Book Title: Madhusanchay
Author(s): Chitrabhanu
Publisher: Navbharat Sahitya Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 371
________________ પહેલી તારીખે પોતાના લેણદારોને ચૂકવતો. એક વેપારીએ આવી કહ્યું : “મિ. ફૉસ! મારે બૅન્કમાં ભરવા છે એટલે મારું લેણું આજે જ આપો.” “ભાઈ ! તને એક મહિના પછી આપીશ. આ તો હું સેરિડોનને આપીશ. એણે કાંઈ પણ લખાણ લખાવ્યા વિના મારા વિશ્વાસ પર મને માલ આપ્યો છે. મને ક્યાંક અકસ્માત થાય તો એ સજ્જન તો રખડી પડે ને ?” ફોક્સની આ જીવનનિષ્ઠાનો પ્રભાવ વેપારી પર પડ્યો. કરારપત્રના ટુકડા કરતાં વેપારીએ કહ્યું : “તો મારે પણ આ લખાણને શું કરવું છે ? આપની અનુકૂળતાએ હવે આપ જ આપી જજો.” ફોકસ આ વિશ્વાસથી અંજાઈ ગયો : “લો, આ પાઉન્ડ, આ તમે જ લઈ જાઓ. એક તો તમારું દેવું જૂનું છે, બીજું, તમારે બેન્કમાં ભરવા છે, ત્રીજું, તમે મારામાં શ્રદ્ધા મૂકી લખાણને ફાડી નાંખ્યું છે. સેરિડોનને હું આવતા મહિને આપીશ. ચૈતન્યની શ્રદ્ધાનો સત્કાર જ નહિ, ચમત્કાર પણ છે. ઉ૬૯. હદયતૃષ્ણા જાનો નિયમ હતો. પ્રભાતના પહેલા પ્રહરે એના દ્વાર ઉપર જે ટકોરા ૨ મારે એનું પાત્ર સોનામહોરોથી ભરી દેવું. આમ ઘણાનાં પાત્ર ભર્યા. એક નવો ભિક્ષુ આવ્યો. એણે ટકોરા માર્યા. દ્વાર ખોલ્યું. રાજા મૂઠા ભરી ભરીને સોનામહોર એના પાત્રમાં નાખતો ગયો પણ પાત્ર ન ભરાયું. આખો ભંડાર ખાલી કર્યો તોય પાત્ર ન ભરાયું. રાજાને નવાઈ લાગી. પૂછ્યું : “ શેનામાંથી આ પાત્ર બનાવ્યું છે ? કઈ ધાતુનું છે ?” જવાબ મળ્યો : “આ પાત્ર માનવના હૃદયમાંથી મેં બનાવ્યું છે. માનવનું હૃદય એવું ભૂખ્યું છે, એવું લોભિયું છે, કે એને ગમે એટલું આપો તો પણ એને ઓછું જ લાગે.” જ્ઞાની રાજાએ કહ્યું : “હૃદયતૃષ્ણાનો અર્થ તમે બરાબર સમજાવ્યો. આ હૃદય પર કોઈ પણ દિવસ તૃપ્ત નહિ થાય. જીવનમાં સંતોષ આવશે તો જ હૃદયપાત્ર ભરાશે.” ૩૫૪ મધુસંચય For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International

Loading...

Page Navigation
1 ... 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386