ સર્જીને જ્યારે મહેલમાંથી ચાલી નીકળે છે એ વખતનું દૃશ્ય ! ખૂબ જ કરુણુ હતું. આખી પ્રજા આવા સારા રાજાને ગુમાવવા પર ધ્રુસકે રાતી હતી. રાજા-રાણીને વળાવવા ગયેલા હજારો નર-નારીઓમાંના એકની પણ આંખ કરી નથી. દરેક આંખમાંથી આંસુ ટપકી રહ્યા છે, માં ઉદાસ છે, ને વાણી આવા પ્રખર ત્યાગની ભૂરિ ભૂરિ પ્રશંસા કરી રહી છે. દરેક જણ પોતાની ભાગલબ્ધ ક ગાળ દશા તેા સમજે ને? પછી ત્યાં આવા રાજશાહી વૈભવવિલાસ ઠુકરાવી તાપસવેશે તપેાવનમાં ચાલી નીકળતા રાજા-રાણીની સાત્ત્વિક દશા પર કેમ એવારી ન જાય ? કેમ એની પ્રશંસા કર્યા વિના રહે
અનિત્ય વિષયો અને સ્વજના જીવને કયારે એકાએક છેડી દે! એ પહેલાં તે જ એના ત્યાગ કરી દેવા એમાં બુદ્ધિમત્તા છે ને પુરુષાર્થ શક્તિના સદુપયોગ છે.
નહિતર બુદ્ધિ અને શક્તિ બંને ય વેડફાઈ જાય.’ એ સત્યને સમજનાર રાજા અને રાણી પેલા વિશ્વભૂતિ
Page #114
--------------------------------------------------------------------------
________________
કુલપતિના તપોવનમાં જઈ તાપસ તાપસી તરીકે દાખલ થઈ ગયા. કયાં મોટા મહારાજા-મહારાણી તરીકેનું રાજમહેલવાસી જીવન? અને કયાં અહીં તાપસ ને તાપસીપણાનું વનવાસનું જીવન ? આ વનવાસનું જીવન એટલે તો મહેલવાસની બધી જ સુંવાળી અનુકૂળતાએ વિનાનું જીવન. ભેજન કેટલીવાર? ભેજનમાં શું ? વાહન કયાં? શમ્યા કેવી ? આટલું ગજબ પરિવર્તન એકાએક અપનાવી શકાય ? સાંભળતાં મનને ગભરામણ થાય છે ને કે “હાય બાપ! આટલે બધે ત્યાગ એકદમ શી રીતે અપનાવાય ?” પણ નજર સામે જુએ છે ને કે બધી ય સારી મજેની સુખસગવડ એકાએક છેડીને માણસ મરે છે ખરો કે નહિં? ત્યારે શું એને માટે પરફેકમાં આવું બધું સુંવાળું તૈયાર કરી મૂકેલું છે? એકેન્દ્રિયથી પંચેન્દ્રિય તિર્યંચગતિ સુધીના અવતારમાં તે ભારી દુઃખનાં પિટલાં ખડકાયેલાં પડ્યાં છે. નારકીમાં ત્રાસ–રિબામણને પાર નથી. માનવ અવતારે પણ પહેલાં તો નવ માસની ગર્ભની કેદમાં પૂરાવું પડે છે. ત્યારે દેવતાઈ અવતારે કદાચ સુખ ગણે, પણ તે મળ ક્યાં રે પડે છે ?
માણસ જે પહેલેકનાં આ દુઃખોને વિચાર કરે એને નજર સામે તરવરતાં રાખે, તે વર્તમાન જીવન જીવતે જીવતે રાજશાહી પણ સુખ-સગવડના ત્યાગ પર “હાય બાપ! આવું કેમ છેડાય ?” એવી ગભરામણ કરવાનું ન થાય. અરે ! કર્મ રુઠે છે ત્યારે આ જ જીવનમાં સુખ-સગવડ ખૂંચવાઈ જઈ ક્યાં દુખિત દરિદ્ર અવસ્થા નથી આવતી ? એ
Page #115
--------------------------------------------------------------------------
________________
- ૧૦૦ આવ્યેથી મન પછી એમાં એડજસ્ટ (adgust) થઈ જાય છે ને? ગોઠવાઈ જાય છે ને? સવાલ મનને એડજસ્ટ કરવાને છે.
સ્વેચ્છાએ ત્યાગ કરી મનને એમાં ગોઠવી લેતાં આવડે, તે પછી કોઈ દુ:ખ નથી લાગતું. | મન વૈભવ પરિવારને સુખદ અને એટલે જ મહત્ત્વનાં માની લે છે, તેથી જ એના ત્યાગની વાત આવતાં ભડકે છે.
એ વિરલ દુર્લભ મહાકિંમતી પુરુષાર્થ શક્તિથી વૈભવ પરિવારના સ્વેચ્છાએ ત્યાગ કર્યા પછી જે તપોમય જીવન બનાવાય, એમાં મન ગોઠવાઈ જાય છે, મન એવા ત્યાગ તપને જ અનુકૂળ માની લે છે પછી ત્યાં કશું કપરું નથી લાગયું.
રાજા હરિષણ અને એની રાણ પ્રીતમતી તપોવનમાં માજથી તપ તપી રહ્યા છે, અને વિશ્વભૂતિષિની ઉપાસના કરી રહ્યા છે, તત્ત્વશ્રવણ કરી રહ્યા છે. એમાં એક દુખદ ઘટના બની આવે છે. રાણી પ્રીતિમતી તપ તપવા છતાં પાંચમે મહિને ગર્ભવતી હોવાનું સ્પષ્ટ દેખાય છે. ત્યારે અહીં તપોવનમાં ગર્ભાએ કેટલું લજજાસ્પદ? રાણી તથા રાજા હરિફેણને એ ભારે લજજાકારી બને છે.
જે જે હું અહીં હરિષણના બ્રહ્મચર્યમાં ભંગ થયે નથી. તેથી જ એને આશ્ચર્ય સાથે ખેદ થાય છે કે “આ શું ?” એને ખાતરી છે કે “રાણીમાં પહેલેથી સંસારી જીવનમાં ય પાકે સદાચાર છે. એ કાંઈ અહીં તાપસ જેવા ઉચ્ચ જીવનમાં તે સદાચારને ભંગ કરે જ શાની?” એટલે આશ્ચર્ય પામી પત્નીને પૂછે છે,
Page #116
--------------------------------------------------------------------------
________________
૧૦૧
“હે ભાગ્યવતી ! સદાચારમાં મક્કમ એવી તારે આ ગર્ભ શાનો?”
પ્રીતિમતી કહે છે, “સ્વામી ! માફ કરજે, જ્યારે આપણે તપોવનમાં નીકળ્યા ત્યારે જ હું ગર્ભવતી હતી; સંસારવાસમાં હતા એ વખતે આપણુથી જ આ ગર્ભ રહે. પરંતુ જો એ સંસારત્યાગ વેળાએ હું ગર્ભનું કહું તો મને આ તપ-સંયમનું જીવન ન મળે. તપસંયમના એ અંતરાયના ભયથી મેં એ વખતે કહેલું નહિ.”
મેટી રાજરાણું અને સંસારત્યાગ માટે એના પર કઈ જ દબાણ નહિ કે ઉપદેશ પણ નહિ, છતાં એની સંસાર છોડી તપોવનમાં તપ તપવા માટેની કેટલી બધી તમન્ના કે એ ન છેડવો હોય તો ગર્ભનું સાચું બહાનું હાજર છે, છતાં એ નિમિત્તે પણ સંસારમાં રહેવાની વાત નથી ! તપ-સંયમની સાધનાને ગુમાવવાની વાત નથી !
માનવજીવનના ઊંચા ઉદેશ સમજાય છે?
જીવન કઈ ઊંચી સાધના માટે? શું ખાનપાન માટે છે? શું પિસા કમાવવા માટે? શું વેપાર માટે છે? શું પરિવારમાં મોહઘેલા બન્યા રહેવા માટે છે? શું બીજા પર રફ બજાવવા ને રષ કરવા સારુ છે? એ બધું કરીને અંતે આત્માને શું સારું સિદ્ધ થવાનું ? મરણ સમયે સમાધિ સિદ્ધ થવાની? જીવતાં જે એ ખાનપાન–વેપાર– પિસાપરિવાર આદિ સમાધિ યાને ચિત્તની સ્વસ્થતા-શાંતતા નથી દેખાડતા, એ મરણ સમયે શી રીતે સ્વસ્થતા-શાંતતા દેખાડશે?
Page #117
--------------------------------------------------------------------------
________________
૧૦૨
રાગમાં શાંતિ કેમ નહિ? રાગમાં અશાંતિ શી ? :ભૂલશો નહિ, સમાધિ-શાંતિ માત્ર દ્વેષના ધમધમાટમાં ન હોય એમ નહિ, કિંતુ રાગની વિહ્વળતામાં પણ ન હોય. ચિત્ત રાગ મેડ, વિગેરે કરતુ હોય તે પણ એની અશાંત અવસ્થા જ છે; કેમકે રાગના વિષય બગડતાં કે ફેરફાર પામતાં, ચિત્ત આકુળવ્યાકુળ થાય જ છે. ત્યારે જે અવસ્થાના હિસાબે જ પછી આકુળવ્યાકુળ બનવુ પડતુ હોય, એ અવસ્થા શાંતિ-સમાધિની ન ગણાય. અહીં પ્રશ્ન થાય,પ્ર૦- જ્યાં સુધી રાગની ચીજમાં ફેરફાર ન થાય ત્યાં સુધી તે। એ રાગમાં ચિત્તને શાંતિને અનુભવ રહે છે ને? તે રાગમાં અશાંતિ શાની?
ઉ− એ અનુભવ ખોટા છે. રાગમાં ચિત્તને શાંતિ નથી, કિન્તુ એક પ્રકારના નો! છે, વિહ્વળતા જ છે; એનુ કારણ એ છે કે માના કે એ કોઈ દુન્યવી વસ્તુ પર રાગ ભરેલા ચિત્તથી ભગવાનનું નામ જપવા બેઠા, કે ભગવાનની સ્તવના કરવા માંડી, યા કાઇ અનુષ્ઠાનમાં લાગ્યા તો શું એમાં ચિત્ત સ્થિર રહે ખરું? ના, ચિત્ત અહીથી ઊડી ઊડીને પેલી રાગવાળી દુન્યવી વસ્તુના વિચારમાં જાય છે. ચિત્તને તમે ખે...ચી ખેંચીને ધક્રિયામાં લાવતા હૈ, ને એ ખસી ખસીને બહાર પેલી રાગની વસ્તુમાં સરકી જાય છે, એના વિચારમાં ચડી જાય છે. તે શુ' આ ચિત્તની વિહ્વળતા નથી? ધમ ક્રિયામાં અસ્થિરતા કેમ ?ઃઆજે ધમી જીવાની આ ફરિયાદ છે કે ધમ ક્રિયામાં અમને સ્થિરત્તા કેમ રહેતી નથી ? અમારું ચિત્ત કેમ
Page #118
--------------------------------------------------------------------------
________________
૧૦૩ ચંચળ રહે છે? આનું કારણ સ્પષ્ટ છે કે ચિત્ત જેના વિચારમાં ખેંચાય છે એ વસ્તુ પર રાગ છે, યા દ્વેષ–અરુચિ છે. જે અણગમતી ચીજને વિચાર આવે છે તે એ ઠેષ-અરુચિભર્યા આવે છે. ને એમાં ગર્ભિતપણે ગમતી વસ્તુ પર રાગ રહેલે છે. દા. ત. વાહ ગરમી પડે છે એ ગમતી નથી, એના પર દ્વેષ— વિ શાય છે, તે એના પેટામાં ઠંડક ગમે છે, ઠંડક પર રા ર છે. મૂળ આ રાગ ઉપર દ્વેષ થાય છે, અને એમ થતો પ્રતિકૂળ વસ્તુ પર પ ચિત્તને વિહ્વળ કરે છે, તેથી પછી એવું વિવધ ચિત્ત ધર્મમાં સ્થિર રહેતું નથી.
ત્તિ જે શાંત-સ્વસ્થ હોય તે તે ધર્મક્રિયામાં સ્થિર કેમ ન રહે? પણ શાંત-સ્વસ્થ નથી માટે ચિત્તની ચંચળતા અનુભવાય છે. આ અશાંતિ–અસ્વસ્થતા શા કારણે ? કહો રાગ-દ્વપના જ કારણે. એ હોય ત્યાં સુધી શાંતિ શાની ? માટે આ વાત છે કે રાગમાં પણ ચિત્ત શાંત નહિ પણ અશાંત અવસ્થ છે, વિહૂવળ જ છે. માટે તે દુન્યવી ચીજ પર રાગ સ્થાપવા પછી ચિત્તમાં એ ભય કે શંકા થાય છે કે શું આ નાશ તે નહિ પામે? આ આવી જ રહેશે કે બગડશે?” રાગની વસ્તુ ન બગડે ન ખવાય એની તકેદારી રહે, એના પર આક્રમણ દેખી સંતાપ થાય. એ બધી અસ્વસ્થતા જ છે.
અરે ! ખરેખર આક્રમણ ન આવ્યું હોય તોય એની માત્ર કલ્પના થવાથી ય ચિંતા–સંતાપ ઊભા થાય છે. દા.ત. ઘરવાળા પર કે દીકરા પર બહુ રાગ છે, તે તપાસી જુઓ કે “આ ફલુની હવામાં એ માંદા પડશે તે? એવો
Page #119
--------------------------------------------------------------------------
________________
૧૦૪ ભય સંતાપ થાય છે કે નહિ ? પૈસા બહુ ગમે છે તે ખર્ચા વધી જશે તો? ટેક્ષ લાગશે તો? વ્યાજ ઓછું આવશે તે??...વગેરે કેટલાં લફરાં ચિત્તમાં ઊઠે છે? ધન પર બહુ રાગના હિસાબે જ આ ભય-શંકા-સંતાપ ને? માટે સારાંશ આ છે કે રાગમાં ચિત્ત શાંત સ્વસ્થ નથી, અસ્વસ્થ છે, વિહ્વળ છે. વિહ્વળતા હોય ત્યાં સમાધિ ન હોય.
વાત એ હતી કે જીવનભર રાગ-દ્વેષ કરી કરીને ચિત્તમાં અસમાધિને જ અભ્યાસ રાખ્યા કર્યો હોય તે શું અંતકાળે એ એકદમ ટળી જઈને સમાધિ આવશે? જે અહીં નહિ તે પછી પરકમાં સમાધિ મળશે?
પ્રીતિમતી રાણીએ જીવનને આ ઊંચે ઊદ્દેશ પર કે
માનવ-જીવન આ સમાધિને ખૂબ અભ્યાસ કરી અંતે સમાધિ સિદ્ધ કરવા માટે છે, જેથી પર્લોકમાં સહેજે સમાધિ આત્માની સાથે જ હોય.
આ સમાધિનો અભ્યાસ કયાં થાય ? ખાનપાન અને મોહમાયાને સંગ રાખ્યા કરવાથી એ ન થા. એમાં તે રાગાદિ પિષાયા કરે, ને તેથી ચિત્તમાં અસમાધિ જ રહ્યા કરે. સમાધિ તે મોહમાયાના રંગનો ત્યાગ કરી તપનું જીવન જીવવાથી મળે. બસ રાણીને આની લગન લાગી, તેથી પોતે સગર્ભા છતાં એણે એ વાત છુપાવી રાખી, જેથી રાજા તપવનમાં આવવાનો ઈન્કાર ન કરે, ને તપ સંયમમાં અંતરાય ન થાય.
પરંતુ હવે પાંચ મહિને ગર્ભ પ્રગટ થયાથી શું કરે ?
Page #120
--------------------------------------------------------------------------
________________
- ૧૫ રાજા હરિષણને રાણીને ખુલાસે સાંભળીને પિતાને તે સંતોષ થયો. પરંતુ બીજા તાપને દરેકને શી રીતે ખુલાસે કરવા જાય કે આ તે પૂર્વના સંસારી જીવનનું પરિણામ છે, પણ તપોવનના જીવનમાં કશે આચારભંગ નથી થયે? આવો ખુલાસે દરેકને કરી શકાતું નથી, અને મનને વસવસો રહે છે કે “આ બધા તાપસના મનને શંકા રહેતી હોય, તેથી હવે બધાની નજરમાં માં શી રીતે બતાવવું ?”
વિચાર કેવા કરવા ?
જીવનમાં કેટલીક વાર આવી સમસ્યા ઊભી થાય છે કે આપણે સાચા સારા હોઈએ છતાં હકીક્ત એવી ઊભી થઈ હોય કે જેથી બીજાઓને આપણા માટે હલકી કલ્પના થતી હોય, અને આપણે સાચી વસ્તુને ખુલાસો ન કરી શક્તા હોઈએ;” ત્યારે મુંઝવણ થાય કે મનની સમાધિ શી રીતે રાખવ? ત્યાં સમાધિ માટે કમસત્તાનું તત્ત્વ આવીને ઊભું રહે છે. આપણે વિચારવું રહ્યું કે,
આપણાં અશુભ કર્મ વિના શિષ્ટ જનમાં આપણી હલકાઈ થાય નહિ. આપણે સારા છતાં સાચા છતાં આપણું હલકાઈ કણ કરાવે છે ? આપણાં અશુભ કર્મના ઉદય. એ અશુભ ક્યાંથી ઊભા થયા? પૂર્વજીવનમાં આપણે મહાપુરુષોના જીવન પ્રસંગેના વિચાર, ઉમદા વિચાર, દા. ત. માનસારીના ૩૫ ગુણ, સમકિતના ૬૭ ગુણ, મહાવીર પ્રભુના ર૭ ભવ, અનિત્યાદિ ૧૨ ભાવનાઓ...વગેરેના કમસર વિચારેને ભૂલ, પરની હલકાઈના કે જાતની વડાઈના વિચાર કરવા બેઠેલા, અને વાણુમાં એ ઉતારેલા, તેથી એવાં અશુભ
Page #121
--------------------------------------------------------------------------
________________
૧૦૬
કમ ઊભા થઈ ગયાં તે હવે અહીં નડે છે.
“તે ફિકર નહિ, હવે અહીં બીજાની હલકાઈના વિચાર પડતા મૂકી એ ઉમદા વિચારની મનમાં સળંગ સીરિયલ (પરંપરા) ચાલુ રાખ્યું. જિનની ભકિત અને જિનાજ્ઞાનું પાલન પૂર્વે ઓછા કરેલાં, તેથી અહીં વિટંબણા–વસવસો ઉભા થાય છે, માટે હવે એ જિનભક્તિને વધારું, જિનાજ્ઞાપાલન વધારું.”
વર્તમાન વાતાવરણ :
વિષય: રાજસ્થાની પાછળ આ ઉપાય. તેવા, અને આપણા માટે હલકું માનનાર પ્રત્યે જરાય ઢેબ ન કરાય. જીવનમાં તપાસ કે “એક તે પૂર્વનાં તેવા અશુભ કર્મ આપણે ડગવીએ છીએ, છતાં વર્તમાનમાં બીજાનું હલકું આપણે નથી વિચારતા ને? બીજા પર આપણે ઢેર નથી કરતા ને?” આ મુશ્કેલ છે હૈ, આજે આપણી આજુબવાતાવરણ લગભગ એવું છે. કવિ કહે છેકરત પ્રશંસા સબ મિલ અપની, પરાનિંદા અધિકેરી,
કયું કર ભકિત કરું પ્રભુ! તેરી” આવા વાતાવરણની વચમાં રહીને બચવાનું છે. વાતાવરણ છેડીને ભાગી જવાય એવું નથી. કયાં ભાગી જઈએ ? જગતની વચ્ચે રહીને જ મોક્ષમાર્ગ સાધવાનો છે, ને જગત વિચિત્ર છે, તે એથી બચવા ક્યાં બહાર જઈ શકાય એ તે બચવું કેમ એનો જ ઉપાય લેવાને. એ માટે માન વિજ્યજી કવિ આ જ કહે છે –
કહત માન જિન-ભાવ-ભગતિ બિન, શિવ ગત હેત ન મેરી, કયંકર ભક્તિ કરું પ્રભુ ! તેરી ”
Page #122
--------------------------------------------------------------------------
________________
૧૦૭
જિનેશ્વર ભગવંતની ભાવથી ભક્તિ કર્યા વિના આ સ્વપ્રશંસાને રેગ તથા પરનિંદાને રોગ મટે નહિ, અને મોક્ષ થાય નહિ.
પ્રભુની ભાવભકિતનો પ્રભાવ :
પ્રભુની ભક્તિ વિના કે ખાલી દ્રવ્યભકિતથી પેલા વિચારના રોગ મટે નહિ. રોગ મટાડનાર છે પ્રભુની ભાવભકિત
વીતરાગ અરિહંત પ્રભુની ભકિત કરવાને તે અમુક સજા મળે, પરંતુ એમાં હૃદય માત્ર શુદ્ધ ભકિતના હાથી ભર્યું ભર્યું હોય, અને બીજી કશી નાશવંત પદાર્થોની. લાલસા-આશંસા ન હોય, તો પછી એના સંસ્કાર અને
નો રસ બીજા સમયમાં પણ દિલમાં શુદ્ધ ભકિતના ભાવ જાગતા રાખે. મનને એમ થાય –
| હે ! આ પ્રપંચ કે લાહુલ અને વિટંબણાભરી દુનિયામાં ભગવાન શ્રીતીર્થંકરદેવ વિના કેણ શાંતિ-સ્વસ્થતાપ્રકુલિતતા આપનાર છે? બીજું કશું પવિત્રતા. કુતિ અને ઓજસ આપી શકે એમ છે? ખરેખર વીતરાગ પરમા-મા જ એક આધાર છે, અનન્ય ઉપકારી છે. અનન્ય ગુણભંડાર હાઈએ જ એક ઉપાદેય, ઉપાસનીય ને આરાધ્ય છે. યેય અને સ્મરણીય છે. એ પ્રભુના કેવા ઉચ્ચ આદર્શ ! કેવું એમનું ઉચ્ચ જીવન ! કેવાં એમના ઉચ્ચ સિદ્ધાન્તો ! પ્રભુની કેવી ઊંચી આત્મપરિણતિ ! ઊંચી આત્મલગન ! અને પરમ આત્મનિષ્ઠતા !”
--આમ મનને વારે વારે ધયા કરે, એટલે દિલમાં એ પ્રભુ પ્રત્યે પ્રીતિ–ભકિત–બહુમાનના ભાવ ઊછળ્યા કરે.
Page #123
--------------------------------------------------------------------------
________________
૧૦૮
પ્રભુ પ્રત્યે ભાવભકિત-બહુમાનના મનમાં તંરગ ચાલતા હોય ત્યાં, જાતની વહાઈ કે બીજાની હલકાઈના વિચાર મનને સ્પશે નહિ.
એવા વિચાર સ્ફરતાં જ પેલી વીતરાગ પ્રભુ પરની ભક્તિના ભાવ જીવને શીખવે કે “નાદાન ! આવા જાતવડાઈ અને પરહલકાઈના વિચારને રેગ શા પિષવા'તા? એવું કરતાં કરતાં તે જન્મારા અને જિંદગીઓ વહી ગઈ ! મનને નીરોગી નિર્મળ બનાવવું હોય, તો વીતરાગ પ્રભુની લડાઈના જ વિચારે સેવ.
“ગર્વિષ્ઠ થતી તારી જાતને એ અનંતગુણેના ધણ પ્રભુની સામે ઊભી તે રાખ, અને જોતો ખરો કે એમનામાં જે દયા, જે ક્ષમા, જે ત્યાગ, જે વૈરાગ્ય વગેરે ગુણ-સમૃદ્ધિ હતી, એમાંનું તારી પાસે શું છે તે જાતવડાઈ માને છે?”
“ત્યારે, બીજાનું હલકું, બીજાની ખામી, બીજાને દોષ, જોઈ જોઈ તારા કિંમતી મનમાં શી ઉજજવળતા, શી સ્વસ્થતા, અને શા પ્રકાશ પ્રગટે છે?
એની સામે પ્રભુના વિચાર કરે તો મન કેવું ઉજજવળ-સ્વસ્થ-શાંત અને પ્રકાશભર્યું બને ! માટે મેલ આ જાતવડાઈ અને પરહલકાઈ જેવાની લત.”
આમ, પ્રભુની ભાવભકિતને ખરેખર રંગ લાગે અને ભકિતભાવના જ વિચાર વારંવાર આવ્યા કરે, તો એ અનાદિના ગોઝારા જાલિમ કુવિચારેથી મુકિત મળે.
રાજા-રાણું ગુપ્ત સ્થળે રાજા હરિશેણને પત્નીની ગર્ભવતી સ્થિતિ પર એમ
Page #124
--------------------------------------------------------------------------
________________
૧૦૯
નથી લાગતું કે ‘ અડ્ડી. તાપસા નિંદા કરે, તો એ કેવા ક્ષુદ્ર દિલના ગણાય ? ’રાજાના અંતરમાં પ્રભુ પ્રત્યેની ભક્તિ વસી છે, તેથી દિલ ઉમદા છે, એટલે માત્ર જાતની હલકાઈ જુએ છે. પત્નીને એ કહે છે.
· અન્યું તે બન્યું. પરંતુ હવે આપણે આ નિળ જીવન જીવનારા તાપસેની વચમાં રહેવું ઠીક નથી. તેથી કયાંક એકાંતમાં જઈને રહીએ.’
રાણીએ એ સ્વીકારી લીધું, અને બંને જણ વહેલી પ્રભાતે ત્યાંથી નીકળી ગયા, ને જંગલના કોઈક ગુપ્ત સ્થાને જઇને રહ્યા.
તાપસાની શેાધ :
અહીં તપાવન આવા બે ઉચ્ચ આત્મા વિના શૂન્ય લાગવા માંડ્યુ. તાપસે જૂએ છે કે ‘ આ શું થયું ? આ અને એકાએક ક્યાં ઉપડી ગયા ? ' તાપસા ચારે બાજુ જંગલમાં શોધાશોધ કરે છે. કેમ ? ગુનેગાર સમજીને નહિ, પરંતુ સધર્મી તરીકે એમના પર વાત્સલ્ય છે માટે, એમના મનને જો કશું દુઃખ લાગીને જતા રહ્યા હાય તા એમને શોધીને એમના મનનુ દુઃખ દૂર કરીને પાછા તપાવનમાં લઇ આવી સાથે રાખવા માટે. દિલ ધર્મોમાં લાગ્યા પછી જો એ ભૂલેલા પર ઉદારતા દાખવવા તૈયાર ન હેાય તે ધર્મમાં લાગ્યું શાનું? ધી દિલ ને ઉદારતા ન રાખતા ક્ષુદ્રતા રાખે, તો પછી શું પાપી દિલ ઉદાર બનશે ? ઉદારતાની આશા કેની પાસેથી? પાપી પાસેથી કે ધમી પાસેથી
ધનું શણ... પકડનાર ઉપર ધર્મ આ ભાર મૂકે છે કે,‘તુ’ અનાદિના રાહે તા ખીજા જીવ પ્રત્યે ક્ષુદ્રતા અને
Page #125
--------------------------------------------------------------------------
________________
૧૧૦
ષ કરતે હતું, પણ હવે તારે અનાદિ રાહ બદલી ભૂલેલા જીવ પર ઉદાર દિલ અને કરુણા રાખવી પડશે.”
આ રાખવા માટે આપણે આટલું વિચારવું જોઈએ કે -
જે ધર્મ તારણહાર માની મેં વધાવ્યા છે, સ્વીકાર્યો છે, તો મારે હવે અનાદિના મુદ્ર અને ક્રેષિલા દિલને પલટવું જોઈશે, નહિતર મેં ધર્મને સ્વીકારી એને શે ભાર માથે રાખે ?'
તાપસે રાજા-રાણીને ઉદાર દિલે શોધવા નીકળી પડ્યા છે, ત્યાં એક વૃદ્ધ તાપસને જંગલના ઊંડાણમાં હરિષેણ તાપસ જતા દેખાયા. તરત પાસે જઈ એમને કહે છે, “મહાનુભાવ! આ તમે શું કર્યું ? કેમ એકાએક ચાલી ગયા?” ત્યાં હરિ પેણ એ તાપસને વાત કરી કે “તપવનમાં તાપસપણે રહેવા આવતા પહેલાં રાણી ગર્ભવતી બનેલી, પરંતુ તપોવનના સંયમ-જીવનમાં આવવાના અંતરાયના ભયથી એ વાત એણે છૂપાવી રાખેલી, છતાં આ વસ્તુના અજાણ બીજાઓ હવે ગભ પ્રગટ થયે દેખી અહીં તપોવનના જીવન પર શંકા ખાય. એ શરમથી અમારે ગુપ્તવાસ લેવું પડે.”
વૃદ્ધ તાપસ કહે છે, “અહો ! એમાં તમારે શરમાવાનું શાનું હોય? તાપસ મેટા મનવાળા હોય છે એ કાંઈ તમને ગુનેગાર સમજે નહિ. માટે વિના સંકેચ ચાલે તપોવનમાં એમ બહુ આગ્રહ કરીને બંનેને એ તપવનમાં લઈ ગયે.
આ સંસારની અનિત્ય ઘટમાળ દેખો-કે ભલે હરિષણને આ એક આપદા ટળી, પણ હવે બીજી આપદામાં ફસાય છે.
Page #126
--------------------------------------------------------------------------
________________
૧૭ ઋષિદત્તાના જન્મ
રાણીએ ક્રમશઃ નવ મહિના પૂરા કરી એક બાળકીને જન્મ આપ્યા, પણ પેતે પ્રસૂતિની વેદનાથી મૃત્યુ પામી, એટલે હવે બાળકીને ઉછેરવાનેા ભાર હરિષેણ તાપસના માથે આળ્યે. જુએ કની વિટંબણા ! ઘરના અન્યા વનમાં ગયા તો વનમાં લાગી આગ. જનમ આપતાં જ દીકરીની મા મરી પરવારી.
સંસારના ભાવા અનિત્ય, નાશવંતા છે, એમાં શા રાગ કરવા ?” એ હિસાબે રાજાને બૈરાગ્ય જન્મેલા અને તેથી રાજ્યપાટ છેડી વાનપ્રસ્થ જીવન સ્વીકારેલું, એટલે હવે અહીં રાણીના વિયેાગ પર દુઃખ કરવાનું હતું નહિ, કિન્તુ બાળકીને કયાં મૂકી આવે ? એક જીવ તરીકે એના પર દયા હાય, એટલે આ સ્થિતિમાં એની ઉપેક્ષા ન કરાય, એને તરાડાય નહિ.
હરિષેણુ બાળકીને કાળજીથી ઉછેરે છે. એ અહી’ ઋષિ આશ્રમમાં જન્મી તેથી એનુ' નામ ઋષિદત્તા રાખવામાં આવ્યુ. પછી તે સહેજ મેાટી થતાં હવે ખીજા તાપસાને રાગાદિ કરા
વા દ્વારા આરાધનામાં અંતરાયભૂત ન થાય એ માટે હરિષેણુ એને લઈને જુદા સ્થાને જઇને રહે છે. હરિષેણુ પેાતે તા સમજે છે, પરંતુ બીજા તાપસેા પણ આ વસ્તુ સમજે છે, એટલે હવે એને આ તપાવનમાં સાથે રાખવાના આગ્રહ કરવા છોડી દે છે.
રાગાદિના નિમિત્તોથી આઘા રહેાઃ
સાધક આત્માને આ સાવધાની જોઈએ કે
Page #127
--------------------------------------------------------------------------
________________
૧૧૨
રાગાદિન નિમિત્તથી આઘો રહું,” પણ બેપરવાઈ ને જોઇએ કે “મને નિમિત્તે શું કરવાના હતા?”
નિમિત્ત સેવતાં તે ભલભલા ડૂખ્યા. વિશ્વામિત્ર ષિને મેનકા અપ્સરાના નૃત્યનું નિમિત્ત મળ્યું, એમાં બેપરવાઈ કરવા ગયા કે “મને તપોનિષ્ટને આ નિમિત્તે શું કરવાનું હતું ? ? તે અંતે એનામાં લેભાયા અને પડયા. આજની દુનિયામાં જુએ છે ને કે પ્રભક નિમિત્ત બહ વધી જતાં એ સેવવામાં પડેલી પ્રજા કેવી પાયમાલીના પંથે પડી છે? પવિત્ર રહેવું છે? તે ભૂલે ચૂકે ચિત્રપટદર્શન, નવલિકાવાંચન, પરસ્ત્રીદર્શન વગેરે નિમિત્તો સેવતા નહિ.
આજના વિષયરસભર્યા છાપાં વાંચી કરા-છોકરીઓનાં માનસ અને વર્તાવ કેવા બની ગયા છે ? આજની છોકરીઓને પિતાના શીલની વિશેષ ચિંતા રહે છે? કે પિતાના અંગે પાંગ અને હાવભાવ દેખાડવાની ? આજના છોકરાઓને ગુણસમૃદ્ધિના વિચાર ચાલે છે? કે ધનસમૃદ્ધિના ? આજે છાપાં અને લેકવર્તાવે દાટ વાળ્યો છે. બીજાના દેખાદેખી નવા નવા આત્મા પતન પામતા જાય છે, બગડતા જાય છે. નિમિત્ત બળવાન છે. તાપસે તપવનમાં વિદત્તાનાં વારંવારના દર્શનને પતનનું નિમિત્ત માની એને લઈને રાજાતાપસને અહીં જ રહેવા માટે આગ્રહ નથી કરતા.
રાજા હરિણ-તાપસ કન્યા રાષિદત્તાને લઈ જઈ જંગલના ગુપ્ત ભાગમાં રહે છે. પણ હવે કન્યા ઉંમરે વધતાં એનું સૌંદર્ય ખીલી ઊઠયું છે. તેથી મોટો ભય છે કે “કેઈ વનચર માણસ એને જોઈ જતાં એના પર ઉપદ્રવ
Page #128
--------------------------------------------------------------------------
________________
૧૧૩
કરે તે?” એટલે કન્યાની રક્ષા ખાતર હરિષણે એને એવું વનસ્પતિઓનું અંજન આપી મૂક્યું છે કે એવા પરજન દેખાઈ જતાં પિતે એ આંખમાં આંજીને અદશ્ય બની શકે. કથાનું અનુસંધાન –
વાત ચાલી છે કનકરથ રાજકુમારની. એ પિતાના આગ્રહે રુકિમણી રાજકન્યાને પરણવા જઈ રહ્યો છે, એમાં એને જંગલમાં રૂપાળી કન્યા દેખાઈ પણ પાછી તરત એ અદશ્ય થઈ ગઈ. ત્યાં વળી એમાં જિનમંદિર જોવા મળ્યું, તે નાહી-ધોઈ રાજકુમાર પ્રભુની પૂજા નિમિત્તે મંદિરમાં ગયે. ત્યાં એક તાપસ અને પિલી કન્યા દેખાયા! બહાર આવી તાપસને “આપ કેણ છે? અને અહીં જગલમાં આ કન્યા કેણ?” એમ પૂછતાં, તાપસે હરિણ રાજાનો પ્રસંગ કહેવા માંડે છે તે હવે અહીં સુધી એની હકીક્ત કહી. હવે રાજ પુત્રને કહે છે -
“જે ભાગ્યવાન ! એ હરિષણ તાપસ હું પોતે જ અને આ ત્રિષિદત્તા મારી કન્યા છે. તમારા માણસોને અને તમને એ દેખાયા પછી તરત અદશ્ય થયેલી તે અંજનના પ્રતાપે.અજાણ્યા માણસ તરફથી શીલ પર આપત્તિનો પ્રસંગ ન આવે એ માટે કન્યાને અહીં અદશ્ય થવા સિવાય બીજો ઉપાય છે?” તાપસને કુમારને વૈરાગ્ય અંગે સંવાદ -
રાજપુત્ર કનકરથ તાપસને આ અધિકાર સાંભળી દિડ્રમૂઢ થઈ ગયે. હરિપેણ તાપસના અદ્દભુત જીવન પર , ઓવારી ગયે કહે છે, “ધન્ય તમારે અવતાર ! ધન્ય તમારું
Page #129
--------------------------------------------------------------------------
________________
૧૧૪ ચરિત્ર ! અહો! સુખદ સંગમાં પણ કે જવલન્ત વૈરાગ્ય? હૈ પ્રભુ! તે પછી અમને કેમ વૈરાગ્ય નહિ થતું હોય ?
મહાન તાપસ કહે છે, “મહાનુભાવ ! આ તમને વૈરાગ્યનું ચરિત્ર સાંભળવું ગમ્યું, એના પર તમે એવારી ગયા એ તમારી પણ વૈરાગ્યદશા સૂચવે છે. વૈરાગ્યના પ્રસંગ સાંભળતાં કયાંય તમને અજુગતું લાગ્યું ખરું કે આવું કેમ મનાય? કેમ કરાય ? ના, ઉલટું મન થયું, આતડાદ થયો ! એ સૂચવે છે કે તમને પણ સંસારના સંગો રાગ-મમતા–આકર્ષણ કરવા જેવા લાગતા નથી. બસ, એ જ તમારી વૈરાગ્યદશા સૂચવે છે.” અંતરમાં વૈરાગ્યદશાવિના વૈરાગ્યની વાત ગમે નહિ
કુમાર કહે - તે પ્રભુ! અમારાથી કેમ આવા દુઃખદ સંસાર-સંગો છૂટતા નથી ? ”
તાપસ કહે છે, “એ માટે વિશિષ્ટ વીલ્લાસ જોઈએ છે. વૈરાગ્ય ટકાવી રાખવાથી એક દિવસ એ જરૂર પ્રગટ થશે એવી શ્રદ્ધા રાખવી જરૂરી છે. સાથે વૈરાગ્યવાળા ત્યાગી પવિત્ર પુરુષના સમાગમ સાધતા રહેવું. એથી ત્યાગનું જરૂરી આંતરિક બળ-વીર્ય–સત્વ વધતું રહેશે.”
સવ વિના સ્વેચ્છાએ વિષયત્યાગ નહિ –
જુઓ ખૂબી ! આટલી બધી વાતચીતમાં રૂપવતી કન્યા ઋષિદત્તા ત્યાં ઊભી છે. છતાં રાજકુમાર કનકનું મન એનાં પર જતું જ નથી. જે મનમાં ય એ નહિ, તે પછી એનાં દર્શનની કે એના અંગેની કશી આગળ વાત-ચીતની વાતે ય શી? કુમારની આ સાત્વિક પ્રકૃતિ સૂચવે છે. સામે
Page #130
--------------------------------------------------------------------------
________________
૧૧૫
ગમતા વિષય આવે એ વખતે સત્ત્વ હોય તો જ એને સ્વેચ્છાએ ત્યાગ થાય. સત્ત્વહીન જીવા અહીં ટકી શકતા નથી. અવસર મળ્યે પરણેલી પરસ્ત્રીને જોવામાં ય લાગી જાય, તે પછી અ-પરિણિત એક કન્યા પર આંખા મારવાનું ચૂકે? તે હવે આવું કેમ કરશેા, ’ એમ પૂછ્યા વિના રહે?
.6
૧૮. સત્ત્વના ઉપાય
પ્ર૦- એવી સત્ત્વહીનતા કેમ મીટે ? ઉ॰-પ્રશ્ન મજેના; પરંતુ અંતરમાં એસત્ત્વહીનતા ખટકી રહી છે અને એને કાઢી સત્ત્વ પ્રગટાવવુ છે માટે પૂછે છે? ભૂલતા નહિ, માત્ર જાણવા ખાતર પૂછતા હેશે। તે જાણ્યા પછી અહીં થી કશે। નિર્ધાર લઈ ને નિહ જાએ. આજે એવા ખાલી ખાલી જાણવા માટે પ્રશ્ન પૂછનારા ઘણા જોવામાં આવે છે. એટલે તે સારું સમાધાન મળ્યા પછી પણ જરાક પેલું સમાધાન જાણે ગળે ઊતર્યુ નથી તે પાછા ઉંડુ કરે છે! પાછા એવા જ પ્રશ્ન ખીજા શબ્દોમાં કરતા રહે છે; તેમજ અહીંથી ગયા પછી એમના પૂર્વ માનસમાં કશે ફેરફાર દેખાતો નથી. માટે પ્રશ્ન કરવા તે સાચું સમાધાન ગ્રહણ કરી દિલમાં તે જીવનમાં ઉતારવા સારુ હોવા જોઈએ. અસ્તુ.
..
