________________
દરજીએ કહ્યું : “અન્નદાતા ! આપને માટે કામ કરું અને એમાં ખામી હોય ?” અઠવાડિયા પછી ઘણી જ ખંતથી તૈયાર કરેલું સુંદર ટેભાવાળું અંગરખું દરજીએ હાજર કર્યું. રાજાએ જોયું. એ ખુશ થયા. એની કલા પર મુગ્ધ થયા. પણ સંતના અંગરખા જેવા વ્યવસ્થિત ને એકધારા ટેભા એમાં ન હતા.
રાજાએ કહ્યું : “કામ સારું છે. તમે તમારી કલા બતાવી છે, પણ આ ટેભા પેલા સંતના અંગરખા જેવા તો નથી જ.”
દરજીએ કહ્યું : “અન્નદાતા ! મેં હાથથી, આંખથી, મારી આવડતથી થાય એટલું કામ કર્યું છે. પણ પેલા અંગરખામાં તો આ બધાની સાથે મારો હૃદયનો પ્રેમ પણ કામ કરતો હતો. એટલે હું શું કરું ? પ્રેમના ટેભા ફરીફરી ક્યાંથી લાવું ?”
૩૬૬ * મધુસંચય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org