________________
૧૩૩
તે થાય, કિન્તુ પોતાના આત્મામાં પણ ગુણ-સુકૃત-સેવાની અનુમોદના અને ધર્મપ્રેમ વધારવાનું ને તેથી ગુણ–બીજાધાનને ચમત્કાર થાય.
બસ, વાત આ છે,–બોલે તે જોખીને વિચારીને સૌમ્ય મધ જેવી ભાષામાં બોલે; એવું ગોઠવીને બોલો કે સામાના કલેજને ઠારી દે! પ્રેત્સાહિત કરી દે! એનામાં સ્નેહ સદ્ભાવ વધારી દે!
રાજકુમાર કનકરથને જમાઈ બનાવી વિદાય દેતાં પહેલાં હરિપેણ રાજર્ષિ આવી વાણીમાં કહે છે,–“જુઓ, તમે તો મહા ગુણસંપન્ન છે, ત્યારે મારી આ કન્યા વિદત્તા વનવાસમાં ઊછરેલી હોઈ અત્યંત મુગ્ધ છે. પરંતુ મૃગની નાભિમાં પડેલી ધૂળ પણ કસ્તૂરીના સંપર્કો જેમ સુવાસિત બની જાય છે, એવી રીતે આ મુગ્ધ બાળા પણ તમારા સંપર્ક ગુણસંપન્ન, વિવેકી, અને શાણી બની જશે.” કેમ આમ કહે છે એટલા જ માટે કે રાજકુમાર કદીક રાજખટપટના કારણે મુગ્ધ બાળાનું અપમાન ન કરે, તિરસ્કાર ન કરે; અને ખરે ખર ! બન્યું એવું કે એ શબ્દોએ કુમારના દિલમાં પ્રોત્સાહન જગાવ્યું, બાળા પર સ્નેહ-સદ્દભાવ વધારી દીધે.
વળી કહે છે, “કુમાર ! જુઓ મેં કુટિલ યુવાની તે વિષયરંગમાં વેડફી નાખી, ને યુવાની તે ઓસરવા લાગી....
યુવાનીનો ઉન્માદ :–
યુવાનને થનમનાટ, યુવાનીનું ઊછળતું લેહી અને યુવાનીમાં કૂદતી ધાતુઓ યુવાનીને વિષયે તરફ દોડાવે છે, વિષયોમાં ગળાબૂડ મગ્ન કરે છે! કારણ એ છે કે,