પરસ્ત્રીદર્શનની સત્ત્વહીનતા કેમ સીટે ? •
આ પ્રશ્નનું સમાધાન આ છે કે
(૧) પહેલુ તે, એ સત્ત્વહીનતા મનને ખટકવી જોઇએ કે ‘અરે! હું આ કેવેા મુડદાલ કે મારી જ આંખને
Page #131
--------------------------------------------------------------------------
________________
૧૧૬
મારા કબજામાં નથી રાખી શકો? કામ કશું સરતું નથી, ઉલટું પાછળથી ચિત્ત બળતરામાં પડે છે. છતાં મારી આ ઘેલછા? આ મુડદાલગીરી? કેટલા કાળ માટે? જીવવાનું છે કેટલું થોડું ? એમાં આ જનમ-જનમ ચાલે એવા કુસંસ્કારના થેક ઊભા કરનારા આંખના નાચ શા સારુ?”. એમ મનને ભારે ખટકે થાય. એવું બીજી પણ સત્વહીનતા માટે,
(૨) આ ખટકે થયા કરે એના પર હવે બીજા પગથિયા તરીકે આંખ વગેરેના સંયમ માટે પૂર્વના મહાપુના અને સતીઓનાં જીવનપ્રસંગો વારંવાર વિચારતા રહેવાય. એ વિચારતાં મનને એમ થાય કે, “એમણે જ્યારે વિકટમાં વિકટ સંગો આવી પડવા છતાં, અથવા મહાપ્રભને ઊભા થવા છતાં, શીલ–સદાચાર–સન્માર્ગની મર્યાદાઓથી લેશમાત્ર પણ ચલિત ન થવાના સત્ત્વ દાખવ્યાં, તે હું સામાન્ય પ્રસંગે કે પ્રલોભનેમાં બચવા કેમ એવું સત્ત્વ ન કેળવું ?” .....આવા વિચારથી સવહીનતા કપાતી આવે, સત્વ પ્રગટાવતા રહેવાય.
જુઓ શ્રીમહાવીર ભગવાન, શાલિભદ્ર, જંબૂકુમાર સનસ્કુમાર ચકવત, સીતાજી, ચંદનબાળ વગેરેના સત્ત્વના દાખલા કયાં ઓછા છે? એમણે કેવા સંગમાં પણ કેવા મહાસંયમ અને કેવી ધીરતા–પ્રસન્નતા-સહિષ્ણુતા રાખેલી? ચિત્તમાં આનાં વારંવાર મનન સાથે મંથન ચાલ્યા કરે તો શું આપણા અંતરમાં છૂપાયેલ સર્વ જરાય સળવળે નહિ? બહાર પ્રગટ થાય નહિ? પરંતુ વાત એ છે કે મનમાં
Page #132
--------------------------------------------------------------------------
________________
૧૧૭
ખીજા ડાચરા ચલાવ્યા કરવા હાય પણ મહાપુરુષોનાં સત્ત્વભર્યાં પ્રસંગે નહિ તે પછી સત્ત્વ કયાંથી પ્રગટે?
(૩) સત્ત્વ કેળવવા માટે વળી એક આ ઉપાય છે કે જગતની કેટલીક વસ્તુ સામે જોવું કે એ મહાઆપત્તિમાં પણ કેવું સત્ત્વ દાખવે છે! દા. ત. ચંદનને ગમે તેટલું ઘસા એ શીતલતા જ આપે. એને ગમે તેટલું ખાળે એ સુવાસ જ પ્રસરાવે. ફૂલને ગમે તેટલું ચાળી નાખેા એ સુગંધિથી જ હાથને વાસિત કરે. સાનાને કસેાટી પર ઘસે તે ચ ચળકાટ જ, છીણીથી કાપેા ત ય એ જ, ને અગ્નિમાં ગમે તેટલું તપાવેા તા પણ વધુ ને વધુ ચળકાટ જ દેખાડે છે. રત્નને ગમે તેટલું ઘસેા છતાં એ તેજ જ બતાવે છે.
ત્યારે વિચારવું જોઇએ કે આવા એકેન્દ્રિય ફૂલ-સાનુંરત્ન—ચન જેવા જીવ પણ જો ગુણ જ બતાવવાનું સત્ત્વ ધરાવે છે, તે પછી હું પંચેન્દ્રિય માનવ સત્ત્વને ન કેળવું ? (૪) સત્ત્વ કેળવવા વળી આ જુએ કે જીવની વડાઇ શેમાં ? સત્ત્વહીન બન્યા રહી કરમાવામાં ને કાળે પડવામાં ? કે પ્રફુલ્રિત અને ઉજજવળ રહેવામાં? જરાક-શી વાતમાં ક્રોધથી ધમધમવામાં? કે મન શાંત રાખી ક્ષમાની ઉદારતા દાખવવામાં ? શેલા કયાં ? એક જરા રૂપાળી ભિખારણ સામે આવી એના પર આંખા વળગાડી દેવામાં? કે મેાટી ઇંદ્રાણી આવે છતાં એના પર સહેજ મટકુ ય ન મારવામાં? આત્માનાં સૌ ય અને ઉત્તમતા શામાં એ ઇંદ્રિયા તથા મન પર સંયમ કેળવી ભલભલા પણ વિષયાથી વિમુખ રહેવાનું સત્ત્વ દાખવવામાં છે.
Page #133
--------------------------------------------------------------------------
________________
૧૧૮
બેલે, સસરે દીકરાઓની વહુઓ સામે જોયા કરે એમાં શેભે ? કે સામે સહેજ પણ આંખ ન લઈ જાય એમાં શેભે? શોભા શામાં કુટુંબને વડેરે ઘી-દૂધમાલ પિતાનાં ભાણે ભરે એમાં ? કે કુટુંબનાં ભાણે ભરે એમાં ? જરાક જરાકમાં નાનડિયા પર રોષરેફ કરે એમાં ? કે એમની ભૂલભાલ ખમી લઈએમના હેત-સભાવ વધારે એમાં ? સજને અને મહાત્માઓ કેમ પૂજાય છે? સ્ત્રીઓ સામે નજરે નાખે એથી? કે મોટું નીચું કરી દઈ લેશ પણ મટકું ન મારે એથી? કોધી અભિમાની બને એથી ? કે શાંત ક્ષમાશીલ અને નમ્ર-મૃદુ બને એથી ?
શેભા-પૂજા-વડાઈ ગુણેનાં કેળવવામાં છે, પણ નહિ કે દેશે પોષનારી નિઃસર્વતા રાખવામાં.
અનંતા જનમ એવી નિસત્ત્વ-મુડદાલ સ્થિતિ રાખી રાખી દેષ-દુષ્કૃત્ય-દુર્ભા પિળે રાખ્યા; તે શું અહીં પણ એ જ ચાલુ રાખવાનું ? સર્વ કેળવવાનો આ મહાન જનમ મળે છે, તો હવે સત્ત્વ જ કેળવું – આ નિર્ધાર થાય, તે સત્ત્વ કેળવાય.
કનકરને સત્ત્વ જાળવવાને પ્રયત્ન છે. તેથી કન્યાની સામે ન જોતાં કે એના અંગે કશું ન પૂછતાં તાપસને વૈરાગ્ય અને ત્યાગનું પૂછે છે. ષિના ખુલાસા પર રાજકુમાર કનકરથના સમાજમાં આવી ગયું કે “સંસાર પર વૈરાગ્ય થયા પછી વિશિષ્ટ વીર્ય સત્ત્વ ફેરવવામાં આવે તો જ સંસારને ત્યાગ થઈ શકે.”
Page #134
--------------------------------------------------------------------------
________________
૧૯. રષિદત્તાનું લગ્ન કુમારને તાપસ કન્યા સ્વીકારવા કહે છે –
હરિષણ તાપસને ચિંતા છે કન્યાની કે,–“હવે ઉંમરમાં આવેલી એને કયાં વરાવવી?” એમાં અહીં પહેલાં આ રાજકુમારને સારો પરિચય મેળવ્યું છે, તેથી તે એને બધી વાત કરી. તેમજ વિશેષમાં એના વિવેકભર્યા બેલ સાંભળ્યા એટલે તાપસન મનને એમ થાય છે કે, કન્યાને ક્યાંક દેવાની તે છે જ, તે સહેજે સહેજે અહીં મળી ગયેલ આવા વિવેકી સગુણી અને સુગ્ય રાજકુમારને જ કાં ન દેવી ? દઈ દઉં એટલે મારા માથેથી આ ભાર ઊતરી જાય.”
એમ વિચારીને રાજકુમારને કહે, “કુમાર ! તમે અમારા મેમાન બન્યા છે, તેથી મેમાનની ભક્તિ કરવા માટે આ કન્યા તમને દેવા ઈચ્છું છું. મને વિશ્વાસ છે કે તમે એ સ્વીકારી લેશે; ન નહિ પડે.”
યુવાનીના રંગ જુદા છે. કુમાર રુકિમણીને પરણવા નીકળે છે અને આ માગણ પર હવે કન્યા તરફ જવાનું થાય છે, અને જોતાં ચિત્તમાં એના તરફ રાગ ઊછળે છે. ઋષિ–કન્યાને પણ પિતાની માગણી સાંભળતાં અને કુમાર પર દૃષ્ટિ પડતાં એક બાજુ રાગનું આકર્ષણ ઊભું થાય છે, અને પિતાના બેલ પર બીજી બાજુ લજજાથી એનું મુખ નીચું નમી પડે છે.
રાજકુમાર કનકરી જુએ છે કે “પિતાને આગ્રહ
Page #135
--------------------------------------------------------------------------
________________
૧૨૦
મૂળ તે કન્યા પરણી લેવાના છે, પછી ચાહ્ય એ રુકિમણી હા, કે ઋષિદ્વત્તા. એમાં રુકિમણીના હજી કાંઇ અનુભવ મળ્યા નથી, તે અહીં આ મહાન તાપસ હરિષણની હકીક્ત સાંભળતાં આ કન્યા નિર્દોષ અને કેઈ પુરૂષના સંપર્ક માં નહિ આવેલી લાગે છે. તે એને જ કેમ ન સ્વીકારી લેવી ?’ એમ વિચારીને તાપસને કહે,–જેવી તમારી આજ્ઞા.’ કન્યા સાથે લગ્ન :
ખસ, ત્યાં ઋષદત્તાને કનકરથ સાથે બહુ ઉલ્લાસથી પરણાવવામાં આવે છે. કનકરથ રાજપુત્ર તાપસના આગ્રહથી પછી ત્યાં કેટલાક દિવસ રાકાય છે.
હવે કુમાર તાપસને કહે, ‘તાત ! હવે કૃપા કરીને મને રજા આપે! હું મારા પિતાજીના ચરણમાં પહાંચી જાઉ. ’ રાષિ` હરિષેણ આ સાંભળીને ગદ્ગદ્ સ્વરે કહે છે કન્યા અંગે માપ તાપસની ભલામણુ :
'
જુએ કુમાર ! મારે હવે કાય પતી ગયું છે. તમારા જેવા જમાઈ ને પામી હું કૃતકૃત્ય બની ગયા છું તેથી હવે તમને વધુ રોકી શકતા નથી. પરંતુ મારી આ તમને ખાસ ભલામણ છે કે તમે આ કન્યા તરફ ખુબ રહેમ નજર રાખજો. કન્યા વનમાં જન્મીને વનમાં જ ઊછરી છે, તેથી એ મુગ્ધ છે, ભાળી છે, શહેરી વાતાવરણ એણે જોયુ' નથી, તેથી આંટીઘુ'ટીએ એ કશી જાણતી નથી. માટે તમે એને ખરાખર સભાળો; એની ભૂલભાલ ઉપર ઉદાર દિલ રાખી એને સમજાવી લેશે. મેટા રાજકુળની કેઈ
Page #136
--------------------------------------------------------------------------
________________
૧૨૧ અણધારી અનિષ્ટ ખટપટ ઊભી થાય એને ભેગ એને બનવા દેતા નહિ.”
તમે તો કુમાર ! કાલે રાજા થશે, એટલે જગતના આધાર થશે. તેથી જેને પોતાના કર્યા, એના પર તમે વાત્સલ્ય-ભાવને જ ધરનારા બનજે. વિશેષ તમને શું કહેવું ? આ બાળાને અપમાન-અવગણનાનું પાત્ર ન બનાવશે. તમોને મહા ગુણસંપન્ન તરીકે જોયા છે, માટેજ આ વનવાસી પણ કન્યા તમને સેંપી છે. તમારા જેવા ગુણનિધિના સંપર્કથી આ પણ ગુણવતી બનશે. ચંદનના વનમાં ચંદનની સુવાસના સંપર્કથી પાસેને લીમડે પણ, ચંદન જેવી સુવાસવાળ બની જાય છે. હરણની ઘૂંટીમાં પેઠેલી ધૂળ પણ કસ્તુરીની સુવાસને પકડે છે. તેથી તમારા સંપર્ક કન્યા ગુણસમૃદ્ધ થાઓ. તમે એને બરાબર સંભાળજે એમ હું ઈચ્છું છું.”
રાજર્ષિથી કહેવાયેલી અમૃતસમી વાણી, અને તે યુક્તિયુક્ત વાત્સલ્યભરી તેમજ ગદ્ગદ્ સ્વરે કહેવાયેલી, એણે કુમારના દિલને વીંધી નાખ્યું. આંખ આંસુથી ભરાઈ ગઈ. ઋષિદત્તા પ્રત્યે જબરદસ્ત લાગણું ઊભરાઈ ગઈ. મનને થયું કે “આવું અનહદ પ્રેમ સાથે પાલન મારા પ્રાણુના ભેગે પણ કરવું જ જોઈશે; નહિતર હું વિશ્વાસઘાતી અને નિર્દય ઠરું !”
પ્રસંગ પ્રસંગને માન હોય છે. પુત્રી અને જમાઈ બંનેના વિદાય વખતને પ્રસંગ જ વિશિષ્ટ હોય છે. એના હિસાબે પણ રાજર્ષિની વાણી ભારે અસર કરી જાય છે.
Page #137
--------------------------------------------------------------------------
________________
૨૦ શબ્દને ચમત્કારઃ મહાદાનને ઉપાય
માત્ર, પ્રસંગે ઉચિત બેલતાં આવડવું જોઈએ નહિતર વિવાહની વરસી થાય.
જીવનમાં આપણને અનેક પ્રસંગને લાભ મળે છે; પણ જે એવા પ્રસંગને વધાવી લઈ ઉચિત વિવેકભર્યો વેણ કાઢીએ તે સોના સવાસ થાય; ને એ ન આવડે તો સેના સાઠ થાય !
માણસના અવસરચિત બેલ પરથી એની ઊંચી કિંમત થાય છે. વચન અનુચિત કાઢે કે ઉચિત કાઢે,
એમાં કશો ખર્ચ લાગતું નથી કે શ્રમવિશેષ પડતું નથી. ” તે પછી જશ શું કામ ન લે? ઉચિત વિવેકભર્યા મુલાયમ વેણથી સામાના દિલ કેમ ન જીતવા?
કડવા બેલમાં કેવી ઘેલછા? જીવની આ ઘેલી માન્યતા છે કે “હું ચડભડિયા બોલ ન બેલું, તડાક ને ભડાક જેવાં વેણ ન સંભળાવી દઉં, તો નુકસાન થઈ જાય.” એમાં તો લક કહે છે જવા દે એ ભાઈની વાત એની તે મિજાસી પ્રકૃતિ ને કુહાડા જેવી જીભ છે, એક ઘા ને બે ટુકડા કરે એવી !' એવી જીભને શું લાભ? નુકશાન તે પુણ્ય હોય તે કશું થતું નથી. ઊલટું, કડવી યા અવિવેકી જીભથી સામાને નેહસદભાવ જીવનભર ગુમાવવાનું મોટું નુકસાન ઊભું થાય છે.
ચીજનાં નુકસાન કરતાં પ્રેમનાં નુકસાન મેટાં ચીજવસ્તુ એ કેઈ જીવનભરની બાબત નથી; ત્યારે
Page #138
--------------------------------------------------------------------------
________________
૧૨૩
જેની સાથે જિંદગી કાઢવી છે એના નેહ-સદ્દભાવ ટક્યા રહે એ જીવનભરની ઉપયેગી બાબત છે. તો કોણ એ મુખે હોય કે કામચલાઉ ચીજને સુધારવા જીવનભરની ચીજને નંદી કાઢે ? માટે શાણા થાઓ, સમજદાર બને, જીભને અવિવેક-અનુચિતતા-ઉદ્ધતાઈ-કર્કશતા વગેરેથી બચાવી લે. જીભ પર મધપુડો મૂકી દો જેથી એમાંથી મધ જ મધ ઝર્યા કરે. બસ, પછી પ્રસંગે પ્રસંગે મધ જેવાં મીઠાં વેણ ઝરવાથી વિરોધીને પણ વહાલા લાગશે તે સગા-સ્નેહીના તો તમારા પર હેત વરસે એમાં નવાઈ શી? સીતાના ચમત્કારિક બોલ :
ચોગ્ય શબ્દ તે ચમત્કાર છે. ટ્રેષની આગ પર હિમની વર્ષા કરે, શેકના હૃદય પર ચંદનરસના વિલેપન કરે ! બ્રાન્ત માન્યતાના અંધકારને નષ્ટ કરી દે! અનંત, કાળની મહમૂઢતાને ઉડાવી દે ! જુઓ -
સીતાજીને માટે રામચંદ્રજીને લાગ્યું કે “લેક કહે છે કે એ રાવણને ત્યાં રહી આવેલા માટે રામચંદ્રજી જેવા મહાન રાજાએ ઘરમાં ન રખાય, તે પછી મારે એક સારા રાજા તરીકે એમને રાખવા નહિ. જોઈએ,’ એમ વિચારીને એમને જંગલમાં મૂકાવી દીધા. પરંતુ મૂકવા જનાર સેનાપતિએ સીતાજીને વનમાં છોડી એમની પાસે સ્વામીને કહેવાને સંદેશે મા, તે મહાસતીએ કહ્યું – સ્વામીને કહે છે કે લેકનાં વચનથી તમે મને છેડી તે ભલે, પરંતુ કાલે ઊઠીને લોક તમારા જૈન ધર્મની નિંદા કરી એ છોડવાનું કહે, તે
Page #139
--------------------------------------------------------------------------
________________
૧૪
પણ તમે એને છોડતા નહિ, કેમકે મારો ત્યાગ કરવાથી તમને મારા કરતાં સારી પત્ની નહિ મળે એમ નહિ, મળશે, અને એથી તમારે મેક્ષ અટકે જ એવું નથી. મેક્ષમાર્ગે ચડી જવાથી મેક્ષ પણ થશે. કિન્તુ વીતરાગને જૈન ધર્મ છોડી દેવાથી એનાથી સવા તે શું, એની હળને ય ધર્મ નહિ મળે, અને જે મળશે એ સરાગીને ધર્મ મળશે, એમાં તમને સાચે મેક્ષમાર્ગ નહિ મળે, અને એથી તમારે મોક્ષ અચૂક અટકી જશે.”
સીતાજીના આ શબ્દ જ્યારે રામચંદ્રજીએ સાંભળ્યા ત્યારે એણે ચમત્કાર સરો, સાંભળતાં જ રામ મૂચ્છિત થઈ ગયા, અને ભાનમાં આવતાં જ કહે “અરે ! મેં આવા મહાન દિવ્ય દિલવાળી અને સુબુદ્ધ મહાસતીને અજ્ઞાન મૂઢ લેકના બેલથી જંગલમાં છોડાવી ? આ મારી કેવી મૂર્ખતા? કેવી નિર્દયતા?” પછી તેના પતિને કહે “ચાલ જલ્દી રથ ત્યાં લઈ લે, આપણે મહાસતીને પાછી લઈ આવીએ.” શબ્દ શું કામ કરે છે? રામના હૈયાને સીતાના શબ્દોએ પલાળી નાખ્યું, અજ્ઞાન મૂઢ લોકનાં વચન પર મદાર બાંધવાનું મૂકાવી દીધું.
અલબત્ રામ જંગલમાં શોધવા ગયા, પણ સીતાજી મળ્યા નહિ, ત્યારે એમને પારાવાર શેક સાથે પસ્તાવો થયે. વર્ષો પછી લવણ-અંકુશ બહાર પડી રામચંદ્રજી તથા લક્ષ્મણજી સામે સચોટ લડાઈ આપતાં, જ્યારે રામને એમની ઓળખાણ પડી અને સીતાજી મળ્યા, તેમ જ એમની પાસે
Page #140
--------------------------------------------------------------------------
________________
૧૨૫
અગ્નિનું દિવ્ય કરાવતાં એ એમાં ક્ષેમકુશળ પાસ થયા ત્યારે પિતાના અપકૃત્યથી ભારે દિલવાળા રામ સીતાને કહે છે –
દેવી ! મારા લીધે તમારે આટલું બધું કષ્ટ પડયું તેનું મને બહુ દુઃખ થાય છે, ક્ષમા કરજે.”
સીતા રામથી જ બચાવ માને છે –
એ વખતે જુઓ સીતાજી શબ્દને ચમત્કાર કે સરજે છે ! એ કહે છે,–“નાથ ! આ શું બોલે છે ? તમારાથી મને કષ્ટ ? ના, ના, તમારાથી મને કષ્ટ નહિ, કિન્તુ જબરદસ્ત બચાવ મળેલ છે. જુઓ (૧) તમે જ મારા દિલમાં હતા અને બીજે કઈ પુરુષ નહિ, તેથી જ મને ભરજંગલમાં ધર્મને ભાઈ મળે અને એણે આશ્રય આપતાં સુખે સુખે આ તમારાં બે રત્નનો જન્મ થયો અને એ ઊછરી મોટા થઈ ગયા.
(૨) એમ, નાથ ! તમે જ મારા દિલમાં હતા પણ અન્ય કઈ પુરુષ નહિ તેથી જ આ અગ્નિની ખાઈ પાણીનું સરવર બની ગઈ તમારા બદલે જે બીજે પુરુષ મારા દિલમાં હોત તો શું એની મજાલ હતી કે એ અગ્નિને પાણી બનાવી દે ? એ તો આપ જ દિલમાં હતા એટલે આમ બન્યું. માટે આપનાથી તે મને કષ્ટ નહિ, પણ ભારે બચાવ મળેલ છે ! પછી આપને શાનું દુઃખ કરવાનું હોય ? કે શેની ક્ષમા માગવાની હોય ? આપ તો મારા ઉપકારી છે.”
શબ્દને ચમત્કાર કે? સીતાજીના આ શબ્દોએ રામચંદ્રજીના દિલને શેક મિટાવી ભારે દિલને ફેરું
Page #141
--------------------------------------------------------------------------
________________
૧૨૬
ફલ કરી દીધું. રામને સીતા પર અનહદ સદૂભાવ વધી ગ; એટલે બધે કે સીતાજીને તે સંસાર ત્યજી દીક્ષા લેવી છે, પણ રામ આવા ઉચ્ચ નારીરત્નને વિયેગ સહવા તૈયાર નથી. સદ્દગુણે આકર્ષણ તે કરે છે, પરંતુ સમયેચિત વિશિષ્ટ શબ્દો આકર્ષણને ભારે વધારી દે છે.
આભટ એ રાજા કુમારપાળના એક મહાન મંત્રી એમણે રાજાની આજ્ઞાથી એક અનાડી દુશમનને જીતી એનું રાજ્ય અને ઘણી સંપત્તિ રાજાના કબજે લાવી મૂકેલી ત્યારે કુમારપાળે આદ્મભટ્ટને કેટલાય હાથી ઘડા અને લાખ રૂપિયાનું ઈનામ આપ્યું. એ લઈને આદ્મભટ્ટ ઘર પર જાય છે, પરંતુ વચમાં કેઈ યાચક દાન માગનાર મળ્યા બોલે; આમાંથી ધન છૂટે? છૂટે તે કેટલું છૂટે? આમ્રભટ્ટ ઘેર પહોંચતાં સુધીમાં બધું જ ઈનામ દાનમાં દઈ દે છે !! શી રીતે એટલું બધું હાથથી છૂટયું ?
મહાદાનનું એક કારણ સ્વભાવ, અમાપ સંગ્રહના સ્વભાવની જેમ અમાપ દાનનો સ્વભાવ :
આદ્મભટ્ટના હાથે એટલું બધું અઢળક ધન દાનમાં છૂટવાનું- (૧) પહેલું કારણ તો એમનામાં મહાન દાનસ્વભાવ હતે. આજે કેટલાયને પૈસા ભેગા કરવાને સ્વભાવ હોય છે ને? કેટલાયને સંઘરી રાખવાને સ્વભાવ હોય છે ને? તે કેટલું ભેગું કરે છે, ને કેટલું સંઘરી રાખે છે? કહે, એનું માપ નહિ. બસ એ જ રીતે દાનરુચિવાળા છોને દાન દેવાને જ સ્વભાવ એ હોય છે કે ત્યાં પછી છે એમાંથી કેટલું દેવું એનું માપ નથી હોતું.
Page #142
--------------------------------------------------------------------------
________________
૧૨૭
કૃપણ માણસ આ સ્વભાવને ન સમજી શકે. જેમકે, સંસારના અતિ આસક્ત માણસે-“શાલિભદ્ર જેવાથી મહાસંપત્તિ અને પરિવાર વગેરે સંસારનો એકીકલમે ત્યાગ શે કરાયે?”—એ નથી સમજી શકતા.
લક્ષ્મી અને વિષયેની અતિ આસક્તિ ચીજ જ એવી છે કે પિતે તે દાન અને ત્યાગ કરવાની તે વાતે ય શી, પરંતુ બીજાઓ દાન અને ત્યાગ કરે એ સમજવાનું પચાવવાનું અને અનુદવાનું પણ એમનું ગજુ નહિ! પછી ઊંચે માનવભવ મળે છતાં એમાંથી એવાને શું કમાઈ જવાનું ? રાખ ને ધૂળ. અતિ આસક્તિના લીધે તે એવા ઘેરા કુસંસ્કારને જશે તથા પાપકર્મોને એ રાશિ કમાઈને જવાનું થાય કે પછી દુર્ગતિના હલકા અવતાર અને એમાં અપરંપાર દુઓમાં કામણ, ઉપરાંત વિષયની અતિ આસક્તિના ઘોર પાપોનું આચરણ જ જોવા મળે. ધન-માલ-પરિવાર અને વિષયેની અતિ આસક્તિ ભૂંડી.
અફસી આટલી જ કે એવા જાલિમ દુઃખદાયી પરિણામને પણ લક્ષમાં ન લેવરાવતાં અતિ આસક્તિ કેટે વળગી રહે છે. જાણે જીવને સ્વભાવ જ એવ! આમ્રભટ્ટને દાન દેવાને સ્વભાવ એની પાસે સહેલાઈથી મહાદાન કરાવી દે છે.
(૨) મહાદાનનું બીજું એ પણ કારણ છે કે યાચકેએ જૈન ધર્મની વાહવાહ ગાવા માંડી હોય તેથી અવસર પર ધર્મની એવી વાહવાહ બેલાવવા માટે છૂટે હાથે દાન દીવ્યે રાખ્યું હોય. કિંમતી શું ? પૈસા કે જૈન ધર્મની વાહવાહ ?
Page #143
--------------------------------------------------------------------------
________________
૧૨૮
ધર્માત્માને મન ધર્મોની જાહોજલાલીની સૌથી વધારે "મત હાય છે, એની આગળ પૈસાની કિંમત નહિ.
ધરણુશાહ પેરવાડ એક રાણકપુરજીનું મંદિર ખંધાવવા પાછળ એ કાળના નવાણુ ક્રોડ રૂપિયા પેાતાના શી રીતે ખર્ચી શકયા હશે ? એમણે જોયુ. કે મને માનવભવની આ મહાન સતિથી માંડીને ધન વગેરે બધાની અઢળક પુણ્યાઈ આપનારા તથા હવે પછીના ભવિષ્યમાં મારા તારણહાર દેવાધિદેવનું વિશિષ્ટ ભવ્યતાવાળુ' મંદિર અધાવવાની આ સેાનેરી તક છે; તે એવું બ ́ધાવી દઉં કે એમાં સેકડા-હજારો વરસની જાડોજલાલી થતી જ રહે; કેઈ લાખા જીવાના ક્લિમાં એ ધર્મનાં બીજ અને ધનું પાષણ કરતું જ રહે !
મરતાં પોતાને તે અવશ્ય મૂકવાની, તથા મૂકેલી પછી બીજાઓના વિષયવિલાસ પાખનારી, ને અસંખ્ય સ્થાવર વગેરે જીવાના કચ્ચરઘાણ કાઢતી રહેનારી લક્ષ્મીના આવા સદુપયાગ ન કરે એ કેવા પામર અને કંગાળ ? તન-મન-ધનના શે! સદુપયોગ
સંસારમાં ભટકતાં જીવને લક્ષ્મી પ્રાપ્ત કરવાની નવાઈ છે ? અનતી વાર એ મળી; નથી મળ્યું. એથી ધની જાહેોજલાલી કરવાનુ. મૂઢ જીવને એ ભાન નથી કે ગેાઝારી લક્ષ્મીએ જ અતિ આસક્તિ તૃષ્ણા મમતા કરાવી કરાવીને જ મને દુર્ગાના ધરામાં એવા ફેંકી દ્વીધા કે ભવાના ભવા સુધી એમાં જ ભટકતા રહ્યો. માટે આ શીખા કે મળેલી તન-મન-ધનની સ`પત્તિથી
-:
Page #144
--------------------------------------------------------------------------
________________
૧૨૯
આપણું પિતાના અને બીજાના આત્મામાં ધર્મની જાહેજલાલી કેમ કરતા રહીએ? પરમાત્માની ભક્તિ, સાધુસાધ્વીની સેવા, સમ્યગૂજ્ઞાનને પ્રચાર, તીર્થયાત્રા, ઉપધાન, ઉઘાપન, વ્રતધારીનાં સન્માન, સાધર્મિક ભક્તિ, તપસ્વીની ભક્તિ, અનુકંપાદાન વગેરેથી એમ ત્યાગ-તપસ્યાથી, વ્રત-નિયમ અને શીલસદાચારોથી તથા ધર્મના અનુષ્ઠાનેથી, અને શુભ ભાવનાઓ તથા ક્ષમા આદિ શુભ ભાવથી તન-મન-ધનને લેખે લગાડી શકાય, ધર્મની જાહોજલાલી કરી શકાય.
આદ્મભટે ધર્મની જાહોજલાલી થવાનું દેવું હોય તેથી મેટા ઈનામની બધી જ રકમ દાનમાં લૂંટાવી દીધી. કહે છે ને “જીવ્યા કરતા જોયું ભલું ?” એમ, “ભેગવ્યા કરતાં દીધું ભલુંનો હિસાબ હોય ત્યાં દેતાં શે આંચકો?
(૩) મહાદાનનું ત્રીજું આ પણ કારણ છે કે લક્ષ્મી ઘરે લઈ ગયેલી મમતાને પોષે, એ કરતાં દાનમાં ઊછળી દીધેલી પાછળથી વારંવાર સુકૃત-અનુમોદનાની અને નિર્મળ યશની કમાણી કરાવે ! આ હિસાબ, આ ધેરણ દાનને સ્વાભાવિક બનાવી દે છે. એ યશ એ કે ભવિષ્યના કાળમાં પણ હજારો-લાખે ને દાનની પ્રેરણા પ્રોત્સાહન આપે.
અસ્તુ. આ પ્રભટ્ટે દાન તે દઈ દીધું પણ વિનિસંતેષિઓએ જઈને રાજા કુમારપાળને ભંભેરણી કરી “મહારાજા આપને ઝાંખા પાડવા માટે આગ્રંભદ્દે ઈર્ષ્યા અને અભિમાનથી આપની બધી ભેટ યાચકેમાં ઊછાળી દીધી ! આપે તે બહુ ઉદારતાથી લાખનું ઇનામ આપ્યું, પણ એના જ પર આમ્રભર
Page #145
--------------------------------------------------------------------------
________________
૧૩૦
આપને ઝાંખા પાડવાના ધધો કર્યાં,કેવી ઈર્ષ્યા ! કેવુ' ગુમાન !” રાજાને ક્ષણભર આંચકા લાગ્યા કે આ શુ' ? એમણે તરત આમ્રભટ્ટને બોલાવ્યા, અને કહ્યું કેમ ભાઈ બધુ ઈનામ દાનમાં દઈ દીધું તે મારા કરતાં ચડિયાતા થવા માટે ?' આમ્રભટ્ટ કહે છે, મહારાજાધિરાજ ! આપનાથી ચડિયાતા તે હું છું જ. આપ છે એક ત્રિભુવનપાલ ડાકારના પુત્ર અને હું છું અઢાર દેશના સમ્રાટ રાજાધિરાજ કુમારપાળને પુત્ર. એવા સમ્રાટના પુત્ર તરીકે મારે આ દાન દેવુ* ઉચિત જ છે; એમાં સમ્રાટની જ શોભા છે.' દઢપ્રહારીને શબ્દના ચમત્કાર :
કેવા શબ્દ ! કુમારપાળ રાજાના હૈયાને એ ચમત્કારિક અસર કી ગયા. મહાન પુરૂષોના જીવનામાં આવા શબ્દના ચમત્કાર ઘણા જોવા મળે. શબ્દના પ્રભાવે જીવનભરના અધકાર ઊલેચાઇ જાય છે.
દૃઢપ્રહારી ઘેાર ચાર હત્યાએ કર્યો પછી પસ્તાયા. હવે જીવવું નકામું લાગે છે તેથી જંગલમાં આપઘાત કરવા માટે દોડી રહ્યો છે. ત્યાં મહાત્મા ભેટડ્યા, મહાત્મા મુનિ કહે છે, કેમ દોડે ?’
દૃઢપ્રહારી કહે ‘મહારાજ ! હું ધાર પાપી છું. આવેશમાં એવી ચાર માટી હત્યા કરી નાખી કે મને લાગે છે કે મારા જેવા પાપાત્મા હવે જીવવા લાયક નથી, માટે આપઘાત કરવા જાઉ છું.'
મહાત્મા કહે, ‘ ભલા આદમી! તે એમ કાંઇ મરી જવાય? તું મરીશ પણ તારાં પાપ કયાંથી મરશે ? અને
Page #146
--------------------------------------------------------------------------
________________
૧૩૧
એ અહીં નહિ મરે તે પરભવમાં તારા ડૂચા કાઢી નાખશે, ઘેર ત્રાસ દેશે ! એ તે અહીં જીવતા રહીને પાપને મારે, તે જ પરભવે નિરાંત.
દઢપ્રહારી પરભવના આ ત્રાસને સાંભળી ચાં, અને કહે છે, “તે શું પ્રભુ! મારા આવા ઘોર પાપને અહીં મારી શકાય?
મહાત્માએ કહ્યું “હા. આ શું? આથી પણ ભયંકર પાપને ય અહિંસા-સંયમ–તપની ઉત્કૃષ્ટ આરાધના દ્વારા નિમૂળ નષ્ટ કરી શકાય.”
દઢ પ્રહારીનું દિલ પલટાઈ ગયું ! અને એ આરાધના માટે તૈયાર થઈ ગયે. ત્યાં જ સંસાર ત્યાગ કરી ચારિત્ર લીધું, અને પ્રતિજ્ઞા કરી કે “જ્યાં મારું પાપ યાદ આવે એ દિવસે આહાર–પાણીને ત્યાગ.” આ પ્રતિજ્ઞા કરી નગરના દરવાજા બહાર કાઉસ્સગ ધ્યાનમાં ઊભા રહેવા માંડયું. હવે કેમ? જે નગરમાં ચાર ઘેર હત્યા કરી હોય, એ નગરના લેક અને જેઈ તિરસ્કાર કરવારૂપે એ પાપ યાદ કરાવ્યા વિના રહે? અરે ! તિરસ્કાર માત્ર શું? એને લાત– લાકડી-ધબ્બો મારનારે ય કેક મળી આવે. થયું, રોજ ઉપવાસ પડે છે. ઉપરથી અપમાન તિરસ્કાર તાડન મળે એ જુદું; છતાં ડરવાની વાત નથી. એમાં એક દરવાજે લેક થાકવું. તે બીજે દરવાજે, એજ પ્રમાણે ધ્યાનમાં ઊભા, ને કદર્યને સહી. વળી ત્રીજે દરવાજે; પછી એથે દરવાજે, એમ છ મહિના સુધી લાગટ ઉપવાસ સાથે કદર્થના સહી મહાત્મા દઢપ્રહારી તરીકે પ્રસિદ્ધિ પામી ગયા.
Page #147
--------------------------------------------------------------------------
________________
૧૩ર
બધે શાને પ્રતાપ? શબ્દના ચમત્કારને
“તું મરીશ, પણ તારા પાપ શી રીતે મરશે?? આ શબ્દોએ એને આપઘાતથી અટકાવી મહાત્મા બનાવ્યું. જીવનમાં શબ્દના ચમત્કારને સમજી, વાણી પર સંયમ મૂકવા જેવો છે. વાણીમાં કુશળતા વાપરવાને અભ્યાસ કરવા જેવો છે. ઘરે મેમાન લઈ ગયા, ઘરવાળાએ જમાડ્યા, પણ જે મક લઈ ઘરવાળાનાં સાંભળતાં મેમાનને કહે, “ભગવાનની મહેરબાની છે કે આ ઘરવાળ રતન જોવા મળ્યા છે. જાતે ભારે શ્રમ લઈને ઘરની શોભા વધારે છે.” બસ, ત્યાં એ સાંભળીને ઘરવાળા પાણી પાણી થયા જ સમજે. એટલું જ ન આવડ્યું તે જાતે દહાડે કંટાળીને માં ચડાવી કદાચ સંભળાવી દે કે બીજાની વેઠ કરવા જ અમને અહીં લાવીને બેસાડ્યા છે? કેમ જાણે રસાયણ રાખી ! તે જેને ને તેને ઉપાડી લાવવા છે, તે રાંધ એનું, તું તારે ભઠિયારું કૂટયા કર... શબ્દને વિવેક ન આવડે તો આવા કલેશ ઊભા થાય. ઉપષ્ટ હણું દશનાચારમાં શબ્દ ચમત્કાર :
શાસ્ત્રકારોએ સમ્યગ્દર્શનના આચારમાં આ સમજીને જ ઉપખંહણને એક આચાર મૂકે છે. “ઉપખંહણ એટલે સામાના ગુણની પ્રશંસા, સુકૃતની પ્રશંસા, સેવાગણ–આરાધનાના પરાક્રમની પ્રશંસા કરી પ્રત્સાહન આપવું તે ઉપખંહણ કહેવાય. સમ્યગ્દર્શનના આ આચારના પાલનમાં શું છે? શબ્દને ચમત્કાર જ ને? સામા પર ચમત્કાર
Page #148
--------------------------------------------------------------------------
________________
૧૩૩
તે થાય, કિન્તુ પોતાના આત્મામાં પણ ગુણ-સુકૃત-સેવાની અનુમોદના અને ધર્મપ્રેમ વધારવાનું ને તેથી ગુણ–બીજાધાનને ચમત્કાર થાય.
બસ, વાત આ છે,–બોલે તે જોખીને વિચારીને સૌમ્ય મધ જેવી ભાષામાં બોલે; એવું ગોઠવીને બોલો કે સામાના કલેજને ઠારી દે! પ્રેત્સાહિત કરી દે! એનામાં સ્નેહ સદ્ભાવ વધારી દે!
રાજકુમાર કનકરથને જમાઈ બનાવી વિદાય દેતાં પહેલાં હરિપેણ રાજર્ષિ આવી વાણીમાં કહે છે,–“જુઓ, તમે તો મહા ગુણસંપન્ન છે, ત્યારે મારી આ કન્યા વિદત્તા વનવાસમાં ઊછરેલી હોઈ અત્યંત મુગ્ધ છે. પરંતુ મૃગની નાભિમાં પડેલી ધૂળ પણ કસ્તૂરીના સંપર્કો જેમ સુવાસિત બની જાય છે, એવી રીતે આ મુગ્ધ બાળા પણ તમારા સંપર્ક ગુણસંપન્ન, વિવેકી, અને શાણી બની જશે.” કેમ આમ કહે છે એટલા જ માટે કે રાજકુમાર કદીક રાજખટપટના કારણે મુગ્ધ બાળાનું અપમાન ન કરે, તિરસ્કાર ન કરે; અને ખરે ખર ! બન્યું એવું કે એ શબ્દોએ કુમારના દિલમાં પ્રોત્સાહન જગાવ્યું, બાળા પર સ્નેહ-સદ્દભાવ વધારી દીધે.
વળી કહે છે, “કુમાર ! જુઓ મેં કુટિલ યુવાની તે વિષયરંગમાં વેડફી નાખી, ને યુવાની તે ઓસરવા લાગી....
યુવાનીનો ઉન્માદ :–
યુવાનને થનમનાટ, યુવાનીનું ઊછળતું લેહી અને યુવાનીમાં કૂદતી ધાતુઓ યુવાનીને વિષયે તરફ દોડાવે છે, વિષયોમાં ગળાબૂડ મગ્ન કરે છે! કારણ એ છે કે,
Page #149
--------------------------------------------------------------------------
________________
૨૧. ઇન્દ્રિયાના અનર્થ : આપઘાત અકાય
સંસ્કારો એ તરફના જ દૃઢ થયેલા છે, તે એમને અહી પૂરબહારમાં ખીલી ઊઠવા માટે યુવાનીના ક્ષનમનાના કાળ વસ ંતઋતુ જેવું કામ કરે છે. વસંતમાં વનરાજી ખીલી ઊઠેં, એમ યુવાનીમાં અનાદિના વિષયસંસ્કારો જાગતા-ખીલતા થઇ જાય છે. પછી પરિણામ વિચારી જીવને અનાદિથી આ ગમતી વાત છે, વિષયરંગે રંગાઇ જવાની વસ્તુ પસંદ છે. એમાં યુવાની સહાય કરે પછી જીત્ર ઝાલ્યા રહે ? યુવાની દિવાની, યુવાની વાંકી
:
યુવાનીમાં ઈષ્ટ વિષયે સિવાય ખીજું કાંઇ એને સૂઝે ? પ્રિયાનું દર્શન મળ્યા પછી પ્રભુનાં દર્શનની ભૂખ રહે ? એક નાસ્તિકે કહ્યુ', 'પ્રિયાના નમેવાસ્તુ, મિન્યઃકુશ - નાન્તર: ।' અમારે તે ગારી ગુલાખી પ્રિયાનું જ દન હૈ। બીજાએનાં દશનનું શું કામ છે ?
