Book Title: Madhusanchay
Author(s): Chitrabhanu
Publisher: Navbharat Sahitya Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 384
________________ - - ધર્મભાવના મૈત્રીભાવનું પવિત્ર ઝરણું, મુજ હૈયામાં વહ્યા કરે; શુભ થાઓ આ સકળ વિશ્વનું, એવી ભાવના નિત્ય રહે. ગુણથી ભરેલા ગુણી જન દેખી, હૈયું મારું નૃત્ય કરે; એ સંતોના ચરણકમલમાં, મુજ જીવનનું અર્થ રહે. દિીન, કૂર ને ધર્મવિહોણા, દેખી દિલમાં દર્દ રહે; કરુણા-ભીની આંખોમાંથી, અશ્રુનો શુભ સ્રોત વહે. માર્ગ ભૂલેલા જીવન-પથિકને, માર્ગ ચીંધવા ઊભો રહું; કરે ઉપેક્ષા એ મારગની, તોયે સમતા ચિત્ત ધરું; ચિત્રભાનુની ધર્મભાવના, હૈયે સૌ માનવ લાવે; વેર-ઝેરનાં પાપ ત્યજીને મંગળ ગીતો એ ગાવે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 382 383 384 385 386