________________
એમ, રાતા પૈસાને પરિગ્રહ એ પાપ છે, ત્યાજ્ય છે, છતાં પરિગ્રહ પાપને ઘરવાસ અંગે જ સેવવું પડે છે, એવા ય આ ઘરવાસને ધિક્કાર છે! ઘરવાસના મારા મેહને અને હિંસા–પરિગ્રહાદિ પાપોને ધિક્કાર છે !”
બેલે, માત્ર પેટ ભરવા પૂરતા પૈસા વિના ઘર ચાલે ? એટલા પૂરતા આરંભ-સમારંભ વિના પણ ચાલે ? ના. છતાં જિનવચન જે એ પરિગ્રહ–આરંભને પાપરૂપ અને ત્યાજ્ય કહે છે, તો એ જિનવચનપરના સર્વેસર્વા આદર-શ્રદ્ધા એ પાપની અફસેસી જ કરાવે છે. તો જ એ અફસોસીમાંથી એક દિવસ સંપૂર્ણ ત્યાગનું જેમ પ્રગટે છે.
પાપની સતત અફસોસીમાંથી જ પાપનો ત્યાગ પ્રગટે, અને જિનવચનના સર્વસ્વીકારમાંથી જ નાને પણ પાપની અફસોસી જન્મ,
આમ, જિનેશ્વર ભગવાનની મહાન સેવા એમનાં વચનનો પૂર્ણ સ્વીકાર છે. એ સ્વીકાર કરીએ એટલે એમના જ્ઞાનમાં એટલા એગ્ય એટલા સારા તરીકે દેખાઈએ. જે એ સ્વીકાર ન હોય અને એમની લાખ રૂપિયાથી પૂજા-ભક્તિ કરીએ તો ય તેથી એમના જ્ઞાનમાં સારા લાયક ન દેખાઈએ.
પ્રભુના જ્ઞાનમાં સારા દેખાવું એ એમની સાચી સેવા.
એમ સ્વામીન કે ઉપકારી માતાપિતાના મનને શાતા ઉપજાવવી પ્રસન્ન રાખવું એ એમની મેટ સેવા છે. તન કરતાં મનની આ સેવા મોટી, પ્રીતિમતી રાણી રાજા હરિષણના મનને સદા પ્રસન્ન રાખીને રાજાની આ મહાન સેવા બજાવી રહી છે.