સમજાય છે ? યુવાની કેવી દિવાની ? ચુડા રૂપાળા વિષયાની એવી જાલિમ આસક્તિ કે એમાંથી માથુ' ઊંચુ કરવાની વાત નથી. ભવ તા ઘણા ઊ ંચા મળ્યા, વીતરાગ અરિહંત ભગવાનનાં દર્શન-પૂજન-વંદન આદિ દ્વારા મનને પ્રભુમાં લગાવી શકાય એવા ભવ ! પરંતુ યુવાની એવી વાંકી કે મનને વિષયેામાં જ પકડી રાખી ત્યાં જવા જ ન દે. માનવ અવતારે તક કેવી સુંદર ? :
માનવ અવતાર તે એટલા સુંદર મળ્યો, ને એમાં યુવાની વળી એવી જુસ્સાભરી કે અરિહંત તીથંકર ભગવાનની આજ્ઞાનુસાર ત્યાગ—તપસ્યા—અહિંસા સહ.-બ્રહ્મચય આદિને
Page #150
--------------------------------------------------------------------------
________________
૧૩૫ સુંદર કટિના આચરવાની સોનેરી તક મળી ગણાય, ને એથી કર્મની શૃંખલાઓ અને ભવના ફેરા કાપી શકાય; પરંતુ વક યુવાની એ શું કામ આચરે? કહે છે ને કે સીધા રહીને દૂધ ન પીએ પણ વાંકા રહીને મૂતર પીએ. યુવાની વાંકી તે દુર્લભ જન્મ અને દુર્લભ શક્તિઓ સંગોને જિન-જિનાજ્ઞાની આરાધનામાં લેખે લગાડવા ન દે. પણ હલાહલ-વિષથી ભયંકર એવા વિષયમાં હોમાવી દારૂડિયા જેવી પાપલ દશા ઊભી કરે ! અને પરલોકે ભયંકર દુર્ગતિઓમાં ભટકતા રહેવાનું ઊભું કરી આપે !
પરંતુ ાંક જીવને ભાન નથી કે “આ યુવાનીના ગોઝારા તોફાનમાં ચો છે, પણ એ યુવાની રહેવાની કેટલી? હમણ જોતજોતામાં એ ચાલી જવાની, અને એની સાથે આરાધનાની થનમનતી શક્તિઓ પલાયન!” આ ભાન નહિ, એટલે યુવાનીને વશ રાખી યુવાનીને સદુપયોગ કરી લેવાને બદલે પોતે યુવાનીને જ વશ બની જાય છે, અને એ પરવશતામાં પછી ઈદ્રિ અને વિષયેની ગુલામી ઉઠાવે છે. ત્યાં પછી ગમે તેટલાં કષ્ટ ઉઠાવવા પડે તે જીવ તૈયાર ! કેવી ઘેલછા !
ઉખડેલ કન્યાને પરણનારે કે નિલ જજ ગુલામ? :
જેમકે, કઈ કરોડપતિ પિતાની બહુ વહાલી પણ ઊખડેલ કન્યાને પરણાવવા શરત મૂકે કે “ આને પરણાવીને દશ લાખ રૂપિયાને દાયજો આપું, ફેફટરીમાં ભાગ આપું,
Page #151
--------------------------------------------------------------------------
________________
૧૩૬
મોટર અને બગલા આપું, પણ આ મારી કન્યાને જ્યાં ભટકવુ હોય ત્યાં લઈ જવાની, અને એને જેની સાથે ખેલ ખેલવા હાય એની સાથે એને ખેલાવી ખુશી થવાનું; ' તે આ શરતે કણ એને પરણે ? પણ પૈસા અને વિષયસુખને લાભયા લાલચુ યુવાન એને પરણવા તૈયાર થાય, અને પરણીને પછી શું કામ કરે ? આ જ કે એ ઊખડેલ નવાઢા નવી વહુને જયાં ખેલ ખેલવા હોય ત્યાં હાંશે હોંશે એને લઈ જવાના ! પેલી ખેલ ખેલે ત્યાં ખવાસની જેમ ઊભા રહીને એ જોવાને ! પેલી પૂછે, ‘· કેમ તમને ગમ્યું ? ’તા આ ખવાસ ધણી કહેશે કે, ‘ તને ગમે છે ને ? બસ, તને ગમે એમાં હું રાજી’ આ કેવી નિજ ગુલામી ? ડાહ્યા લેક ભલે ને આની નિંદા કરે પણ આ મૂઢને એની લજ્ત નહિ, એ તો આ રાણી સાહેબની કુલટાગીરીના ખેલમાં જ રાજી. ઇન્દ્રિયરાણીઓના જીવ ખવાસ :
એમ, કસત્તાએ જીવને પાંચ ઇન્દ્રિયારૂપી ઊખડેલ કન્યાએ પરણાવીને ઘણી વાતની સગવો આપી પણ આ શરતે ! તો જીવ શુ કરે છે ? ખવાસની જેમ ઈદ્રિયરાણીઓને એના ગમતા વિષયેામાં તેડી જાય છે! અને વિષયે સાથે ખેલતી ઇન્દ્રિય-કુલટાઓને કહે છે, કે ‘કેમ ? તું રાજી ને ? બસ, તને ગમે છે તે હું એમાં રાજી છું.’ જીવને આમાં શું મળવાનું ? નામનુ ય પુણ્ય નહિ, લેશમાત્ર જ્ઞાનમગ્નતા નહિ, છાંટા ચ ઉપશમ-પ્રશાંતતા નહિ. જે મળશે તે ઈન્દ્રિયાને ખુશખુશાલી, ઈન્દ્રિયાને તૃષ્ટિ-પૃષ્ટિ મળવાની, જીવ લુખ્ખા બાકસ ! એ ખુશી માનશે તે ઇન્દ્રિયાની ખુશી
ય
Page #152
--------------------------------------------------------------------------
________________
૧૩૭
પર, ‘આહા' આ મારી ઈન્દ્રિયાને કેવુ' સરસ જોવા સાંભળવાનું મળ્યું? બસ, આંખ આમાં ચાંટી જ જાય છે; કાન આમાં લીન જ થઈ જાય છે ! વાહુ સરસ ! અસ, તેા પછી આપણે બીજી જોઈ એ છે ય શું? ઇંદ્રિયાને મજા પડે એ જ જોઈ એ.’ વિષષસેવામાં કેમ બુધ્યુગીરી ? કેટકેટલા
અનથ અને ખોટ ? –
જીવની આ કેવી ખવાસગીરી ? કેવી ગુલામી ! ? થનમનતી યુવાનીનુ બધુ જોમ એને આ ઈન્દ્રિયાનુ ખવાસપણું કરવામાં ખલાસ કરવું છે! આમાં જીવની કઈ બુદ્ધિમત્તા ? કે સરાસર બુમ્બુગીરી ? ઈન્દ્રિયો અને એના વિષયાની જ ગુલામી કરવામાં જ્યાં (૧) પુણ્યના લેશ પણ કમાવાને નિ. (૨) તત્ત્વજ્ઞાનની લેશ રમણતા નિહ. (૩) સુસંસ્કારનું નામનું ય સજ્જન ન,િ (૪) પરમાત્મભિક્તની સહેજ પણ મસ્તી નહિ; ને ઉપરથી (૫) પાપાના ઢેર, (૬) કુસંસ્કારોની પુષ્ટતા, (૭) માહની રમણતા તથા (૮) આ ભવની બરબાદી, અને (૯) એ ઊભા થવામાં વપરાયેલી પૂના અનેક જન્મની અથાગ તપસ્યાની સરાસર બરબાદી, સાથે (૧૦) દીર્ઘ દ્રુતિઓનાં જાલિમ દુઃખાની પરંપરા ચાલે એવા પાપાનુ’ધના થોકબંધ સર્જન થાય, ત્યાં જીવની શી બુદ્ધિમત્તા ગણાય ? નરી બુધ્યુગીરી જ ગણાય, કે પેાતે પેાતાના જ હાથે પેાતાના એકાંત વિનાશ સર્જ !!
આ બધુ તફાન એક્ામ વતી યુવાનીનુ છે. ખૂબી તો પાછી એ છે કે એ ઇન્દ્રિયાના ગમતા વિષયે ઊભા
Page #153
--------------------------------------------------------------------------
________________
૧૩૮
કરવામાં, ભોગવવામાં, સંભાળવામાં કષ્ટ ઓછાં છે? આધિવ્યાધિ ઓછી છે? સગા-વહાલાનાં મેં સાચવવામાં કષ્ટકલેશ નથી પડતા? બોલે, સંસાર તમારે સુંવાળી ગુલાબની શયા જે છે ખરે? કઈ જ ચિત્તકલેશ-કષ્ટ-આધિ-ઉપાધિ નથી?
જીવને ગુલામ બનાવનારી, વિષયેની જ સેવા કરાવનારી અને સેંકડો ગમે તેવાં કલેશ-કષ્ટ ઉપડાવનારી આ વક યુવાની પણ અંતે તે જોતજોતામાં ઊડી જનારી ! એવી અનિત્ય નાશવંત યુવાનીના દુરાચરણમાં યથેચ્છ વર્તનમાં નિત્ય અવિનાશી આત્માએ પિતાનાં હિત વિસરી જવાના?
હરિષણ તાપસકુમારને શું કહે છે? :
જુઓ પેલા હરિણ રાજાએ યુવાની આમ વેડફી નાખવાની પોતાની મૂર્ખતા વિચારી શું કર્યું? રાજ્યપાટ અને નવી મનગમતી રાણી પ્રીતિમતીનાં સુખને તિલાંજલિ આપી સંન્યાસને અને તપને માર્ગ લીધે તે હવે માથે આવી પડેલી ઋષિદત્તા કન્યાની આપદા હેઠી ઉતારી રાજકુમાર કનકરથને ભળાવી દઈને કુમારને કહે છે.– “કુમાર ! નાશવંત યુવાનીથી અવિનાશી મારા આત્માનાં કશા હિત સાધ્યા નહિ; પણ પ્રભુકૃપાએ જાગીને પાછળથી આ કાયાથી શક્ય તપસ્યા કરી લીધી. હવે કાયા વૃદ્ધ થઈ ગઈ છે તેથી હું એને અગ્નિમાં પ્રવેશ કરાવી ભસ્મીભૂત કરવા ઈચ્છું છું. કેમકે મારા જેવા ઘસાઈ ગયેલા માણસને જીવવા કરતાં મરવું ભલું.”
Page #154
--------------------------------------------------------------------------
________________
૧૩૯
કુમાર આ સાંભળી ચાંકી ઊઠે છે, પગમાં પડીને કહે છે, ‘ મુનીશ્વર ? અગ્નિમાં પડી પ્રાણત્યાગ કરવાની વાત રહેવા દે; કેમકે આવુ' મૃત્યુ એ દુર્ગાતિનું કારણ છે.’ આપઘાતથી કેમ દુર્ગતિ ? :
આવું અકાળ દુઃખદ મૃત્યુ' એટલે આત્મહત્યા, આપઘાત. એમાં અસહ્ય પીડાના ચેાગે ચિત્ત અસમાધિમાં દુર્ધ્યાનમાં પડવા સંભવ, અને એથી દુર્ગાંતિ થાય. અંતે જેવી લેશ્યા તેવી ગતિ. પાપી પણ ગેશાળાને અંતે સારી પાપના પશ્ચાત્તાપની લેશ્યા આવી તેા એ બારમા દેવલે કે ઉત્પન્ન થયા. શ્રેણિક ક્ષાત્રિક સમકિતના ધણી એટલે હવે એમનું સફ્ળ શાશ્વત કાળસ્થાયી; છતાં મરવા વખતે લેગ્યા બગડી, તેમરીને પડેલી નકે ગયા. આપઘાત કરવામાં જે સાધનથી આપઘાત કરાય છે એની પીડા, મેટ સભવ છે કે, અસહ્ય બની જાય ! માણસ કેાઈ દુઃ :ખનાં કારણે તે આપઘાત કરવા જાય છે; એ દુઃખમાં જીવવું અસહ્ય લાગે છે માટે તે મરવાનું કરે છે. તેા પછી હવે મરવાનાં સાધનસ્મૃત અગ્નિદાહ-ઝ પાપાત વગેરેમાં જે પીડા ઊભી થશે એ, દુઃખ અસહ્ય લાગવાના સ્વભાવ મુજબ કયાંથી સહ્ય બનવાની? અને આમ જો એ પીડા અસહ્ય લાગી તે ચિત્તની સમાધિ-સ્વસ્થતા રહેવી મુશ્કેલ; તેથી લેશ્વા બગડતાં ગતિ બગડે, દુર્ગતિ થાય....
6
આપઘાતનુ` મન રાકવા ૩ વિચાર :
આ ઉપરથી આ ખૂબ ધ્યાનમાં રાખવા જેવું છે કે
Page #155
--------------------------------------------------------------------------
________________
૧૪૦
જીવનમાં ભારે પીડા–આપત્તિ આવતાં, અગર કોઇ તેવું પાપકા થઈ જતાં, સંભવ છે મન મરવાના વિચારમાં ચડી જાય, પરંતુ ત્યાં એવા વિચાર રોકવા જોઇએ. એ રેકવા માટે ત્રણ વાત વિચારવાની :
-
(૧) આપઘાતમાં અંતે સમાધિ–વેશ્યા બગડતાં દુતિ થશે. અહીં થોડું... દુઃખ અસહ્ય લાગે છે તો ત્યાં જાલેમ દુઃખ કેમ સહન થશે ? તે પણ જીવનભર ! એટલે જીવનભર અસમાધિ દુર્ધ્યાન-અશુભ ક્ષેશ્યા.
આમ દુતિના દુ:ખ વખતે અસમાધિ થયા કરે, એનાથી કેવાં ધાર પાપ બધાયે જ જવાનાં ?
(૨) વળી દુર્ગંતિને ભવ એટલે એમાં કોઇ જ ધર્મસમજ નહિં, તેથી વાણી–વિચાર વર્તાવ પાપભર્યાં ચાલવાના.
આપઘાતથી દુર્ગાતિનું જીવન દુઃખમય સાથે પાપાચણભર્યું . હેાય એનું ય પરિણામ કેવું ખરામ ? ત્યાં ઊગવાને શો આ
(૩) આપઘાતથી ઊંચા માનવજીવનનો નારા એટલે પાપનાશની ને મુકૃત કમાઇની બધી તકનો નાશ !
આપઘાતમાં કેવાં કેવાં સુકૃતની બધી તક નષ્ટ ?:
અર્થાત્ આપઘાત ન કરતાં હજી જો અહી જીવતા રહીએ છીએ, તે તન-મન-ધનથીન્દ્રયાથી કેટલાય સુક્ત કરી શકીએ છીએ, (૧) કમમાં કમ પરમેષ્ઠિનમસ્કાર મત્રનું કે અરિહંતનું સ્મરણ કરી શકીએ છીએ (૨) વળી કાયાને મેરુ મૂકી, મરીને કાયા નષ્ટ કરવી છે તે, જીવતા રહીને એને
Page #156
--------------------------------------------------------------------------
________________
૧૪૧ ત્યાગ–તપસ્યાથી ઓગાળી શકીએ છીએ. સાથે (૩) કેવા કેવાય વ્રતનિયમો લઈ પાળી શકીએ છીએ.(૪) આંખેને પ્રભુજ જોવામાં ને શાસ્ત્ર વાંચવામાં ને (૫) કાનને સદગુરુની વાણી જ સાંભળવામાં જોડી શકીએ છીએ. (૬) આનાં અંતરાય હોય તે ય મન આવા બધામાં જોડાય,(૭) શુભ વિચારો, શુભ ભાવનાઓ,મહાપુરુષ અને તીર્થકર ભગવાનનાં ચરિત્રોના ચિંતન....વગેરે બધું જીવતા રહીએ તે જ કરવાની તક, તે જ એ બધું કરી શકીએ. આપઘાતથી એકદમ મરી ગયા પછી પરલેકમાં આ શું થઈ શકવાનું ? એ તો ગઈ એ બધી તક.
વળી જીવતા રહીએ તે જીવનમાં પાપોને નાશ કરવાની પણ તક છે, જ્યારે દુઃખ ભર્યું જીવન કંટાળાજનક લાગ્યું છે, તો પછી જીવનમાં આજસુધી આચરેલા થોકબંધ અશુભ વિચાર, મેહભર્યા બેલ, અને અઢાર પાપસ્થાનકના વર્તાવનાં પાપ શું કંટાળાજનક નથી લાગતા?
૨૨. શબ્દાર દુ:ખને કંટાળો ખરે, અને પાપનો કંટાળો નહિ એ સરાસર મૂઢતા છે, મિથ્યાત્વ છે, જેનપણું છે.
જૈનને તે ખરેખર પાપનો કંટાળો હોય. તેથી જ એ ઘરવાસને–સંસારને દુઃખદ માને, અસાર માનનારે હોય. મનને એમ થયા કરે કે, “આ સંસાર-ઘરવાસન નિમિત્તે, કેટકેટલાં ય પાપે સેવવાં પડે છે! પાપની હોંશ પણ થાય, પાપની જનાઓ થાય, દા. ત. સગાઈ થઈ લગ્ન થયા.
Page #157
--------------------------------------------------------------------------
________________
ત્યારથી વિવિધ મોહ-રમતના મનમાં વિચાર ચાલે! એક ધંધે માંડ્યું ત્યારથી લેભ અને આરંભ સમારંભની
જનાના વિચાર ચાલે!..આ પાપ–પાપ-પાપ ભર્યો સંસાર કે અસાર! કેટલે દુખદ નીવડવાને? તે કયાં સુધી આમ?” આ રીતે પાપને કંડળ લાવવાને બદલે માત્ર દુખને કંટાળે લાવ એ અજ્ઞાનતા સાથે કાયરતા છે.
“દુઃખથી જીવન પર કંટાળો જ આવ્યા છે, તે હવે લાવ, જીવનમાં સુખ-શાતા પર કંટાળો લાવીને એને મેહ છોડી વત–નિયમ સાથે કડક ત્યાગ, અને કઠોર તપસ્યા તથા જિનભક્તિ-સાધુસમાગમ કરતે રહું, પાપનાં પ્રાયશ્ચિત લઉં, તેમ જ પાપ-
દુની રોજ નિંદા–પશ્ચાત્તાપ કરતે રહી મારાં આ અને પૂર્વ જીવનનાં પાપને વિધ્વંસ કરવા લાગું. આવા વિચારથી આપઘાત કરવાને બદલે જીવતા રહી પાપનાશ કરનાર ઉપાય સાધવાની મહાન તક છે, એ જીવતા રહી સફળ કાં ન કરવી? મર્યા એટલે તો ખલાસ ! તક ગઈ!
ઘેર પાપ થઈ ગયા પર પણ આપઘાત કેમ ન કરાય? –
આ જ પાપનાશના પુરુષાર્થની વસ્તુ, જીવનમાં કંઈક ભયંકર પાપ સેવાઈ ગયા પર આપઘાત કરવાનું મન થાય ત્યારે પણ વિચારવાની છે. મેટાં પાપાચરણથી જે ભારી અશુભ કર્મ બંધાયાં એનો નિકાલ કરવા માટે, અહીં જે જીવતા હોઈએ તે, ઉપાય થઈ શકે, પણ આપઘાતથી જીવન ટૂંકાવી નાખે શું થાય? કેમકે ઉપાયમાં, પહેલા નંબરમાં
Page #158
--------------------------------------------------------------------------
________________
૧૪૩
ગુરુ આગળ યથાસ્થિત આલોચના કરવી પ્રકાશન કરવું એ છે. દુષ્કૃત્ય જેવું બન્યું, જે રીતે બન્યું, એ બધું સ્પષ્ટ રૂપે બાળભાવની સરળતાથી તેમજ અત્યંત પશ્ચાત્તાપ સાથે ગુરુને કહી દેવું, એ છે. આ વસ્તુ મર્યા પછી બીજા જન. મમાં અહીંનું યાદ જ નહિ આવવાથી શી રીતે બની શકે?
ત્યારે, જે પાપની ગુરુ આગળ આલોચના ન કરી અને હૃદયમાં જ છુપાવી રાખ્યું, એ પાપનું દિલમાં શલ્ય રહી જાય છે.
પાપનું એ શલ્ય પછી જનમ-જનમ પાપ બુદ્ધિ કરાવી આંખ મી ચીને એવા પાપાચરણ કરાવે છે.
પાપનું શલ્ય એટલે કાંટે. એ ઊંડાણમાં જામી પડે એ ભૂડું. માટે પાપનું શલ્ય અંદરમાં ઊભું રાખ્યું અને પશ્ચાત્તાપથી બહારમાં તપ ઘણે કર્યો છતાં ઉદ્ધાર થાય નહિ. ગુરુને કહ્યું હતું, અને ગુરુ જે પ્રાયશ્ચિત્તરૂપે તપ આપત, એના કરતાં ય ૧૦–૧૦૦-૧૦૦૦ ગુણ તપસ્યા કરી! પણ જે આલેયણા નહિ તે પાપનો નિકાલ નહિ, શલ્યને ઉદ્ધાર નહિ, તે તે હલકા જમે અને એમાં પાપબુદ્ધિ અને પાપાચરણ ચાલ્યા જ કરે છે. ગુરુ આગળ પાપનું પ્રકાશન ન કરવું અને મનમાં જ એ રાખી મૂકવું એની આ ભંડાઈ છે.
ગશાળાને અંતકાળે પસ્તા થયે કે “અરેરે ! મેં ગુરુ ધર્માચાર્ય મહાવીર પ્રભુની કેટલી બધી અવહીલના કરી ! વિટંબણા કરી !” પિતાના શિષ્યોને એ કહ્યું પણ
Page #159
--------------------------------------------------------------------------
________________
૧૪૪ ખરું, અને કેઈએ ગુરુની હીલના ન કરવા ઉપદેશ પણ કર્યો, તેમજ જગતને પિતાના દષ્ટાન્તથી ગુરુ-અવજ્ઞા ન કરવાનું જાહેર કરવા પણ કહ્યું; કિન્તુ પિતે ગુરુ પાસે આલેચના ન કરી એને એ ન સૂઝયું કે શિષ્યને કહું કે “મને લઈ જાઓ મહાવીર પ્રભુ પાસે, જેથી હું પાપની આલેચના કરી પ્રાયશ્ચિત માગું તે પાપનાં શલ્ય કેવા ઊંડા ઊતરેલા રહી ગયા ! કે હવે એ સંસારમાં દુર્ગતિઓમાં ભયંકર ભટકવાને છે.
પાપશલ્યની આ ભંડાઈકે ભવ પાપાચરણે આપે !
જીવતા છીએ ત્યાં સુધી જ ગુરુ આગળ આના ઉદ્ધાર શક્ય. આપઘાતથી મરી ગયા પછી, અગર જીવતા રહેવા છતાં મૃત્યુ સુધી ગુરુ આગળ એને ઉદ્ધાર ન કરવામાં મરી ગયા પછી શું થાય ? “ગુરુને કહીએ તે ગુરુ આગળ હલકા પડીએ, માટે ન કહેવું તે ન જ કહેવું.” એમ કરી જરા પિતાનું માન સાચવ્યું એનો લાભ કેટલે? અને પરભવે જમના જન્મ પાપાચરણમય મળે એનું કેટલું નુકસાન? આ જે વિચારાય તે અહીં આલેચન કરતાં ભલે ને ગુરુની નજરમાં હલકાઈ થઈ, પરંતુ એ નુકસાન વધાવી લઈ પલેકનાં અતિ ભયંકર નુકસાનને રેકવાનું કરાય; તેમજ માન કષાય પર ભારે પ્રહાર કરાય.
તીવ પશ્ચાત્તાપ સાથે આલોચનાની બલિહારી છે.
આલેચના એ પાપનાશને પહેલે ઉપાય છે. એના પર
Page #160
--------------------------------------------------------------------------
________________
૧૪૫
જે પ્રાર્યાશ્ચત આવે તે વહન કરવાનુ, એ ખીજું પગલું. તથા (૩) આ જીવનમાં ભૂલાઈ ગયેલા તેમજ પૂર્વ જન્માનાં જે પાપા એના અનુબંધ તેડવા માટે દુષ્કૃત્યાની તીવ્ર ગહ સાથે આંહ સા–સયમ–તપેામય ચારિત્રનુ પાલન એ પાપનાશદુષ્કૃતનાશ માટેના રમખાણ ઇલાજ છે. આ બધુય જીવતા રહીને થઇ શકેઃ પણ એ ન કરતાં આપઘાત કરવા માત્રથી શુ થાય ? ઉલ્ટુ એજ આપઘાત કરવા જતાં અસહ્ય વેદનાથી લેશ્યા બગડે, સમાધ થાય, તો દુષ્કૃત થાય. ત્યાં પેલા પાપાનાં શલ્યા અને કર્મા ાંલમ જુલ્મ વરસાવે !
રાજકુમાર નકરથ વિષે રાજિષના પગમાં પડીને કહે છે, મહારાજ ! આાપ અગ્નિપ્રવેશથી આપઘાત કરવા ધારે છે પણ એથી ગતિ બગડી જાય. માટે કૃપા કરી રહેવા દે એ રીતે પ્રાણત્યાગ કરવાનું .’
બીજી બાજુ તાપસકન્યા ઋષિદત્તા પણ હાથ જોડીને કહે છે, તાત ! આ તમારા જમાઇ જા કહે છે તો પછી તમે એમનું માની જાએ, એટલી મારા પર દયા કરેા.’
ઋષિ બંનેની લાગણી અને વિવેકના ખેલ સાંભળી પ્રસન્નતા દેખાડે છે. તા શુ અગ્નિપ્રવેશને વિચાર માંડી વાળ્યા ? ના, પેાતાના નિર્ધાર ભલે અડગ હાય ફેરવવાના ન હોય, કિન્તુ સામાના એ ફેરવવા માટેના વિનય વિવેક યુક્તિભર્યા બાલની કદર તો કરવી જ જોઈએ. કદર આ, કે એમના એ વિનય-વિવેક પર પ્રસન્નતા દેખાડવી અને યુક્તિભર્યાં મેલને ન્યાય આપવા કે તમારી દૃષ્ટિએ તમારી વાત ખરાબર છે, હવે મારુ દૃષ્ટિબિંદુ સમજો.
૧૦
Page #161
--------------------------------------------------------------------------
________________
૨૩. ઋષિદત્તાને બાપની હિત શિક્ષા
હરિજેણે પ્રસન્નતાથી કન્યાને કહ્યું, “વત્સ ! તારે આ શેક કરવા જેવો નથી. તારે તે અમારી હિત-શિક્ષાના બોલ ક્યાંય વિસારવા નહિ, એ જ ધ્યાનમાં લેવા જેવી વસ્તુ છે. મારું જીવન તે બે વરસ વધુ ચાલ્યું કે આ જ સમાપ્ત થયું એથી તને બહુ વિશેષતા નથી; પણ તું શિક્ષાવચન બરાબર અમલમાં ઉતારે એથી તારે જીવનભર લાભ છે, તારા જીવનમાં મહાન વિશેષતા થશે. હિતવચન આ છે કે :
शुश्रषेथा गुरुन् शीलं पालयेथा: पतिव्रते । सपत्नीष्वपि मा को पी: कोपयन्तीष्वपि ध्रुवम् ॥ विधुःलंतप्यते काचिद् ग्रस्यमाणोऽपि राहुणा ? मा भूः सुखे च दुःखे च वत्से ! धर्म पराड्.मुखी।
धर्म एव हि जन्तूनां पिता माता सुत: प्रभुः ।। કન્યાને બાપની હિતશિક્ષાઓ :તાપસ હરિણ કન્યા ત્રાષિદત્તાને કહે છે,(૧) સેવાઃ- “વત્સ! વડિલની સેવા-સુશ્રષા કરજે. વડિલની જે સેવા કરે છે એ જગતમાં સેવા પામે છે.
સેવા પામવા પુણ્ય જોઈએ છે, ને ગુરુજનેની સેવા કરવાથી પુણ્ય ઊભું થાય છે. એ જે ભૂલાય તે સેવાને બદલે અવિનય-અકકડતા-અભિમાન-ડરામડાડકાં વગેરે દેશે પિષાય છે ને એથી તે પુણ્યને બદલે પાપકચરા જ
Page #162
--------------------------------------------------------------------------
________________
૧૪૭
વધે. વળી આપણા સંતાન આપણામાં સેવાગુણ જુએ તે જ એને સેવાનું સકિય શિક્ષણ મળે છે; નહિતર આપણા અવિનય-સ્વાર્થોધતા વગેરે જોઈ એને એ જ શીખવાનું મળે. માટે, સંતાનના ભલાં ખાતર પણ ગુરુજનેની સેવા કીશ નહિ.
(૨) શુશ્રષા :-એમ,ગુરુજનેની શુશ્રષા એટલે એમનું સાંભળવાની ઈચ્છા રાખજે; જેથી એ ઈછા હશે તે એમના ટોણાં–ડપકાના બોલ પણ હિતશિક્ષારૂપે સાંભળવાની રુચિ રહેશે; ને એ સાંભળતા કેમ નહિ થાય; ઉલટું જીવનમાં હિતની શિક્ષા વધશે તેમજ ક્ષમા–સમતા કેળવવાની તક મળશે.
હે બાળા ! આ જીવનમાં હિતને ખ્યાલ વધારતા રહેવાનું છે, અને ક્ષમા સમતા-સૌમ્યતા ડગલે ને પગલે કેળવતા જવાનું છે,
એથી જ જીવનની સફળતા છે; નહિતર જીવન તે અનાર્ય માણસ પણ અહિતનાં ખ્યાલે અને કેધ ધમાધમ વગેરે કરતે પણ જીવે છે; કિન્તુ એવાં મનુષ્ય જીવન સરાસર નિષ્ફળ છે. કુતરાનું જીવન પામ્યા કરતાં માનવજીવન પામીને એનામાં કઈ વિશેષતા નથી.
(૩) શીલઃ “હે પતિવ્રતા ! તું શીલ બરાબર પાળજે, જેથી મન ધરપતવાળું બન્યું રહે. નહિતર કુશીલમાં તો મનનું ભૂખારવાપણું વધી જતાં એ રાક્ષસી બને છે. ભૂલીશ નહિ, આ જીવને ગમે તેટલા વિષયો મળ્યા પણ કદી તૃપ્તિ નથી થઈ. વિના સંપર્કથી તો વાસનાની આગ વધતી જાય છે, શાંતિ તૃતિ વધતી નથી.
એ આગ વધતાં મન એમાં જ રક્ત રહેવાથી પછી
Page #163
--------------------------------------------------------------------------
________________
૧૪૮
પરમાત્મામાં ચોંટતુ નથી, તેમજ પેાતાના આત્માની ચિંતા શકાતુ નથી વિષયઘેલુ મન એટલુ
પણ થતી નથી, કહી મધુ મુડદાલ બની જાય છે. બાકી એ તે તું સમજે જ છે કે કુશીલના માગે જતાં કુળને કેવું કલ'ક લાગે; તેમજ ગમે તેટલા પ્રેમાળ પતિને પણ કુશીલની જાણ થતાં કેટલી બધી નફરત થાય ? તિરસ્કાર છુટે ? અને કદાચ જીવનભર માટે કાઢી પણ મૂકે? ત્યારે ખાઈ માણસ માટે એવુ હડધૂત થયેલ જીવન કૈટટ્ટુ નાલેશી ટુ અને કેવુ દુ:ખદ બને ! સ્ત્રીૠત
માટે શીલ એ તે સાથે! અલકાર છે. (૪) સહવતી પર શપ નહિ :
“હું ભાગ્યવતી ! બીજું એ પણ ધ્યાન રાખજે કે તુ રાજરાણી થશે એટલે બીજી શૈકય રાણીઓના પણ સંપર્ક મળશે એમાં એ કદાચ તારા પર ગુસ્સે થાય તે ય તું જરાય ગુસ્સે ન થઈશ. એમને તારી નાની સગી એને ગણજે; અને નાડિયા ઊંચાનીચા થાય એમાં આપણે વડેરાએ શુ' ઊ’ચુનીચું થવુ' ? નાનાનુ` તે ગળી જ ખાવાનું હાય,' એવા ભાવ દિલમાં હમેશા રાખજે. તેા તને બધાના સ્નેહ-સદ્ભાવ-સહાનુભૂતિ મળશે. જોજે,
જગતની વચમાં જીવન જીવવાનુ છે; એ સાથેનાઓના સ્નેહ-સદ્ભાવ-સહાનુભૂતિ વિના તા અકારુ જીવન અની
જાય
ચિત્ત અસ ્ વિકલ્પે અસમાધિ અને દુર્ધ્યાનથી ઘેરાયેલુ રહે, તેથી આવા ઉચ્ચ જીવનમાં શુભકમે પાજ નની,
Page #164
--------------------------------------------------------------------------
________________
૧૪૯ સોનેરી તક ગુમાવી અશુભ કર્મોના પળે પળે થેક બાંધવાનું થાય. શી મઝા આવું જીવન જીવવામાં? માટે શક્ય રાણીઓ તરફથી ને મળે કે ગુસ, તું કયારે ય ન અભિમાન કે ન ગુસો કરીશ. શું ચંદ્રમાં રાહુથી આખો ને આખે ગળાઈ જાય છતાં ક્યારે ય તપી ઊઠે છે? ના, એ તે શીતળ તે શીતળ જ રહે છે. આપણે એ આલંબન નજર સામે રાખી આપણી શીતલ સ્વભાવની વિશેષતા કયારે ય નહિ છોડવાની. (૫) ધર્મ ન ભૂલાય : ધમ એ જ સાચા માતાપિતા :
“વળી હું પ્રિય પુત્રી ! શું સુખમાં કે દુખમાં, કદી તું ધર્મ–પરાડુ-મુખ ન બનીશ, ધર્મ ન ભૂલીશ. જાણે છે ને કે આ સંસારમાં જીવને સાચા માતાપિતા પુત્ર ને સ્વામી કોણ? એક માત્ર ધર્મ. દુન્યવી માતાપિતા સાચા માબાપ નહિ કેમકે એમના સનેહ અને સંરક્ષણ કેવાં અને કયાં સુધી મળે ? બહુમાં બહુ માત્ર આ જીવનના અંત સુધી જ ને? તેય એમનો સ્વાર્થભંગાતે હોય તે આ જીવનમાં પણ સ્નેહ મૂકી દે ને? ત્યારે આપણે રેગ–અકસ્માતુ-અંગભંગથી ઘેરાયા હોઈએ તે સંરક્ષણ માં શું એ આપણી અંદરની વેદના ટાળી શકે ? ના, કશું નહિં.
દામ કેસ સંરક્ષક ? – એ તો એક ધર્મ જ આપણી પાસે હોય તો એ આપણને એવું બળ આપે, એવી તત્ત્વ સમજ આપે કે જેના આધારે અંતરની હાયેય અટકે, રોગ-આપત્તિઅકસ્માત્ કશું દુઃખરૂપ જ ન લાગે, પછી એની વેદનામાં
Page #165
--------------------------------------------------------------------------
________________
૧૫૦ દુઃખ શું માનવું ? ધર્મની રૂએ રેગાદિ પ્રસંગને તે કઠિન કર્મોના કચરા સાફ થઈ જવાના પ્રસંગ માન્યા હોય, એટલે જાણે “દિવાળી આવી” ની કલપના અને હરખ હોય,
ધર્મ જીવને આ કપના અને હરખ આપે, એ જ જીવનું મહાન સંરક્ષણ કર્યું.
ધર્મ અહીં પણ જીવને નિશ્ચિત્ત-નિર્ભીક અને મસ્ત બનવાનું કરી આપે. એને મન પીડા એ પીડા જ ન લાગે. અનંત લાભદાયી નવકાર અને પરમેડી મળ્યાથી બીજી કશી વાતની ખોટ જ ન લાગે તેમ ધર્મ પરલેકે જીવને મહાન સદ્ગતિ અને શુભદય સજી આપે.
ધર્મને આ કે સંરક્ષણ ગુણ ! કેવ ને ! બચું બધેથી હારીને મા પાસે જાય ત્યારે માતા તરફથી એને એકલી ભારે હુંફ-આશ્વાસન-હિંમત મળે છે એમ જીવ બધેથી હારીને ધર્મ પાસે જાય ત્યારે ધમ તરફથી જીવને જ્ઞાનીનાં વચનનાં, તવ સમજનાં અને મહાપુરુષનાં આલંબનના બળ ઉપર ભારે હુંફ-હિંમત–આશ્વાસન મળે છે. હારેલા અજિતસેનને ધર્મ શી હિંમત આપી? :
શ્રીપાલના હાથે કાકા અજિતસેન હાર્યા, ભારે નાલેશી થઈ, ત્યારે કાકાએ ધર્મનું શરણું લીધું. ધમે બતાવ્યું એમને,
અરે પામર ! તું આ હારને શું ગણે? આ નાલેશી શી વિસાતમાં છે? તું (૧) જે તારા આંતરશત્રુ રાગ-તૃણાઅહં – આદિથી અને (૨) કર્મથી હારેલે છે, તેમ (૩) એથી નરક-નિગોદ સુધીના ત્રાસ અને દીર્ઘતિદીર્ઘ કેદમાં નખાઈ જે નાલેશી વેઠતે આવે છે, એજ ખરેખરી.
Page #166
--------------------------------------------------------------------------
________________
૧૫૧
ભયંકર હાર ને નાલેશી છે. માટે મન પર લેવી હાય ત એ હાર અને એજ નાલેશી લે; તેમજ હવે ફરીથી એ ન વેઠવી પડે એવા પુરુષાર્થ કર, જે અહીં જ તારે હાથવેતમાં છે બાકી શ્રીપાલ તરફથી મળેલી આ હાર-નાલેશીને શું રુએ ?’’
ધર્મ તરફથી મળેલ આ વિવેક ઉપર અજિતસેનને ભારે હુંમિત આવી ગઇ, અને આંતરશત્રુએના ખાડા કાઢી નાખનારા જ્ઞાન-દર્શન–ચારિત્ર-તપના પુરુષાર્થ ને હાથ કરી લીધેા; યુદ્ધભૂમિ પર જ મનોમન સંસારત્યાગ કરી ઉપશમભાવમાં ચડીને ચારિત્ર-મુનિપણુ સ્વીકારી લીધું, અને ત્યાં જ કાઉસ્સગ્ગ-ધ્યાનમાં ઊભા રહી ગયા. મેલા, રઘુ કેઈ હવે દુઃખ ? બહારની લાગે કેાઈ પીડા ? દુન્યવી માતા-પિતા આ શું કરી આપી શકે? એ તો ધની જ તાકાત. માટે ધમ એજ સાચા માતા પિતા છે.. ધુમ એજ સાચા પુત્ર :
--
હરિષણ કન્યા-ઋષિદત્તાને કહે છે, “હે પુણ્યવતી ! ધ એ જ સાચા પુત્ર છે. પુત્ર શું કરે છે, માતાપિતાના મનને આનન્દ્વ ઉત્પન્ન કરે છે, એમની સેવા કરે છે, અને વૃદ્ધ જર્જરિત થઈ ગયેલા એમનુ પાલન-પાણ અાવે છે. એમ ધર્મ જીવના મનને મહાઆનંદ ઉત્પન્ન કરે છે, જીવની ભારે સેવા બજાવે છે, અને રાગાદિથી તથા કર્મોથી જરિત થઈ ગયેલા જીવનું ભારે પાલન– પેાષણ કરે છે. મહાવીર પ્રભુના જીવ નયસારને સમ્યકત્ત્વ ધમ મળતાં. અપૂર્ણાં આન ંદ થયા, તે જીવ્યા ત્યાં સુધી કાયમ રહ્યો ત્યારે,
Page #167
--------------------------------------------------------------------------
________________
૧૫૨
ધર્મ સેવા એ બજાવી કે (૧) ધર્મ પામ્યા પહેલાં કષાએથી મન ભારે રહેતું હતું, તે હવે કવા પર અંકુશ કરી આપીને મનને ફરૂં બનાવી દીધું; ને (૨) સાધના આપી કમ સામે પાલન-પોષણ કર્યું.
સેવા શું કરે છે? સહારો કરીને મનને ફેરું કરી આપે એ જ ને? ધર્મ આ કરી આપે છે. ત્યારે ગાદિથી ને કર્મથી જર્જરિત બનેલા જીવનું ધર્મ વૈરાગ્ય-ઉપશમ– ઉદાસીનભાવ તથા સંવર-નિર્જરાની સાધના આપી જે પાલન–પોષણ કરે છે, જીવને નવયુવાનીની બળ–સ્કૃતિ આપે છે, એ અલોકિક છે. આ બધું દુન્યવી પુત્ર કશું કરી શકે નહિ; એ તે ધર્મ જ કરે. માટે ધર્મ એ જ સાચે પુત્ર છે.
ધર્મ એ જ સાચે પ્રભુ છે. :
કષિ કન્યાને કહે છે, “હે ભેળી ! ભૂલી ન પડીશ ધર્મ એ જ સાચે પ્રભુ છે, સ્વામી છે. સ્વામી સેવકની બધી વાતે જતના કરી સેવકને ઊંચે ચડાવે છે. તે આ કામ ધર્મ જ ખરેખરું બજાવે છે. મહા આપાત્તઓમાં ધમે રક્ષણ આપે છે.
