Book Title: Madhusanchay
Author(s): Chitrabhanu
Publisher: Navbharat Sahitya Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 340
________________ તે વિધવા થતાં સુવર્ણ પહેરે છે !'' રાણીથી ન રહેવાય : પંડિતજી ! પતિ જીવતાં સ્ત્રી કાચની બંગડી પહેરે છે તે એ યાદ રાખવા કે શરીર કાચ જેવું નાજુક અને નશ્વર છે. પણ એ શરીર પડી જતાં પુણ્ય આત્મા પરમાત્મારૂપ શાશ્વત સુવર્ણમાં ભળી જાય છે તેનું પ્રતીક આ કંકણ છે. હવે અમે કાચ જેવા નહિ, સુવર્ણરૂપ સ્વામીનું શરણ લીધું છે તેની યાદ એ આ કડાં છે.'' આત્મજ્ઞાનપૂર્ણ આ ઉત્તરથી પ્રભાવિત થયેલ વિદ્વાન રાણીને નમી જ પડ્યો. ૬૧૯. સુખનું અત્તર બીજા પર છાંટીએ ત્યારે એની સુવાસ આપણને પણ મળે જ પ્રલોચન અભ્યાસ પૂરો કરી નોકરીની શોધમાં નીકળી પડો ! ઘણા આપ્રયત્નો કરવા છતાં નોકરી ન મળી, પણ એ નિરાશ ન થતાં પ્રયત્ન કર્ય જ ગયો. એક ઠેકાણે નોકરી મળી પણ તે ઝાડુ કાઢવાની અને ઑફિસ સાફસૂફ ક૨વાની. શ્રમમાં શરમ શી ? એ ભાવનાથી એ શ્રમનું ગૌરવ વધારતો આગળ વધવા લાગ્યો નાનામાં નાના કામને એ કુશળતાપૂર્વક કરતો અને એને સુંદર બનાવતો. આથી એ શેઠનું પ્રિયપાત્ર બન્યાં. એને સારો પગાર પણ મળવા લાગ્યો. પણ એ પોતાના હાથ નીચેના માણસને ભૂલતો નહિ. દિવાળીએ એના પગારમાં શેઠે પચાસ રૂપિયાનો વધારો કર્યો ત્યારે પદ્મલોચને નમ્રતાથી પ્રણામ કરી કહ્યું : “મને જે આપ પગાર આપો છો તેમાં મારું ગુજરાન ખુશીથી થાય છે. મારા હાથ નીચેના માણસના પગારમાં આ પચાસનો વધારો કરો તો વધારે સારું, કારણ કે એ બિચારાને ટૂંકા પગારમાં કુટુંબનું પૂરું થતું નથી.'' પદ્મલાંચનની આ ભાવનાથી પ્રભાવિત થઈ શેઠે એને આખાય વહીવટનો ઉપરી બનાવ્યો. અને પેલના પગારમા પચાસનો વધારો કર્યો. ܀ ૬૨૦. ધર્મ ક્યાં છે ? એ ક ચીસ સંભળાઈ અને રાજમાર્ગ પર ચાલ્યો જતો લેખક ચમકી ગયો. એક હરિજન બાળાના જમણા પગના અંગૂઠે નાગે ડંખ માર્યો હતો. Jain Education International કણમાં મણ ૩૨૩ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386