Book Title: Mahasati Rushidatta
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 251
________________ છે એટલે પડયા, કલેજે ઠંડક લાગે છે, મસ્તતા લાગે છે પણ બહાર નીકળતાં મન કરાવાય છે. અને અંદર છે, ત્યાં ય વિહ્વળતા જરૂર છે કે આમાં કદાચ ડૂબી જાઉં? એમ ધનમાલ-વિષયેના સંગ્રહ કે ભગવટામાં કલેજે ઠંડક ભલે લાગતી હોય, પરંતુ એમાં અંતરાય આપત્તિને ભય અને વિહવળતા છૂપાયેલા પડયા જ છે. એવું કષાયે એને હિંસાદિના અસંયમમાં. તે પછી એવી વિવળતા-અશાંતિવાળા સુખને શું કરવાના? એ ખરેખરું સુખ જ નથી. ત્યારે સંયમમાં શાંતિ રહે છે. એટલે સંયમ એટલી શાંતિ, જેટલો અસંયમ એટલી અશાંતિ. અભક્ષ્ય ત્યાગને નિયમ છે, સંયમ છે, તે એટલી શાંતિ છે; પછી ભલેને એ અભક્ષ્ય ગમે તેટલા સ્વાદિષ્ટ હોય પરંતુ નક્કી કર્યું કે મારે એ ન જોઈએ, તે એટલા અંશે ચિત્ત શાંત સ્વસ્થ રહેવાનું. પરંતુ ભક્ષ્યમાં જે સંયમ નથી, તે એટલા અંશે અશાંતિ રહેવાની. પાંચ ચીજ ખાવા મળે.પંદર મળે જેટલી મળે તેટલી ખપે છે, આ અસંયમ હોય ત્યાં ભલે વધુ ને વધુ મળતી જવાથી આનંદ લાગે, પણ ત્યાં વિહ્વળતા છે એટલે જ સત્તર ચીજ મળી, પરંતુ ધારી એક ચીજ નથી મળી તે ચિતની અશાંતિ દેખાય છે. એવું કામના વિષયમાં પરસ્ત્રીત્યાગ છે એટલે સંયમ છે, તે એટલી શાંતિ રહેવાની. દેખાય શું, જાતે અનુભવાય કે પરસ્ત્રી જેવા માટે પણ જે ત્યાગ છે, અર્થાત સંયમ છે, તે ચિત્તને શાંતિ, પછી ગમે તેટલી સ્ત્રીઓ સામે હોય ત્યારે આ સંયમ વિનાનાને ભારે અશાંતિ! આંખ જતાં ધરાય જ નહિ, એ અશાંતિ વિહવળતા નથી તે બીજુ શું છે? ઠીક પરસ્ત્રી

Loading...

Page Navigation
1 ... 249 250 251 252 253 254 255 256