હરિપેણ કેમ આપઘાત કરે છે ? :
હારેણ પિતાની કન્યા ષિદત્તાને કહે છે, “ધર્મ એ જ સાચે સંરક્ષક સ્વામી છે. માટે તું ક્યારેય ધર્મથી પરમુખ ન થઈશ. હું તે હવે વૃદ્ધ થઈ ગયો છું વળી શરીરે તીવ્ર વેદના પણ છે; તેથી હું તે શીઘ મૃત્યુને સાધીશ; અને અગ્નિ વિના એ શીધ્ર નહિ સધાય; માટે - હવે હું અગ્નિ-પ્રવેશ કરીશ તમે બંને હવે સમજી જશે
Page #168
--------------------------------------------------------------------------
________________
૧૫૩ અને જરાય અંતરાય નહિ કરતા. તીવ્ર વેદનામાં દીર્ઘ કાળના ત્રાસથી કંટાળીને હું તીવ્ર પણ અગ્નિદાહની ટુંકી પીડા સમજ પૂર્વક જ વધાવી લઉં છું, તેથી અસમાધિ ન થાય એ માટે જાગ્રત જ છું, જેથી પલેક ન બગડે. નમસ્કાર મંત્રના ધ્યાનમાં જઈશ !
બસ, હવે દિત્તા અને એના પતિને બોલવા જગા ન રહી. બષિ હરિણે પંચપરમેષ્ઠિ મંત્રમાં ચિત્ત લગાવી બળતી ચિતામાં પ્રવેશ કર્યો. ભડભડતી આગમાં સળગી જતાં વાર કેટલી ? આ બાજુ ત્રષિદત્તા તે પિતાના આ અગ્નિ-પ્રવેશને જઈ ભારે આઘાત પામી ગઈ એકલા પિતા સાથે જંગલમાં રહેતી, તે એને પિતાની માયા જબરદસ્ત બંધાઈ ગઈ હોય એ સહજ છે. જનમતાં માતા મરી ગયેલી, તેથી પિતાનું વાત્સલ્ય વધી ગયું હોય, એવા એકલા પિતાના જ વાત્સલ્યને પામેલી, એટલે હવે એ પિતાના આ અગ્નિ પ્રવેશ પર અપાર દુઃખ પામે એમાં નવાઈ નથી.
સંસારની આ વિચિત્રતા જોવા જેવી છે. કેટલાય બહુ સારા અને પ્રેમાળ માતાપિતા પર ભારે પ્રેમ રાખનારી દીકરીઓ ઉંમરમાં આવતાં નવા જ પ્રેમને પરવશ પડી લગ્ન કરીને એ માતાપિતાને હોંશે છોડીને ચાલી જાય છે. હશે છેડીને કહું છું, વિરોધ કરે ને ! | પહેલી વાર સાસરે જતાં હોંગ ધતૂરો:
કલકત્તા વિહારમાં માર્ગમાં એક ગામના નાકે જેવા મળ્યું કે એક યુવાન બાઈને ગાડીમાં બીજી બાઈએ પરાણે પકડીને બેસાડતી હતી, ત્યાં પિલી બાઈ હાથ ઊંચા કરી
Page #169
--------------------------------------------------------------------------
________________
૧૫૪ જાણે છૂટવા મથતી હતી અને પિકારતી રેતી હતી, હાય માડી ! તને છોડી ક્યાં જાઉં ? બસ, મને છેડે, છોડે, મારે નથી જવું, નથી જવું....ઓ મા રે ! ”
મને થયું “કેમ આ બિચારીને રેતી કકળતી લઈ જતા હશે ?”
ત્યાં બીજાએ કહ્યું કે, આ તે બાઈને રવાને દેખાવ માત્ર છે. એને લગ્ન પછી હવે સાસરે લઈ જાય છે. એટલે એને આ દેખાવ કરવો પડે. ગામમાં આ દેખાવ ન કરે તે બીજી બાઈઓમાં ભૂંડી દેખાય કેમકે દરેક કન્યા પહેલવહેલી સાસરે જતાં આ રેવા-કકળવાને ઢંગધતૂરે કરતી જ હોય છે. એ ન કરે ને એમ જ ચાલી નીકળે તે લેક ટીકા કરે કે, “જોયું ? ધ મળે એટલે હજી તો હમણાં પહેલી જ વાર મળે છે, છતાં એમાં કેવી મોહિત થઈ ગઈ કે વરસોના પ્રેમી માબાપના પ્રેમને આ ઘેલી ભૂલી જાય છે તે ચાલી હોશે હોંશે વડાલીયા માબાપને છોડીને !” આ ટીકા ન થાય માટે નહિ જવાને ઢંગધતૂરો કરાય છે.
વાસના ભૂ ડી :
ભલા ! માબાપના વર્ષોના અત્યંત વહાલ પડતા મૂકી નવા જ પરિચય કરવાના પતિ પર આ પ્રેમ શા? પણ સંસાર જ એવો કઢંગે છે કે ઉપકારી પિતા કરતાં જેની સેવા ને ગુલામી કરવી પડે એવા પતિ ઉપર અથાગ પ્રેમ ઊભો કરી દે! એ કઢંગાપણું સંસારમાંની કામવાસનાને લઈને છે. વાસનાવશ બનેલી હવે પતિને સર્વેસર્વા માને
Page #170
--------------------------------------------------------------------------
________________
૧૫૫ છે, પિતા કરતાં કેઈગુણ પ્રેમ પતિ ઉપર ધરાવતી બની જાય છે. વાસના જ ભુંડી છે, તે ઉપકારીને પડતા મૂકાવી નવાની જ સેવામાં લગાવે. વાસના ન હોય તે પરણવાનું કામ જ શું?
પણ એ તે સ્ત્રીને ને? પુરુષ રામ જેવાને વાસના ક્યાં એવી ભુલાવે છે કે એ પિતા કરતાં પની પર વધુ પ્રેમ ધરાવે ? એ તો પિતા પરના પ્રેમથી એમનાં વચન ખાતર પત્નીને છોડીને જવા તૈયાર થયા ને ?
ઉ૦-એવા પુત્ર જગતમાં કેટલા ? કેઈક જ ને ? બાકી આજે જુઓ શું દેખાય છે ? માબાપ તરફ ભારે દિલ અને પત્ની તરફ ફે દિલ ઊભું કરાવે છે ને ? આજના પુત્રોને માબાપમાં હવે કાંક ભૂલ અને પત્નીમાં શાણપણ દેખાતું હોય એવું જોવા બહુ મળે ને? કારણ? વાસના મારે છે. ' અરે ! ડાહ્યા પણ દીકરામાં કદાચ માબાપ તરફ એટલે જ પ્રેમ ઊભો હોય, છતાં એ તપાસો કે એ હૃદય કયાં વધુ છે? જેવું પત્નીને હૈયું સોપે એવું માતાને કે પિતાને પતે હોય એવું દેખાય ? કે ઠું તો પત્નીને જ આપતે દેખાય ? પર નહોતો કે જ્યાં સુધી ધંધામાં જાયે નહોતે ત્યાંસુધી હજી પિતાને હૈયું સોંપતે હોય, પણ પરણ્યા પછી? અને ધંધામાં જામી ગયા પછી? દેખાય છે કે પત્નીને દિલ, એવું માતાપિતાને નહિ.
વાસના ભૂડી છે. ત્યારે આ વિચારવા જેવું છે કે જે કામવાસના આવી ઉપકારી માતાપિતા પરના અથાગ પ્રેમમાં ઉથલપાથલ કરતી હોય, તે વાસનાવાળે સંસાર
Page #171
--------------------------------------------------------------------------
________________
૧૫૬ પણ ભૂંડે જ ને? સંસાર અસાર, નહિ રહેવા જે કેમ? આટલા જ માટે કે એમાં વિષયવાસના આવી ઉથલપાથલ કરાવે છે માટે. પૂછતા નહિ,
સંસારની અસારતા જાનો શે ઉપગ?
પ્રો–સંસારની અસારતા જાણીને શું કરવાનું ? આજ ને આજ એ છેડે જ મૂકાઈ જવાનું હતું ?
ઉ–ભલે, પણ સંસારને એ અસાર નગુણો જાણી સમજી રાખ્યું હોય તે એવા સંસારની ખાતર કારમાં પાપ ન થાય એવા આંધળા રાગ ચાલુ ન રખાય...તેમ સંસારના વિલાસ અને પ્રમાદ ખાતર આત્માનું તિ અને ધર્મસાધનાઓ ન ગુમાવાય.
બોલે, સવારે ઊઠીને અને રાત પડ્યે પડિકામણું કોણ ચૂકવે છે? સંસારના ઘરને પ્રમાદ જ ને? અર્થકામની લાલસા ને ? અર્થ, કામ, કાયા...બધા જ સંસારન.. જે સંસારને ધડમૂળથી નગુણ હોવાનું ઓળખી લીધું હેય, તે શું મનને એમ ન થાય કે
અરે શ્રાવિકાની કુક્ષીએ અવતાર પામવા છતાં, હું આ નગુણ સંસારના અર્થ, કામ અને કાયાની આ ગુલામી વહોરું ? ને ધર્મ ભૂવું ?
મારા આત્માને જ ભૂલું ? તે પછી હું આસ્તિક શાને? નાસ્તિક પણ આવું જીવન તે જીવે છે. સવારે જાગ્યા ત્યારથી “ખાઉં !' તે નાસ્તિક પણ કરે છે. હું ય આત્માને બદલે કાયા-ઈદ્રિનું જ સંભાળું, છતાં હું આસ્તિક? ખાવા-પીવા આદિમાં પૂરપાટ ખર્ચા, પણ
Page #172
--------------------------------------------------------------------------
________________
૧૫૭
પ્રભુ-ભક્તિમાં ને ધર્મક્ષેત્રમાં એનો ચોથો શું, દશમે ભાગ પણ ખરચવાને નહિ ! રાત્રિભેજન, અભક્ષ્મભક્ષણ, ધંધા આદિમાં જૂઠડફાણને કાળાધેળાં, ગુ, તુંડમિજાજ... વગેરે જેવું નાસ્તિકમાં, એવું મારામાં ? નગુણું સંસાર ખાતર આ ગોઝારી રમત ?” આસ્તિકતા હોય તે આટલે વિચાર પણ આવે. તેથી
સંસારર્ન અસારતા જાણ્યા પર પાપમાં આંદસિ ન કરી .
હિરપળે દયાન રહે કે “સંસાર ઠગારો છે, ઠગની જેમ જીવની સંપત્તિમાત્ર ય કરી જીવને મહા વિટંબણામાં ઉતારે છે, જીવની મહા દુર્દશા કરે છે. માટે ક્યારે એથી છૂટું ? ને ન છૂટાય ત્યાં સુધી પાપમાં રાચું માથું નહિ.”
પેલી વિદત્તાને વનવગડામાં એકલા પિતાનો જ સંપર્ક મળેલો, પિતા પર અથાગ પ્રેમ હતો, તે હવે પિતા એકાએક અગ્નિ પ્રવેશ કરી દે છે એ જોઈ એને ભારે આઘાત લાગ્યો. એ ભય પર પડી, આળોટતી કલ્પાંત કરી રહી છે–“હે તાત ! તાત ! હે સંતાન પર અનહદ વાત્સલ્યમાં તત્પર ! હવે તે હાય ! મૂળ વિનાની વેલડીની જેમ તમારા વિના હું શેકપાત્ર બની ગઈ દુખિયારી થઈ ગઈ ! હે પિતાજી ! મેં તે માતાજીને જોયેલા જ નડ, તેથી તમે જ મારા માતા પણ હતા. મારે તે માતા ગણું, પિતા ગણું, ભાઈ ગણું, કે બેન ગણું, બધું તમે જ હતા; તે મારે એકના એક જ સગા તમે, તમારે અસ્ત થઈ ગયે શું મારે આપને પણ વિગ.
Page #173
--------------------------------------------------------------------------
________________
૧૫૮
થઈ જાય ? હું તાત ! એ મારા અનન્ય ઉપકારી તાત ! તમે એકાએક ચાલ્યા ગયા ??
ઋષિદત્તાના કરુણ કલ્પાંત પર એના પતિ કનકરથને લાગે તે છે જ કે આ બાળા એકલા પિતા સાથે આ વનવગડામાં ઊછરેલી, એમની પાસેથી શિક્ષણ સ ́સ્કરણ પામેલી, એને આવા ઉપકારીને! આમ એકાએક વિયેગ થઈ જાય એ અસહ્ય બને, એ સ્વભાવિક છે. પરંતુ હવે કલ્પાંતથી શું વળે ? તેથી મારે એને આશ્વાસન આપવું જોઈએ; ’ એટલે એ એને કહે છે,
કુમારની તત્ત્વવાણી
:
ધીરી પડ, ધીરી પડ, હું પ્રિયા ! આટલેા બધા કલ્પાંત કરવા હવે રહેવા દે. તુ જાણે છે કે આ તારા દેવ જેવા પિતાએ પાતાના ઘસાઇ ગયેલા શરીરમાં અત્યન્ત વેદના હેાવાથી એનાથી છૂટવા પરલોકયાત્રાને મા લીધા છે. આપણે આપણા સ્વાર્થ જોઈ એ છીએ કે આવા પિતા કેમ અમને રખડતા કરીને ચાલ્યા ગયા ?’ પરંતુ એમના દુઃખને શું આપણે જેવાનું નાડુ ? અને
· હું સુશીલા ! આ તારા પિતાએ તે મેટાં રાજ્યસુખ પણ ભોગવ્યાં અને મડ઼ાન તાપસવ્રત પણ પાળ્યું; એમ સાંસારિક છો અને યાગીજના અનેની દૃષ્ટિએ જીવન કૃતાર્થે કર્યું. હવે તે, સમય થયે ચાલતી પકડે, એના પર શુ શેક કરવા જેવા છે? સૂ ઉદય પામી આખા દિવસ પ્રકાશમાન રહી જગતને પણ આન' આપી, પછી સાંજે સમય થયે અસ્ત પામે. એના
6
Page #174
--------------------------------------------------------------------------
________________
૧૫૯
પર કાણુ શાક કરે છે કે ખિચારો સૂર્ય અસ્ત પામ્યા, અડુ દુઃખમાં પડ્યો ! ’આવેા ખેદ સુન્ન માણસ ન કરે; કેમકે જાણે છે કે સૂર્ય આ પૃથ્વી પર સફળ ઉજ્જવળ કારકીદ્દી થી કુંતા થઈને ગયેા છે. એના પર ખેઢ શાનો કરાય?
'
“ બાકી હું સૌભાગ્યવતી ! સમય થયે જવાનુ કાને નથી ? આ જગતના સનાતન કાળથી ચાલી આવતા કેમ મુજબ નિયમ મુજબ વસ્તુમાત્ર પોતપોતાના સમય બજાવી રૂપાન્તર પામી જાય છે. ત્યાં રૂપાન્તરને બદલે સ્થિરતાને આગ્રડ રાખવા એ મૂઢતા છે. ‘ જગત્ ’ શબ્દને અર્થ જ એ છે કે જે વારંવાર ગમન કરે, વાર વાર નવી નવી નવી અવસ્થામાં ગયા કરે....’ એમાં પછી એકજ અવસ્થા કાયમી રહેવાને આગ્રહ ન રખાય. માટે આવા જીવન કુંતા કરી ગયેલા ધન્ય પિતા પાછળ શાક ન કરતાં એમના સુકૃતાની અનુમોદના કર.
'
,,
કુમારના ઉપદેશના સાર -
રાજકુમાર કનકર્યે ટૂંકમાં મહાન તત્ત્વજ્ઞાન દઈ દીધુ. (૧) દુઃખથી ત્રાસેલા માણસ દુઃખ નિવૃત્તિના માર્ગ લે એમાં આપણા સ્વાભગને ન રોવાય.
(૨) જીવન સમૃદ્ધિસંપન્ન, ગુણસ પત્ન, ને સુકૃતસપન્ન જીવી ગયેલાની વિદાય પર દુઃખ ન કરતાં એમના ગુણા અને સુકૃતેની અનુમોદના જ કરાય.
6
(૩) · જગત સ્થિર નહિ પણ પરિવર્તનશીલ છે,’ એ પ્રતિક્ષણ નજર સામે રાખી, સમય આવ્યે ચાલી જતી
Page #175
--------------------------------------------------------------------------
________________
૧૬૦
જગતની વસ્તુ પર ખેદ ન કરાય. “જગત” શબ્દ પ્રમાણે વસ્તુ જંગમન–પુનઃ પુનઃપરિવર્તને સ્વભાવ બોવે એમાં ખેદ કરે એ મૂઢતા છે.
કનકરથ રાજકુમારે નવી પત્ની વિદત્તાને આશ્વાસન આપ્યું અને રસાલા સાથે પાછો વળે. પિતાને આગ્રહ હતું કે એક સારી રાજકન્યાને પરી આવો. તે આ મળી તો હવે રુકિમણીને પરણવા જવાનું શું કામ છે? “રાણી એકથી બે ભલી, ના, કુમારમાં આવી વિષયલંપટતા નથી. જે જે ડર નથી કે છે કરીને કદાચ પરસ્પર લડી મરે છે ? એ ડર સામાન્ય માણસને ત્યાં. આ તે રાજા, એટલે મોટા ઠઠારા-વૈભવવાળ અને પાછે સત્તાધીશ. એને ત્યાં બે પત્નીઓને પરસ્પર લડી હળી સળગાવવાનું જરાય ચાલી ન શકે. -ત્તાની રૂએ રાજા એને તગેડી જ મૂકે.
આ સંસારમાં વૈભવ ઠઠારે અરે ! સત્તાનાં અંજામણ અને ! માટે સંસાર અસાર,
આજે દેખા જગતમાં એનાથી અંજાયેલી પત્ની, પુત્ર સ્નેહી પરિવાર કેવા હશે હશે ગુલામની જેમ વતે છે! અરે! વૈભવી અને સત્તાધીશ બનેલા દીકરાની ગુલામીઓ બાપને કેવી કરવી પડે છે! આ સંસાર અસાર નહિ ? ધમના ઘરમાં આ અંજામણ નહિ એટલે ગુરુની એવી તાબેતારો કોણ વેઠે ? હા, ગુરુના ગુણેનું અંજામણ હોય ધર્મનો ભારબેજ માથે હોય એ તે ગુરુની આગળ નમ્રપણે તેં. પણ એ કેટલાને? ને કેટલા પ્રમાણમાં ? આજના
Page #176
--------------------------------------------------------------------------
________________
૧૬૧
પડા કાળમાં એક ગુમાસ્તા પર શેઠનું જેટલું અંજામણ અને ભારબાજ હોય એટલું શિષ્યની ઉપર ગુરુનું અંજામણ અને ભારબાજ કેટલામાં જોવા મળે? ગુરુની આજ્ઞા કે ઈરછા હોશે વધાવી લેવાનું કેટલામાં દેખાય? શું બધામાં? ના, એટલે જ કહેવાય છે કે દુન્યવી વૈભવ-ઠઠારાનાં અને સત્તાના અંજામણ અનેરાં.
વલવ જેવા અંજામ ધર્મનાં નહિ, ગુરુના ગુણેનાં નહિ, તેથી એમની શેઠ જેવી તાબેદારી કોણ સેવે?
સત્તા લાવનાં અંજામણ અનેરાં ! તેથી રાજા બનનાર કનકરથને ડર નથી કે બે રાણી કરું ને એ અંદર અંદર લડી મને પજવે તે ? આ ડર ન હોવાનું કારણ પિતાની સત્તાધીશતાની આગળ રાણીઓની શી મજાલ કે ગરબડ મચાવી શકે ? ગરબડ મચાવાનારી, તગેડાઈ જ જાય. આમ, કુમારને ડર ન હ છતાં રાજકુમારે ત્રવિદત્તાને પરણ્યા પછી રુકિમણીને પરણવા જવાનું કેમ ન કર્યું ? એના માટે તે ઘરેથી નીકળ્યું હતું ને વળી રુકિમણું અને એને બાપ કુમારને ખૂબ ઝ ખી રહ્યા હતા. ત્યારે કહે, કુમારના દિલમાં એવી વિષયલંપટતા અને માનાકાંક્ષા નહતી, તેથી રુકિમણને પરણવા જવાનું માંડી વાળ્યું
વિષયલંપટતા અને માનાકાંક્ષા માણસને અધિક વિષ તરફ દેડાવે છે. અને
દુનિયાના વિષયો તરફ અધિક દેટ એટલે ભગવાન વધારે ભૂલાવાના.
Page #177
--------------------------------------------------------------------------
________________
૧૬૨
આ ઉત્તમ માનવભવ શા માટે છે? ભગવાનને મૂલવા માટે ? કે ભગવાનને વધુ યાદ કરવા માટે? ભૂલશે નિહ ભગવાનને મૂલવાના ભવ ઘણા, યાદ કરવાને ઉત્તમભવ આ માનવભવ. અનંતા ભવ ભટકયા આપણે; ત્યાં ભગવાનને ભૂલતા આવ્યા, ને તેથી જ હજી પણ ભટકતા છીએ.
વિષયા તરફની બહુ દાટ ભગવાનને બહુ ભુલાવે, માટે ભગવાનને ન ભૂલવાના માર્ગ આ, કે વિષાને ભૂલવા; (૧) બહાર દુનિયાના વિષાની બહુ લપ ન રાખવી; (૨) મનમાં વિષયાને બહુ પલાટવા નિહ.
બહાર એની બહુ લપ કર્યો કરે તે મનને એ પકડવાના. પછી દેવદન- નવકારવાળી વગેરેમાં પણ મન વિષયાના વિચારથી ઘેરાવાનુ.... જીવન જીવતાં વિષયની બહુ લપ રાખવાથી મનમાં એના જોરદાર સંસ્કાર ઊભા થાય છે, ને એ ધર્મ સાધના વખતે વિષયાના વિચાર રમતા કરે છે એટલે કહે,
ધમ માં મન સ્થિર રાખવા ઉપાય આ, કે જીવનમાં વિષયાની લપ આછી કરો.
પૂછે છે ને કે ધર્મ કરતી વખતે અમારું મન કેમ સ્થિર નથી રહેતુ ? સમજી લે એનું કારણ આ છે કે દુન્યવી જીવન જીવતાં નાનેથી માંડી મેાટી મેાટી વસ્તુએની ખૂબ લપ કરે છે. આ સાવરણી અહી કેમ મૂકી ? મસેાતા ત્રણમાંથી એ કેમ રહ્યા એક કેમ ફાટી જાય છે ?’.... આવી આવી તુચ્છ બાબતેાથી માંડી ઘર કેમ અપ-ટુ-ડેટ બનાવું ? ....સાસાયટીમાં બંગલા કેવી રીતે ઘાલુ ?....બાયડી કેમ
Page #178
--------------------------------------------------------------------------
________________
૧૬૩
દાસી જેવી થઈને રહે ? ....ડજારો લાખ રૂપિયા કેમ બને? કયા બજારમાં સારું માર્જિન છે?... સમાજમાં માનવંતા કેમ બનાય ?...આવી આવી મેટી બાબતોની લપ બહુ કરાય છે, બની શકે એટલે એની પાછળ ઉદ્યમ કરાય છે, એટલે જ એના ઘેરા સંસ્કારોને થર મગજ પર જામતો જાય છે પછી એ સંસ્કારો ધર્મ સાધના કરતી વખતે શાના જપે ? ત્યારે પૂછો.
દુન્યવી કાર્યમાં નહિ. ને ધમ કાર્યમાં મને કેમ અસ્થિર ?
પ્ર - દુનિયાનાં કામ કરતી વખતે નહિ, ને ધર્મ કરતી વખતે જ કેમ આડાઅવળો વિચાર બહુ આવે છે?
ઉ૦- આનું કારણ સ્પષ્ટ છે દુનિયાની બાબતેના દઢ સંસ્કારોથી એને રસ બહુ; એ રસથી દુનિયાનાં કામ કરતી વખતે જીવ એમાં બહુ ઓતપ્રેત થઈ જાય છે, તેથી મનમાં
એના જ વિચાર રમતા હોઈ બીજ–ત્રીજા વિચારને જગા નથી મળતી. ત્યારે, ધર્મકાર્યોથી ધર્મની બાબતોથી એવા દૃઢ સંસ્કાર પાડ્યા નથી, તેથી ધર્મને રસ જમા નથી, એટલે એવા રસ વિના ધર્મનાં કામ થાય એમાં ચિત્ત ઓતપ્રેત ક્યાંથી રહે? ન રહે એટલે એના જ વિચાર એવા જોરદાર સતત ચાલે નહિ, પછી દુન્યવી બાબતોના ઘેરા સંસ્કાર અને દુન્યવીને રસ બીજા-ત્રીજા વિચારની હારમાળા ચલાવે એમાં નવાઈ નથી.
ધર્મમાં મન સ્થિર કરવાના ૪ ઉપાય :એટલે કર્તવ્ય આ બની રહે છે કે દુન્યવી લપ ઓછી
Page #179
--------------------------------------------------------------------------
________________
કરે, એના પર બહુ મન ન લઈ જાઓ, એની બહુ પ્રવૃત્તિ ન કરે; દા. ત.
(૧) “આ શું છે? પેલું કોણ ગયું ? ઓલે શું બોલે છે ” આમ આડાઅવળા ડાફોળિયાં ને જે-તેમાં મન ઘાલવાનું, તેમજ એવા મફતિયા નિષ્ફળ વિકલ્પ કરવાનું બંધ કરો.
(૨) દુન્યવી જે કામ કરવા જરૂરી છે, એમાં પણ એને બહુ બહુ ઠીકઠાક કરવાનું અપ-ટુ-ડેટ બનાવવા ભારે મથવાનું, જરાક વાંકાચૂંકામાં આકુળ-વ્યાકુળ થઈ એને સુધારવાની ચિંતા કર્યા વગર કરવાનું, અને એને સરખું કર્યા વિના નહિ જપવાનું....વગેરે બંધ કરે.
(૩) થોડી ઘણી ત્યાગવૃત્તિ ઊભી રાખે, ત્યાગના નિયમ રાખે, જેથી પુદ્ગલની બહુ લપ ન કરવી પડે.
(૪) જીવનમાં સહન કરી લેવાની વૃત્તિ કેળવે, જેથી અણગમતું-બિનમાફક સહર્ષ ચલાવી લેવાય અને એને ટાળી દેવાની મથામણમાં ન પડાય; એમ ગમતું મળતું જતું ન રહે એ લક્ષમાં એને બહુ સાચવવા કરવાની ગડમથલમાં ઉતરાય નહિ.
આમ, (૧) ડાફોળિયાં ને નિષ્ફળ વિકપે બંધ (૨) જરૂરીમાં બહુ ઠીકઠાકની મથામણ બંધ; (૩) ત્યાગના નિયમો ને ત્યાગવૃત્તિ, (૪) સહન કરવાની વૃત્તિ ને ટેવ રાખવી.
આવા આવા ઉપાય અજમાવતા રહેવાથી બહારની બાબતેની લપ ઓછી થાય. એના પર જ ધર્મનું આરાધન કરતી વખતે બીજા ત્રીજા વિચાર અટકે એમ કર, આ કરવાની બહુ જરૂર
Page #180
--------------------------------------------------------------------------
________________
૧૬૫
છે. બન્ડારની લપ, જડ પુદ્ગલની લપ ઓછી કરે તો જ એના વિચારે મગજને ઘેરી વળ્યા ન રહે અને મનમાં ભગવાનને આવવાને અવકાશ રહે; નહિતર બહારની બહુ લપમાં તે ભગવાનને ભૂલવાનું બહુ થાય છે.
કુમાર પાછા નગરમાં -- રાજકુમાર કનકના મનમાં એવી બહુ લપ નથી, કેમકે એવી વિષયલંપટતા નથી, તેથી એક વિદત્તાથી સંતોષ માની બીજી રાજકન્યા રુકિમણીને પરણવા જવાનું માંડી વાળે છે. સામેથી કન્યાના પિતાને આગડ ભરે છે, છતાં હવે એ વાત નહિ, તેથી હવે પાછા વળી અવિરત પ્રયાણથી કુમાર પિતાના નગરમાં પહોંચી જાય છે. એના પિતાને સમાચાર મળ્યાથી કુમારનો પ્રવેશ બહુ ઠાઠથી કરાવે છે.
કનકરથ અને કાયદત્તા મહેલમાં પહોંચી જ ન માતાપિતાના પગમાં પડી નમસ્કાર કરે છે. એ પણ પ્રસન્ન થઈ એમને દીઘાયુષ્ય અને સુખ સંપત્તિના આશીર્વાદ આપે છે.
પ્રવર્તે શું પિતાએ પૂછયું નહિ કે આ તું રુકિમણુને બદલે બીજી કેમ લઈ આવ્યા ? કે પિતાને ખબર જ ન પડી?
ઉ–ખબર તે પડી, પરંતુ પિતાની ઈછા તો માત્ર એટલી જ હતી કે કુમાર લગ્ન કરે, પરિણીત જીવનમાં આવી જાય, પછી રુકિમણીને પરણી લાવે કે વિદત્તાને, એમાં કોઈ આગ્રહ નથી. વળી મોટી ઉંમરના છોકરાને, તેને આવા રાજકુળમાં સુંદર કેળવણી પામેલાને વિશેષ કહેવાનું શાનું હોય ?
સમજદાર સાથે મુખ્ય બાબતની જ ચર્ચા કરવાની હોય. ગૌણુ નાની-નાની બાબતની નહિ.
Page #181
--------------------------------------------------------------------------
________________
૧૬૬
નાની બાબતમાં ય સમજદાર સાથે ચાળીને ચિકણું કરવામાં સામાની સમજદારીની અવગણના થાય અને એમાં એને આપણા પર અભાવ ઊભે થાય છે. જાતને જ વિચાર કરી જુઓ, તમારી સાથે કોઈ નાની બાબતમાં તમારા વિચારથી વિરુદ્ધમાં ખેંચા ખેંચ કરે, દલીલબાજી કરે, તે તમને કેવું લાગે? એવું જ ને કે આ કેમ બેટી ખેંચા ખેંચ કરે છે? મેં આમ કર્યું એમાં મને શું અક્કલ વિનાને ગણે છે તે બેટા પ્રશ્ન કરે છે? આ કઈ મોટી બાબત હતી તે એમાં મેં સમજ વિનાનું કર્યું માને છે? આવું જાત માટે લાગે તે બીજાને પિતાના માટે એવું ન લાગે ?
રાજા કુમારને સમજદાર માને છે, અને પિતે જુએ છે કે, મુખ્ય બાબત સારી કન્યા પરણવાર હતી તે તે પતી ગઈ છે; તે હવે એ રુકિમણીને કેમ ન પરણી લાવ્યા ને આને કેમ લાગે, એ બાબત મહત્વની નથી.” બસ, એ અંગે કાંઈ પૂછ્યું નહિ. કુમારને રહેવા અલગ મહેલ આવે.
૨૪. માનસિક રે રફિમણ પર પ્રત્યાઘાત –
ઋષિદત્તાને અહીં હવે અશુભ કર્મનો ઉદય જાગે છે, તે એની સાથેના કુમારના લગ્નના સમાચાર પિલી રુકિમણીને પહોંચી જતાં, એ ઊંચીનીચી થાય છે, રુકમણીને આશાના ભાંગીને ભુક્કા થયા દેખાયા. કુમારને પરણવાનો રાગ તે ઘણું જ હતું,
Page #182
--------------------------------------------------------------------------
________________
૧૬૭
એમાં જુએ છે કે આ તે મારા બદલે વનવાસી કઈક ત્રાષિદત્તા પર ગઈ. એટલે એને ઈર્ષ્યા પણ થઈ આવી કે, “હે ? મારા બદલે આ પરણી જાય ?” રાગ કુમાર સાથે પરણવાની તાલા વેલી રખાવે છે, અને ઈર્ષ્યા ષિદત્તાને કેમ હેઠી ઉતારુ એવી નિર્દયતા કરાવે છે.
રાગ ઈ કરાવે છે. ને ઈર્ષ્યા નિર્દી બનાવે છે. રફિમણીની ક્રૂર વિચારણા -
એ વિચારે છે કે, “ ત્યારે હવે મારે શું રસ્તે લેવો ? ” જ્યાં સુધી કુમાર ઋષિદત્તા પ્રત્યે અભાવ અરુચિષવાળે ન બને ત્યાં સુધી એ એને છેડે નહિ, ને મને પરણે નહિ. એ તે એના પર ભારે દ્વેષ કરીને એને કાઢી મૂકે તે જ મને ત્યાં પેસવાની જગા મળે. માટે નષિદત્તાને હું કુમારની નજરમાં એવી કોઈ હલકટ જંગલી તરીકે દેખાડું જેથી કુમ ૨ ગુસ્સામાં ધમધમીને એને ખત્મ જ કરી દે, અગર દૂર જંગલમાં હટાવી દે. બસ, હવે આ માટે મારે રસ્તો શોધવે રહ્યો.”
જેજે, રુક્િમણી કેટલી ક્રૂરતાભરી વિચારણા પર ચડી છે કોણ કરાવે છે આ? અંતરને કુમાર સાથે પરણીને મનમાન્યા વિષયસુખ ભોગવવાની લાલસા ભર્યો રાગ અને એમાંથી જન્મેલ ઋષિદત્તા પ્રત્યેની ઈર્ષ્યા આ ભયાનક ક્રૂર વિચારણા કરાવી રહી છે.
જીવની પાસે ગોઝારી વિચારણા અને ગોઝારો અપકૃત્યો કરાવનાર રાગ અને ઈર્ષાના જાલિમ માનસિક રોગની ચિંતા છે.
Page #183
--------------------------------------------------------------------------
________________
૧૬૮
માનસિક રોગ કેવા જાલિમ? શરીરના જરા જેટલા રોગની ભારે ચિંતા થાય છે, માનસિક મેટા રેગેની પણ થેડી ય ચિંતા નહિ ? કેમ થતી નથી? કે કરવી નથી ? કરવી હોય તે રુડી થાય. શરીરના જરા જેટલા પણ રોગને કાઢવા માટે ઉપાય કેટલા કરાય છે ? અરે ! રોગ ઓળખાય નહિ, તે નિષ્ણાત પાસે તપાસ કરાવાય છે, અને ઓળખ થતાં ભારે ચિંતા કરાય છે, ને ઉપાયની યોજના ગઠવાય છે. એમ માનસિક રોગની ખબર ન પડે તે એના નિષ્ણાતને મળે, પૂછે, તપાસ કરાવે, એવું કાંઈ જીવનમાં ખરું? મનના રેગની ઓળખ થતાં એની મુખ્ય ચિંતા ઊભી કરે ખરા? કે,
અરરર! અહીં જીવતો છું ને આ રોગ હટાવ્યા વિના જાઉં, તો દીર્થ પરલેકે કેવી દુર્દશા ? અહીં પણ માનસિક રોગના કારણે કેટલી વિટંબણા?...'
આ ચિંતા કરવી હોય તે શું ન થાય? રાગ મદ-ઈષ્ય વગેરે માનસિક રેગેની ચિંતા કરવી હોય તે કરી શકાય એવી છે ભૂલશે નહિ.
માનસિક રેગે શરીર બગાડે છે.
શરીરરેગની ચિંતા કરનારા, પણ માનસિક રોગમાં રીબા નારા, પ્રાય શારીરિક રોગના ચાલુ ભોગ બન્યા રહે છે. આજનું મેડિકલ સાયન્સ કહે છે “શંકા, ભય, ગુસ્સ વગેરે માનસિક લાગણીઓ શરીરના લેડી ધાતુઓ–પાચન વગેરે પર ખરાબ અસર કરે છે. એમાંથી ડાયાબિટિસ વગેરે રોગ થાય છે.” માણસ જમતી વખતે કોઇના ધમધમાટ માં હોય તે એ વખતે લીવર હજરી વગેરેના રસ વિકૃત થવાથી એવા વિકૃત અનમાં ભળી
Page #184
--------------------------------------------------------------------------
________________
૧૬૯
રેગ કરે એમાં નવાઈ નથી. આમ, ક્રોધ ભય-શંકા વગેરે માનસિક રોગોની શરીર પર પણ ખોટી અસર પડે છે.
માનસિક રોગોની વન-અવતાર ઉપર ખોટી અસર પડે છે.
એ કેવી રીતે એને તે મોટો વિસ્તૃત વિચાર થાય.
(૧) શેકાના માર્યા કઈ ધ–ઘણયાણીના વચ્ચે કાયમી કલેશ ઊભા થઈ ગયા, કેઈ પિતા-પુત્ર અને શેઠ–મેનેજરના રાહ જામતા નથી. (૨) ભયના માર્યા ઊધા ધારણ કરી કેટલાએ પિસા ગુમાવ્યા. (૩) મુસાભર્યા સ્વભાવથી કુટુંબ કલેશ હંમેશ ચાલ્યા કરે છે. (૪) વાર્થના જ અંધાપામાં મોટા શે ઠેય પણ પીઠ પાછળ ચૂ- થ ય છે. (૫) વૈરની ગાંઠ બાંધી કેટલાય પામર સારા ચાન્સ ગુમાવે છે. (૬) અભિમાનના તેર પર કેઈકને લપડાકે પડી. કેટલું જેવું છે?
આખું જગત આ વાર્થ ભય-શંકા-ગુસ્સ–વર અભિમાન વગેરે માનસિક રોગીના અનર્થોનું પ્રદર્શન છે.
એકલી આપણી જાતમાં જોઈએ તે ય દેખાશે કે આપણે એક યા બીજી માનસિક રોગને ખુશમિશાલ સેવીએ છીએ.
ખુશમિશાલ ” એટલે સમજો છો? જે સેવવામાં દિલને સંકોચ નથી, સેવવા પર કેઈ અફસ નથી કે “ અરે ! આ મેં શું કર્યુ ? ” કેઈભય નથી કે “આ સેવીને મારું શું થશે? ” દા. ત.
આઘે ક્યાં જવું ? માનો ને કે દેરાસરમાં ભગવાનનાં દર્શન કરતા હતા એટલામાં કઈ પૂજા કરનાર આડે આવીને
Page #185
--------------------------------------------------------------------------
________________
૧૭૦
ઊભા, પ્રભુનું મુખ દેખાતું બંધ થયું, ત્યાં ઝટ મનમાં ગુસ્સા ઊડી આવે છે! વીતરાગના મંદિરમાં ગુસ્સે ?
ગુસ્સો કરવાના સંકોચ છે ખરો કે મંદિરમાં ગુસ્સા ન થાય? ના, મર્દોરમાં ખાવા પીવાના સંકેાચ ખરા, કે ખવાયપીવાય ના હું; પણ ગુસ્સાને અભિમાનને 'કાચ નહિ કે એ ન થાય. પછી અસેસી પણ નાહુ કે રાગ પ્રભુની સમક્ષમાં ગુસ્સો કર્યાં ? કેવુ ભય નહિ કે ગુસ્સેા કરું છું, તે ધર્મનાં પાપ લાગશે ! ને ગુસ્સાના સંસ્કાર કેવા દૃઢ થશે ? એથી આ ભય જ નહ. આમ ગુસ્સાન કરે છે?
ખાટુ
· અરેરે ! મે' વીતકામ ? ’ કોઇ સ્થાનમાં ય કેવાં
રહી દન અટકાવે તે ગુસ્સા
આગળ મારું શુ થશે !' માનસિક રોગ કેથા અનથ
પ્ર૦ પ્રભુની આડે ઊભા
ન થાય ?
ઉ-એ વિચારો ને કે,
વીતરાગનાં દર્શન શા માટે કરવાં છે ?
:
કહેતા નાં, · પુણ્ય માટે. ' એકલાં પુણ્યથી આત્માને ઉદ્ધાર નહિ થાય. એકલાં દર્શીન જ શું.' ડેડ ચારેત્રપાલન સુધી અનંત વાર કર્યો, પણ એ નિષ્ફળ ગયાં, ને હજી સ ́સારમાં રખડતા છીએ. કારણ ? પુણ્ય અને એથી મળતા દુન્યવી સુખ માટે એ દનાદિ કર્યા. ત્યાં આત્માના આ ભયાનક જન્મમરણાદિ વટ’અણાભર્યો સંસારમાંથી ઉદ્ધાર કયાં થયા?
અગર કહા, ‘ પ્રભુ દČન આત્માનાં કલ્યાણ માટે કરીએ છીએ, ' તો એ વિચારે કે શુ કલ્યાણ ગુસ્સાથી થાય ? કષાયેા
Page #186
--------------------------------------------------------------------------
________________
૧૭૧
અટકાવવાથી કલ્યાણ કે દ બવાથી ક૯યાણ? દર્શનમાં કઈ આડે આવ્યું ત્યાં ગુસ્સો અટકાવવા આ વિચારાય કે “ દર્શનથી મારે આત્મકલ્યાણ સાધવું છે, કષાયને મારવા છે, અંતે વાત રાગ થવું છે, તે શું કામ ગુ કરું?”
વીતરાગના દર્શનાદિ વીતરાગ થવા માટે હોય; ને વીતરાગ થવાનું રાગ-દ્વેષ કામ કોધાદિને સદંતર નષ્ટ કરી દેવાથી જ બને.
