________________
૩૦
કે “સમસ્ત સુખ વીતરાગ પ્રભુના પ્રભાવે જ મળે છે. માટે દિલમાં પ્રભુ જ જયવંતા વ. પ્રભુ અમાપ અનંતા ગુણોના ભંડાર છે, તેથી પ્રભુ દિલમાં જયવંતા બને એટલે સહજ છે કે (૧) એમના એ ગુણોની ભારે અનુમોદના ચાલે; એથી અથાગ પુણ્ય ઊભાં થાય; જે સુખની રેલમછેલ કરી દે. તેમ, (૨) પ્રભુના અમાપ ક્ષમા-સમતા-ઉદાસીનતાદિ ગુણોનાં મહત્વ દિલમાં અંકિત થઈ જાય પછી દુન્યવી દુઃખ દુઃખ જ ન લાગે, સમસ્ત સંગોમાં માનસિક સુખ-શાંતિ ધારાબદ્ધ વહ્યા કરે. વળી (૩) દિલમાં પ્રભુ જયવંતા બને પછી દુન્યવી સમૃદ્ધિ તુચ્છ લાગે. બોલે, આ ત્રણ મહાન લાભ ખપે છે? તે અનંતગુણસંપન્ન પ્રભુને દિલમાં જયવંતા કરો. દિલમાં પ્રભુને જયવંતા કરે એ બુદ્ધિનો અતિશય.
કુમારની બુદ્ધિની વિશેષતા આ મનાવી રહી છે કે “આ જીવનમાં આંખ-મસ્તક-હાથ–વાણી તે મજેના મળ્યા પણ મળેલાં એ આજે જિનદર્શન–વંદન-પૂજન-સ્તુતિથી સફળ થયાં, સુંદર ફળવાળાં બન્યાં. બાકી આ સુકૃતો છોડીને દુન્યવી વિષયે અને પ્રવૃત્તિમાં એ વપરાવામાં એ આંખ વગેરેની શી સફળતા છે ?” કુમારની જેમ આપણને પ્રભુદર્શને એમ વિચાર આવે, કે
અહોભાગ્ય છે મારાં કે એ કિંમતી ગાત્રો મળ્યાને સફળ કરાવનાર આ દયાળુ પ્રભુ મળ્યા! પ્રભુનાં દર્શનાદિ મળ્યાં ! બાકી તો ગમે તેવી મારી આંખ વગેરે મળેલાં પણ ગટરકલાસ કાર્યોમાં વેડફાઈ રહ્યાં છે.
બીજે વિચાર આ આવે, કે “ આવું દશનપૂજન આદિ આપવામાં પ્રભુને કેવો અનન્ય ઉપકાર ! ”