________________
૩૧૩, બાલ-માનસ
લ-માનસ એ તો અરીસા જેવું છે. એના પર વડીલોના સદ્ કે અસદ્ વિચાર-વાણી-વર્તનનું પ્રતિબિંબ પડવાનું જ. માતા-પિતા બનતા પહેલાં જીવનને આદર્શ બનાવી લેવું જોઈએ. એમ ન કરનાર ગુનો કરે છે.
બા
૩૧૪. શાન્તિ માટે યુદ્ધ !
ગતના મુત્સદ્દીઓ પોતાના રક્ષણ માટે માનવધર્મના નામની ટહેલ નાંખે જ છે અને એ જ માનવધર્મના નામે વિશ્વમાં વિકરાળ ને હિંસક યુદ્ધ ખેલે છે. ઘણી વાર માનવ-ધર્મની વાતો ડાકલા જેવી બની જાય છે. એ બન્ને બાજુ વાગે છે. એમાંથી બન્ને ધ્વનિ નીકળે છે : અહિંસા ને હિંસાનો ! જેવો વાડનાર તેવો પડઘો. એ જ રક્ષક અને એ જ ભક્ષક ! આ જ માનવતાનું તાંડવ !
܀
૩૧૫. પાપબીજ
રતીના પેટાળમાં છુપાયેલું બીજ ચોગાનમાં વૃક્ષ બનીને પ્રગટે છે, તેમ ભૂગર્ભમાં કરેલાં છાનાં પાપ પણ જગતના ચોગાનમાં વિવિધ રૂપે દેખાય છે. પાપ કરતી વખતે જ એની સજાનાં બી વવાઈ જતાં હોય છે અને એક પાપ બીજા મહાપાપ માટેનો દરવાજો બને છે.
૩૧૬. આત્મનાદ
એક છું, અખંડ છું, અજ્ઞાન સ્વરૂપ છું, શક્તિશાળી છું, મારો આત્મા શક્તિઓનો સ્રોત છે : ધ્યાનમાં આવું આત્મજ્ઞાન જ્યારે જાગ્રત થશે અને ઊંડાણમાંથી આત્મનાદ આવશે તો મનની ભીરુતા કેમ ટકશે !
Jain Education International
૮૦ * મધુસંચય
For Private & Personal Use Only
www.jainelibrary.org