બીજા સરાગ દેવ નડિ, ને વીતરાગ દેવનું આલંબન પકડીએ, એમનાં દર્શન પૂજન ગુણગાન કરીએ, તે વીતરાગ બનવા માટે જ હોય. આ આલંબનની બલિહારી છે; કવિ કહે છે,
પ્રભુજીને અવલંબતાં, નિજ પ્રભુતા હો પ્રગટે ગુણરાશ કે; દેવચંદ્રની સેવના, આપે મુજ હૈ અવિચલ સુખવાસ કે ત્રષભ જિર્ણોદશું પ્રીતડી. ' તન-મન-ધન વાપરવા છે, કયાં વાપરીએ તો ઊંચા આવીએ ? ને આપણી પ્રભુતા યાને વીતરાગ દશા પામવા તરફ ચડવાનું થાય?
કહે વીતરાગ ભગવાનમાં એ લગાવીએ, તન–શરીર પ્રભુને જેવા માં ને વીતરાગની આજ્ઞા પાળવામાં વપરાય, મન પ્રભુનાં જીવન ગુણે અને ઉપકાર ચિંતવવામાં વપરાય, ધન પ્રભુની ભકિતમાં જાવ મતલબ, વીતરાગરૂપી વિષયમાં તન-મન-ધન જેવાય, તે નિજના રાગ-દ્વેષ વગેરેની ગુલામી એાછી થતી આવે, રાગ દ્વેષાદિ ઘટતા આવે અને અંતે સર્વથા નાટ થઈ વીતરાગ પણની પ્રભુતા પ્રગટ થાય. આ વીતગનાં આલંબને જ થાય.
Page #187
--------------------------------------------------------------------------
________________
૧૭૨
ત્યારે, આવું સુંદર આલંબન મળ્યું છતાં કો–રષઆભમાન વગેરે મનના રેગ પોષીએ તે દુર્દશા ક્યાં મીટ વાની? દર્શનની આડે આવનારો ગુનેગાર છે એ વાત જરા બાજુએ રાખો, પણ એ જુએ કે આપણને અનંત કાળથી આ સંસારમાં ભટકાવનાર કો-રોષ આપણે (૧) વીરાગની સમક્ષમાં ય સેવીએ, (૨) વીરાંગના દર્શનમરણ માટે પ્રભુનું આલંબન મળવા છતાં ય સેવીએ, ને (૩) વીતરાગ બનવાની પ્રવૃત્તિમાંય સેવીએ તે આપણા એ કચરા, એ મનના રેગ ક્યારેય મટવાના ?
કોધ કરીને શું આપણે વીતરાગની નજીક જઈએ છીએ કે પાછા પડીએ છીએ? દર્શન વખતે કોઈ અટકાવવા બીજો ઉપાય:
પ્રભુદર્શને કેઈ આડે આવ્યું છે તે કોટી આવી, ત્યાં ધને ન ઊઠવા દઈએ તે દર્શનની પહેલી કક્ષાની પરીક્ષામાં પાસ થયા, નડિત નપાસ.
પ્ર– પણ ત્યાં રહેવાતું નથી ને ?
ઉ૦-કારણ કે એકલાં દર્શનનો આગ્રહ છે, પણ સ્મરણનો નહે. નહિતર દર્શન બંધ થતાં, જે ત્યાં આંખ મીંચી પ્રભુનું સ્મરણ કરીએ, એ વીતરાગ ભગવાનના ગુણ-જીવન-ઉપકારમાં મન લગાવીએ, તે ગુસ્સો કરવાને રહે નહિ. દર્શન કરીને ય પ્રભુનાં સ્મરણમાં જવું છે ને? તે જરા દર્શનમાં અંતરાય આવ્યું તે ય એ જ સમરણ કરવાનું. શું કામ ગુસ્સે ભ મૂકે ? મન નવરું હોય તે ગુસ્સામાં જાય ને? મનને પ્રભુનાં સ્મરણમાં લગાવી દીધું પછી ગુસ્સામાં નહિ જાય.
Page #188
--------------------------------------------------------------------------
________________
૧૭૩
વાત આ છે કે પ્રભુદર્શન કરવાને ઉદ્દેશ જ લક્ષમાં નથી; દર્શન મરણ માટે. ” એ ધ્યાનમાં નથી તેથી દર્શનમાં અંતરાય આવતાં “સ્મરણની તક મળી, તો આંખ મીંચી મરણ કરું, મન એમાં લગાઉં.” એ ખ્યાલમાં નથી, એટલે જ મન બીજા બીજા વિકલ્પ અને ગુસ્સામાં પરેવાય છે.
પ્રભુનાં દર્શન પ્રભુનાં સતત મરણ માટે છે એ ખૂબ ખ્યાલમાં રાખો,
આ ખ્યાલ રહેતાં દર્શન કરતી વખતે વચ્ચે આંએ મીચી મીંચી એ જોવાનું મન થશે કે પ્રભુ કેટલા યાદ રહ્યા ? કેવા યાદ આવે છે ?” બરાબર સ્મરણમાં લેવા આંખ પ્રભુ પર બરાબર લગાવી લગાવી, એમાં ય ખાસ કરીને પ્રભુની કીકીમાં વીતરાગતા જોઈ જોઈ એ વીતરાગતા પ્રભુએ ક્યાં ક્યાં જાડી, એ ધ્યાન પર લેવાનું કરાશે ત્યાં વચમાં કેઈ આડે આવ્યું તો મનને કાંઈ નહિ. આંખ મીંચી સ્મરણ ચાલુ થઈ જશે.
મનના રોગ હટાવવા છે? દર્શન વખતે બીજા પર ગુસ્સે થાય એ મનને રોગ છે એ હટાવવાને માટે આ ચાવી છે કે આંખ મીંચી પ્રભુનું સમરણ ચાલુ કરી દો. સમરણમાં મન રોકાયાથી ગુસ્સો અટકી જશે. આ ચાવી બીજે પણ કામ લાગશે. પણ પહેલી વાત એ છે કે
આપણા ક્રોધ-અહંકાર રાગ-દ્વેષ વગેરે એ જાલિમ માનસિક રોગો છે એનો પાકો ખ્યાલ, ને સાથે એ સેવતાં અરે કારો-અફસેસી-ગ્લાનિ થવી જોઈએ. એની પાછળ ભય લાગવો જોઈએ.
Page #189
--------------------------------------------------------------------------
________________
૧૭૪
પછી મનમાં બીજું સારૂ ચિ'તવવાનુ` ચાલુ કરી દેવુ, જેથી એ રાગ છે.
કામ ક્રોધ–લાભ વગેરે ભય કર રેગાને હટાવવા આ ચાવી છે.
પેલી રુિકમણીને રાજકુમાર કનકરથ પાતાને બદલે ઋષિદત્તાને પરણી ગયાનું જાણવા મળ્યુ તેથી ઇર્ષ્યાથી હવે ઋષિદત્તાનુ કાટલું કઢાવી નાખવાનું ધારે છે. ઈર્ષ્યા, હિંસાની ધારણા, નિયતા એ આત્માના ભયંકર રોગ હાઈ એના ભય લાગવા જોઇએ. પણ એ લાગવાની વાત નથી, એટલે એ શું કામ હવે અટકે ? એણે એક જોગણીને સાધી એની પૂજા ભક્તિ કરી કહે છે,
રુક્િમણી જોગણીને સાધે છે :
મા ! જોને આ મને પરણવા નીકળેલા રૂપાળા રાજકુમાર કનકરથ પર જંગલની કોઇક ઋષિદત્તાએ એવું કાંક કામણ ટૂમણું કર્યું કે પછી રાજકુમાર એનામાં ભાળવાઈ જઇ એને જ પરણીને ચાલ્યે પા; અહીં મારા પિતાના આગ્રહ અને એના પિતાના આદેશ છતાં પરણવા આવ્યે નહિ. માટે મા ! ઋષિદ્રત્તા પર તુ કાંઈક એવુ` કલ`ક ન ચઢાવી આપે કે રાજકુમાર એને કાઢી મૂકી મને પરણવા આવી જાય ? એવી લુચ્ચી જંગલની બાળાને કલકિત તરીકે ઓળખી લઈ ભલે ને પછી એ પાછી એને જંગલમાં રખડતી કરી નાખે તે ય શે। વાંધા ?’
માણસ કોઇ પણ કાયના; જેવા કે ક્રોધના, અભિમાનના, માયાના, ઇષ્યોના કે લેભના, આવેશમાં ચડે છે ત્યારે દિલના પરિણામ કેટલા નિષ્ઠુર કરાય એનુ માપ નથી રાખતે, એને એક જ ધૂન રહે છે કે, ચેન કેન પ્રકારે મારું' ધાર્યુ. સિદ્ધ
Page #190
--------------------------------------------------------------------------
________________
૧૭૫
કરુ; યા સામાને બતાવી આપું.' બસ, પછી એ માટે જરૂર પડયે અધમાધમ કાયવાહી કરવામાં સ`કેચ શું કામ રાખે ?
કુલવાલક મુનિને ગુરુ પર દ્વેષના આવેશ જાગતે રહ્યો, તા એ કેટલા બધા ભ્રષ્ટ થયા ? એમાં ય વેશ્યાની સરભરા લેવાના રાગના આવેશમાં તણુાયા. તે એમનું ચા રેત્ર–સંયમ ને સમ્યગ્દર્શન પણ ઠેકાણે પડી ગયું', ને કે ભગવાન મુનિ– સુવ્રતસ્વામીના પ્રાચીન સ્તૂપ તેડાવી નખાવવા તથા વિશાલાનગરી નષ્ટ કરાવવા સુધી પહોંચી ગયા !
બ્રહ્મદત્ત ચક્રવતી એ વિષયાસક્તિના આવેશમ, જાતિસ્મરણ અને અધજ્ઞાની ભાઇમુનિની શિખામણ વગેરે મળ્યુ છતાં સાતમી નરકના પથ લીધા ! અ ંતે પેાતાની આંખ ફોડાવનાર એક બ્રાહ્મણ પરના ક્રોધના આવેશમાં એણે જગતભરના બ્રાહ્મ ગેાની આંખેા ફોડાવવાની કાળી લેશ્યા લગાવી. મૂળ કારણ વિષયાસ ક્તને આવેશ;-મારા વિષયસુખેને તોડાવનાર કઇ હરામીની જાત છે ?’
સિક્ક્મણી પણ કનકરથ રાજપુત્રને પરણવાના લાભના આવે શમાં નિર્દોષમાળા ઋષિવ્રુત્તાનુ કાસળ કઢાવવાની પેરવી કરે છે. આપણે કામ-ક્રોધ-લાભ-ઇર્ષ્યા-મશ્કરી વગેરેના આવેશમાં ચડતા પહેલાં સાવધાન બની જવા જેવુ છે. નહિતર એનાં ખતરનાક પરિણામ વેઠવાનાં આવે ત્યારે એમાંથી બચવાનેઊગરવાને કાઈ અવકાશ જ નિહ રહે.
એક મનુષ્ય ભવ દુર્ગાતના હજારો ભવાને નાંતરનાગ કેમ બને છે ?
Page #191
--------------------------------------------------------------------------
________________
૧૭૬
આથી જ કે વિષય કષાયના આવેશમાં ભાન ભૂલી જીવે જાલિમ વિચારણા યોજના-પ્રવૃત્તિ કરી હોય છે.
મરીચિએ શિષ્ય કરવાના લેભના આવેશમાં ઉત્સુત્ર ભાષણ કર્યું, તે એને અસંખ્ય ભવ દુર્ગતિઓમાં ભટકવું પડયું. કેટલાય ભવ દેવગતિ મનુષ્યગતિ મળી, તે ય જૈન ધર્મનું મોટું દેખવા ન મળ્યું ! અજ્ઞાન કષ્ટતપથી દેવક મળે, તેથી શું ? આત્માની ઉના, આત્માનું કલ્યાણ ક્યાં છે? ભવે ભવે ત્રિદંડિક સંન્યાસીપણું લઈ સંસાર છોડવા છતાં, જૈનધર્મ મળ્યું નથી તે પાપના ત્યાગ કયાં છે? સમ્યગ્દર્શન અને સમ્યક્યારિત્ર કયાં ?
૨૫. જોગણુની પાપલીલા કિમણીએ ગણને સાધી. જેગણ વિદ્યામંત્રની જાણકાર હતી. એણે ઘાટ ઘડી કાઢયે એ કે જેમાં ત્રાષિદત્તા કઈ હત્યારી ડાકણ છે, અને મનુષ્યના માંસ-લેહી આરોગનારી છે, એ ભાસ થાય ! વિદ્યામંત્ર તે દિવ્ય વસ્તુ છે, એને ઉપગ છે? દિવ્ય કામ કરવાને? કે રાક્ષસી-પિશાચી કામ કરવાન? પરંતુ,
વસ્તુ ગમે તેટલી સારી હોય છતાં એના ઉપયોગનો આધાર એ વસ્તુના પાત્ર ઉપર છે.
પાત્ર કેટલી લાયકાતવાળું છે એ હિસાબે ઉપયોગ થવાને. વરસાદનું નિર્મળ પાણું એનું એ જ, પણ સાપને મેંમાં જઈ ઝેર બને છે, ને ગાયનાં મુખમાં જઈ દૂધ બનવામાં ઉપયોગી
Page #192
--------------------------------------------------------------------------
________________
૧૭૭
થાય છે ! એ જ પાણી વળી કાળી જમીનમાં પડી ઘઉં ને કપાસ બનાવે છે! ત્યારે ઉકરડા પર પડી ગંદવાડ-કહોવાટદુર્ગધ વધારે છે ! પૈસા કેટલાયને મળેલા હોય છે, છતાં એનાથી ભારે જિનભક્તિ-સાધુસેવા દયા-પરોપકાર વગેરે ઉપગ થવાનું કેટલામાં દેખાય છે? બહુ થોડામાં જ ને? કારણ? પૈસા સારા પાત્રના હાથમાં પડ્યા હોય તો એને સદુપયોગ થાય. કપાતરના હાથે ચડયા પૈસા રંગ-રાગ, જીવહિંસામય, આરંભસમારંભે અને આગળ વધીને જુગાર-દુરાચાર-જુલમ વગેરેમાં વપરાતા હોય છે. વસ્તુ તો કિંમતી મળી, કિન્તુ આપણી પાત્રતા–ગ્યતા ઊંચી રાખીએ તે એને તારક સદુપયેગ થવાને. માટે જ
આપણે પહેલી તે આપણી પાત્રતા સારી ખીલવવાની જરૂર છે. પછી તે આપણને મળેલ ઠેઠ આ મનુષ્ય દેડથી માંડી ઈંદ્રિયે માનવ-મન, વાણી, બુદ્ધિ, તર્કની અને પુરુષાર્થની શક્તિ, તથા બીજી બાહ્ય સામગ્રી-સરંજામના ઊંચા સદુપયેગ કરવા તરફ જ લક્ષ રહેવાનું, અને એ ઉદ્યમ થવાને ચિંતન જ મુખ્ય એનું ચાલવાનું.
જોગણુનું ગેઝારું કૃત્ય :
પેલી બિચારી જોગણમાં પાત્રતા નથી તેથી વિદ્યામંત્રને દુષ્ટ ઉપયોગ, ગેઝારે ઉપગ, કરવા તરફ એ પ્રેરાય છે. ઋષિદત્તાના દુર્ભાગ્યે એ ઊપડી કનકરથ રાજકુમારના નગરમાં ત્યાં જઈ એણે તપાસ કરી લીધી કે રાતના ઋષિદત્તા પાસે શી રીતે પહોંચી જવાય. પછી મેડી તે મહેલ નજીકમાં માણસને અવસ્થાપિની નિદ્રા આપી જેથી કેઈ જાગી ન શકે; અને ૧૨
Page #193
--------------------------------------------------------------------------
________________
૧૭૮
ત્યાં એક માણસને મારી નાખી એનું લેહી માંસ લઈ પહોંચી રષિદત્તા પાસે, અવસ્થાપિની વિદ્યાથી પહેરગીર જેવાને પણ ઊંઘતા કરી દીધા છે, એટલે એને કઈ રોકનાર નથી. એણે ઋષિદત્તાને જોઈ તે એને લાગ્યું કે, “અહો શું આનું રૂપ ! કેવી આની કાન્તિ ! આ કુમાર પુણ્યશાળી કે આને આવી સ્ત્રી મળી ! પરંતુ મારે આ જેવાનું શું કામ છે? મને મારું ધારેલું બજાવવા દે.” એમ કરી એણે નષિદત્તાનું માં લેહી ખરડ્યું કર્યું, અને એના એશિકે માંસના ટુકડા મૂકી દીધા. પછી ત્યાંથી નીકળી જઈને અવસ્થાપિની વિદ્યા ઉઠાવી લીધી.
હવે અહીં જાગેલા લોકોએ માણસ મરાયેલો જોઈ કેહલ કરી મૂક્યા, અને રાજાને જઈને આ ભયંકર હત્યા થયાનું જણાવ્યું.
રાજા પૂછે, “આ હત્યા કેણે કરી ?”
લેક કહે –મહારાજા ! ગમે તે પુરૂષે ચા સ્ત્રીએ કરી હશે, એની ખબર નથી, પરંતુ હત્યા થઈ છે એ હકીકત છે. આપ પ્રજાના ન્યાયી માલિક છે, તેથી હત્યારાને પકડાવીને આપે ભયંકર સજા ફટકારવી જોઈએ.”
રાજા કહે છે. “આવું કામ કરનાર તો કઈ રાક્ષસ કે રાક્ષસી જ હોવી જોઈએ. જે હશે એને ખેંચી કાઢવામાં આવશે, એમ કહી સિપાઈઓને બોલાવી કહે છે. “જાઓ, તપાસ કરે, અને પકડી પાડે કેણ છે એ હત્યારે-હત્યારી ?'
કુમારને ચિંતા :હવે જ્યારે અહીં આ ધમાધમ ચાલી ત્યારે કુમાર જાગી જાય છે, અને વાતાવરણ પરથી સમજી જાય છે કે “કેઈ નિર્દોષ
Page #194
--------------------------------------------------------------------------
________________
માણસનું ખૂન થયેલું છે. બીજી બાજુ જુએ છે તે ત્રાષિદત્તાનું મેટું લેહી ખરડ્યું છે. એ ચમકી ઊઠે છે, એના મનને એમ થાય છે કે,
આ શું ? શું મારી પત્ની રાક્ષસી છે ? બહાર કઈક મારી નખાયે સંભળાય છે, ને અહીં આ લેહીયાળ મેં તથા માંસના ટુકડા પડયા છે ! ત્યારે શું આ રાક્ષસી ? તે રાક્ષસી મારી પ્રાણપ્યારી હેય? શાસ્ત્રમાં જે સંભળાય છે કે રૂપ અને સંપત્તિ પાપ માટે થાય છે, એવું અહી આ રૂપાળી સ્ત્રીમાં બન્યું લાગે છે. હે વિધાતા ! હે તાત! આ ઉલટું શું બન્યું? પત્ની તે સારી ગુણિયલ દેવી જેવી માનીને કરી ને એ રાક્ષસી નીવડી? હું કયાં ફસાયે જંગલમાં ?...”
કુમારના મનમાં અનેક સંક૯પ-વિકલપિ ઊઠયા. સારી ગુણિયેલ એવી પણ ના પદત્તાનું મે લેડી–ખરડયું અને પાસે માંસના ટુકડા દેખ્યા, તેથી માણસના ખૂન સાથે સહેજે આની કડી જોડાઈ ગઈ, ને એમાં કારણભૂત રૂપને માન્યું. મહર્ષિઓની વાણી એને યાદ આવી કે,
રૂપ અને સંપત્તિ પાપ કરાવનાર બને છે.”
જગતમાં આવું બહુ બનતું દેખાય છે કે રૂપાળા સ્ત્રીપુરૂ કેવા કેવા જાતે પાપે આચરે છે અને બીજા પાસે આચરાવે છે.
સૂર્યકાન્તા રાણી બહુ રૂપાળી, તે પહેલાં તો પતિ પ્રદેશી રાજાને એ ઘેલે કરેલો કે એ બિચારાને દેવ-ગુરુ-ધર્મ કશું યાદ જ ન આવે, ઉલટું નાસ્તિક બની લેકમાં પણ ધર્મ ન ચાલે એ માટે નગરમાં સાધુ–સંત જ આવતા બંધ કરેલા. સૂર્ય કાન્તાના રૂપનો આ એક અનર્થ. પછી બીજો અનર્થ એ થયું કે
Page #195
--------------------------------------------------------------------------
________________
૧૮૦
કેશી ગણધર મહારાજના ઉપદેશથી પ્રદેશ રાજા આસ્તિક અને ધર્માત્મા બને ત્યારે આ રૂપાળી પત્ની સૂર્યકાન્તાએ એને ઝેર ખવરાવી મારી નાખે.
સંપત્તિ પાપ કરાવનારીના દાખલા – સંપત્તિ પાપ કરાવે છે એના દાખલા આજે પાર વિનાના દેખાય છે. લાંચરૂશ્વત, દ્રોહ, અનીતિ, ખૂન, દુરાચાર વગેરે કેટલા ધૂમ પાપ સંપત્તિ પાછળ ચાલી રહ્યા છે ! મોટા મોટા દેશો આજે સામસામા લડી રહ્યા છે તે સંપત્તિ ઉપર જ ને ? સંપત્તિવાળા જ દેશ ગરીબ દેશો પર ત્રાટકી રહ્યા છે, જુલ્મ વરસાવી રહ્યા છે. ચૂંટણીઓ સંપત્તિ ખાતર જ લડાઈ રહી છે ને? અને સંપત્તિવાળા જ એમાં ઘાલમેલ કરે છે ને?
કે.ણકે રાજ્ય સંપત્તિના લેભે જ સગા બાપ રાજા શ્રેણિ કને જેલમાં નખાવી રોજ ફટકા મરાવવાનું કરેલું. ૦ રાજા અશકે સંપત્તિના બળ પર કલિંગ દેશમાં ભયંકર નરસંહાર કરાવેલ
મમ્મણ શેઠે સંપત્તિના મેહમાં સાતમી નરકના કૃર ભાર્યા. કી તૈપાયન દેવે દેવતાઈશક્તિ સંપત્તિના બળ પર દ્વારિકા સળગાવી દીધી. અમેરિકાએ એટમ બેંબની સંપત્તિ પર નિર્દોષ નાગાસાકી અને હીરોશીમા નગર બાળી નાખ્યા. સંપત્તિ શું ન કરે ?
કઈ મિલમાલિકને જોઈ અંજાઈ જાઓ છો ને? મેંમાં લાળ ગળે છે ને? પણ ખબર છે ખરી કે એમાં મેટા મોટા ઢોરોની કર કલેઆમ પર નીપજેલી ચરબી કેટલી વપરાય છે? સંપત્તિ ઉપર જ ને સંપત્તિ માટે જ આ હિંસક ધંધા ને ? સંપત્તિ કેવી ગેઝારી?
Page #196
--------------------------------------------------------------------------
________________
૧૮૧
રૂપ પાછળના અનાથ :– ત્યારે આજે રૂપની પાછળ કેટલાં પાપ ચાલે છે? પરસ્ત્રીનાં રૂપ પાછળની ઘેલી કામગીરી ઠેઠ વ્યભિચાર સુધી પહોંચાડે છે. આજે સ્ત્રીઓ ઉભટ વેશ કરી રૂપનાં પ્રદર્શન કરવામાં જાતમાં સળગતી કામવાસના પોષે છે, ને જેનારને કામના ઉન્માદ જગાવે છે. રૂપની પાછળ ઘેલાં બનેલ એક પ્રેમી બીજા પ્રેમીનું ખૂન કરે છે. રૂપ–ઘેલે પુત્ર માતાપિતાને ત્રાય દે છે. રૂપ–ઘેલા રાવણે યુદ્ધના હત્યાકાંડ અપનાવ્યા ! દુનિયાનાં રૂપ અને સંપત્તિને દુરથી નમસ્કાર કરવા જેવા અને એના પર ધિકાર વરસાવવા જેવા છે.
ઋવિદત્તા પર કનકરથને શંકા :કનકરથ રાજકુમારને રૂપાળી ત્રાષિદત્તા પર નરહત્યાની શંકા જાય છે. એ એને જગાડીને પૂછે, “તું જે મનમાં ન છૂપાવે તે હું તને પૂછું.” ત્રાષિદત્તા કહે, “પ્રાણુનાથ ! ખુશીથી પૂછે, મારે આપનાથી કશું છૂપાવવાનું નથી.”
કુમાર કહે, “પ્રિયે ! તુ માનવી સ્ત્રી નહિ, પણ કોક રાક્ષસી લાગે છે,
અરે ! આપ આમ બોલે છે ? ”
હા, આ જેને તારું મેં લેહી–ખરડયું છે, ને એશિકે માંસ પડયું છે. તેથી લાગે છે કે તે કોઈ માણસની હત્યા ક છે. નહિતર તારું મુખ આવું કેમ દેખાય ? ”
ત્રષિદત્તા દર્પણમાં જુએ તો પિતાનું માં એવું જ છે, ને એશિકે માંસ પણ દેખ્યું. એટલે
Page #197
--------------------------------------------------------------------------
________________
ઋષિદત્તાના જવાબ :
હવે ઋષિદત્તા કહે છે, “હું કશું જાણતી નથી. રાતના સૂતા પછી હું કયાંય ગઈ નથી, અરે ! જાગી પણ નથી. એટલે જે કાંઈ બન્યું હોય એ મારી ઊંઘતી અવસ્થામાં જ મારા કમે પ્રેર્યા કાઈ વેરીએ કર્યું હશે. તે પણ ગમે તે દૈવી પ્રયેાગથી બન્યું હશે. મને કશી ખબર નથી. જો હું માંસાહારી હેત, તે પૂર્વ માંસને ત્યાગ શું કામ કરત? છતાં આપ મને આપની માનતા હા, ને આપને વહેમ હાય તે! ઠીક લાગે તે સજા મને કરી શકો છે. સડેલુ પણ પોત!નુ અંગ કયાં કાપી નખાતુ નથી ? એમ આપના પરિવાર પૈકી હુ એક અંગ સડેલુ -બગડેલુ લાગતી હાઉં, તો ખુશીથી મા નિકાલ કરી નાખે. પાતને વહેમ જ હાય તેા પ્રિય પતિના હાથે મરાઈ જવામાં ય મને આનંદ છે.
કનકરથ રાજપુત્ર મોટા મનના છે, તેમજ આ ઋષિદત્તાના ખેલથી એના ઉપર શ્રદ્ધા થાય એવું છે કે, એ અસત્ય બેલે નહિ, યા માયાજાળ રચે નહિ; તેથી એનાં વચન પર વિશ્વાસ મૂકી માની લે છે કે, ‘ગમે તે અગમ-નિગમ કારણે આમ બન્યું લાગે છે, બાકી ઋષિદત્તા નિર્દોષ છે;’ને એ પ્રમાણે એને આશ્વાસન આપે છે કે, ‘તું નિર્દોષ છે; માટે મનમાં જરાય ખેદ ન કરીશ. તારા વેણુથી મારી શકા નષ્ટ થઈ જાય છે,’ કુમારના આ વિશ્વાસ પર જીએ એના મનની વ્યવસ્થિતતા શું કામ કરે છે. તેમજ હજી ઋષિવ્રુત્તાના પુણ્યોદય જાગત છે, એટલે પણ જુએ કે કુમારના
'
મન પર એ શેા પ્રભાવ
Page #198
--------------------------------------------------------------------------
________________
૧૮૩
પાડે છે. રાજા નગરમાં આખો દિવસ તપાસ કરાવે છે કે કોણે આ ખૂન કર્યું પરંતુ પો લાગતો નથી. કુમાર પાસે પણ વાત આવી કે કઈ ખૂનીને પત્તો નથી, છતાં એને નષિદત્તા પર લેશ માત્ર વહેમ જ નથી. ગુણસંપન્ન જીન જીવ્યું હોય તે પિતાના સંપર્કમાં આવેલા પર એની આવી છાયા પડે છે કે એવા કોઈ અણધાર્યા વિચિત્ર પ્રસંગમાં આ ગુણ સંપન્ન આત્મા માટે એમ જ હલકો અભિપ્રાય ન બાંધી લે. વિદત્તાના ગુણસંપન્ન જીવનની કુમાર પર આ છાયા છે. અલબત્ એમાં ઋષિદત્તાને પુણ્યદય પણ કામ કરી રહ્યો છે. અશુભને વૈદય થાય તો તે નિર્દોષને પણ કલંક ચડતાં વાર નહિ. સીતાજીને એમ બન્યું ને ?
જેગણુની રોજ ખૂનરેજી :અહીં એક દિવસ પૂરો થયે, પણ બીજી ત્રીજી રાત્રિએ પણ એમ જ ચાલ્યું. રોજ એકેક માણસનું જોગણ ખૂન કરતી ગઈ, ને ઋષિદત્તાના મુખ પર લેહીના લપેટા ને પાસે માંસના ટુકડાનું સ્થાપન કરતી ગઈ. રાજા પાસે જ ને જ ફરિયાદ આવતી ગઈ, ને એના તરફથી નગરમાં રાજ રજ ધમધમાટ તપાસ થતી ચાલી. કુમાર સાથે પણ એ આ અંગે વિચારણાની આપ -લે કરે છે કે આ રેજ રોજ કેમ ખૂન થયા કરે છે?
પેલી જોગણ એ ગણતરીમાં છે કે, “ રાજકુમાર કેમે ય પિતાની પત્ની પર વહેમ ખાય છે ? વહેમ લાવીને પોતાના પિતાને પદત્તાના મુખની રોજ રાતની સ્થિતિને કહે છે? જે આટલું થાય તે તે રાજા તરત કડી જેડી દે કે, “તે
Page #199
--------------------------------------------------------------------------
________________
૧૮૪
પછી ઋષિદા જ હત્યારી લાગે છે જે રોજ રાતના આ એકેક માણસને મારી નાખતી હાય.”
જોગણુની ગણતરી કેમ નિષ્ફળ? :પરંતુ ગણની ગણતરી પાર પડતી નથી, કેમકે (1) નષિદત્તાનું પુણ્ય તપે છે; (૨) વળી રાજપુત્ર કનકરથને ત્રાષિદત્તા પર અથાગ વિશ્વાસ છે, તેમજ (૩) એને પિતા હરિપેણ તાપસે આ કન્યા માટે જે ભલામણ કરી છે કે “આ વનમાં જ ઉછરેલી બાળા ભેળી છે, મુગ્ધ છે, માટે એ ધ્યાનમાં રહે કે એ શહેરી પ્રપંચને ભેગ ન બને” એ ભલામણ બરાબર ખ્યાલમાં છે. તેથી ત્રાષિદત્તા પર લેશ પણ અકાર્યની શંકા એને ઊઠતી નથી. તેમ પિતાનેય શંકા ન પડે એ માટે ઋષિદત્તાના મુખની રાતની વાત જરાય જણાવતે નથી.
હવે શું કરે જોગણ? કૃત્ય તો ગેઝાર કર્યો, પરંતુ ઋષિદત્તા પર કુમારને અભાવ તિરસ્કાર ઊભો કરાવવાનું કરી શકતું નથી એટલે એને પોતાની મેલી મુરાદ બર આવતી દેખાતી નથી. રોજ ને રેજ કષિદત્તાનું પ્રભાતે મોટું લેહી ખરડ્યું ને માંસ-ઘેરાયેલું દેખાડવાનું, છતાં કુમારને ઋષિદત્તા પર જરાય શંકા જ જતી નથી પિતે સજજન છે, અને ઋષિકત્તા સુશીલ-સદ્ગુણી હોવાને એને પાકે વિશ્વાસ છે. ત્યાં જોગણનું શું ચાલે ?
Page #200
--------------------------------------------------------------------------
________________
ર૬. દુષ્ટતા અને ધન મ
ત્યારે શુ જોગણ હારી થાકીને પાછી જાય એવી છે ? ના, દુષ્ટ માણસા ચાલે ત્યાં સુધી દુષ્ટતામાં હારતા થાકતા નથી. સંગમદેવનું ચાલ્યું ત્યાંસુધી મહાવીર પ્રભુ પ્રત્યે દુષ્ટતા કયે ગયા.
કાલસૌકરિક કસાઇને રોજ ૫૦૦ પાડા મારવાની આદત; તે શ્રેણિક રાજાએ એની આ ઘેર હિંસા બંધ કરાવવા એક વાર એને કૂવામાં ઊંધે મસ્તકે લટકાવ્યેા. તે શું એણે હિંસની દુષ્ટતા મૂકી ? ના, ત્યાં પણ એ ટેડાથી કૂવાની દિવાલ પર પાડા ચીતરી હાથેથી એના ગળા કાપવા લાગ્યા.
અગ્નિશર્માના જીવ જન્મે જન્મે સમરાદિત્યના જીવની પાછળ પડયા. તેમ કમઠ ભાઇ મરુભૂતિ તે પાર્શ્વનાથ ભગવાનના જીવની પૂંઠે સર્વ ભવે ઉપસર્ગ કરતા લાગ્યા. એ તે બ ંનેનું અંતે ચાલ્યું નહિ, ત્યારે પાછા પડયા, અને એ દુષ્ટતા મૂકી. તાય અગ્નિશમાં અનંત સંસાર ભટકવાના, એમાં શું દુષ્ટતા અંધ થયેલી ? ના ના, તે તે અન તે કાળ શાને ભટકે ?
આ પરથી સમજવા જેવુ એ છે કે દુષ્ટતાનેા ચીલે। ભય કર ! એકવાર દુષ્ટતા કરવાના માર્ગે ચડયા, પછી પાછા વળવાનું મુશ્કેલ છે. માટે દિલને દુષ્ટ બનાવતા પહેલાં જ વિચારવાનુ કે ‘આ દુષ્ટતાનું પછી પૂછડું લખાશે એ તને પાલવશે ? કાં સુધી દુષ્ટતા કર્યે જઈશ? અને એના ભયંકર દુઃખદ પરિ ણામ કેવાં ? અહી ઘેાડી તકલીફ પડતી હાય, ધન-માન ઓછાં મળતા હોય, એ બધું ચલાવી લે, લાભ જતા કર, પણ તકલીફ ટાળવા
Page #201
--------------------------------------------------------------------------
________________
૧૮૬ કે ધન-માન મેળવવા દુષ્ટતા ન આચર, દિલ જ દુષ્ટ ન બનાવ.”
દિલની દષ્ટતા શી? એ સમજે છે ને? દિલ બહુ વિષયલંપટ કે કષાયાવેશવાળું બને, એને દિલની દુષ્ટતા કહેવાય. આજે સિનેમા જેવાની લત લાગે છે એ શું છે? આંખના વિષયની લપટતા. એ દિલની દુષ્ટતા છે. આશ્ચર્ય છે કે આજની સ્ત્રીઓને આની લત લાગી છે! દુષ્ટતા કયાં સુધી પહોચી ? આર્યદેશની કુલીન બાળાઓ તે વિષયલંપટ પતિની સંપટતાને કાબૂમાં રાખનારી હોય એટલી એની ઊંચી કક્ષા. તે શું એ પોતે જ લંપટ અને દુષ્ટ બનવાની અધમ કક્ષામાં દેડે ?
એકલા સિનેમા જ શું, પણ વિલાસી વાંચન, અભક્ષ્ય ભક્ષણ, હોટેલમાં ભટકવાનું, ઉદુભટ વેશ, પફ-પીમેડ આદિ મજશેખ, બાથમાં સ્નાન, કલબ સોસાયટી વગેરેની લત, એ બધું વિષયલંપટતા જ છે, દિલની દુષ્ટતા જ છે. એમાં કાંઈ દિલની પવિત્રતા ન ગણાય, સ્વસ્થતા–શિષ્ટતા ન ગણાય. આ દુષ્ટતામાં જીવ કયારે હારવાને થાકવાને ? કશું નહિ, એ તે જીવનભરની બલા વળગી તે છોડે શાને ? ત્યારે પૂછો -
પ્ર- ઘર્મ ન બચાવે ?
ઉ- આજે દેખાય છે ને ધર્મ વધે છે, પર્યુષણામાં તપસ્યાઓ, 3છરામણીઓ ઓળીઓ, એચ્છ,ઉપધાન, યાત્રાઓ, વગેરે ધર્મ પ્રવૃત્તિ સારી વધી છે. છતાં એ કરનારનાં જીવન દેખે.
જશેખ ઘટ્યા? સિનેમા બંધ થયા ? અભક્ષ્ય કે ટેસદાર ભઠ્યભજન ઓછા થયા? હરવા–ફરવાનું, પરસ્ત્રી–પરપુરુષના દર્શન–મિલન-વાતચીતે, રાત્રિભૂજન, તિથિની વિરાધના,
Page #202
--------------------------------------------------------------------------
________________
૧૮૭
વગેરે વગેરે ઘટયા ? ના, આ પાપેા તે ધૂમ ચાલી રહ્યા છે! કેમકે, વિષયલ પઢતાની દુષ્ટતા ઘર કરી ગઇ, તે વારંવાર પાપ
કરાવે.
તો શુ ધમ ન બચાવે?
જરૂર મચાવે, પરંતુ ધામ સમજે અને મ આ દુષ્ટતાથી બચાવે.
આજે તા ધમ કરવા છે, પણ ધર્મના માંસમજીને ધર્મ કયાં કરવા છે? આનંદઘનજી મહારાજ કહે છે,“ ધરમ ધરમ રટતો જગ સહુ ક્િ, ધમ ન જાણે મ; ધર્મજિણેસર ચરણુ ગ્રહ્યા થકી, કોઈ ન બાંધે કર્યું. અર્થાત્ ધર્મ-ધર્માંની રટણ કરતા ફરનારા જગતમાં અનેક, ઘણા એવા મળશે જે એમ કહેતા હશે કે અમે ધર્મ કરીએ છીએ. પરંતુ અક્સાસી એ છે કે એ ધમ ના મ નથી જાણતા! એથી જ ધર્મ કરવા છતાં બીજી બાજુ લખલૂટ કમ બાંધે છે. નહિતર ધર્મ –જિણે સર ' એટલે કે જિનેશ્વર શ્રી ધનાથ ભગવાનનાં ચરણ પકડચા, અર્થાત્ વીતરાગ દેવાધિદેવને જ એકમાત્ર શરણરૂપે ધર્યાં પછી તે એવાં ક કોઈ ન બાંધે, પણ ધર્મના પાયામાં જિન-ચરણ પકડવાની વાત જ કયાં છે ?
"
""
જિનચરણ પકડવા, એટલે વીતરાગ પ્રભુનાં ચરણ પકડવા, એટલે કે વીતરાગતાને લક્ષ્યરૂપે પકડવી, વીતરાગતાને જીવન–આદેશ બનાવવી. જીવનના ઉદ્દેશ તરીકે નજર સામે વીતરાગતા રાખ્યા કરવી. બાહ્યથી ધર્મ કરનાર મધમાં આ કયાં છે? એલે, તમે ધર્મ કરનારા છે ને ? તે ધર્મના મા
Page #203
--------------------------------------------------------------------------
________________
૧૮૮
વિચાર છે? મર્મ વિના ધમ ફળે ? ઘઉંના દાણામાંથી કીડીએ મમ કોચી લીધુ હોય, તે। એ દાણા વાવવાથી ઊગે ? એન પર પાક આવે ? ના, તે જો મર્મ વિનાના એક ઘઉંના દાણા ય ન ફળે, તે મમ વિનાને ધર્મ શી રીતે ફળે ?
અગર કહો કે, અમે ધને! મમં
6
સમજીએ છીએ, ’
તા એટલા ધર્મને મમ શું?
કહા ને ધર્માંને મ એટલે, પાપ પ્રવૃત્તિમાંથી સારી પ્રવૃત્તિમાં આવવું” ના, એમ તે આપણે અનંતી વાર સારી પ્રવૃત્તિમાં આવ્યા, છતાં હજી ભવાટવીમાં રખડતા કેમ ?
ધો સ હાથ આવ્યા પછી અનંત કાળ ભટકવાનુ રહે નહિ.
ધ ના મમ વીતરાગતાના ઉદ્દેશ, વિષયલ પઢતા પર કાપ :—
માટે કહો, ધર્મના મહાથ લાગ્યા નહાતા, તેથી ભટકતા જ રહ્યા. જીએધા મઆ, કે વીતરાગ પ્રભુનાં ચરણ પકડવા, વીતરાગતાને આગળ કરવી, ધ સાધ નાનાં ફળ તરીકે વીતરાગતાને નજર સામે રાખ્યા કરવી. પાપ પ્રવૃત્તિ મૂકી ધર્મ પ્રવૃત્તિ કરીને શું જોઈએ છે? શા માટે ધર્મ કરી રહ્યા છે ? આના જવાબ આ, કે ક્રમશઃ રાગ-દ્વેષમનતા-તૃષ્ણા–આસક્તિ-વિષયલ પટતા ને કષાયાવેશ આછા થતા આવે; જેથી એક દિવસ એ સથા નષ્ટ થઇ વીતરાગ બનાય, અને આ સંસારજાળ અને જન્મ-મરણની જંજાળને અંત આવે. એટલા માટે પાપપ્રવૃત્તિ મૂકીને ધર્મ-પ્રવૃત્ત કરીએ છીએ.
