________________
૯૫. સંતોનો સંપર્ક
શ્રુત એટલે શ્રવણ; અને તે પણ ભક્તિ અને વિનયપૂર્વક. પોથી પંડિતો દુનિયામાં ઘણા મળશે, પણ બહુશ્રુત ઓછા મળશે. એકમાં શબ્દો છે, બીજામાં ચારિત્ર છે. એટલે સંતોનાં પુસ્તકો કરતાંય તેમનો સંપર્ક વધુ ઇચ્છનીય છે.
૯૬. વચન અંગે વર્તન
કાગડો કોઈનું કાંઈ લઈ લેતો નથી, અને કોયલ કોઈને કાંઈ આપી દેતી નથી; પણ કોયલ એના વિનય અને મધુરતાભર્યા શબ્દથી જગતને પોતાનું બનાવી દે છે. આમ, વચન સાથે જો વર્તન આવી જાય તો સમજજો કે જગત તમારું છે.
૯૭. ગુરુના ગુણ
ગુરુનું જીવન વૃક્ષ જેવું છે, નદી જેવું છે. વૃક્ષ એની પાસે જે આવે તેને છાંયો આપે છે, ફળ આપે છે. સરિતા, કાંઠે આવેલા સર્વને પાણી આપી તૃષા છિપાવે છે. ગુરુમાં આ બેઉ ગુણો રહેલા છે.
૯૮. માણસની ગાંડાઈ
માણસને જીવનમાં રહેવા માટે એક ખૂણો, ખાવા માટે મુઠ્ઠી અન્ન અને પહેરવા માટે બે જોડ કપડાંની જ જરૂર છે. આમ છતાં માણસ આજે કપડાં અને અલંકારોની પાછળ કેમ આટલો ગાંડો બની રહ્યો છે !
܀
૯૯. વસ્તુનું મમત્વ
શિયાળામાં ગરમી ગમે છે, પણ ઉનાળાના દિવસોમાં એ જ ગરમી દુઃખદ બને છે. એવી જ રીતે, આજની વસ્તુ જે સુખ આપી રહી છે તે કાલે દુઃખદ બનશે; માટે વસ્તુ પ્રત્યેનું મમત્વ છોડો.
Jain Education International
܀
૨૨ * મધુસંચય
For Private & Personal Use Only
www.jainelibrary.org