________________
Jain Education International
૫૭૪. આત્મવિલોપન
જે વેગપૂર્વક દોડી રહ્યું છે. એની સમસ્ત
શક્તિ આજે એના પગમાં આવીને વસી છે. એવી લાંબી લાંબી એ ફાળ ભરે છે, કે જાણે એ દોડતું નથી, પણ ગગનમાં ઊડી રહ્યું છે.
આ મૃગયુગલની પાછળ એક પાણીદાર અશ્વ દોડી રહ્યો છે. આ અશ્વ પર એક પ્રતાપી યુવાન છે. શિલ્પીએ આરસમાંથી કોતરી કાઢેલ પ્રતિમા જેવો એનો ઘાટીલો દેહ છે. ચન્દ્ર જેવું સુકુમાર એનું મુખ છે. સુંદર વળાંકવાળી કાળી ભમ્મર નીચે બે મધુર આંખ છે. બુદ્ધિની તીવ્રતા સૂચવતું અણિયાળું નાક છે અને ગુચ્છાદાર સુંવાળા વાળનાં ઝુલ્ફાં હવામાં ઊડી રહ્યાં છે.
યુવાને આ
મૃગયુગલનો શિકાર સંકલ્પ કર્યો છે અને
ક૨વાનો જાણૅ દઢ તેથી જ પોતાના અશ્વને એ વિદ્યુતવેગે દોડાવી રહ્યાં છે.
કોઈક વાર તો એમ લાગે કે અશ્વ
ભવનું ભાતું * ૨૪૩
For Private & Personal Use Only
www.jainelibrary.org