Page #204
--------------------------------------------------------------------------
________________
૧૮૯
આમ, ધર્મને આ મર્મ, એ પાપપ્રવૃત્તિથી એટલા પ્રમણમાં છોડાવેએટલે એટલા પ્રમાણમાં પાપના પરિચય અને અભ્યાસ ઓછા થતાં રાગ-દ્વેષાદિ અટકાવે; તેમજ ધર્મ વીતરાગ પરમાત્માને કહેલ કરવાનું છે એટલે એમને નજર સામે રાખીને કરવાનો છે, અર્થાત્ વીતરાગનાં ચરણ પકડીને કરવાને છે; જાતે વીતરાગ બનવાની જ એકમાત્ર લાલસાથી કરવાનું છે. તેથી ધર્મ કરતાં રાગ-દ્વેષને દુબળા પાડવાનું લક્ષ રહે.
અનંતી ધર્મક્રિયા નિષ્ફળ કેમ ગઈ? :
પૂર્વે અનંતી ધર્મ પ્રવૃત્તિ કરી ત્યારે ધર્મનું આ મર્મ– રહસ્ય સમજાયું જ નહોતું. ઉલટું ત્યાં તે દુન્યવી વિશ્વના રાગના જેસથી જ ધર્મ પ્રવૃત્તિ કર્યો ગયા, “ધર્મ કરું તો પૈસા મળે, “ચારિત્ર લઉં તો માનપાન મળે, દેવતાઈ સુખભર્યા સ્વર્ગમાં જવાય...” આવા આવા ઉદ્દેશથી ધર્મ પ્રવૃત્તિ કરી ત્યાં રાગ-આસક્તિ-તૃષ્ણ જ વધે ને? એમાં જોરદાર મહા મેહનાં કર્મ ન બંધાય ને સંસારભ્રમણ ન વધે તે બીજું શું થાય ?
ત્રિપૃષ્ઠ વાસુદેવ અને બ્રહ્મદત્ત ચક્રવતીના જીવે પૂર્વભવમાં પહેલાં તો સારા ઉદ્દેશથી તપ-સંયમની સાધના માંડેલી, પરંતુ પાછળથી ઉદ્દેશ ફેરવી નાખ્યું અને મલિન એકલો પૌગલિક આશય ઊભો કર્યો, તે બંનેની ધર્મને જે માલ વાસુદેવચકવતીપણાની લીલા, તે ભેળવી લીધા પછી કે તે બધી કરુણ દશા સરજાઈ ? કેવાં જોરદાર કર્મ અને ભવભ્રમણ વધ્યાં? આ કરાવનારી આમાની વિષયલંપટતા એ એની દુષ્ટતા જ છે.
“ધરમ જિણેસર ચરણ રહ્યા થકી કેઈન બધે કર્મ,
Page #205
--------------------------------------------------------------------------
________________
૧૯૦
વીતરાગ ભગવાનના જે ચરણ પકડયાં, તો આવાં કર્મ બાંધવાનું હોય નહિ. એમણે એવા પ્રલેભક સગમાં પણ જે વીતરાગ ભગવાનને હદય સામે રાખી એમની વીતરાગતાને પિતાના આદર્શ તરીકે, પિતાને પ્રાપ્ત કરવાના ઉદ્દેશ તરીકે મનમાં જોરદાર પકડી રાખી હતી, તે એવાં કમ બાંધીને પતન પામવાનું શાનું ઊભું થાત?
પરંતુ વિષયલંપટતા ભુંડી, મહાદુષ્ટ, કારમી. ચડેલાને ય પાડે, તે પછી પૂર્વના અનંત કાળમાં ક્યા ચડવાનું કર્યું જ નથી ત્યાં પતનનું પૂછવું જ શું?
કર્મસત્તા જાણે વિષયલંપટ ધમીને કહે છે,-ધર્મના કષ્ટ કર્યા છે ને? તે એને માલ પુણ્યાઈ એકવાર ભેળવી લે, પણ પછી તારી મૂળભૂત વિષયલંપટતાની દુષ્ટતાનાં ભયંકર ફળરૂપે નરકાદિ ગતિએનાં ભ્રમણ માટે યિાર રહેજે.”
ધર્મ ન બચાવે? બચાવે, વીતરાગ ભગવાન નાં ચરણ પકડી રાખો તો બચાવે. ધર્મ કરતી વખતે ઉશ તરીકે પિતાને વિષયરાગ અને માનાદિ કષાય-આવેશની દુષ્ટતા ટાળી ઠેઠ વીતરાગતા પ્રાપ્ત કરવાને રાખે છે, તે એ ધર્મ અહીંથી જ બચાવવા માંડે. પૂછે –
ધર્મથી અહીં બચાવશે? અહીં બચાવ આ, કે ધર્મસેવનના કાળમાં તે વીતરાગ અને એમની વીતરાગતા નજર સામે છે જ, પરંતુ ધર્મસેવન પૂરું થયા પછી દુનિયાદારીમાં પડ્યા ત્યાં પણ વીતરાગતાની મિઠાશ મન પર આવ્યા કરે, વેરાગ્ય જાગતે રહે. એટલે
Page #206
--------------------------------------------------------------------------
________________
૧૯
વિષયલંપટતા અને કષાયાવેશની દુષ્ટતા દબાય ધર્મ સાધતાં જે વીતરાગતાને ઝંખ આવે છે, તે એ ઝંખના પછી થોડી જ ભૂલાય ? એટલે જ કહેવાય કે, “ધમ જિનેશ્વરનાં ચરણ પકડયા પછી દુનિયાદારીમાં પણ એવાં ભારે કર્મ ન બંધાય; ” કેમકે એ બંધાવનારી વિષયલંપટતા અને કષાયાવેશની દુષ્ટતા વીતરાગની ઝંખનાને લીધે ઊભી રહે નહિ.
પેલી જોગણ બચારી દુષ્ટતામાં પડેલી, એને કયાં વીત રાગ ભગવાનનાં ચરણ પકડવાનું સૌભાગ્ય છે ? તેથી પોતે ઘેર કૃત્ય કરવા પર પણ ધાર્યા પ્રમાણે કનકરથ રાજકુમાર પત્ની ઋષિદત્તા પર અભાવ-તિરસ્કારવાળો નથી બનતે એ જોવા છતાં દુષ્ટતા મૂકવા તૈયાર નથી. એટલે હવે એ, જુઓ કેવી આગળ વધે છે.
ર૭. વિદત્તા પર કલંક આ બાજુ રોજ એક એક માણસ હણાયાની ફરિયાદ રાજા પાસે આવે છે, અને કોટવાળોની તપાસમાં કેઈ હત્યારે મળતો નથી, એટલે રાજા હવે દિવાન પર ગુસ્સે થઈ કહે છે –“તમારા કારભારમાં શું ચાલી રહ્યું છે?”
સંન્યાસીઓને નિકાલ | દિવાન કહે છે, “તપાસ તે પૂરી કરાવીએ છીએ, મહારાજા! પરંતુ લાગે છે કે આ કોઈ સામાન્ય માણસનું કામ નથી, આ તે કેઈ વિદ્યા–મંતર-તંતર જાણનારનું કાર્ય લાગે છે. એ
Page #207
--------------------------------------------------------------------------
________________
૧૯ર
જાણનારા જોગી સંન્યાસીઓ હોય છે. માટે એક આદેશ કરે કે એક વાર તે બધા જોગી-સંન્યાસીઓને આ નગરમાંથી રવાના કરાવી દો. પછી જોઈએ આવું બને છે કે કેમ ?'
દિવાનની સલાહ ઉપર રાજાએ જૈન સાધુ-સાધ્વી સિવાય બીજા બધા જોગી-સંન્યાસીઓને નગરમાંથી રવાના કરાવી દીધા, અને નવા આવતા બંધ રખાવ્યા, આમ છતાં પેલી સુલ સાગણ તે હવે ગણના વેશે નહિ, પણ એક ગૃહસ્થના વેશે રહે છે, તે એને કેણ બહાર કાઢે ? એમ એ એનું ગોઝારું કૃત્ય રોજ એક માણસને મારવાનું ચાલુ રાખે છે, હવે દિવાન શું કરે, ને રાજા ય શું કરે? પડયા મુંઝવણમાં. બીજી બાજુ કનકર ત્રાષિદત્તાનું મેં લેહીલીંપેલું જોવા છતાં એના પર વહેમ લઈ જવા તૈયાર નથી. જે ગણું શું કરે ?
ગણને બીજો દાવ :બસ, હવે જોગણી એક સદ્દગૃહસ્થ બાઈના વેશે રાજા પાસે ઊપડી, અને કહે છે -મહારાજા! મને એક સ્વપ્ન આવ્યું છે, અને એમાં આ રેજની હત્યાનો ભેદ ખુલે થયે છે.”
રાજા તે એ રહસ્ય પકડવા માટે ઇંતેજાર હતે જ, એટલે પૂછે છે, “બેલે, શું સ્વપ્ન જોયું ?”
જેગણ કહે, “સ્વપ્નમાં મને એક દેવ કહી ગયે કે રાજાએ જોગી-સંન્યાસીઓને નકામા કાઢી મૂક્યા છે. હત્યારી કષિદત્તા જ આ અઘેર કૃત્ય કરનારી છે. કુમાર સાહેબ જે ત્રષિદત્તાને પરણું લાવ્યા છે, એ મૂળ તે વનમાં જ ઉછરેલી એટલે રાક્ષસી જેવી; વળી કાંક જંતર-મંતર જાણતી હશે તેથી
Page #208
--------------------------------------------------------------------------
________________
રાતના બહાર નીકળી કેઈ ન જાણે એ રીતે એક માણસને મારી માંસ ખાઈ કરી લેહી પણ પી કરીને પછી પોતાના સ્થાને જઈ સૂઈ જાય છે. હવે આપને તપાસ કરાવવી હોય તે ગુપ્તચરે દ્વારા રાતે એની ખાનગી તપાસ કરાવે.”
જોગણીએ આમ કહી રાજાને ભ્રમિત કરી નાખે. એનાં મનને થયું કે “આ શું? પણ સંભવ છે વનમાં જ ઊછરેલી એટલે આવી કોઈ આદત હોય, અને એ યાદ આવી જતાં આવું કામ ચાલું કર્યું હોય. લાવ ત્યારે પહેલાં ખાનગીમાં તપાસ કરાવવા દે કે ત્રાષિદત્તા શું કરે છે એમાં આનાં સ્વપ્નની સત્યતા-અસત્યતા વર્તાઈ જશે.”
એ વખતે કુમાર પાસે બેઠા છે તેથી કુમારને કહે છે, “આજે તું અહીં જ સૂઈ રહેજે. માણસે તપાસ કરી લેશે ને જેશે કે શું બને છે?”
કુમારને ચિંતા થઈ કે, “ગમે તે કઈ દેવી ઘટના તે બની જ રહી છે, તો સંભવ છે આજ રાત્રે ય બને ! પણ એમાં નિર્દોષ ઋષદત્તાનું બિચારીનું શું થશે ?” પરંતુ ચિંતા કરીને શું કરે? પિતાની આ તપાસ આગળ બોલાય એવું નથી, અને હવે ત્રષદત્તાને અશુભેદય ચાલુ થાય છે.
ગુપ્તચર &ષદનાની તપાસ રાખે છે. :
પત્યું, રાતના ગણીએ આજુબાજુવાળા સને અવસ્વાપિની નિદ્રાથી ઊંઘાડી દીધા, અને એક માણસની હત્યા, એના શરીરમાંથી માંસના ટુકડા અને લેહી લેવાનું, પછી ઋષિદત્તાના મુખ પર લોહીના છટકાવ કરવા, એના એશકે માંસના ટુકડા
૧૩
Page #209
--------------------------------------------------------------------------
________________
૧૯૪
મૂકી દેવાના, વગેરે કામ પતાવી પછી અવસ્વર્ધા પની નિદ્રા ઉઠાવી લીધી. રાજાના ગુપ્તચરોએ ત્યાં તપાસ કરી તા ઊંઘતી ઋષિદત્તાની એ સ્થિતિ નિહાળી, અને બહારની બાજુએ એક માણસની હત્યા થયેલી જોઈ. ખસ, બંનેની કડી મેળવી લઇ રાજા પાસે આવી કહે છે,
મહારાજા ! આજે પણ એક માણસની હત્યા થઇ છે, અને ઋષિદત્તાનું માં લેાહી ખરડયું છે, તેમજ એના આશિકા પાસે એ માણસના શરીરના માંસના ટુકડા પડેલા છે. એણે શી રીતે હત્યા કરી હશે એ જોવા નથી મળ્યું, પરંતુ એક બાજુ કાઈ માણસનું કપાયેલું શરીર, અને બીજી બાજુ ઋષિદત્તાનુ લોહી ખરડયુ મેહું તથા પાસે માંસના ટુકડા જોવા મળ્યા છે.’
રાજાને મનમાં ચાક્કસ થઇ ગયું કે, · માણસાને ગમે તે ગફલતમાં નાખીને પણ ઋષિદત્તાએ જ આ હત્યા કરી અને માંસ-લેહી ખાઈ-પી પાછળથી અઘાર કૃત્યથી મસ્ત બની એમજ લેાહિયાળા મુખે આ દુષ્ટા નિરાંતે સૂતી. પણ આજે પકડાઇ ગઈ. બાકી રોજ આમ આ જ કરતી હશે. ત્યારે કુમારે આ રાજ કેમ ચલાવી લીધુ ? ’
કુમાર પર ગુસ્સા ઃ
6
રાજા કુમાર પર ગુસ્સે થઈ કહે છે, અરે પાપી ! આ
તે રાજ બનતુ હતુ, તે કેમ આચરણવાળી આને તુ' જાણતા નભાવી લીધી ? તને શરમ ન આવી ? પતિ ! મારી આંખ સામેથી ચાર્લ્સે રાક્ષસણીનું પાષણ કરીને 'દ્ર જેવા ઉજ્જવળ આપણા કુળને
જા રે જા રાક્ષસીના જા. તે તે આવી
તે છુપું રાખ્યું ? રાક્ષસી છતાં, કુલાંગાર ! એને તે
Page #210
--------------------------------------------------------------------------
________________
૧૯૫
કલંકિત કર્યું ! જા જઈને જે એનું માં, કે એ કેવું ઘરકૃત્ય કરનારી છે એની ખબર પડે. ”
કુમારે જઈ ષિદત્તાને જગાડી પૂછ્યું કે “આ શું ? ” એણે કહ્યું “હું કાંઈ જાણતી નથી.” કુમારને વિશ્વાસ છે પણ પિતા માને એમ નથી. એ તે કુમારને ધમકાવે છે. ત્યાં કુમારના મનને ઘણું દુઃખ થયું, એ જુએ છે કે આ ઋષિદત્તા પર ખોટું કલંક ચડી રહ્યું છે.” નિર્દોષની વિટંબણા ન થાય એ હેતુથી પિતાને હાથ જોડીને કહે છેપિતા આગળ કુમારને પત્ની અંગે બચાવ -
પિતાજી ! આપની પુત્રવધુ નિર્દોષ છે. બહાર હત્યા થઈ છે એ વાત સાચી, પરંતુ હજી સુધી કોઈ એ તે જોઈ નથી લાવ્યું કે નષિદત્તાએ જ ખરેખર હત્યા કરી. ત્યારે એનું માં લેડી–ખરડયું તે ઊંઘમાં ગમે તે માણસ કરી શકે. માટે આપ ક્ષમા કરે, નિર્દોષની ઉપર વહેમ ન લાવશે. બાપુ! હજી ય તપાસ કરવી હોય તે આ સ્વપ્નની વાત કરનારની તપાસ કરો.”
રાજકુમારે આમ ભલે ને યુક્તિયુક્ત કહ્યું, પરંતુ ત્રાષિદત્તાને અને એને અશુભ ઉદય હોય ત્યાં એની યુક્તિયુક્ત પણ વાત પિતા જેવા પિતા પણ શાના માને ? એ તે વધુ ગુસ્સે થઈ કુમારને ધમકાવે છે -
“અરે ! સ્ત્રીના ગુલામ ! એને ખોટો બચાવ કરે છે ? પ્રત્યક્ષ પકડાયું કે પુરુષની હત્યા થઈ છે અને ત્રષિદત્તાનું મોટું લેહિયાળું તથા એશિકે માંસના ટૂકડા છે, પછી એને
Page #211
--------------------------------------------------------------------------
________________
૧૯૬
તું બચાવ કરે છે? ને “ચેર કેટવાળને દંડે” એમ આ સ્વપ્ન કહેનારી ભલી બાઈ બિચારી પર હત્યા કરનાર તરીકે વહેમ લાવવાનું કહે છે ? બેલ, આટલા દિવસ એ જંગલની ઊછરેલી ત્રાષિદત્તાએ હત્યા કર્યાનું તે નથી જાણ્યું ? કદાચ હત્યા કરતી નહિ જોઈ હોય પણ એનું લોહિયાળ મેં ને માંસ તે રેજ જોયા હશે ને? કેમ નથી બોલતો ? ?
અહીં કુમાર શું બેલે? પિતા એના મન પર કહે છે સ્ત્રી, ઘેલા ! આટલા દિવસ એ જાણવા છતાં એનાં કરપીણ કૃત્ય તે ઢાંક્ય રાખ્યાં ? ઊઠ ઊભો થા, તારું સ્ત્રી–ઘેલાનું મારે સાંભળવું નથી.”
૨૮. ગાવિદત્તાના વધને આદેશ : જીવની અશરદશા
આમ કહીને રાજા તરત સિપાઈઓને હાક મારી કહે છે, એ સિપાઈએ! જાએ પેલી હત્યારી રાક્ષસણી નષિદત્તાને નગરમાં ફેરવી ઘેર હત્યારી તરીકે જાહેર કરે, અને પછી મસાણમાં લઈ જઈ એને વધ કરી નાખે. જુઓ એ રાક્ષસી છે, તમને ગફલતમાં ન નાખે. એને મસાણમાં ઠેઠ પૂરી જ કરી નાખજે.” એકને અશુભેદય બીજાનાં માનને ય દબાવે.
ઋષિદત્તાએ પૂર્વ જન્મમાં એવું કઈક દુષ્કૃત્ય કર્યું હોય એના ગે અશુભ કર્મ બંધાવા પર હવે અહીં એ કર્મને ઉદય થતાં આવી વિચિત્ર ઘટના બની આવી એના
Page #212
--------------------------------------------------------------------------
________________
૧૯૭ પર હત્યાચારી તરીકેનું કલંક ચડે એમાં રાજકુમાર પતિને બચાવ શે કામ લાગે ? કુમાર પિતાને બહુ વહાલે છે, એની હોંશિયારી ઉપર પિતાના દિલમાં માને છે, પરંતુ રાષિદત્તાને અશુભદય અત્યારે એ પ્રેમ અને માનને અંકિચિકર બનાવી દે છે. પિતા પુત્રનું માનવા તૈયાર નથી.
રામચંદ્રજીને લમણ પર ઘણેય પ્રેમ હતું, લમણનું એ સારુ માને એમ હતા, પરંતુ સીતાજીને ભારે અશુભેદય જ છે એટલે એ વખતે લક્ષ્મણ રામચંદ્રજીને ઘણું ય કહેવા છતાં કે, “મોટાભાઈ! આ આપ લોકની નિંદાથી મક્કાસતી સીતાજી પર વહેમ લાવે નહિ, યા એમનો ત્યાગ કરવાનું સાહસ કરો નનિ,” આમ કહેવા છતાં રે! અત્યારે એનું માનવા તૈયાર નથી.
વિચારે ત્યારે કે સીતાજી જેવા મહાન આત્માને ય પિતાના કેક પૂર્વનાં અશુભ કર્મનો ઉદય આમ નડી જાય; પછી પતિ પોતે એમને ચેકકસપણે વિશુદ્ધ સતીત્વવાળી માનવ છો પિતાની જાતને એક બાયડી-ઘેલા નહિ એવા સારા રાજા તરીકે ખ્યાતના મેહમાં તાણે, અને પોતે અત્યંત પ્રિય ભાઈ લક્ષ્મણનું પણ કહેવું અવગણ, એમાં મહાન સીતાજીનો પણ અભદય કેટલા જોરદાર કામ કરી રહ્યો છે ? કર્મની કેવી શિરેજેરી કામ કરી રહી છે ?
ત્યારે શું રાજકુમારને આ જોઈ રહેવાનું ? પણ એ શું કરે ? પિતાની આગળ દલીલ તે કરો કે “પિત્તાએ માણસની હત્યા કરવાનું પ્રત્યક્ષ કેણે જોયું છે ? પરંતુ રાજાના મનમાં
Page #213
--------------------------------------------------------------------------
________________
૧૯૮
એક બાજુ હત્યા ને બીજી બાજુ વિદત્તાનું લોહિયાળું મોં તથા પાસે માંસના ટૂકડા, એ બંનેની કડી જોડાઈ ગઈ છે. એટલે એટલી જ વસ્તુ પર એ એને પ્રત્યક્ષ હત્યાકારિણી માની લે છે, અને પુત્રને પત્નીને મેહઘેલે માની ધમકાવે છે. ત્યાં વિનય દાક્ષિણયગુણવાળ એ કુમાર શું કરે?
પ્ર-શું એ પિતાને કહી ન દે કે જે તમારે એક નિર્દોષ સ્ત્રીને મારી નખાવવી છે, તો હું પણ એની સાથે મરીશ?
ઉ૦-કહી શકે, એને કોઈ પિતાના જીવનની એવી પરવા નથી. પરંતુ એક તો એ જન્મથી માતા પિતાની પ્રત્યે ભારે વિનય-દક્ષિણ્યવાળે છે, અને બીજી બાજુ સાંયે ગક પુરા એવો બન્યા છે કે, પિતાને ઋષિદત્તાની નિર્દોષતાની ખાતરી છતાં, બહુ જોર મારવાને જગા દેખાતી નથી. રેજના રોજ એક માણસની હત્યાની બૂમ, અને રોજે રોજ નષિદત્તાનું માં લોહિયાળું, આ સજજડ સાંગિક પુરાવા પર રાજાને નિર્ધાર થઈ ગયે, ત્યાં પછી કુમાર મરવાની તૈયારી બતાવે તેથી રાજા રાજાપણાની રૂએ ઋષિદત્તાને જતી ન કરે. તો પછી કુમારનું મત વ્યર્થ જાય ને તે આ જનમમાંની શકય સુકૃત-સાધના ગુમાવનારે બને. એટલે ત્રાષિદત્તાનું નિર્ધારિત મોત જાણી એમાં કશે સુધારે કે ફેરફાર અશક્ય જાણ કુમારે હવે બીજુ બેલવાનું બંધ કર્યું હોય, તેમજ પિતાના મૃત્યુને વ્યર્થ માની એને પ્રસ્તાવ ન મૂક હોય
પ્ર-તે પછી એને પિતાને જ ઋષિદત્તા પર શંકા ન ગઈ? ઉ૦-શંકા એટલા માટે ન રહી કે ઋષિદત્તા ગુણિયલ અને
Page #214
--------------------------------------------------------------------------
________________
૧૯૯
મૃદુ કામળ સ્વભાવની એણે અનુભવી છે. તેમજ એના પિતા તાપસના વૃત્તાન્તને એણે સાંભળીને એ કન્યાની ખાનદાની એ સમયેા છે; ઉપરાંત એણે શકાથી ઋષિદત્તાએ પોતે હત્યા તથા લેોહિયાળા મુખ અંગે કશું ન જાણતી હોવાનુ` કહ્યા પર કહ્યું હતું કે ' આમ છતાં તમને એમજ લાગતુ. હાય કે હ હું હત્યારી જ છું તો તમે ખુશીથી મને એક સડેલા અંગની જેમ ખત્મ કરી નાખેા. ' આટલી હકીકત પર હવે કુમારને એની નિર્દોષતાની ખાતરી કેમ ન થાય ?
'
"
અસ્તુ. હવે કુમાર લાચાર બની બેઠે છે; ને રાજાએ ચ'ડાલે આવ્યા એટલે એમને કહી દીધું કે, જુએ આ ઋષિદ્મના રાક્ષસણી છે એટલે સાવધાન રહેજો, તમને ય ઠગી ન જાય, લઈ જાઓ એને નગરમાં રાક્ષસી તરીકે જાહેર કરતાં ફેરવીને શ્મશાનભૂમિમાં લઇ જઇ એનો વધ કરી નાખો. ’
6
જોજો જગતના ભાવાની આનત્યતા. પેલી રુકૂિમણી કન્યા કુમારના પાણિગ્રહણમાંથી ઉતરી ગયેલી, અને હવે પાણિગ્રહણના પ્રસંગમાં આવવુ છે, એ માટે આ ઋષિદત્તા સુખે સમાધે રાજપુત્રની પત્ની બની બેઠેલી એના પર વધની સજા ઠોકાય, ભારે કલ કિત પણ માથે આવે, એ કેવી અનિત્યતઃ ? તમે વત માનના તમારા સુખદ માનેલા સંયેગાના ભરોસે બેઠા છે ને ? કે આવું સાંભળીને મનને વસવસે થાય ખરો કે, ૮ હું ? તે આ સ ચાગે ય કોને ખબર કાલે કેવા ફરી બેસે ?
"
ચડાળે ઋષિદત્તાને લઈ ચાલ્યા, ને નગરમાં ‘આ રાક્ષસણી છે, એણે રાજ રાજ એકેક જણની હત્યા કરી છે, તેથી હવે
Page #215
--------------------------------------------------------------------------
________________
એને મસાણમાં લઈ જઈ મારી નાખવામાં આવશે એમ જાહેરાત કરતાં કરતાં નગરમાં ફેરવે છે. પરંતુ ખૂબી એ કે લોકો બધાજ આ સાચું માની લેતા નથી ! કેટલાયને આની નિર્દોષ આકૃતિ અને રુદન રેવરાવી જાય છે. એમ લેકોના રડવા વચ્ચે થઈને આને ચંડાલે વડે લઈ જવામાં આવે છે.
રાષિદત્તા તલવારની ધાર નીચે:
લોક રડે તેથી ત્રાષિદત્તાને શું? એને કઈ બચાવનાર મળે? રાજાના કડક આદેશની સામે કેઈની બચાવ માટે આગળ આવવાની મજાલ નથી. ખુદ રાજકુમારનું ગજુ નહિ, તે બીજાની શી વાત ? જીવની આ અશરણ દશા કેવી? કર્ષિદાને ઠેઠ મસાણમાં લઈ જઈ ખડી કરવામાં આવી. ત્યાં સૂર્યાસ્ત થઈ જઈ રાત્રિ શરૂ થઈ ગઈ છે. ચંડાલેએ હર્ષિદત્તાને ફમશાનમાં ખડી કરી, હવે એને હણી નાખવા માટે ચકમકતી તલવાર કાઢી ઉગામે છે. વિચારે કષદરાની અત્યારે માનસિક પરિસ્થિતિ.
અષિદત્તા નિરાધાર ઊભી છે. દિલને દુખનો પાર નથી. ઊંચે આભ, નીચે ધરતી, ને આસપાસ ચંડાલ સિવાય કોઈ નથી; વિકરાળ મસાણભૂમિ છે. અહીં હવે આ ખ સામે તલવારની ચકમકતી ધાર, એને કમકમતે ઘા, સીધું કપાઈ મરવાનું અને મેત પામવાનું દેખાઈ રહ્યું છે. કેઈ બચાવનાર દેખાતું નથી. થી પોતાનો પતિ બચાવનાર, કે નથી કોઈ નગરને દયાળુ નગરશેઠ વગેરે ય બચા વાવાળ. ચંડાળ જાણે યમરાજ તે એના હાથમાં સપડાઈ સંપદા તદ્દન અશરણુનરાધાર ઊભી છે. કદાચ પતિએ જ મારી નાખી હતી તે એને જે દુઃખ
Page #216
--------------------------------------------------------------------------
________________
ર૦૧
ન લાગત, એ પારાવાર દુઃખ ચંડાળના હાથે મરાવાનું લાગે છે.
કેવી કરુણપાત્ર દશા
જીવને જ્યાં સુધી સારાસારી હોય છે ત્યાં સુધી આવા દુઃખદ પ્રસંગની કલ્પના નથી આવતી, એટલે મેડ–રાગ આસક્તિ અને કદ-નિશ્ચિત્તતા એમજ ઊભા રહી આત્મ હિત સૂઝતું નથી; ને પછી જયારે દુઃખદ પ્રસંગ આવીને ઉભે રહે છે ત્યારે મેહમદ ઓગળી જ નિત આવે છે, અને ડુિત સાધવાનો અવસર રહેતો નથી. મોતના મુખમાં એવી અશરણ દશા ઊભી થાય છે. ચકવતી અશર દશા :
? મેટા માંધાતા ચકતઓને અને ચમરબંધી દેવાને ય માતાના આક્રમણ વખતે, બચવા કોઈ શરણ નહિ; બચવું તો ઘણું ય હોય, પણ મજલ કેની કે એમના મૃત્યુ અટકાવી શકે ? ને મૃત્યુ વખતે ઊભી થતી એ મહાસમૃદ્ધિ અને શરીર સુદ્ધાંના વિયાગની પીડાને અટકાવી શકે ? જ્યારે એ ચકવતપણું ઊભું કરેલું, ત્યારે તે અપવા વટ અને વેગથી કરેલું કે જાણે આને જગતમાં હેવ કેઈ આબનાર નથી ! આ સૂર્ય હવે અસ જ થાય નહિ ! પરંતુ વખાને જતા શે વિલંબ ? તે જે જોવામાં મૃત્યુરૂપી આક્ત એ આવી ઊભે કે ચક્રવર્તી ઉપર બહારના કેઈ ચડી આવનાર શત્રુ વિના જ એના હાંજા ગગડવા લાગ્યા. આજુબાજુ આજ્ઞાંકિત પરિવાર મોટો ખડો છે, પરંતુ કેઈનું ચાલતું ઊપજતું નથી હું મારે જવાનું? કઈ બચાવી રાખનાર ?” એમ ચારે બાજુ ચક્રવતી' દીન-હીન મુખે નજર નાખે છે, પરંતુ બે–ત્રાણ દશા છે કે ઈ ત્રાણ-રક્ષણ દેખાતું
Page #217
--------------------------------------------------------------------------
________________
૨૦૨
નથી. એ વખતે પોતાની માંધાતાગીરીના મદ આગળી જાય છે.
ચક્રવતી સુભૂમના લહાવ-લશ્કર ભર્યા વિમાનને ૧૬૦૦૦ યક્ષ દેવતાએને ટેકે એકી કલમે છૂટી જવાથી વિમાન જયાં આકાશમાંથી નીચે પટકાવા માંડયુ, ત્યાં સમતા ક્ષણ પહેલાંને પાવર-મંદ-અહંકાર લુપ્ત ! ‘હાય ! આ શા ગજબ ? અરે ! પકડો કોઈ વિમાનને પકડી રાખેા’એમ સુનૂમની કાકલુદીભરી યાચનાને સાંભળનાર કોણ છે ? કઈ જ નહિ. વિમાનમાં બેઠેલા બધા જ આ કાલુદી કરી રહ્યા છે. વિમાન પટકાઇને સાગરમાં ડૂબી જવાનુ એટલુ બધુ જોતજોતામાં બની રહ્યું દં કે યક્ષેાના હાથમાં ય હવે એને ઉ ચકી બચાવી લેવાની બાજી રહી નથી. માંધાતા સુભ્રમની કેવી અશરણ-નિરાધાર દશા !
ત્યારે મેટા દેવતાની યશી વલે ? એ ય અહીંની લાખા કરાડા પેઢીએ નીકળી જાય ત્યાં સુધી જીવતા ઊભા હતા, દેવ દેવીઓના ૫ રવારથી સેવાતા હતા, ને એના પર નિરાંત નિશ્ચિન્તતા કરીને બેઠા હતા, પરંતુ જયાં મૃત્યુને છે મહિના બાકી રહ્યા, ત્યા. બધુ ફિક્કું કરમાતુ–એસરતું દેખાવા માંડ્યું. દેવતાને નિકટ મૃત્યુ, ચોક્કસ લાગી ગયુ, હાય થઇ કે હું ? આ વે બધું જવાનું ? ' છ મહિના ઝુડ્ડી મરે છે; દીનતાથી અહીં તહી ફાંફાં માર્યા કરે છે કે, કોઈ રાખનાર છે? કોઈ પહેલાં જેવુ સરખુ કરી આપનાર છે ?’ પણ કાણુ હાય ? વિશ્વવ્યાપી હુકુમતવાળા જાલિમ માતનાં આક્રમણને રોકનાર કોઇ જ નથી.
,
પેલી ઋષિદત્તાને મસાણ વચ્ચે ખાસ કરીને એની ચારે બાજુ ચંડાળા અને તલવારના ઝટકે ખત્મ કરવા તૈયાર
Page #218
--------------------------------------------------------------------------
________________
૨૦૩
ઊભા છે. થોડા વખત પહેલાં એ કેવા વિશ્વાસમાં બેઠી હતી, કેવી નિરાંત વાળીને રડી હતી, કે “મારે સમર્થ અને રૂપાળે -ગુણિયલ–પ્રેમાળ પતિ કનકરથ રાજકુમાર મળે છે. પાછે એ પિતાને વડાલ લાડકે પુત્ર છે, મારે તે મનમાન્યું બની આવ્યું છે, હવે ચિંતા શી?' એવો વિશ્વાસ અને નિરાંત ઘરીને બેઠેલી નષિદત્તાને અત્યારે એકલી અટુલી સ્થિતિમાં ચંડાળે મારી નાખવા ઊભા છે.
પતિ ઉપરથી એના પિતાનું વહાલ ઊઠયું, અને પિતાને પરવશ પતિની રક્ષકતા ઊડી ! નગરવાસીઓની દાઝ સહાનુભૂતિ ય નિષ્ક્રિય ! કઈ જ રક્ષક, કઈ જ શરણ, કેઈ જ આધાર અહીં મસાણમાં ચડાળેથી ઘેરાયેલી એકલી અટુલી ષિદત્તાને દેખાતો નથી. અહીં તો મારી નાખનારા ચંડાળ ઊભા છે.
તમને વિચાર આવે છે ખરો કે “આપણને પણ કોઈ મહાગ, મહાવિટંબણા, મહા અકસ્માત્ કે છેવટે મહામૃત્યું આવું આવીને ઊભું રહેવાનું છે ? ત્યારે કોઈ રક્ષણહાર નહિ મળે ? અહીં જેની બહુ મમતા કરી એવી એક પણ ચીજ કે સગે સ્નેહી શરણ નડિ આપે ? કે એને આપણી તરીકે ટકાવી રાખ. નાર કોઈ નહિ મળે?” આ વિચાર આવે ખરે? જે આવને હોય તે પછી શા સારુ એ ચીજની એ સગાની એવી મમતા? ને શા સારુ એની પાછળ કાળાં કૃત્ય, કાળી લેશ્યા? શા સારુ દુર્ગાન-વિકલ-ચિંતા-સંતાપ ? શું એ ચિંતા-સંતાપ દુર્બાન અને દુષ્કૃત્યો વિના નથી જીવી શકાતું ?
પ્રતિપળ મૃત્યુ વખતની અશરણ-નિરાધાર–નિર્બળ દશા લક્ષમાં રાખવા જેવી છે.
Page #219
--------------------------------------------------------------------------
________________
૨0
અશરણના દાખલા :રાવણ અને લદ્દમણ ઘણું પ્રતાપી હતા, પરંતુ મૃત્યુ થતાં પ્રતાપ પલાયન થઈ આજે ચોથી નરકમાં સબડે છે. ચક્રવતી સનકુમારના તેજ–સૌંદર્ય–કાન્તિ એવાં કે ઇન્દ્ર એનાં વખાણ કરે, અને સનકુમારને એનું અભિમાન; પરંતુ કાચી સેકંડમાં સેળ રેગ જન્મી એ નષ્ટ-ભ્રષ્ટ થતાં સનસ્કુમાર કે અશરણઅબળ કે ને ટકાવી શકે નહિ ? નેપોલિયન ને હિટલરનું આગળ વધવામાં ધર્મ કેટલું ? પણ એ કેટલું ટક્યુ ? મમ
ન ધન ભેળું કરવાને ઉદ્યોગ કેટલે કે રત્ન જડેલે સેનાને બળદ ઊભું કરી દીધા ! હવે શિંગડું બાકી છે, પણ મૃત્યુ વખતની અશરણુતાએ ઉદ્યોગ કયાં ફેંકી દીધો ? ભરચકીની કાયા કેવી લષ્ટપુષ્ટ કે કોડોની સેનાએ પકડેલી અને ખેંચવા ઈશ્કેલી સાંકળને ભરતે સહેજ હાથે વાળતાં પોતાની તરફ ખેંચી લશ્કરને હેરું પાડવું. છતાં એ પુષ્ટતાનું બાહુબળ સામે શું ઊપજયું ?
આ તે જીવતા જીવે બનવાની વાત થઈ. બાકી મૃત્યુ વખતે તે દરેકને આ સ્થિતિ બને છે. માણસ મરવા પડ્યા હોય ત્યાં કુટુંબીઓ એનું દ્રવ્ય લૂંટવાની પેરવીમાં પડે છે. એ વખતે મરવા પડેલાને શુભ ખાતે સારું દેવું હોય તે શું એ દઈ શકે ? ના, હવે એ અશરણ બની ગયે, એટલે પિતાના કમાયેલા પણ ધન પર હવે પિતાનું ચાલે નહિ; એટલી કુટુંબીઓની જેહકમી અને તરાપ હોય છે.
Page #220
--------------------------------------------------------------------------
________________
૨૯. ધમ ખાતામાં દાનવવેક
પેાતાનુ ધન છતાં અશર્તાને દાખલે :
(
એક ભાઈ મેટી ઉંમરે પત્ની ગુજરી જવાથી બીજી પરણ્યા. નાતના આગેવાનેને લાગ્યું, અત્યારે ભાઈ બીજા લગ્નના આનંદમાં છે, સુખી છે, તેથી લાવા જઈએ એમની પાસે, અને ધર્મ ખાતામાં રકમ કઢાવીએ.’
આગેવાનો જઇને ભાઈને ઘરે ઊભા. ભાઈ એ આવકારતા કહ્યુ’, ‘ પધારે, પધારે, બિરાજો આસન પર.' બેસાડીને પૂછે છે, ‘ માવા, કેમ પધારવુ થયુ ??
'
6
આગેવાના કહે, આ તો સહેજ મનને થયું કે લાવે શેઠને જરા મળી પ્રેમને સારા ઘરની કન્યા મળી એનાં અભિનદન આપી આવીએ, અને....' એમ કહેતા અચકી ગયા. શેઠ કહે, ખેલે ખેલે, ખેલતાં કેમ અટકી ગયા ?? પેલા કહે, ‘બીજું તે કાંઇ નહિ, પણ ભગવાનની તમારા પર મહેરબાની છે, પૈસા સારા મળ્યા છે, તે જરા આપણી ધ શાળા, પાંજરાપાળ વગેરે તરફ જોવા જેવું છે. એ માટે આપનું ધ્યાન ખેંચવા આવ્યા છીએ.’
6
?
C
શેઠ સમજી ગયા કે, આ પૈસા કઢાવવા આવ્યા છે, એટલે તરત કહે, વાત તમારી સાચી ધમ ખાતાઓમાં દેવુ જોઈ એ. પણ જીએને આ જુનીને મંદવાડ ઘણા ચાલ્યા એમાં પૈસા મા સારા ખરચવા પડયા, પાછુ આ લગન કર્યું... એમાં ય ઠીકઠીક ખરચા ઉપડયા, એટલે હમણાં તમે સમજો જ છે કે નવેા કેટલા ખરચ ઉપડે ? ’
Page #221
--------------------------------------------------------------------------
________________
પણ શેઠ !
જેવુ' છે, ઘણુ ભેગા
(
આ
તે
૨૦૬
લાલા ! લાખઃ તે કે સવા લાખ’
ઘસરકા, ’
6
'હા, પણુ ખરચ ધાર્યા કરતાં વધારે થઇ ગયા છે, એટલે હાલ દેવાનું અને એવુ’ નથી. ’
,
શુ વાત સાચી છે ? અને એવું નથી ? હમણાં કાઈ સ્વારથના ખરચે આવે, નવી સ્ત્રી જ માગે કે, અમુક જાતને દાગીના કરાવી આપો, યા દિવાનખાનું અપ-ટુ-ડેટ સજાવી આપે, ' તે નવીના મેડમાં ખરચ કરે કે નહિ ? કરે; તે અહીં ધમમાં ખર્ચ કેમ નહિ ? કહેા ધર્મો પર સ્ત્રી જેવેા રાગ કયાં છે ? શેઠે નવી માટે સારુ ખચ્યું તેય ભંડાર ભર્યાં છે, પણ ધર્મ પર એવા રાગ કયાંથી લાવવા કે એમાં ખરચવા હાંશ હાય ? આગેવાના ધમ શાળાદિમાં ભરાવવા સામે પગલે ચાલીને આવેલાને પણ રોકડું પરખાળ્યું. ‘ હમણાં ખરચા બહુ થઈ ગયા છે, તેથી હાલ દેવાનુ અને એવું નથી’
થયું, આગેવાનોએ જોયુ' કે કાંઈ વળે એવુ નથી, એટલે નિરાશ થઈને ઊડી ચાલ્યા ગયા.
વખત જતાં શેઠે જોયું કે જે નવી વહુની પાછળ મોહ-મૂઢ બની અને ભારે કપડાલા દાગીના–રોકડ વગેરે આપે છે, એના રંગઢંગ કઇ એર જ છે. એ બાપનુ ઘર ભરતી જાય છે, ઉપરથી અવસરે પોતાને દબડાવે છે, અને ખીજી બાજુ ચાપલુસી પણ કરે છે. ત્યારે એને વિચાર આવ્યે કે,
· અરે ! આ સ્રીબત ? માયાનું મંદિર ? સ્વાશ અને પ્રપ’ચનું જ પૂતળુ ? અવસરે અભિમાનના નૃત્ય ? મારી વિષય ભાગની
Page #222
--------------------------------------------------------------------------
________________
૨૦૭
લંપટતા છે માટે એને ચાપલુસી અને વર્ચસ્વ જમાવવું છે માટે રફ અને દખામણી; કેવા ખેલ ? ખાનગી ભેગુ કરવું છે માટે માયા-પ્ર ́પચ ? આ બલામાં મારા આત્માનું શું ભલું થઇ રહ્યું છે ? એને પોતાના આત્માની તે કશી પડી જ નથી, પણ મારા આત્માની ય કેઈ ચિ ંતા નથી ! મારે હવે અહીથી ઉપડવાના દહાડા આવ્યા; પૂના પુણ્યે અડ્ડી તે લહેર ભાવી હાધી પર`તુ હવે આગળના ભવે શું ? આગળ માટેના પુણ્ય વિના કયાં જઇ પટકાવાનુ અને શુ સારું પામવાનું?
શેડ ગભરાયા પરલોકની ચિંતા થઈ, એકાએક જો ધખી જવાની ઘડી આવે, તે આ બાયડી અઢળક સપત્તિમાંથી એને કશું સુકૃત પરખાવે નહિ એની ભડક લાગી ! એટલે એણે ખાનગીમાં હવે સુકૃતનું વીલ કરી લેવા નિર્ધાર કર્યો એ માટે આગેવાનાને મળવા ધાર્યું.
પ્રભુ અને શાસનના જયજયકાર શાના પર ? અત્યાર સુધી ધર્મોમાં રસ લીધે નથી, પૈસા ખરચવા પડે માટે મદદ ઉપાશ્રય સાથે એવા સબંધ રાખ્યા નથી. તેથી ધર્માંના કયા ખાતામાં વિશેષ જરૂર છે એની એને ખબર નથી; પણ વિવેકી હેાઇ એનુ મન કહે છે કે જે જે ખાતામાં ખાસ જરૂરિયાત હોય એમાં વિશેષ રકમ આપવી; કેમકે એ આપવાના ઉદ્દેશમાં સરવાળે તે તીર્થંકર ભગવાન અને એમના શાસનને જયજયકાર ખેલાવવાનું જ મહાન કવ્ય છે, અને તે તે જે ક્ષેત્રમાં ખાસ જરૂર હાય એને તરતા કરવાથી થાય; કેમ કે બધાય ધમ ક્ષેત્ર સરવાળે તી કર ભાવાન અને એમના શાસનની
Page #223
--------------------------------------------------------------------------
________________
૨૦૮
ઉદ્બ્રજના પ્રભાવના–બોલબાલા ક ાવનારા બનવા જોઈએ. અમુક અમુક ખાતાં સીદાતા રહે તે આ ન બને. માટે સીદાતામાં વિશેષ દઉં ?
સાધારણ ખાતાનું મહત્વ :
(૧) શેઠની વિચારધારા જેવા જેવી છે. મંદિરનું સાધારણ ખાતું સીદાતું હોય, એટલે પૂજારીને પગાર મુફલીસ અપાય, એ પછી પ્રભુની સારી ભક્તિ કરે ? કે વેઠ ઉતારે ? લે તું પગાર તે ખાય છે, માટે આગી ચવાના તું પૈસા શાના માગે ? આ રચી કાઢ આંગી' એમ કહી એને આંગીને સારો માલ પણ આપવામાં આવે તો ય એ શાને બહુ ચીવટ ને મહેનત લઈ ભવ્ય આંગી રે ? એ વેઠ ઉતારે, અને ઉપરથી માલમાંથી ચોરી ન ખાય તે સારું. ત્યારે જે એને મનમા પગાર, બેનસ, અંગરચનાદિ વિશેષ કાર્યના સારા પુરરકાર વગેરે અપાતું હોય, તે ભર્યા પેટે એ દિલથી, પ્રામાણિકતાથી અને ભવ્ય કામ કરે. એથી તીર્થકર ભગવાનની શોભા થાય, જીવે આકર્ષાઈને સારાં ભકિત-ગુણગાન કરે. કોઈ વિશિટ અંગરચનામાં ભદ્રક ઈતરોને પણ દર્શન કરવાનું મન થાય. આમ પ્રભુ અને શાસનની પ્રશંસા–પ્રભાવના થાય, પરંતુ આ પૂજારીને ભર્યા પેટવાળ બનાવાય તે ને ? એ બનાવવાનું તે જ થાય કે જે સાધારણખાતું સારુ તરતું હોય. | (૨) એમ માને કે શ્રાવકે સીદાતા હેય, એમને જે
એક યા બીજી રીતે સારુ ધન લગાવીને ઉદ્ધાર કર્યો હોય તે એના અહેસાનમાં વેલા છે. મને પછી પ્રભુભક્તિ અને શાસન
Page #224
--------------------------------------------------------------------------
________________
૨૦૯
આરાધના કરવાની અવસરે અવસરે પ્રેરણા કરી શકાય અને એ આરાધના કરવા લાગે, એથી પ્રભુની અને શાસનની બેલબાલા થાય.
(૩) એમ ઉપાશ્રયના સાધારણમાં ભરતી કરી હોય, તે ઉપાશ્રયમાં રોનકદાર પૂર્વ પુરુષોનાં ચિત્રોથી ઝગમગતે થાય; એમાં ધર્મોપકરણોની મજેની સગવડ હોય, ઉપાશ્રયમાં આરાધના કરવા આવનારને સુંદર પ્રભાવના અપાતી થાય, વગેરે વગેરે દ્વારા ઉપાશ્રયમાં આવનારા વધે, આરાધનારા વધે, એથી પ્રભુશાસનની વાહવાહ થાય. એ આરાધકે પછી સારી જિનભક્તિ કરે એથી પ્રભુની વાડવાહ થાય.
સારંશ, જે ક્ષેત્ર સીદાતાં હોય એમાં સારું દેવાથી શાસનને જયજયકાર થાય, પ્રભુને જયજયકાર થાય. પરંતુ જે એના બદલે એકલે દેવદ્રવ્યમાં જ દેવાનો ને મંદિરના ભંડારમાં જ નાખવાને આગ્રહ રાખ્યું હોય તો આજે દેખાય છે ને કે સાધારણના તેટા, મંદિરમાં મુફલીસ દૂધ-કેશર, આરાધકેની ઓછાશ, વગેરે વગેરે કેવું ચાલી પડ્યું છે?
અરે મંદિરમાં દેવદ્રવ્યના પૈસા હોય છતાં શિખર કાળા, ભીત ઝાંખી, થાંભલા ફિકકા ! પ્રભુજીને આંગી નહિ, પ્રભુની આગળ રાજશાહી દરબારની સજાવટ નહિ ! છતે પૈસે આમ કેમ? કહો. મનમાં બેઠું છે કે પૈસા ખરચાઈ જાય તો પછી વહીવટદારે વહીવટ શાને કરવાને?” નહિતર જે પૈસા ખરચતા રહેવું હોય તે દેરાસર હંમેશા અંદરથી અને બહારથી ચાટલા જેવા રખાય, પ્રભુજીની અનેક ચાંદીના ખોખા પર જુદી જુદી ફેશનની મીનાકાર થી કે ટીકાથી યા જડાવથી આંગીઓ ૧૪
Page #225
--------------------------------------------------------------------------
________________
૨૦
બનાવી તૈયાર રાખીને વારાફરતી એમાંથી એકેક પ્રભુજીને ચડાવાય. આગળ-વિવિધ દરબાર ફરતા-ફરતી ગેાઠવાય. પણ આજે મંદિરમાં આ સામગ્રી ક્યાં છે. ?
માટે કહેવાય છે, ‘ હાથે તે સાથે.' પૈસા ખરચવા છે ? સુકૃત કરવુ છે? તો આ કરો,
(૧) પ્રભુના એવા એવા જુદી જુદી અગરચનાવાળા ચાંદીના ખોખા બનાવરાવા;
(૨) પ્રભુની આગળ રાજદરબારની શાભા થાય એવી સામગ્રી ઊભી કરશે;
(૩) મંદિર અને ાંશખરો તથા ધુમ્મટાને અંદર તથા બહા રથી ચાટલા જેવા અનાવરાવા:
(૪) ધાતુના બંબાને પાટણની વડીથી સાના સમાન ચકચકિત કરો.
થોડા ખર્ચથી ય પ્રભુભક્તિ
પ્રભુની ભક્તિ કરવી હાય તા એવું નથી કે હજારા રૂપિયા ખરચવા હોય એવું જ કામ છે. શક્તિ પ્રમાણે ભક્તિ થઈ શકે છે. મહિને બસે રૂપિયા ઘરખર્ચના કાઢી શકે છે. તા ૧૦-૨૦ રૂપિયા વધુ ખરચના કાઢી શકે ને ? એટલામાં ય પેાતાનાં સારા દ્રવ્યથી પ્રભુ પૂજા કરી શકે, પૂજારીતે ખુશ રાખી શકો. અરે ! માસિક ૪-૫ રૂા. ખર્ચ'માં રાજ નિયમિત પ્રભુજીની આગળ તમારા પેાતાના એક અગરમીના ટૂકડાના ધૂપ, એક ઘીની બત્તીને દીવા ધરી શકે, તેમજ પ્રભુજીને એક વરખના પાનના ચાથિયા ટૂકડો રાજ લગાડી શકે.
Page #226
--------------------------------------------------------------------------
________________
૨૧૧
શકિત પ્રમાણે ભક્તિ કરવી છે ? મંદિરમાં દેખાય કે સુખડના ટુકડાને બદલે લાકડાને યા હલકા સુખડનો ટુકડો ઘસાઈ રહ્યો છે, તે સારા ચોખા સુગંધિત સુખડને ટુકડો લાવીને મૂકી શકે. એમ–અવરનવર સાફ અંગલુછણ ઝાંખા શ્યામ પડેલા જોઈ ઘરે લઈ જઈ બાફ સફેદ કરીને લાવી શકે.
આ પણ વાત એ હતી કે ધર્મના જે ખાતામાં ખાસ જરૂરિયાત હોય એમાં દાન કરવાથી સીધી કે પરંપરાએ ભગવાનની ભક્તિ થાય. પેલા શેઠને સ્વાર્થી સ્ત્રીની ગભરામણથી એ વિચાર આવ્યો કે “ આગેવાનોને ખાનગીમાં બેલાવીને વીલ કરું અને જે જે ખાતાઓમાં ખાસ જરૂરિયાત હોય એમાં સારી રકમ નકકી કરી નેંધ કરાવું.”
શેઠ સુકૃતનું વીલ કરાવે છે – હવે એ ખાનગી અવસરની રાહ જુએ છે એમાં એકવાર પિતે નરમ શરીરના કારણે ઘરે છે, અને પત્ની ક્યાંય બહાર ગઈ છે, એ વખતે અવસર જોઈ જ્ઞાતિના આગેવાનોને બોલાવી પિતાની ઈચ્છા જણાવે છે. અને વીલ લખાવે છે એમાં એમને પૂછી પૂછીને વિવિધ જરૂરી ખાતાઓમાં સારી સારી રકમો લખાવે છે. વીલ તૈયાર થઈ ગયું. પાસે દસેક લાખ રૂપિયા જેવું પહોંચતું હશે. એમાંથી બાઈ માટે રૂ. ૨-૩ લાખનું ધન રાખી બાકીની રકમ નંધાવી દીધી. વીલ તૈયાર; હવે સહી-શાખ સિકકા કરવાની વાર છે એટલામાં તે શું ગજબ બન્યું એ જુઓ.
Page #227
--------------------------------------------------------------------------
________________
૨૧૨
પોતાનું કમાયેલું ધન પાસે છતાં અને પિતાની ખરચવાની વૃત્તિ છતાં માણસની પિતાના જ કુટુંબી આગળ કેવી અશરણતા છે એના આ દાખલાની વાત ચાલી છે. વીલ તૈયાર થઈ ગયું છે, સહી સિકકા કરીને આગેવાનોને આપી દે એટલી જ વાર છે, પરંતુ શાંતસુધારસ શાસ્ત્ર કહે છે કે કુટુંબીઓ લૂંટવા બેઠા હોય ત્યાં જીવ અશરણ-નિરાધાર તે સુકૃત શું કરી શકે ?
પત્નીને ખબર પડતાં.........
પેલા શેઠની પત્ની બહાર ગયેલી તે કેકે એને કીધું કે તારા ઘરે મહાજનના આગેવાને ગયા છે. એ સાંભળતાં જ ઍકી,–“અરે ? એ કેમ ગયા હશે ? પહેલાં આવ્યા હતા નાણાં કઢાવવા, તે એમણે પાછા કાઢેલા પાછા એ ઘરે ગયા છે તે તે લાગે છે કે નાણું કઢાવવા હશે. મારા એ ભેળિયા છે. તેથી તે હું ધાર્યો માલ મારા પિયર ભેગો કરતી રહી છું. પણ એ હવે જે આ લોકોમાં ભેળવાઈ જાય તે ધનનું ઉઠમણું જ થાય, ને મારા બાર વાગે. માટે લાવ, જલ્દી જવા દે
બસ, બાઈ ઝટપટ દોડી ઘરે. જ્યાં અહીં વીલમાં સહી કરવાની વાત આવીને ઊભી છે એટલામાં તે બાઈ આવીને ઊભી રહી. જોયું સરકારી સ્ટામ્પવાળે કાગળ કશેક લખેલો પડે છે. એને થયું કે, “હાય બાપ! આ શું?” શરમ મૂકીને આગેવાનોની વચમાંથી ઘુસી, ખટ કરતાંકને વીલને કાગળ ઊપાડે, સહેજ વાંચી જતાં લાખનું વીલ જણાયું.
Page #228
--------------------------------------------------------------------------
________________
૨૧૩
બાઈ તડૂકી આગેવાનો સામે,–“ઓ લુચાઓ ! શું માંડયું. છે પારકા ઘરમાં? મારુ ઘર લૂટાવવા આવ્યા છે ? ત્યે લૂટે લૂંટે” કહેતાંક વીલના કાગળના ફાડીને ટુકડે ટુકડા કરી નાખ્યા.
વીલના ટુકડા કરતી ધણી સામે તડૂકી કહે છે, “તમે ય ભેળિયા તે પાછળવાળાને ભીખારી બનાવવાનો આ ધંધે આદર્યો છે ? મારી રજા વિના એક પાઈ તમે લૂટાવી શકે? શી વાત છે?”
શેઠને હાફેઈલ :બસ શેઠને આ જોતાં હૈયે એ ભારે આઘાત લાગ્યો કે ત્યાં જ હાર્ટ ફેઈલ થઈ ગયું. “હું”? ધન મારું કમાયેલું, ને આની રજા વિના એક પાઈ પણ વાપરી શકુ નહિ ? તે મારા પરલેક માટે મારા ધનમાંથી ય કશું જ નહિ ? લાખ રૂપિયા આ ધુતારણ નવી આવેલી બાયડી જ બથાવી પડવાની ? આ આઘાત એવા જોરદાર લાગે કે ત્યાં જ હૃદય બંધ પડી ગયું. શેઠ ધરણું પર ઢળી પડયા.
બોલો પહેલાં આગેવાને સામે પગલે ચાલીને આવેલા, ને એમણે શેઠને ધર્મ ખાતામાં રકમ દેવા વિનવેલા, ત્યારે શેઠને દેવાનું સૂઝયું નહિ. હવે અત્યારે જાતે દેવું હતું ત્યાં સ્ત્રી આડે આવી. આડે આવી તે એવી કે દેવાનું તો દૂર રહ્યું. પણ પ્રાણ દૂર ચાલી ગયા.
માણસ ધર્મને વાયદે રાખે છે તે કઈ અકકલ પર રાખતો હશે ? પાડોશીને પરાયાને કુટુંબીને પોતાના કરતો હશે, ને પોતાના કરીને એમનાં વર્ચસ્વ માથે ધરતો હશે તે કયા ભસા અને કઈ બુદ્ધિ પર ? અંતે અશરણ થવા માટે જ ને?
Page #229
--------------------------------------------------------------------------
________________
શેઠ મર્યા દેખી આગેવાને આભા બની ગયા. પેલી ગાજીને કહે, “અરે બાપલા ! આ મારા ધણીને મારી નાખ્યું?
હરામીઓ પારકે ઘેર ધાડ પાડવા આવ્યા ? હે ભગવાન ! આ શું થયું ? આ ગેઝારાઓએ મારો ચૂડો ફોડા ? મારું ઘર મંગાવ્યું? એ મારા બાપ રે...! આગેવાના ઊઠીને ચાલ્યા ગયા.
શાંતસુધારસ શાસ્ત્ર કહે છે જીવ પ્રાણ છોડે છે ત્યારે કુટુંબીઓ એનું ધન લૂટે છે; પણ અડી તે સ્ત્રી ધન લૂંટવા બેઠી ત્યારે ઘણીના પ્રાણ ઊડવા ! કેવી અશરણ દશા ? પિતાના ધનને ય ખરચવા પિતે સ્વતંત્ર નહિ ! જાતને પૂછી
જા–“અંતે તો શું પણ અત્યારે ય તમારી ઈચ્છા મુજબ ધર્મમાં ખરચવા તમે સ્વતંત્ર છે? બહાર મેટું સ્વેચ્છાએ ખરચી આવે અને ઘરે આવી કહે, તે ઘરના માણસે વધાવી જ લે ને? ના? તે પછી અંતે ? તે ય ના. ત્યારે શું જોઈને આ જીવનના તકવાદી સંબંધને બહુ માની એની પાછળ તૂટી મરો છે? અને અગણિત જીવહિંસા-અપ ચ-જુડ-રાગ-પ વગેરે પાપ આચરો છો ? શું એ અને શરણ આપશે ?
૩૦. વિદત્તાને ગેબી બચાવ – જુઓ વિદત્તાને અત્યારે તેનું શરણું છે? વનવગડામાં માણમાં ચંડાળેથી ઘેરાયેલી એકલી ઉભી છે. અંધારું થઈ ગયું છે ને સામે ચશ્ચકતી તલવાર દેખે છે! પિતાના માનેલા પતિનું ય અત્યારે શરણું ક્યાં છે? ખેર પણ જ્યાં ચંડાળે એના પર ઠેકવા માટે તલવાર ઉગામી કે એ એવી ગભરાઈ
Page #230
--------------------------------------------------------------------------
________________
ર૧૫
ગઈ કે એને તરત તમ્મર ચડી આવ્યા ને ધસ કરતી નીચે પડી. આ પુણ્યને ઉદય ? કે પાપનો? પડી એ સારું થયું કે ખોટું ? ચંડાળને હવે તલવારના ઝટકા દેવાનું વધારે ફાવે? કે પિલી ઊભી હોય ત્યાં વધુ ફાવે ?
ઉતાવળી કલ્પના કરશે નહિ, દેખીતા નરસા પ્રસંગ કેટલીકવાર સારા માટે થાય છે. તેથી કહેવું પડે કે એનરસે પ્રસંગ ઊભું કરનારા કર્મને ઉદય શુદયનું કામ કરનાર કહેવાય. અહીં વિદત્તાને એવું જ બને છે. જ્યાં એ ધસ કરતાં નીચે પડી ને બેભાન છે ત્યાં ચંડાળ સમજ્યા કે આ બીકથી એમજ મરી ગઈ લાગે છે, તેથી એ એને એમજ પડતી મૂકીને ત્યાંથી ચાલી ગયા, અને નગરમાં પહોંચી ગયા.
પિત્તા ગભરાઈ મૂછ પામી ગઈ, અને પડી નીચે, તથા વાગ્યું, એ અશુભકર્મનો ઉદય છે. પરંતુ એ એના શુભને માટે બન્યું; કપાઈ જતી બચી. ત્યારે “જીવતે નર ભદ્રા પામે, એ ન્યાયે જો જીવતી રહી છે તે કલ્યાણ દેખવા પામશે. જીવતી કપાઈ મરી હોત તો અહીં કલ્યાણ પામવાને અવકાશ કયાં રહેત?
વિદત્તાનું ચિંતન :ચંડાળો મૂકીને ચાલ્યા ગયા, અહીં રાત્રિના ઠંડા પવનથી પિત્તાની મૂર્છા વળી, એટલે ભાનમાં આવીને જુએ છે તે ચંડાળ મારી નાખવા સજજ થયેલા દેખાતા નથી, એટલે ત્યાંથી ઊડીને જંગલ તરફ ચાલે છે. એના મનને વિચાર આવે છે કે
Page #231
--------------------------------------------------------------------------
________________
૨૧૬
‘ આ બધું બની ગયું એમાં કોઈ ને દોષ દેવાની જરૂર નથી. એમાં માત્ર મારા પૂર્વનાં કમ કામ કરી રહ્યા છે. જો કમ સલામત હાત તા મારે આ કલંક ચડવાનું શાનુ હાય ? ને મને ઠેઠ જાનથી મારી નાખવાની શાની હાય ? અહીં મેં કોઈનુ કાંઇ બગાડયું નથી તે આવી મેટી આપત્તિ શાની આવે ? પણ પૂછવામાં કયાંય દુષ્કૃત આચર્યા હાય, એનાં બધાયેલા કર્મ ફળ આપ્યા વિના શાના રહે ? ગુના વિના સજા નહિ, તે પછી ગુના અહીં'ના નહિ, તે પૂના
છતાં મારા ધર્મે મને જીવતી રાખી. એ સારું થયું.... માટે જ જગતમાં એક માત્ર ધર્મનું જ શરણ લેવા ચાગ્ય છે. અહીં કયાં પિતાજી કે પતિ વગેરે કોઇ જ બચાવવા આવ્યું ? પૂર્વ ભવે આડા હાથે પણ ધ કાંઇક કર્યાં હશે એણે જીવતી કપાતી બચાવી. નહિતર તલવાર ઉગામીને મારી નાખવા તૈયાર થઇ ગયેલ તે માર્યા વિના એમજ શાના ચાલ્યા જાય ? કાણુ બીજુ અહીં ખચાવનાર દેખાય છે. ખરેખર ધર્મ જ શરણભૂત છે.’
જેની પાસે ધર્મ નથી, એની આકુળ વ્યાકુળતા દુનિયામાં ઠામઠામ જોવા મળે છે. માટે ડગલે ને પગલે મનમાં ધર્મનુ શરણું સ્વીકારતા રહેા. એથી પહેલા મહાન લાભ આ થશે કે ઋષિદ્ધત્તાની જેમ મન સ્વસ્થ રહેશે. મનને ખેાટી વ્યાકુળતાવિહ્વળતા નહિ થાય, અને તેથી બીજાએ ઉપર કષાયની આંધી નહિ ચડે. મનને શાંતિ રહેશે કે ધર્મ જ તારણહાર છે, માટે એના જ ભાસે રહેવા દે. ખીજાના આધાર માન્યા ખાટા, અને બીજાને દોષ દેવા ય ખાટા,
Page #232
--------------------------------------------------------------------------
________________
૧૭
ઋષિદ્ધત્તા વનમાં ભમી રહી છે. અલબત્ અને પૂષ્કૃત કર્માંના વિચાર આળ્યે, અને એથી બીજા કેાઈ ઉપર દ્વેષ–ગુસ્સા ન થયા, પરંતુ જંગલની રાત્રિસમયની બહામણી સ્થિતિ પાછી અને જરા અકળાવી મૂકે છે, તેમજ બની ગયેલ પ્રસંગ ચિત્તને વ્યાકુળ કરી દે છે, એટલે એ પોતાના પિતાને યાદ કરી કલ્પાંત કરે છે,
હે તાત ! એ વખતે તમે જતાં જતાં એક હરણીની જેમ મને કેમ મૂકીને ચાલ્યા ગયા, તે મારે આ કલંક જોવાનું આવ્યું ? ત્યારે પૂર્વે મેં કયાં એવા દુષ્કૃત કર્યા હશે કે મારા કેઇ દ્વેષ વિના પણ આ કલંક માથે ચડયું ? હું તાત ! તમે તો ચાલી ગયા, પણ હે સ્વામી ! તમેતા અહી આવેા. અ ભયાનક વનમાં એકલી હું કયાં જાઉં ? પણ એમાંથી જ્યારે કેાઇ અહીં સાથે નથી થતું, તે હે જીવ! તું તારા કર્મનાં ફળ સહન કર. હસતાં બાંધેલ ક રાતાં ય કયાં છૂટે છે ? કયાં માફ થાય છે ? પરંતુ હું વિધિ ! તેં જો મારી આ સ્થતિ કરી, તે। . એ બિચારા મારા પાંત મારા વિના કેમ રહી શકશે ? પણ ખરેખર ! મારે શુ', કે એમને શુ, પેતાનાં પૂર્વ કર્મ ભાગવ્યે જ છૂટકે છે.’
એમ ઋષિદત્તા આશ્વાસન લઈ, દિલને ધરપત કરી આગળ ચાલતી જાય છે, અને ક્રમે કરીને એ પિતાના આશ્રમે પહોંચી જાય છે. આ પિરિચત સ્થળ છે, તેથી બીજા કોઇ અપરિચિત સ્થળે કયાં જવું ? ગમે તેની એથ લેતાં શીલ પર આક્રમણ ન આવે અને શેભરોસા ? ઋષિદત્તા સુશીલ સન્નારી છે. સન્નારીને મન મેાટી વાત પહેલી શીલની છે, કાઈ ગામ કે શહેરમાં
Page #233
--------------------------------------------------------------------------
________________
૨૧૮ હજી ય કઈક સારા માણસની ઓથ મળે, પણ એ શોધવા કયાં જવું? તેમ ઘરધણું કદાચ સારે હોય, પણ એની સાથેવાળા બધા જ સારા હોવાની શી ખાતરી ? એટલે નથી ને કેઈક મહમૂઢ ફસાવી દે તે? આ એને ભય છે ત્યારે પૂછ–
પ્ર–તે પણ આશ્રમમાં એકલા રહેવામાં ય સ્ત્રી જાતને કયા જોખમ નથી ? ઉલટું ધામમાં તે કઈ બચાવનાર ય મળે; અહી કેણ મળે?
ઉ૦–જરૂર, જંગલમાં એકલા રહેવું જોખમી છે, પરંતુ અહીં જુઓ કે નષિદત્તા એ જોખમ કેવી રીતે ટાળે છે.
વિદત્તાને આશ્રમમાં ક૯પાંત:અષિદ ત્તા, જ્યાં આશ્રમમાં પિતાએ જીવતાં જાતે અગ્નિસ્નાન કરેલું અને એની નજર સામે જ એ ભસ્મીભૂત થઈ ગયેલ, ત્યાં આવતા એ જગા જોઈને એને પિતાના અગ્નિ પ્રવેશને તાદશ ચિતાર મનની સામે આબેહૂબ ખડે થઈ ગયે, ને એનું હૈયું ભરાઈ આવ્યું. એ એકદમ ચીસ પાડીને રોઈ પડી. આકંદ કરતી એ પોકારી ઊઠે છે કે –
હે તાત ! તમે કયાં ગયા? આ તમારી દીકરી અનહદ દુઃખના દરિયામાં ડૂબેલી છે, ને તમે ક્યાં છે? આવ આવે, ને હે પુત્રી પર અથાગ વાત્સલ્યવાળા તમે ! મને દર્શન આપે. હે તાત ! અહીં એકવાર આવીને આ તમારી અત્યંત દુઃખિત અને દીન-હીન બનેલી આ દીકરીની અશરણુતા-નિરાધારતા તે દે. આ શૂન્ય વનમાં તમારા વિના હું દુખથી પકડાઈ ગઈ છું. કેની આગળ હું પોકાર કરું ?કયાં જાઉં? ડવે હું શું કરું?
Page #234
--------------------------------------------------------------------------
________________
૨૧૯ “ હે તાત તમે જીવંત હતા તે આ જંગલ પણ શહેરની માફક રમણીય હતું. આજે આ વન દાવાનળની જેમ મને ખાવા ધાય છે. ભલે મારે મોટા કલંકનું દુઃખ અને પતિવિયેગનું કષ્ટ આવ્યું છતાં હે તાત ! જે તમે અહીં જીવતા દેખાઓ, તે મારે આ દુખ પણ ઉત્સવરૂપ થાય; કેમકે વાત્સલ્ય ભર્યા તમારું દર્શન તો મારે અથાગ સુખ ભંડાર છે.
પરંતુ હું પિતાજી! આવું તમારા જીવંત થવાનું ઘેલું ઘેલું કેટલું બોલું ? પૂર્વે જેવું વાવ્યું હોય તેવું જ લણવા મળે છે. પૂર્વ જન્મમાં મેં બીજનાં સુખ લૂંટી એમને દુઃખનાં દાન કરવાના બીજ વાવ્યા હોય પછી અડી અને એના પાકમાં સુખને પાક કયાંથી જોવા મળે? ખેર ! હવે મારે પૂર્વતના ફળ ભોગવી જ લેવા રહ્યાં”
એ પ્રમાણે નષિદત્તા પોતાના દિલના શેક પોતાની જાતે જ હલકો કરે છે. બાકી તે અહીં આશ્વાસન આપનાર કોણ છે? પિતે ગમે તેટલી સારી છે, છતાં સસરો : અખંડ પ્રેમી પતિ, કઈ જ બચાવનાર યા આશ્વાસન પણ આપનાર છે નહિ, તેમ માતાપિતાને જમરાજે ઉપાડી લીધા છે એટલે એ હવે બચાવવા તે શું આશ્વાસન આપવા ય આવે એમ નથી.
૩૧. ધમ રે રક્ષણ આપે ? :આપણને ધર્મની શ્રદ્ધા છે એમ કહીએ છીએ. ત્યાં આ વિચારવા જેવું છે કે આ શ્રદ્ધા છે ખરી કે સર્વસંગત્યાગ અને ક્ષમારિ ધર્મો જ રક્ષણ આપનાર છે? રક્ષણ એટલે ? કાયિક બચાવ રામજ તા નહિ; કાયાને બચાવ, ધનનો બચાવ,
Page #235
--------------------------------------------------------------------------
________________
૨૨૦
માનકીને અચાવ એ કોઇ રક્ષણરૂપ નથી રક્ષણુરૂપ તે આત્માને બચાવ થાય એ છે. આત્માના રાગાદ્વિ દોષો ઘટે હિંસાદિ દુષ્કૃત્યુ ઘટે, અને વૈરાગ્યાદિ ગુણસ...પત્તિ વધે, વ્રતનિયમાદિ સુકૃત વધે–એ બધું આપણને પેાતાને રક્ષણ મળ્યુ ગણાય. આ રક્ષણ આપનાર ધન-પરિવારના સંયોગ નથી, કે જાતના રાફ-હોશિયારી નથી. અર્થાત્ એ સંગ અને એ કષાયે શરણભૂત નથી. શરણમૃત તા સંગત્યાગ અને ક્ષાદિ ધ છે.’ -આ શ્રદ્ધા ઊભી થવી જોઇએ,
ધર્માનું સાચું શરણું લીધુ' શેને કહેવાય ? :
અરિહંત સિદ્ધ સાધુ અને કેવલી ભગવાને ભાખેલા ધર્મ એ મારે શરણુ છે,’ એમ શરણ સ્વીકારીએ, ત્યાં ધર્માંનું શરણ લેતાં આ નજર સામે આવે કે ‘મારે ધન-કુટુંબ વગેરે રક્ષણહાર નથી, તેમ બીજાઓને દબાયેલા રાખવા રોષ કરુ', ફ્ બાવુ, પોલિસી વાપરું....એ કાંઇ મારુ રક્ષણ કરે એમ નથી, પરંતુ સંગત્યાગ અને ક્ષમાદિ ધર્મ જ મને રક્ષણ આપે એવા છે' આ શ્રદ્ધા સાથે દિલ એ ધર્મ તરફ ઝુકે, દિલ અને જ આધાર માનતું રહે, ત્યારે ધર્મનું સાચું શરણ લીધું ગણાય.
ધર્મ' સાચુ' શરણ સ્વીકારવું એ કિઠન છે. પુણ્યની યારી હોય; મનમાન્યા સજોગ મળી આવ્યા કે મળી આવતા હાય, બહારમાં મેલબાલા હાય, આપણી હે। શયારી ગવાતી અને બીજાને આંજતી હોય, બીજા પર પ્રભાવ પાડતી હોય, ત્યાં એ પુણ્ડાઇનાં છલબલિયામાં હૈયાને સચાટ લાગવુ કે
આ મનમાન્યા સંગ અને જાતના રૂવાબ જરાય રક્ષણહાર નથી,’
Page #236
--------------------------------------------------------------------------
________________
૨૨૧
એ લાગવાનું કઠિન છે. કાંઈ બેલીને મન મનાવવાની વાત નથી, પરંતુ હૈયે આરપાર લગાડવાનું છે.
મનને એમ સચેટ લાગે કે, “કર્મના તેવા કેઈ વિકટ સંગ ઊભા થઈ ગયા તો ધન-માલ-પરિવાર-પ્રતિષ્ઠા શાંતિ આપી શકે એમ નથી. શાંત ધર્મથી જ મળે. પરલેક સુધારનાર એ બાહ્ય સંગ કે કષાયે નહિ, પણ સંગત્યાગ અને ક્ષમાદરૂપ ધર્મ જ છે. બાહ્ય-ઈષ્ટસંગ અને કષાયો તે આત્મામાં વિહ્વળતા વ્યાકુળ તા વધારનારા હોય છે, તેમજ પરેલેકને ભારે કરનારાં બને છે. ત્યાં આત્માને બચાવશે? જીવનભર એ રાખ્યા પછી અંતકાળે એના પર કશી શાંતિ-આશ્વાસન ખુશખુશા લીનો અનુભવ ન થાય. ત્યારે એના બદલે જે સંગત્યાગ કર્યા હાય, સંગના નિમિત્તનાં પાપ બંધ કર્યા હોય અને ક્ષમાદિસેવ્યા હોય, તે મનને શાંતિ રહે કે મૃત્યુ થતાં આ બહારનું જાય છે એથી મને કશે વાધ નથી. મારે તે ક્ષમા–નિર્લોભતા-નિર હંકાર વગેરે સેવેલાના શુભ સંસ્કારની મહાન મૂડી સાથે છે એ મારે તારણહાર છે, પછી શી ફિકર ?”
અરિહંત મારે શરણભૂત..ધર્મ અર્થાત્ ચારિત્ર ધર્મ મારે શરણભૂત, એવું સાચું શરણું લેવું હોય ત્યારે બહારના દેવતાઈ સુખસગવડના સંગને બેકાર સમજવા પડે. તેમ પ્રસંગે પસંગે જે રેફ બતાવી, રેષ કરી, વટબંધ જીવીએ છીએ, એ રેફરોષને પણ બેકાર સમજી લેવા પડે. બધું મનગમતું રાખીને બેઠા હોઈએ અને નવું એવું લાવતા પણ હોઈએ, છતાં દિલના ઉંડાણમાં એ બધું બેકાર લાગે, રક્ષણદાતા ન લાગે. કોઇ–મદ,
Page #237
--------------------------------------------------------------------------
________________
૨૨૨
લેભ-રાગાદિ કષા સેવતા હોઈએ તે પણ એ બેકાર લાગે, જરાય રક્ષણદાતા ન લાગે, ત્યારે જ ધર્મ ખરેખર શરણભૂત લાગે, દિલ સાચી રીતે એનું શરણું સ્વીકારનારું બની શકે.
જ્યાં મૃત્યુ કોળિયો કરવા આવ્યું ત્યાં એ રાજાઓને એ સંગે કશું જ રક્ષણ આપી શકતા નથી. બાહ્ય સંગે ત્યાગ કરવા રૂપે ચારિત્ર લેવું.
પ્રવે- એમ તે ચારિત્ર પણ મૃત્યુની સામે કયાં રક્ષણ આપે છે? મૃત્યુને ક્યાં અટકાવી શકે છે?
ઉ૦ ભૂલ્યા ઉપર ઉપરથી જોયું. પણ બંનેમાં મોટો ફરક છે. બાહ્ય સંગવાળાને તે મૃત્યુ ન આવે એવી ભારે ઈચ્છા છે, તેથી મૃત્યુને ભય છે, અને બાહ્ય સંગે મૃત્યુને અટકાવતા નથી માટે મૃત્યુ વખતે કલ્પાંત છે. ત્યારે બાહો સંગ ત્યજી ચારિત્ર લેનારને મૃત્યુ આવે કે ન આવે એની પરવા નથી. મૃત્યુને ભય નથી, મૃત્યુથી કશું બગડી ગયું લાગતું નથી. તેથી મૃત્યુ આવતાં કશે કલ્પાત કે દુઃખ નથી. પછી એને અટકાવવાની ચિંતા જ શાની? મૃત્યુના ભયવાળાને મૃત્યુ વખતે એ પિક હોય કે, “હે ? આ બધા મારા સમૃદ્ધિ-પરિવાર મને બચાવતા નથી ? ” પણ મૃત્યુના ભય વિનાના મુનિને એ પિક જ શાની કે, “હે આ ચારિત્ર અને મૃત્યુથી બચાવતું નથી ?”
સંગત્યાગી ચારિત્રીને આ ખૂબી કે મૃત્યુની ચિંતા નહિ, તેથી મૃત્યુથી બચાવનાર જોઈએ નહિ, “મે આવ્યું તે મારે શી ફિકર? હું મારી ચારિત્ર સાધનાના હિસાબે ઉપશમભાવમાં છું, સમતાભવમાં છું. તો મારે દુર્ગતિઓમાં ભટકવાનું નથી આ સાધનાથી ઉત્તરોત્તર તેથી મારે પુણ્યાનુબંધી પુણ્યથી સદ્ગતિ અને
Page #238
--------------------------------------------------------------------------
________________
અધિક સાધનાવાળા જનમ મળવાના, ને અંતે મૃત્યુ કાયમનું ટળી અજર અમર મેક્ષ અવસ્થા પામવાને.” આમ ચારિત્રીમુનિ વર્તમાન કામચલા કે મૃત્યુથી નિર્ભીક, અને સહેજે સહેજે મૃત્યુના મતની દશાએ પહોંચનારે. એથી મૃત્યુ અંગે નિશ્ચિત્ત હેઈ મુનિને ચારિત્ર પાસેથી મૃત્યુ સામે રક્ષણ જોઇતું જ નથી. ચારિત્રધર્મનું શરણું લેવાથી એ સુરક્ષિત જ છે.
ત્યારે બાહ્ય સંગેના ભરોસે બેઠેલા સંસારી જીવડાને મૃત્યુનો ભય છે, “હાય ! હું મરીશ?” મૃત્યુ ભયાનક લાગે છે, તેથી એ બાહ્ય સંગે પાસેથી મૃત્યુની સામે રક્ષણ મળતું હેય તે એને જોઈએ છે. એટલે તે (END TIME અંત–વખતે પણ હજારો લાખો રૂપિયા મેતને અટકાવવા માટે ખર્ચવા તૈયાર હોય છે. ડાકટરને કહે છે “ભાઈસાબ ! કાંક કરો ને? ગમે તે ખર્ચ થાય, મને બચાવે ને?” સમૃદ્ધિથી બચાવ ઇચ્છે છે. પરંતુ અફસોસ તે સમૃદ્ધિ બચાવ આપી શકતી નથી.
આમાંથી આ તાવણી નીકળે છે કે,મૃત્યુ બંનેને; પણ બાહ્ય સંગવાળાને મૃત્યુની ગભરામણ, ત્યારે સંગ ત્યાગીને એ નહિ.
અર્થાત સંગમાં મૃત્યુને ભય; ત્યાગમાં એ ભય નહિ.
તેથી શાસ્ત્રકાર કહે છે, હે આત્મન ! બાહ્યસંગનું શરણ છેડ, અને ચારિત્રધર્મનું શરણું સ્વીકાર એ સાચું શરણ છે; કેમકે એમાં મૃત્યુનો ભય નથી. બાહ્ય સંગ એ સાચું શરણ નહિ, કેમકે એને ભારભાર રાગ હોવાથી મૃત્યુને ડર છે, મૃત્યુથી એ બધું ડૂલ થતું લાગવાથી મૃત્યુના નામ પર એને
Page #239
--------------------------------------------------------------------------
________________
૨૨૪
કમકમી છૂટે છે. ત્યારે હકીકતમાં એ બાહ્ય અચાવી શકતા નથી. પછી એનું શરણું શી બુદ્ધિમત્તા ?
ઋષિદત્તા મહાન રાજકુમાર કનકરથ જેવે પતિના સગ પામીને નિશ્ચિન્ત બેઠી હતી, પણ માયાવી જોગણીના પ્રપંચે એના પર આળ ચડ્યુ, સસરા રાજાએ એના વધના આદેશ કર્યાં, ચંડાળા મારી નાખવા ઊભા છે, ત્યાં એ પતિના સંગે શે। બચાવ આપ્યો ? બચાવ તે પૂના પુણ્યે આપ્યા કે એ સૂચ્છિત થઇ નીચે પડી જતાં ચંડાળા એને સહેજે મરેલી માની એમજ છેાડી ગયા. ત્યાંથી એ પિતાના મૂળ આશ્રમમાં પહેાંચી, તે ત્યાંય રાજકુમાર દ્વારા એની ખાનગી તપાસ અને એને ખાનગી પણ એથ-રક્ષણ કયાં છે?
અચાવ
બાહ્ય સંગ ક પીડાના અવસરે રક્ષણ આપી શકતા નથી. પ્ર-તે શુ' ચારિત્ર ક પીડાના અવસરે રક્ષણ આપી શકે છે? ઉ॰પાછા ભૂલ્યા, ચારિત્રવાળાને ક પીડાથી જોઇતા જ નથી. એ તા અને વધાવી લે છે કે હાશ ! આ કમ પીડામાં એટલાં કમ અહી. સુખે-સમાધુ ભગવાઇ જઈને આછાં થાય છે.
ક છે તેા જ સહુવાનુ આવે છે, પણ જેટલુ` સહીએ એટલાં કમ આછાં જ થાય છે, વધતાં નથી, કે એટલાં પડી રહેતાં નથી. પછી ચિંતા શી?’
સંગે મૃત્યુથી રાખી બેઠામાં
આમ ક પીડાથી જો બચવુ' જ નથી, તે ચારિત્ર પાસેથી એથી બચાવની ઇચ્છા જ શાની?
Page #240
--------------------------------------------------------------------------
________________
૨૫
"
ઋષિદત્તાને અનુકૂળ બાહ્ય સંગ ચાલી ગયા, પણ એ મનથી એની ત્યાગી નથી, તેથી દુઃખી છે. એને જાત અશરણુ નિરાધાર બની ગઈ દેખાય છે, તેથી પિતાના દહન–સ્થાન પર પહેચતાં પિતાને યાદ કરી કલ્પાંત કરે છે કે, હું તાત ! તમે આ મને છેડીને કયાં ચાલી ગયા ? આ તમારી દીકરી અનહદ દુઃખમાં પડી છે. તમે કયાં છે ? તમે અહીં આવેા અને આ દુખિયારીને દર્શન આપે.
“ હું તાત ! હું શરણરહિત નેાધારી બની ગઈ છું. તમે મારા પર દયા લાવી અહીં આવીને મને આશ્વાસન આપેા. આ શુન્યકાર જંગલમાં મહાદુ:ખમાં પડેલી હું તમારા વિના કેની આગળ પાકાર કરું? કયાં જાઊં હું ? શું કરું ? મને કાંઈ સમજ પડતી નથી. તમે અહીં હતા ત્યારે તે આ વન પણ મારે રમણીય નગર જેવું હતું. તમે જતાં તો આ હવે મારે ચિતા જેવુ' બની ગયું છે. '
ઋષિદત્તા શું ચિંતવી રહી છે? પતિને શરણુ માનેલા, તે તે ગયા, એટલે હવે પિતાનું શરણુ શોધે છે. ખરેખર એમાંથી એકે ય શરણ છે? શરણ હાય ! બચાવ ન આપે ? જ્ઞાની ભગવંતા પેાકારીને કહે છે કે · આ જગતની જડ કે ચેતન કઇ ચીજ શરણભૂત નથી, રક્ષણ આપી શકતી નથી. જાએ જોઈ વળે! જગતમાં ઘુમીને કે કાને કઈ વસ્તુ રક્ષણ આપી શકે છે ? ફાગઢ ફાંફા શુ' મારે કે આ મારે આધાર, ને આ મારે રક્ષણુડાર ? આધાર તા એકમાત્ર જૈનધર્મ. શરણુ એનુ પકડા. ’
૧૫
Page #241
--------------------------------------------------------------------------
________________
૨૨૬
અનાથી મુનિ મગધસમ્રાટ શ્રેણીકને કહે છે –
જૈન ધર્મ વિના નરનાથ! નથી કેઈ મુગતિનો સાથ.' ધમીને ય આપદા, તે ધર્મ શરણ કેમ?
કેમ ધનમાલ, બૈરી-છોકરા, તગડી કાયા, માનપ્રતિષ્ઠા વગેરે શરણ નહિ, અને જૈન ધર્મ જ શરણ? એનું આ રહસ્ય બરાબર યાદ રાખી લેજે કે અલબત્ બંને ય જાતનાં શરણ પકડનારને કમસંગે રેગ-આપત્તિ-અકસ્માત આવે, પરાધીનતા ત્રાસ-જરા-મૃત્યુ વગેરે આપદા તે આવે તે આવે જ; અને એમાંથી બચાવનાર કે એ અટકાવનાર ન મળે તે ન જ મળે; છતાં પણ ધનમાલ વગેરેને શરણભૂતઆધારભૂત માની બેઠેલાને ગાદિ આપદાને ભય લાગે છે, અને આપદા આવતાં એ ધનમાલ આદિ બચાવ નથી આપતા માટે એ શરણભૂત નહિ. ત્યારે ધર્મનું શરણું પકડનાર સમજે છે કે, આ આપદાઓ તે કર્મ તેવાં જે ઉદયમાં આવે તે ઊભી થાય જએથી એને એને બહુ ભય નથી. એને તે આશ્વાસન છે કે “મારી પાસે કેહિનૂર હીરા જે ધર્મ છે, પછી મૃત્યુ ય આવે તે મારે શી ચિંતા છે? શી ખેટ છે?, આ ધમ પર મુસ્તાક હોવાથી આપદામાં ય ધર્મ એને શરણભૂત કહેવાય.
બિચારે ધન-માલ વગેરેને આધારરૂપ માની એના પર મુસ્તાક બની બેઠેલે આપદામાં મારે શી ચિંતા ? શી ખોટ ?” એવું આશ્વાસન ક્યાંથી લઈ શકે ?
એ તો ધર્મનું શરણું લઈ એના પર મુસ્તાક રહેનારો જ આપદામાં “શી ચિંતા ? શી ખોટ ?? એવું આશ્વાસન લઈ શકે.
Page #242
--------------------------------------------------------------------------
________________
૨૨૭
ચાર શરણાં લેવા એટલે શુ કરવાનું? .
માટે અરિહતા મે સરણું, સિદ્ધા મે સરણ, સાહૂ મે સરણ, જિણધમ્મા મે સરણું, ’ એમ ચાર શરણ સ્વીકારવાને ભાવ સમજજો....આમનું શરણુ સ્વીકારવાનું એટલે શુ કરવાનું ? આ, કે એમ ચિતવવાનુ,
“ મારે અરિહંતનું શરણુ. તેથી એમને પામવા પર એવા મુસ્તાક રહ્યું કે ક`ની નિર્ધારિત આપદાએ જેવી કે રાગ ધનનાશ -કુટુંબીમરણ....યાવત્ મારા મૃત્યુને મને ભય ન રહે; મને ભારે આશ્વાસન રહે કે અરિહંતદેવ મળ્યા છે પછી એ આપદાઓમાં મારે ચિંતા શી ? મારે ખાટ શી ?” બસ મારે હુફ્ ને એથ અરિહંતની છે. એમનું મારે અનન્ય આશ્વાસન છે, મને જગતની માયાજાળ, મારી કાયા, કે મારા અહંત્વાદિની કોઇ હુક્ એથ લાગતી નથી. એ વાંકા જાય એને મને કોઇ ભય કે દુઃખ નથી. અરિહંત કોહિનુર પાસે છતાં દુઃખ શુ? ભય શાના ? '
એમ સિદ્ધભગવાવાનનું શરણ આચાર્ય નું શરણુ અને જૈનધ નું શરણ લેવામાં આ પ્રમાણે વિચારવાનુ. પ્રભુ ! મારે દુન્યવી સગાં—સનેહીનેા ને કહેવાતા પાલક-રક્ષક–રાજા—શેઠસિપાઇ વગેરે કોઇના આધાર નહિ; પણ આધાર માત્ર તમારા હા, ’ તે આધાર એવા કે પછી કહેવાતી કશી આપદા આપદારૂપ ન લાગે, એનેા કશે ભય જ ન લાગતાં એ સંપદારૂપ લાગ્યા કરે. ’ આવુ અરિહંતાદિ ચારનું શરણું સ્વીકારતા રહીએ તે દુન્યવી સંચાગે ખાંડ ખાય છે. અર્થાત્ એ કશું આપણા આત્માનું બગાડી શકે નહિ, કશા આપણને રાવરાવી ખીવરાવી શકે નહિ. ત્યારે પૂછે :
6
Page #243
--------------------------------------------------------------------------
________________
૨૨૮ પ્ર.-આપદાઓ સંપદારૂપ શી રીતે લાગે?
ઉ–જેવી રીતે આપણા નાથ મહાવીર ભગવાને લગાડી તે રીતે આપણને આપદાઓ સંપદારૂપ લાગે. નાથ પ્રભુ પર હલકા તુચ્છ ગોવાળિયા જેવા દ્વારા કાનમાં ખીલા ઠોકાવા જેવા ઉપદ્રવ આવ્યા. અનાર્ય દેશના અનાડી àરછ કે તરફથી અપમાન-તિરસ્કાર આવ્યા, સંગમ-શૂલપાણી જેવા દુષ્ટ દેવતા દ્વારા ઘર ત્રાસ ૬-૬ મહિના, જેવાકે,-આહાર-અટકાયત, જન ઉશ્કેરાટ,...વગેરે ઉપદ્રવ આવ્યા, પરંતુ એ બધું (૧) પિતાના આત્મામાં ઘુસી ગયેલ કર્મની ફેજને સંહાર કરનારું દેખ્યું. (૨) આત્મામાં પૅધી ગયેલ રાગ-દ્વેષ-મદ-માયાને કચરવામાં સહાયક તરીકે જોયું, અને (૩) એના પરિણામે અંતરાત્મામાં અસાધારણ ઉપશમભાવ, ક્ષમા, દયા અને પરમ શાંતસુધારસ, તથા સર્વો–ઓજસ પ્રગટતા–વિકસતા દેખ્યાં ! એ સંપદારૂપ મહાસંપદારૂપ નહિ તે બીજું શું?
ત્યારે શું બહારના ધન-માલ, સત્તા-સન્માન, સેના–પરિવાર એ ખરેખર સંપદા છે? સંપત્તિ છે? એ જે સંપદારૂપ હોય તે માણસ એ મળવા છતાં કેમ રેણું રુએ છે? ચિંતાસંતાપ કેમ કરે છે? રેગ અકસ્માતને ભેગ કેમ બને છે? અને આખરે કેમ એક રાંક બકરાની જેમ જમસાઈથી ઉપાડી જવાય છે? સંપદા એને કશે બચાવ ન આપે? છતી કહેવાતી સંપદા પાસે છતાં, સંતાપમાં શેકાયા કરવાનું ?
કહે, એ ધન–માલ વગેરે સંપદારૂપ છે જ નહિ. સંપદારૂપ તે જાલિમ કર્મોથી મુક્તિ મળે એ છે; રાગાદિ જાલિમ રેગોને નાશ એ સંપદારૂપ છે; ક્ષમા–સમતા –ઉપશમ એ
Page #244
--------------------------------------------------------------------------
________________
૨૨૯
સંપદારૂપ છે, ક્ષમાદિ દશ પ્રકારને યતિધર્મ-ચારિત્રધર્મ એ જ સાચી સંપદા છે, કે જ્યાં બાહ્ય અંગે કશા સંતાપ નહિ, રેદણ નહિ, ભય નહિ; મન નિશ્ચિન્ત, નિરપેક્ષ, અને મસ્ત, તથા સ્વસ્થ ! ચારિત્રધર્મનું શરણું લેવાથી આવું મન બને. | ઋષિદત્તા પાસે આ ચારિત્રધર્મ નથી એટલે જંગલમાં પિતાના અગ્નિસ્નાનના સ્થળે ઊભી રઈ રહી છે કે “તાત ! તમે કયાં ચાલ્યા ગયા ? અહીં દર્શન આપે તે મારે કશું દુઃખ નથી, અરે ! દુઃખ પણ ઉત્સવરૂપ બની જાય; ઘરેથી કાઢી મૂકવાનું ય આપનાં મધુર મીલન માટે બને !
ધર્મના શરણ વિના જીવ ફોગટ ફાંફાં મારે છે. અસંભવિત સંભવિત થવાની કલ્પના કરે છે, અને નિષ્ફળ રહણું
રુએ છે.
કષિદત્તા મન વાળે છે
પરંતુ રષિદત્તાએ હવે જોયું કે રેતાં બેસી રહેવાને કઈ અર્થ નથી સરવાનો. તેથી વિચારે છે કે “ભસ્તીભૂત થઈ ગયેલા પિતા હવે દર્શન આપ, એટલે મારે આનંદમંગલ થાય....આવું બધું બોલવું એ ગાંડપણ છે, મરેલા કેઈ પાછા આવ્યા છે ? માટે એવા ગાંડા બેલ બોલવાથી સયું. કારમું કલંક ચડયું તે ચડયું. એ તે પૂર્વભ જે આરેપ બીજા પર ચડાવ્યું હોય તે જ અહીં આપણા પર ચડે છે. જેવું વાવીએ તેવું લણાય; માટે,
વર્તમાન કલંકને શે શેક કરે ? શેક કરું તો પૂર્વે મેં કેઇને દીધેલ કલંકન જ ન કરું ?
Page #245
--------------------------------------------------------------------------
________________
૩ર શીલ અને સંયમ સન્નારીને મેટી ચિંતા શીલની :--
આમ પિતાના શકને હળવે કરીને ઋષિદત્તા પિતાની ઝુંપડીમાં જઈને રહી, જંગલ છે, એકલી રહેવાનું છે, ભજન તે ત્યાં ફળાહારનો કરી લે છે, પરંતુ મેટી ચિંતા એને પિતાના શીલની છે. એના મનને એમ થાય છે કે આવા વનમાં નથી ને કઈ આવી ચડ્યું, તો એમને શું કરે? એને મન તે હું પાકેલા ફળ જેવી. એ એકલી અટુલી મારા પર આક્રમણ કરે તે આ નિર્જન વનવગડામાં મને બચાવનારા કે ? મારે મારું શીલ કેવી રીતે સાચવવું ?” આ ચિંતા મેટી થઈ પડી. સન્નારીને મોટી ચિંતા શીલની.
જંગલનાં દુઃખ વિસાતમાં કેમ નહિ ? :
ત્રષિદત્તાને જંગલમાં શું ખાઈશ, શું પહેરીશ, મહેલમાં જે બીજી સગવડો મળતી હતી તે અહીં કયાંથી મળશે? એવી કઈ ચિંતા ન થઈપણ શીલની થઈ કે “એનું રક્ષણ શી રીતે થશે?” કેમ વાર આમ ? કહો, ઓળખી લે છે કે
જ્યારે પૂર્વ કમેં આવા મોટા માનવ-હત્યારી અને માંસભક્ષિણી તરીકેના કલંકની સજા કરી, અને સસરા રાજાએ એથી બ્રમણમાં પડીને વધની શિક્ષા ફરમાવી, તે હવે મારે આ જાલિમ દુઃખ આગળ ખાનપાન–કપડાં-સગવડ સામગ્રીના નાના દુઃખને શું ગણવું હતું ? એવા ભારે અશુભના ઉદય પરથી માપી લેવું જોઈએ કે કર્મ કેટલા જાલિમ રૂઠયા છે? એવા જાલિમ રુઠેલા કર્મ પર સુખ સગવડને અધિકાર રાખે છેટે છે.
Page #246
--------------------------------------------------------------------------
________________
૩૧
મહાન આત્માએ રામ-સીતા, નળ-દમયંતી, હરિશ્ચંદ્રતારામતી, પાંડવા-દ્રૌપદી વગેરેને વનમાં ભટકવાનું આવ્યું ત્યારે એમણે આ જ કયું,−પેાતાનાં કમ માપી લીધાં કે ભારે અશુભના ઉદય જાગ્યેા છે તો હવે દાવેા રાખવા ખોટા છે કે ૮ મને આવી આવી સગવડા જ મળવી જોઇએ. એ વિના મને ફાવે જ નહિ' આવા ખાટા અધિકાર શાના ઉપર, કે જ્યારે ક જ રુઠયા છે ?
માણસ પાતાનું પુણ્ય માપી લે, તે ખાટા આરતા કે અધિકાર ન કરે.
ટોડિયા પાયમાલ કયારે થાય છે? કયારેક ભારે ટકે પડી જતાં કે એક-એ-ત્રણ સાદામાં પાછા પડતાં એ નથી વિચારહે કે ‘હવે મારે ભારે અશુભના ઉદય જાગ્યેા છે તેથી હવે દાવા રાખવા રહેવા દે કે નવા સાદા કરીને નફા મેળવી લેવાને. ઘંધામાં આપત્તિએ સૂઝાડી દીધુ, એ ધાણી આપી દીધી કે ‘હવે અશુભ કર્મ ઉદયમાં આવે છે. શુભના પાવર-સામર્થ્ય ઘટયાં છે. તા ચેતી જા, આગળ ન વધ, નહિતર આથી પણ મેાટી પછાડ ખાઇશ.’ આમ કરી સટેડિયા જો અટકી જાય તે નવનવા દાવ નાખી પાયમાલ ન થાય.
એવું જ માનપાનાદિમાં છે. આજ સુધી માન મળતુ આવ્યું, આપણી સત્તા ચાલતી રહી, એના ભરોસે એમાં આગળ વધવા ગયા અને પછાડ ખાવી પડી, માનભંગ થયા, સત્તાની સામે આક્રમણ થયાં, તે સમજી લેવું ઘટે કે હુવે અશુભના ઉદય જાગ્યા છે, માટે પૂની રીતરસમ બદલી નાખેા. માનની આશા અને સત્તાની અજમાયશ રહેવા દે,’ એમ કરી જો માના
Page #247
--------------------------------------------------------------------------
________________
૨૩ર કાંક્ષાને દાબી દે, માન લેવાની પ્રવૃત્તિ ન કરે, તે હજી થોડુંઘણું માન બચે. એમ, સત્તા અજમાવવી રહેવા દે તે હજી યા ડેઘણો મોભ જળવાઈ રહે–પણ
અશુભના ઉદય ચાલુ થઈ ગયાને પરખ્યા વિના એની એજ હેશિયારી કરવા જાય, તો માર ખાય.
સંસાર કે વિચિત્ર છે? સામાન્ય રીતે, માણસ પરણે એટલે પિતાની પત્ની તરફથી જે માન મળતું હોય, પત્ની પર જે સત્તા ચાલતી હોય, તે એને એક બે છોકરા થયા પછી એવું માન નથી મળતું, એની એવી સત્તા નથી ચાલતી! એમ છોકરા નાના છતે એના તરફથી જે માન મળતું હોય, ને એના પર પિતાની જે સત્તા ચાલતી હોય, તે છોકરા સારું રળતા થયા પછી એના તરફથી એટલું માન નથી મળતું, એના પર એવી સત્તા નથી ચાલતી. સંસારની આ કેવી વિચિત્રતા ! વર્તમાન કાળે શુભના ઉદય કેવા તકલાદી?
શુભ કર્મોના આ તકલાદીપણાને ઓળખી લઈ, માણસ જે પત્ની કે પુત્રો પાસેથી ય માન-સન્માન લેવાને હઠવાદ ન કરે, એમના પર પણ એવી સત્તા અજમાવવાનો આગ્રહ ન રાખે, તે તે (૧) એને માન મે જળવાઈ રહે, અને (૨) ચિત્તની શાંતિ-શીતળતાને વાંધો ન આવે. પરંતુ આજનાં મૂર્ખ માનસ આ નથી સમજવા દેતાં અને માન-સત્તાને આગ્રડ કરાવી થપાટ ખવરાવે છે. પછી એવા ખોટા આગ્રહમાં ચિત્તની અશાંતિ જ વહેરવાનું બને કે બીજું કાંઈ?
શું આપણા ચિત્તની શાંતિ બીજે કઈ બગાડે છે?
Page #248
--------------------------------------------------------------------------
________________
૨૩૩ ના, આપણી જાતે જ શાંત ખોઈ નાખીએ છીએ. માન લેવા ગયા ને અપમાન મળ્યું, સત્તા અજમાવવા ગયા ને સામને થયે, ત્યાં ચિત્ત અશાંતિમાં પડે છે. પરંતુ સવાલ તો આ છે કે એવું કરવા ગયા જ શું કામ? અશુભના ઉદયને પરખી લીધે હેત તે એવી માનાકાક્ષા અને સત્તાપ્રિયતા બાજુએ જ મૂકી દેત. મન સમજી લેત કે “હવે અશુભેદય ચાલુ થયો છે, શુભદય દુબળે પડયે છે, તેથી હવે એ માન મળવાના દહાડા ગયા, એવી સત્તા ચાલવાના સમય વીતી ગયા, માટે માનાકાંક્ષા અને સત્તાપ્રિયતા છેડીને શાંતિથી બેસી
જીવન શાંતિથી જીવવા માટે આ બહુ મજેનું સૂત્ર છે કે આપણું શુભદયની મંદતા અને અશુભદયની પ્રબળતાને પરખીને ચાલવું.”
બે ચાર પ્રસંગ પરથી આ સમજવું હોય તે સમજી જવાય. અમુક અમુક મનમાન્યું બનતું આવ્યું હોય, પણ હવે એમાં ફરક માલુમ પડતાં શુભની મંદતા અને અશુભને ઉદય વતી શકાય. એ વતીને હવે રીતરસમ ડી બદલવી પડે. મનગમતું જ થવા કે કરવાના આગ્રહ-દાવા મૂકી દેવા ઘટે.
ઋષિદતાએ પોતાના અશુભદયની બળવત્તા જોઈ એટલે હવે એ એ દાવે નથી રાખતી કે “મને અમુક અમુક સગાવડ મળવી જ જોઈએ.” ના, એ તે શુભદયના દિવસ હતા
ત્યાં ચાલી શકે, હવે અશુભના ઉદયમાં નહિ. આવડા મોટા કલંક અને મોતની સજા દેનારા અશુદય જાગ્યા, ત્યાં વનવાસની અગવડના નાના અશુભયનું પૂછવું જ શુ? એ તો વધાવી જ લેવાના.
Page #249
--------------------------------------------------------------------------
________________
૨૩૪ માટે હવે એવા ખાન-પાન-કપડાં-સગવડ સામગ્રીને આગ્રહ મૂકી દેવાને તે જ આ જંગલમાં શાંતિથી રહી શકાય. એટલે એને એ ખાનપાનાદિની ચિંતા નહોતી, પણ ચિંતા શીલરક્ષાની હતી.
માણસ પરદેશ કમાવા જાય છે. ત્યાં શરૂ શરૂમાં એ કયાં એવાં ખાનપાનાદિને આગ્રહ રાખે છે? સમય ઓળખી લે છે, સંયોગે ઓળખી લે છે, અને ગમે તે મળ્યું તેમાં ચલાવી લે છે. તે અશુભના ઉદયે પરિસ્થિતિ પલટાયા પછી શું આ સમજ ન હોય કે “હવે ખાનપાનાદિ પર સંયમ મૂકી દઉં ? ”
ધર્મ વળી આ સમજાવે છે કે અશુભદયે તેવા વિકટ સંગપરિસ્થિતિમાં સંયમ કરવા પડે છે તે શુભને ઉદયમાં પણ આત્માના હિત માટે ખાનપાનાદિ પર સંયમ કર.
જેમ અશુભના ઉદયે સંયમથી શાંતિ રહે છે, એમ શુભદયમાં પણ સંયમથી શાંતિ રહેશે.
કાં કયાં સંયમ-અસંયમ ? વિષયો પર “સંયમ એટલે સંયમન,-(૧) મળી શકતા ધન-માલ વિષયે લેવા પર કાપ, (૨) મળેલા વિષયે ભેગવવા પર કાપ, અને (૩) ધન-માલ-વિષયે મેળવવાની, મળે તે લેવા-ભેગવવાની વૃત્તિ પર કાપ. ત્યારે “અસંયમ એટલે (૧) જેટલું મળે એટલું લઈ લેવું, (૨) મળેલાને પૂરે પૂરું ભેગવવું, અને (૩) મેળવવાની કે સહેજે મળતું લેવાની કે ભેગવવાની બધી છૂટ. આ થયે વિષયે અંગે સંયમ–અસંયમ.
એમ કોધાદિ કષા અંગે “સંયમ એટલે એ કોધાદિ ઊઠેલા કે ઉઠતાને દબાવવા, તેમજ હવે ઊઠવા જ ન દેવા. ત્યારે “અસંયમ એટલે એ કષાયોને યથેચ્છ ઊઠવા દેવાની છૂટ રાખવી,
Page #250
--------------------------------------------------------------------------
________________
૩૫
ફાવે એટલા કરવા, અને ઊઠેલા પર કશા કયારેય કાપ નહિ, વધતાની સીમા નહિ. ક્રોધ શું, અભિમાન છું, માયા–પ્રપંચ શુ', કે લાભ શું, યા રાગ-દ્વેષ-હ-શાક-હાસ્ય-ઈર્ષ્યાદિ શું; કશા પર નિયમ નહિ; ફાવે ત્યારે ઠીક લાગે એટલા કયે જવા એ બધું કષાયના અસંયમ.
66
એમ, ઇન્દ્રિયાના અસયમ એટલે એને વિષયામાં ભટકતી રાખવી, એના પર કશે। નિગ્રહ-કાપ-અટકાયત નહિ, જોવાસાંભળવા-ચાખવા–સુંઘવા-સ્પ`વા મળે છે? ખસ, જોઈ લે, સાંભળી લે; ચાખી લેા, સુંધી લે. સ્પશી લે, અરે ! મળ્યુ નથી, તે ડા¥ાળિયાં મારા ને જે જોવા-સાંભળવા વગેરે મળે એને ઝડપેા.’” ઇંદ્રિાના આ યથેચ્છ પ્રવન અને લાલસા એ અસયમ. એના પર કાપ-નિગ્રહ-નિયંત્રણ, એ સંયમ.
એમ. હિંસાદિ પાપેામાં અસયમ એટલે ફાવે તેટલી ડિસાઆરંભસમારંભ, જુડ, ચારી-અનીતિ વિશ્વાસઘાત, વિષયભેગ અને પરિગ્રહ વગેરે પાપા કરવાની છૂટ, કયે જવા. ત્યારે સયમ એટલે એ કરવા પર કાપ, મર્યાદા, અટકાયત, અને એ ર્હિ ંસા દ્વિના પ્રતિજ્ઞામૃદ્ધ ત્યાગ.
જીવન એ જાતનુ જીવી શકાય, સંયમનુ કે અસંયમનું'. હવે વિચારો, શાંતિને શેાભા શેમાં ? સંયમમાં કે ? અસચમમાં ? ચિત્તાની સ્વસ્થતા-સમાધિ-નિશ્ચિતતા શેમાં ? ભૂલશેા નહિ, વિષયેા-ધન-માલ મેળવી કે ભેાગવી લેવામાં કષાયેા સેવી લેવામાં ઈન્દ્રિયે પ્રવર્તાવી દેવામાં કે હિંસાદિ આચરી લેવામાં ક્ષણભર સુખને અનુભવ લાગશે, પર ંતુ એમાં ચિત્ત વિવલ રહે છે. સ્વસ્થ નહિ. નદી-તળાવમાં પડીને નહાવા-તરવાના શેખ
Page #251
--------------------------------------------------------------------------
________________
છે એટલે પડયા, કલેજે ઠંડક લાગે છે, મસ્તતા લાગે છે પણ બહાર નીકળતાં મન કરાવાય છે. અને અંદર છે, ત્યાં ય વિહ્વળતા જરૂર છે કે આમાં કદાચ ડૂબી જાઉં? એમ ધનમાલ-વિષયેના સંગ્રહ કે ભગવટામાં કલેજે ઠંડક ભલે લાગતી હોય, પરંતુ એમાં અંતરાય આપત્તિને ભય અને વિહવળતા છૂપાયેલા પડયા જ છે. એવું કષાયે એને હિંસાદિના અસંયમમાં. તે પછી એવી વિવળતા-અશાંતિવાળા સુખને શું કરવાના? એ ખરેખરું સુખ જ નથી.
ત્યારે સંયમમાં શાંતિ રહે છે. એટલે સંયમ એટલી શાંતિ, જેટલો અસંયમ એટલી અશાંતિ. અભક્ષ્ય ત્યાગને નિયમ છે, સંયમ છે, તે એટલી શાંતિ છે; પછી ભલેને એ અભક્ષ્ય ગમે તેટલા સ્વાદિષ્ટ હોય પરંતુ નક્કી કર્યું કે મારે એ ન જોઈએ, તે એટલા અંશે ચિત્ત શાંત સ્વસ્થ રહેવાનું. પરંતુ ભક્ષ્યમાં જે સંયમ નથી, તે એટલા અંશે અશાંતિ રહેવાની. પાંચ ચીજ ખાવા મળે.પંદર મળે જેટલી મળે તેટલી ખપે છે, આ અસંયમ હોય ત્યાં ભલે વધુ ને વધુ મળતી જવાથી આનંદ લાગે, પણ ત્યાં વિહ્વળતા છે એટલે જ સત્તર ચીજ મળી, પરંતુ ધારી એક ચીજ નથી મળી તે ચિતની અશાંતિ દેખાય છે.
એવું કામના વિષયમાં પરસ્ત્રીત્યાગ છે એટલે સંયમ છે, તે એટલી શાંતિ રહેવાની. દેખાય શું, જાતે અનુભવાય કે પરસ્ત્રી જેવા માટે પણ જે ત્યાગ છે, અર્થાત સંયમ છે, તે ચિત્તને શાંતિ, પછી ગમે તેટલી સ્ત્રીઓ સામે હોય ત્યારે આ સંયમ વિનાનાને ભારે અશાંતિ! આંખ જતાં ધરાય જ નહિ, એ અશાંતિ વિહવળતા નથી તે બીજુ શું છે? ઠીક પરસ્ત્રી
Page #252
--------------------------------------------------------------------------
________________
૨૩૭
ત્યાગ હોય પણ સ્વસ્રીમાં સંયમ નથી તે પાછી એટલી અશાંતિ મન વિહ્વળ રહયા જ કરે કે કે કેમ વધુ ને વધુ આનંદ લઉં ? ત્યારે સયમવાળાને એટલી શાંતિ રહેવાની. મનથી વિચારી જોયું કે ‘શું મારી તે કાંઇ ગધેડાની જિં’દ્રુગી છે કે જેમ ગધેડી પાછળ એ ઘેલા ને ઘેલો, તેમજ હું ય ઘેલો ને ઘેલો રહ્યા કરું? ના, વાસના પર કાપ મુકુ,' એમ વિચારી સારા સંયમમાં આવે તે ચિત્ત મહાન શાંતિ અનુભવે. વાત આ છે કે શાંતિ સંયમમાં છે, અસંયમમાં નહિ દિવસના ખાવાના ટેક અને ખાવાની વસ્તુ પર જો મર્યાદા આંધી, સંયમ કર્યો કે અમુક જ ટંક, આટલી જ વસ્તુ....તા જે શાંતિને અનુભવ થશે એવા અમર્યાદિંત ટક અને અને વસ્તુમાં નહિ રહે, ભલે ને, સાત ટંક રાખ્યા અને એક ઠેકાણે આગ્રહથી ચાહ પીધી, ખીજે ઠેકાણે જરાક મુખવાસ ખાધુ. એમ કરતાં અપેાર સુધીમા છ ટંક થઇ ગયા તેા ય ચિત્તને શાંતિ રહેવાની કે · ચાલે સાંજે એક જમવાના ટંક બાકી છે એટલે બીજે ત્રીજે ચાપાણી વગેરેની લમણાફાડ મટી. કોઇ આગ્રહ કરે તેા કહી દેવાનું કે ‘ભાઈ મારે ટક થઇ ગયા છે, હવે નિયમમાં માત્ર એક જ ટંક જમવાને બાકી છે.
C
શાંતિ સંયમમાં છે, અને એ જ સાચું સુખ છે. પુણ્યના ઉદયમાં મળતા ઘણું હાય, પણ જો આ સંયમની ટેવ પાડી હાય, તે શાંતિ રહેવાની, તેમજ અશુભના ઉદય વખતે જરૂરીમાં ય એછું મળતા અશાંતિ નહિ થાય. શાંતિ બની રહેશે, સંયમવાળા અને સ્થિતિમાં શાંતિના અનુભવ કરશે, અસંયમવાળાને બંને સ્થિતિમાં અશાંતિ. એમાં ય અશુભોદયની સ્થિ
Page #253
--------------------------------------------------------------------------
________________
ર૩૮ તિમાં તે ભારે અશાંતિથી પીડાશે. ત્યાં પછી એને એ વિચાર નહિ આવે કે “ભાઈ ! હવે અશુભોદય ચાલે છે તે સુખસગવડના હક-દાવા રહેવા દે કે “મને આવું આવું ને આટલું આટલું કેમ ન મળે ? એના વિના કેમ ચાલે? કેમ ફાવે?” ના, હવે એ મનમાન્યું મળવાના દહાડા ગયા; તેથી હવે તે જે મળે, જેટલું મળે, એ બરાબર. એમાં જ સંતોષ માનવાનો. ઉલટું એમ માનવાનું કે આટલું ય મળે છે એ વધારે છે કેમકે અશુભદય એ ભારે જાગે છે કે એની પાછળ આટલું ય મળવાના શુભોદય ન ઊભા રહે. ભારે અશુભદય એ નાના અશુભદયની એંધાણ છે, તે કે ઈ શુભોદયને ભગાડી મૂકે. " કષિદત્તાના માથે ભારે કલંક આવ્યું, મતની સજા ફરમાવાઈ એ તીવ્ર અશુભદયને બીજા કેટલાય નાના શુભદયને ધક્કો મારનારી અને નાના નાના અશુભદયને જગાડનારી એંધાણ સમજે છે. તેથી હવે જંગલમાં કશી સુખ-સગવડ ન મળે, અન્નને દાણે ન મળે, એના પર શક નથી કરતી, ચિંતા નથી કરતી કે આવી અગવડમાં કેમ ફાવે? મન વાળી લે છે કે, “ભારી અશુભોદયમાં હવે નાના અશુભોદય સમજી રાખવાના અને વધાવી લેવાના.” એટલે ખાનપાનાદિની અગવડની એને ચિંતા નથી.
પરંતુ એને એક જ ચિંતા છે કે આ વનવગડામાં એકલી અટુલી મારે શીલની રક્ષા કેવી રીતે કરવી ? શું ?
અશુભદયમાં એાછું કે હલકું ખાવા-પીવા-પહેરવા-ઓઢવા મળે, દુ:ખ આવે, એ ચલાવી લેવાય, પણ શીલમાં જરાય ઓછું ન ચલાવી લેવાય,
Page #254
--------------------------------------------------------------------------
________________
૨૯
એમ ગુસ્સા ન કરાય કે ‘સસરાએ કાઢી મૂકી, ધણીએ રક્ષણ કર્યું નહિ, ત્યારે મારે ય હવે એવી શીલની પરવા રાખવાસ્તુ શું કામ છે ? ’ અથવા એવી ટ્વીનતા ન કરાય કે ‘જગલમાં એકલા પડયા; શું કરીએ ? જેમ ખાનપાનાદિ જેવા મળ્યા એવા ચલાવી લેવાય, એમાં કમી તે કમી, પણ એ ચલાવી લેવી પડે, એની બહુ ચિંતા ન કાય, એમ શીલમાં કમી પડે તેા કમી, ચલાવી લેવી પડે; વનમાં એકલા પડે શીલ પણ પૂરું શે સચવાય ? માટે એની ચિંતા શી કરવી ?? ચલાવી લેવુ.’ આવી દીનતા ન કરાય.
શીલ તે ગમે તેવા વિકટ સંચાગમાં પણ પૂરેપૂરુ પાળવાનું જ એમાં જરાય કમી ન ચાલે તે અહીં અનાડીએથી શીલ પર આક્રમણ આવે નહિ એ માટે શું કરવું ?' આ ચિ ંતા ઋષિદત્તાને ભારે થઇ. હવે એને ખીજી અગવડ–આપત્તિનું એવુ દુઃખ નથી લાગતુ, જે શીલ પર આપત્તિનું લાગે છે. સતીને મન મહાદુ:ખ કયું ?
સતીઓની આ ખૂબી કે ખીજા ભારે દુઃખ વિસરવા તૈયાર, પણ શીલ પર જોખમનું અને મહાદુઃખ લાગે–આમાં ય ખૂખી એ, કે આ માત્ર કોઈ નરકના ભયથી નહિ કે ‘ શીલ ભાંગુ તે મારે નરકમાં પડવું પડે, ' પરંતુ સ્ત્રી અવતારમાં શીલભંગ તજ્જૈન અનુચિત અસંગત ખીના લાગે છે માટે આની સામે આજની સ્થિતિ વિચારો. આજની નવી માન્યતાએ એમ મનાવે છે કે, વિષયસેવન તેા જીવનના એક આનંદ છે; એમાં વળી ભેદ શા પડવાનેા કે સ્વસ્રી-પુરૂષથી એ વ્યાજબી ને પરસ્ત્રી પુરૂષથી વ્યાજખી નહિ ? સદાચાર શુ, ને દુરાચાર શું? '
Page #255
--------------------------------------------------------------------------
________________
૨૪o તમારા છોકરા-છોકરી સ્કૂલ-કોલેજોમાં જે ભણે છે, એમાં આ સદાચાર-દુરાચારને ભેદ કશે ભણાવાતું નથી. ઉલટું જ્યાં આ ભેદ નથી એવી પાશ્ચાત્ય સભ્યતા અને ખ્રિસ્તી ધર્મ મહાન હોવાનું વિદ્યાર્થીના મગજ પર ઠસાવાય છે. દુરાચારની ઉત્તેજના કરે એવા પહેરવેશ ચાલુ થઈ ગયા. સિનેમા-ચિત્રપટ એવું ખુલ્લંખુલ્લા દેખાડે છે. છાપાઓ એવી કથાઓ અને ચિત્ર બેફામ પ્રગટ કર્યો જાય છે.
બોલે, આમાં નવી પ્રજા કેવી તૈયાર થઈ રહી છે? એને શીલ-સદાચારના ઊંચા ખ્યાલ કેણ શીખવવાનું ? તમારા ઘરમાં આવેલા નવા અને માનવભવની આ શીલ–સદાચારની અતિશય મહત્તા ન શીખવવા મળે, બલકે ઊંધા માનસ ઘડાય, એવા ઉછેરનું તમને દુઃખ નહિ ને? એને અર્થ તે આ જ ને કે, “કૂતરા-કૂતરી પિતાના ભેટિલાને ઉછેર કરે એમાં શીલ-સદાચારનું શિક્ષણ હોય તે અમારે ત્યાં હોય ? માનવ તરીકેની ખરેખરી જવાબદારી સ્વ–પરમાં શીલ-સદાચારની સંભાળ કરવાની એ જવાબદારી કશી ઉઠાવવાની ખરી ? લગ્ન પહેલાં છોકરા-છોકરીને મેલાપ જે ચાહીને ગોઠવી અપાય છે, લગ્ન પછી ચાહીને જે રીતનું રીસેપ્શન ગોઠવાય છે, એમાં છોકરા છોકરીના મન પર શીલ-સદાચારને ભાવ રહે ખરો?
જવા દો, આજે અમારા અવાજ તમારા હૈયા સુધી પહોંચે એમ લાગતું નથી, પેલી ઋષિદત્તાને વનવગડામાં એકલી પડી પિતાના શીલની રક્ષાની ભારે ચિંતા થઈ (અપૂર્ણ).
(ભાગ-૧ સમાપ્ત)
Page #256
--------------------------------------------------------------------------
________________ IN 7-50 penguptavannpuppppppppt વાયવશારદ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજનું * પ્રેરક, બાધક, તાર્કિક અને તાત્ત્વિક સાહિત્ય : - પુસ્તકનું નામ ભાષા કિંમત પરમ તેજ ભાગ 1 ગુજરાતી 9-0 0 પરમ તેજ ભાગ 2 15-00 પ્રતિક્રમણ સૂત્રચિત્ર આલબમ 12-00 ધ્યાન અને જીવન ભા. 1-2 દરેકના ઉચ્ચ પ્રકાશને પંથે 6-00 ધ્યાન શતક પ-૦૦ જૈન ધર્મનો પરિચય 5-00 આરાર્ધમાં _ 5-00 ભાવભર્યા સ્તવન-સજઝાય 3-50 રૂકુમરાજાનું પતન અને ઉત્થાન ભાગ 1 ભાગ 2 7-50 નવપદ પ્રકાશ૧ અરિહંત પદ 10-00 નવપદ પ્રકાશ૨ સિદ્ધ પદ પ્રતિકમણ મૂત્રચિત્ર આલ્બમ 12-0 0 શાસ્ત્રવાર્તા સમુચ્ચય ભાગ 1 25-00 , ભાગ 2-3 30-00 મદનરેખા સીતાજીના પગલે પગલે ભાગ 1-2 દરેકના ગુજરાતી પરમાત્મભક્તિના રહસ્ય 5-00 બાર ભાવનાની સજઝાય ભાવાર્થ 5-00 5-0 0 2-00 7-50 પુસ્તક મંગાવનારને પોસ્ટેજ ખર્ચ અલગ લાગશે. પુસ્તકની રકમ મનીઓર્ડર દ્વારા મોકલવી, ક દિ થ દ શ ન કા ર્યા લ ય કુમારપાળ વિ. શાહ 68, ગુલાલ વાડી, ત્રીજે માળે, મુંબઈ-૪૦૦ 004 મહાવીર પ્રીન્ટર્સ, ગાંધીચક–સુરત.